ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પંકજ ત્રિવેદી મર્ડર કેસમાં Super IPS જેવો વટ ધરાવતા અંગત મદદનીશની Ahmedabad Police બેડામાં ભારે ચર્ચા

Ahmedabad Police : 18 વર્ષ અને 8 મહિના અગાઉ અમદાવાદમાં થયેલા NRI Pankaj Trivedi ના હત્યા કેસમાં 10 આરોપીને અદાલતે જન્મટીપની સજા ફટકારી છે.
11:26 AM Mar 19, 2025 IST | Bankim Patel
Ahmedabad Police : 18 વર્ષ અને 8 મહિના અગાઉ અમદાવાદમાં થયેલા NRI Pankaj Trivedi ના હત્યા કેસમાં 10 આરોપીને અદાલતે જન્મટીપની સજા ફટકારી છે.
NRI Pankaj Trivedi Murder Case Swadhyay Parivar Jayshree Talwalkar Jayshree Didi Hot Topic in Ahmedabad Police

Ahmedabad Police : 18 વર્ષ અને 8 મહિના અગાઉ અમદાવાદમાં થયેલા NRI Pankaj Trivedi ના હત્યા કેસમાં 10 આરોપીને અદાલતે જન્મટીપની સજા ફટકારી છે. અમદાવાદની સેશન્સ કોર્ટ (Ahmedabad Sessions Court) ના એડી. સેશન્સ જજ ભરત ભાસ્કરભાઈ જાદવે જન્મટીપની સજા ફરમાવી તેને લગભગ ત્રણેક સપ્તાહ થવા આવ્યા છે. જો કે, Jayshree Didi સામે જંગ છેડનારા સ્વાધ્યાય પરિવાર (Swadhyay Parivar) ના પંકજ ત્રિવેદીના હત્યા કેસની વર્ષો જૂની વાતો/ચર્ચા પોલીસ બેડામાં આજે પણ જારી છે. અમદાવાદ પોલીસ કમિશનર ઑફિસ (Police Commissioner Office Ahmedabad) માં મહત્વના સ્થાને બેસતા એક સ્વાધ્યાયીનું નામ ચર્ચાઓમાં ઉછળ્યું છે. અંગત મદદનીશ અંગે Ahmedabad Police બેડામાં શું ચાલે છે ચર્ચા અને શું છે વાસ્તવિકતા ? વાંચો આ અહેવાલમાં...

IPSના બે અંગત મદદનીશ ચર્ચામાં

ન્યાયાધીશ ભરત ભાસ્કરભાઈ જાદવ (Judge Bharat Bhaskarbhai Jadav) આપેલા ચૂકાદા બાદ Ahmedabad Police બેડામાં છેલ્લાં બે સપ્તાહથી શરૂ થયેલી ચર્ચામાં બે અંગત મદદનીશ કેન્દ્ર સ્થાને છે. જન્મટીપની સજામાં જેલમાં ગયેલા Police Bhavan Gandhinagar માં સિનિયર આઈપીએસના અંગત મદદનીશ તરીકે ફરજ બજાવનારા ઘનશ્યામસિંહ ચુડાસમા ચર્ચામાં છે. તો બીજા એક Ahmedabad CP Office ખાતે કાર્યરત અંગત મદદનીશ કમ કારકૂન અમદાવાદ પોલીસ બેડામાં ચર્ચાના કેન્દ્ર સ્થાને છે. વર્ષ 2006ના જૂન મહિનાની 15 તારીખે અમદાવાદ જીમખાના (Ahmedabad Gymkhana) પાસે થયેલી પંકજ ત્રિવેદીની હત્યાના કેસમાં ડીસીપી ઝોન-1ના તત્કાલિન પીએ ઘનશ્યામસિંહ ચુડાસમાની મહત્વની ભૂમિકા હતી. હત્યા કેસમાં સજા પામેલા ભરત ભટ્ટ ઉર્ફે મોટા ભાઈ સાથે ફોનથી સંપર્કમાં રહેનારા IPSના અંગત મદદનીશનું નામ તપાસમાં સામે આવ્યું હતું. જો કે, હત્યા કેસમાં આ PAનું નથી નિવેદન લેવાયું કે નથી પોલીસ પૂછપરછ થઈ. આ જ કારણોસર ચૂકાદા બાદ IPS ના અંગત મદદનીશ તરીકે હાલમાં અમદાવાદ ફરજ બજાવતા અને જેલમાં ગયેલા બંને અંગત મદદનીશ ચર્ચામાં છે.

