ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Operation Red Alert: TRP અગ્નિકાંડ જેવો કાંડ સર્જાય તે પહેલાં ગુજરાત ફર્સ્ટનું મોટું ઓપરેશન!

Operation Red Alert: ગુજરાતમાં વધુ એક અગ્નિકાંડ થાય તે પહેલાં ગુજરાત ફર્સ્ટે ઓપરેશન 'રેડ એલર્ટ' પાર પાડ્યું છે. નડિયાદમાં ખુલ્લેઆમ 'જીવતા બોમ્બ'ની ફેક્ટરી ચાલે છે. અહીં રહેણાંક વિસ્તારમાં આવી ફેક્ટરી કેવી રીતે ચાલી શકે?
01:05 PM Dec 26, 2024 IST | VIMAL PRAJAPATI
Operation Red Alert: ગુજરાતમાં વધુ એક અગ્નિકાંડ થાય તે પહેલાં ગુજરાત ફર્સ્ટે ઓપરેશન 'રેડ એલર્ટ' પાર પાડ્યું છે. નડિયાદમાં ખુલ્લેઆમ 'જીવતા બોમ્બ'ની ફેક્ટરી ચાલે છે. અહીં રહેણાંક વિસ્તારમાં આવી ફેક્ટરી કેવી રીતે ચાલી શકે?
Gujarat First Operation Red Alert
  1. ગુજરાતના 'ધધકતા જ્વાળામુખી' પર સૌથી મોટો પર્દાફાશ
  2. 500ની વસ્તી ધરાવતી સોસાયટીમાં સૌથી મોટો 'મોતનો ખેલ'
  3. ગુજરાત ફર્સ્ટના ઓપરેશનમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો!
  4. એક ચૂક, એક ચિન્ગારી અને સર્જાઇ શકતું હતું મોતનું તાંડવ!

Operation Red Alert: ગુજરાત ફર્સ્ટ અત્યારે જાગૃત મીડિયા તરીકેની ફરજ નીભાવી રહ્યું છે. ગુજરાતમાં અત્યારે ગેરકાયદેસર ગેસ સિલેન્ડર વેચવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ નડિયાદના રહેણાંક વિસ્તારોમાં એક સોસાયટીમાં ગેરકાયદેસર રીતે LPG gasની કાળાબજારી ચાલતી હોવાનું ગુજરાત ફર્સ્ટના ધ્યાને આવ્યું હતું. અહીં મોટા સિલેન્ડરોમાં મોટર લગાવીને નાના સિલેન્ડરમાં ગેસ ટ્રાન્ફર કરવામાં આવતો હતો. જો અહીં એક માત્ર ચીનગારી પણ હોય તો અહી્ મોટી ગેસ હોનારત સર્જાઈ શકે જેમાં અનેક લોકોને અકાળે મોતને ભેટવું પડે તેવી સ્થિતિ છે.

નડિયાદમાં ખુલ્લેઆમ ચાલે છે 'જીવતા બોમ્બ'ની ફેક્ટરી

ગુજરાતમાં વધુ એક અગ્નિકાંડ થાય તે પહેલાં ગુજરાત ફર્સ્ટે ઓપરેશન 'રેડ એલર્ટ' (Operation Red Alert) પાર પાડ્યું છે. નડિયાદમાં ખુલ્લેઆમ 'જીવતા બોમ્બ'ની ફેક્ટરી ચાલે છે. અહીં રહેણાંક વિસ્તારમાં આવી ફેક્ટરી કેવી રીતે ચાલી શકે? શું લોકોના જીવની કોઈ કિંમત છે જ નહીં? આવી રીતે મોટર લગાવીને નાના સિલેન્ડરમાં ગેસ ટ્રાન્ફર કરવો એ સૌથી મોટું જોખમ છે. પરંતુ આ પૈસાના સોદાકરોને આ વાત કેમ સમજાતી નથી? નડિયાદની 500ની વસ્તી ધરાવતી સોસાયટીમાં સૌથી મોટો 'મોતનો ખેલ' ઝડપાયો છે.

આ પણ વાંચો: Ahmedabad airport પરથી ઝડપાયું અધધ 3 કિલો સોનું, DRIએ તસ્કરોની યુક્તિને બનાવી નિષ્ફળ

500ની વસ્તીની વચ્ચે ચાલે છે ગેરકાયદે ગેસની ફેક્ટરી!

નોંધનીય છે કે, ગુજરાત ફર્સ્ટના ઓપરેશનમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસાઓ થયા છે. અહીં નડિયાદમાં માત્ર એક ચૂક કે એક ચિન્ગારી મોતનું તાંડવ સર્જી શકે તેવી સ્થિતિ છે. સોસાયટીની વચ્ચોવચ છૂટક LPG ગેસ વેચાઈ રહ્યો છે અને તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, તે ચોંકાવનારી વાત છે. અહીં 500 લોકના વસવાટ વચ્ચે ગેરકાયદે ગેસની ફેક્ટરી ચાલી રહી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, રીતસરની મશીનરી ગોઠવીને LPG ભરી આપવામાં આવે છે. જે સૌથી મોટું જોખમ છે.

આ પણ વાંચો: DGP સામે બાંયો ચઢાવનારા વહીવટદારો Nirlipt Rai સામે ઘૂંટણિયે કેમ પડ્યા ?

વધુ એક અગ્નિકાંડ સર્જાય તે પહેલાં જ ગુજરાત ફર્સ્ટે કર્યો પર્દાફાશ

કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલા ગુજરાત ફર્સ્ટની ટીમે પોલીસે સાથે મળી આનો પર્દાફાશ કર્યો છે. નોંધનીય છે કે, ગેસ રિફિલ કરવાનો ગોરખધંધો ખુલ્લેઆમ ધમધમી રહ્યો છે. જે મામલે ગુજરાત ફર્સ્ટે જવાબદાર મીડિયા તરીકે કર્તવ્ય બજાવ્યું અને આમાં પોલીસે પણ સાથ આપ્યો હતો. ગુજરાત પોલીસે જવાબદાર રક્ષક તરીકે રેડ પાડી અને આનો પર્દાફાશ કર્યો છે. નોંધનીય છે કે, સેંકડો લોકોના જીવ જાય તે પહેલાં જ ગુજરાત ફર્સ્ટે કર્તવ્ય નિભાવ્યું છે. પરંતુ આમાં કોની મિલી ભગત હશે? પ્રશ્ન એ પણ થાય છે કે, આ કામ તોલમાવ વિભાગની જાણ બાર કેવી રીતે થઈ શકે? આમાં તે વિભાગની પણ મિલી ભગત હોય તેવું લાગી રહ્યું છે. રહેણાંક વિસ્તારમાં આટલા મોટા પ્રમાણમાં ગેસ સિલેન્ડરોનું ગોડાઉન કોની મંજૂરીથી બનાવવામાં આવ્યું? આવા અનેક સવાલો અત્યારે થઈ રહ્યાં છે.

આ પણ વાંચો: ગુજરાત ફર્સ્ટના Operation Asurના પડઘા બાદ કાર્યવાહી, શરાબના સોદાગરો સામે FIR દાખલ

Tags :
Crime Newsgas factoryGujarat FirstGujarat First ExclusiveGujarat First Exclusive StoryGUJARAT FIRST NEWSGujarat First Operation Red AlertGujarat NewsGujarat PoliceGujarat Police ActionGujarati NewsGujarati Top NewsIllegal gas factoryIllegal gas factory in gujaratIllegal gas factory in nadiadLatest Gujarati NewsOperation Red AlertTop Gujarati News
Next Article