Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Pawan Khera RS Election: શું કૉંગ્રેસ જ પોતાના "સ્ટાર પ્રવક્તા" પવન ખેડાને બનાવી રહી છે "ઉલ્લૂ"?

Pawan Khera RS Election: કૉંગ્રેસ (Congress) ના પ્રવક્તા પવન ખેડા (Pawan Khera) પાર્ટીને સારા-ખોટા સમયે મજબૂતાઈથી જનતાની વચ્ચે રજૂ કરવામાં માહેર છે. પવન ખેડા (Pawan Khera) માટે તમિલનાડુ (Tamilnadu) માંથી રાજ્યસભા (Rajya Sabha) ની બેઠકની માગણી કરવામાં આવી છે. જ્યારે ત્રણ માસ બાદ રાજસ્થાન (Rajasthan) ની રાજ્યસભાની 3 બેઠકો પર પણ ચૂંટણી થવાની છે. ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે તમિલનાડુ (Tamilnadu) કે જ્યાં કોંગ્રેસ (Congress) ડીએમકે (DMK) પર આધારીત છે, ત્યાંથી પવન ખેડા (Pawan Khera) માટે રાજ્યસભા (Rajya Sabha) ની ટિકિટની માગણી પાછળનો રાજકીય તર્ક શું છે
pawan khera rs election  શું કૉંગ્રેસ જ પોતાના  સ્ટાર પ્રવક્તા  પવન ખેડાને બનાવી રહી છે  ઉલ્લૂ
Advertisement

. તમિલનાડુમાં કૉંગ્રેસ-ડીએમકે વચ્ચે વિધાનસભા ચૂંટણીલક્ષી વાતચીત
. કે. સી. વેણુગોપાલે કૉંગ્રેસ માટે વિ.સભા ચૂંટણીમાં વધુ બેઠકો માંગી
. છેલ્લે રાજ્યસભાની 1 બેઠક પર પવન ખેડાને ઉતારવાની કરી વાત!

આનંદ શુક્લ : કૉંગ્રેસ (Congress) ના પ્રવક્તા પવન ખેડા (Pawan Khera) પાર્ટીને સારા-ખોટા સમયે મજબૂતાઈથી જનતાની વચ્ચે રજૂ કરવામાં માહેર છે. પવન ખેડા (Pawan Khera) માટે તમિલનાડુ (Tamilnadu) માંથી રાજ્યસભા (Rajya Sabha) ની બેઠકની માગણી કરવામાં આવી છે. જ્યારે ત્રણ માસ બાદ રાજસ્થાન (Rajasthan) ની રાજ્યસભાની 3 બેઠકો પર પણ ચૂંટણી (RS Election) થવાની છે. ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે તમિલનાડુ (Tamilnadu) કે જ્યાં કોંગ્રેસ (Congress) ડીએમકે (DMK) પર આધારીત છે, ત્યાંથી પવન ખેડા (Pawan Khera) માટે રાજ્યસભા (Rajya Sabha) ની ટિકિટની માગણી પાછળનો રાજકીય તર્ક શું છે અને તેની સાથે રાજકીય વર્તુળોના જાણકારો સવાલ પણ ઉઠાવી રહ્યા છે કે આ શું પવન ખેડાને તેમની પાર્ટી કૉંગ્રેસ દ્વારા વ્યવસ્થિત રીતે ઉલ્લૂ બનાવવાની કોશિશ થઈ રહી છે?

Advertisement

Advertisement

આ પણ વાંચો : વિદેશ મંત્રી બનવા માંગે છે Shashi Tharoor, કૉંગ્રેસના મોટા નેતાનો મોટો દાવો

પવન ખેડા (Pawan Khera) માટે તમિલનાડુથી રાજ્યસભા બેઠકની માંગ!

2 વર્ષ પહેલા રાજ્યસભાના દ્વિવાર્ષિક ઈલેક્શનમાં જ્યારે કૉંગ્રેસ પ્રવક્તા પવન ખેડા (Pawan Khera) ને રાજ્યસભાની બેઠક મળી ન હતી, ત્યારે તેમણે જાહેરમાં પોસ્ટ લખીને પોતાની રાજકીય મુશ્કેલીઓ અને નારાજગીઓ વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું હતું કે કદાચ તપસ્યામાં કોઈ ખામી રહી ગઈ હતી. આ વખતે લાગે છે કે કૉંગ્રેસ પાર્ટી તેમની તપસ્યાનું ફળ આપવા માંગે છે.