ફોન ચાલુ થયો અને ભાંડો ફૂટ્યો

સ્વાધ્યાય પરિવારના જયશ્રી તલવરકર ઉર્ફે જયશ્રી દીદી (Jayshree Talwalkar aka Jayshree Didi) ની રીતરસમો તેમજ ભ્રષ્ટાચાર સામે અમેરિકાનું નાગરિકત્વ ધરાવતા પંકજ ત્રિવેદીએ જંગ છેડી હતી. Jayshree Didi ની તરફેણમાં અનેક સ્વાધ્યાયીઓએ પંકજ ત્રિવેદી સામે ગુજરાતના ગામે-ગામ ક્રિમીનલ ફરિયાદો નોંધાવી હતી. જે તમામ ફરિયાદો Gujarat High Court એ રદ્દ કરી દીધી હતી. આથી ગુસ્સે ભરાયેલા કેટલાંક સ્વાધ્યાયીઓએ Pankaj Trivedi ની હત્યા કરવાની સાજીશ રચી હતી. હત્યા બાદ પોલીસ તપાસથી બચવા માટે ટોળકીએ તમામ તકેદારીઓ રાખી હતી. હત્યામાં સામેલ આરોપીઓએ અમદાવાદના રોશની ગેસ્ટહાઉસમાં રોકાણ વખતે ઓળખ છુપાવવા ખોટા નામ આપ્યા હતા. આ ઉપરાંત પોલીસ તપાસથી સારી રીતે વાકેફ આરોપીએ સાથીદારોને પોતાના રેગ્યુલર સીમકાર્ડના સ્થાને અન્ય સીમકાર્ડ વાપરવાની સૂચના આપી હતી. જો કે, હત્યા કર્યા બાદ થયેલી ભાગદોડ દરમિયાન આરોપી ચંદ્રસિંહ જાડેજા (રહે. પડધરી, જિ. રાજકોટ) ના ખિસ્સામાં રહેલો મોબાઈલ ફોન ચાલુ થઈ ગયો હતો અને દરમિયાનમાં તેના ગામના રહીશ અને મિત્ર શક્તિદાન ગઢવી ફોન કરે છે. હત્યા બાદ ઘભરાટમાં આવી ગયેલો ચંદ્રસિંહ જાડેજા મોબાઈલ ફોનમાં રિંગ વાગતા ઉપાડી લે છે. ફોન ઉપાડ્યા બાદ ચંદ્રસિંહ જાડેજાએ 'તે અમદાવાદ આવ્યો છે, પછી સમાધાનની વાત કરીશું' તેમ કહી ગણતરીની સેકન્ડ ફોન કટ કરી દે છે. પોલીસ તપાસ અનુસાર આ નંબર Adani House નવરંગપુરા પાસે ઓપરેટ થયો હતો. સંખ્યાબંધ મોબાઈલ નંબરોની વચ્ચે આ નંબરને પોલીસ ટીમ તારવે છે અને અન્ય આરોપીઓ સુધી પહોંચી કાવતરૂં રચી કરાયેલી હત્યાના કેસનો પર્દાફાશ કરે છે.

Gujarat First એ વાસ્તવિકતા જાણવાનો પ્રયાસ કર્યો

સ્વાધ્યાય પરિવાર સાથે સંકળાયેલા અનેક અધિકારીઓ/કર્મચારીઓ પોલીસ વિભાગમાં નોકરી કરતા હતા અને હાલ કરે છે. જન્મટીપની સજા પામેલા ઘનશ્યામસિંહ ચુડાસમાની જેમ CP Ahmedabad ની કચેરીમાં એક ચુસ્ત સ્વાધ્યાયી અંગત મદદનીશ તરીકે ફરજ બજાવે છે. વર્ષોથી Ahmedabad Police માં દબદબો ધરાવતા આ અંગત મદદનીશનો વટ આજે પણ Super IPS જેવો છે. Pankaj Trivedi Murder Case માં અંગત મદદનીશને લઈને ચાલતી તરેહ તરેહની ચર્ચાની વાસ્તવિકતા જાણવા Gujarat First એ પ્રયત્ન કર્યો. કેસની તપાસ સાથે સીધા સંકળાયેલા અને હાલ નિવૃત્ત અધિકારીએ આ મામલે કોઈ જાણકારી નહીં હોવાનું કહી વાતને ટાળી દીધી છે. જ્યારે અન્ય એક અધિકારીએ અંગત મદદનીશની વાતચીત સ્વાધ્યાય પરિવારમાં મોટાભાઈ તરીકે ઓળખાતા અને જયશ્રી દીદીના ખાસમખાસ એવા કાવતરાખોર આરોપી ભરત ભટ્ટ (Bharat Bhatt aka Motabhai) સાથે થતી હોવાની વાતને સમર્થન આપ્યું છે. ભરત ભટ્ટ અને અન્ય આરોપીઓએ અંગત મદદનીશની હત્યા કેસમાં ભૂમિકા નહીં હોવાનું કહેતા શકમંદ એવા IPSના PAને તપાસમાં પડતા મુક્યા હતા. જેના પગલે અંગત મદદનીશની પૂછપરછ કે નિવેદન પણ લેવામાં આવ્યું ન હતું. અન્ય સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર એક સિનિયર આઈપીએસએ હત્યા કેસની તપાસ દરમિયાન જુનિયર આઈપીએસને ભલામણ કરી પોતાના માનીતા કારકૂન (PA) ને આ કેસથી સંપૂર્ણપણે દૂર રાખવા માટે કહ્યું હતું. અત્રે નોંધનીય છે કે, ભલામણ કરનારા અને સ્વીકારનારા બંને IPS હાલ આ દુનિયામાં નથી.

આ પણ વાંચો :   પ્રજા-સરકારને મૂર્ખ બનાવવા Ahmedabad Police એ ગુનેગારોને કાયદાથી નહીં દંડાથી માર્યા

Tags :
Adani HouseAhmedabad CP OfficeAhmedabad GymkhanaAhmedabad PoliceAhmedabad Sessions CourtBankim PatelBharat Bhatt aka MotabhaiCP AhmedabadGujarat FirstJayshree Talwalkar aka Jayshree DidiJudge Bharat Bhaskarbhai JadavNRI Pankaj TrivediPankaj Trivedi Murder CasePolice Bhavan GandhinagarPolice Commissioner Office AhmedabadSuper IPSSwadhyay Parivar
Next Article