ત્યારે અહેવાલ છે ક કૉંગ્રેસના સંગઠન મહામંત્રી કે. સી. વેણુગોપાલે (K.C.Venugopal) રવિવારે રાત્રે ચેન્નઈમાં ડીએમકે (DMK) ના અધ્યક્ષ અને તમિલનાડુ (Tamilnadu) ના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિન (M. K. Stalin) પાસેથી રાજ્યસભાની એક બેઠકની માગણી કરી હતી અને તેમણે પવન ખેડા (Pawan Khera) ને સંસદના ઉપલા ગૃહમાં મોકલવાની માગણી કરી હતી.

આમ તો તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં ડીએમકેની સાથે મળીને કૉંગ્રેસ ચૂંટણી લડી રહી છે અને કે. સી. વેણુગોપાલ (K. C. Venugopal) ગઠબંધનમાં પોતાની પાર્ટીની બેઠકો વધારવા માટે ગયા હતા. પરંતુ વાત બની નહીં, તો તેમણે પોતાના 18 ધારાસભ્યોના દમ પર એક રાજ્યસભા બેઠકની માગણી કરી હતી.

પરંતુ સવાલ એ છે કે કૉંગ્રેસ પાર્ટી પવન ખેડાને તમિલનાડુથી શા માટે રાજ્યસભામાં લઈ જવા માંગે છે? તમિલનાડુ બે માસમાં ચૂંટણી છે અને ત્યાં દ્રવિડ અને પરપ્રાંતીય વિવાદ ઘણો વધારે રહે છે. એમ. કે. સ્ટાલિન તમિલ અસ્મિતાના મુદ્દા પર ચૂંટણી લડી રહ્યા છે. તો આવા સંજોગોમાં ઉત્તર ભારતના કોઈ નેતાને કેવી રીતે રાજ્યસભામાં મોકલશે? એમ પણ કહેવાય રહ્યું છે કે ક્યાંક પવન ખેડાની સામે દેખાડો કરીને તેમને રાજ્યસભામાં મોકલવાનો ગોળ તો કોણીએ લગાડવામાં આવ્યો નથી ને?

આ પણ વાંચો :  Rahul Gandhi એ ગદ્દાર મિત્ર કહ્યુ, તો મંત્રી બિટ્ટૂએ કૉંગ્રેસી નેતાને ગણાવ્યા દેશના દુશ્મન, સંસદના ગેટ પર બબાલ

મણિશંકર અય્યર ફેક્ટરની કોઈ ભૂમિકા?

એક સમયે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) અને ગાંધી-નહેરુ પરિવાર (Gandhi - Nehru Family) સાથે ઘનિષ્ઠતા ધરાવતા મણિશંકર અય્યર (manishankar aiyar) તમિલનાડુ છે. તેમને પહેલા રાજ્યસભામાં મોકલવામાં આવતા હતા, પરંતુ તેમને ગત ટર્મથી રાજ્યસભામાં મોકલવામાં આવ્યા નથી. તેમણે તાજેતરમાં ડીએમકેના અધ્યક્ષ અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિન (M. K. Stalin) ના ભરપૂર વખાણ કરીને તેમને INDIA ગઠબંધનના અધ્યક્ષ બનાવવાની તરફદારી પણ કરી દીધી હતી. મણિશંકર અય્યરે કોંગ્રેસના સંગઠન મહામંત્રી કે.સી. વેણુગોપાલ અને પાર્ટીના પ્રવક્તા પવન ખેડાની પણ આકરી ઝાટકણી કાઢી હતી અને પોતાને નહેરુ-ઈન્દિરા-રાજીવ ગાંધી (Nehru - Indira - Rajiv Gandhi) ની કૉંગ્રેસવાળા ગણાવીને રાહુલિયન નહીં હોવા સુધીની ટીપ્પણી કરી હતી.

ક્યાંક મણિશંકર અય્યર (manishankar aiyar) તો રાજ્યસભામાં પહોંચવાની કોશિશમાં તો નથી ને? મણિશંકર અય્યર (manishankar aiyar) ને કોંગ્રેસમાંથી રાજ્યસભામાં મોકલવામાં નહીં આવે, પણ શું તેઓ સ્ટાલિનની પ્રશંસા કરીને ડીએમકેના કોટામાંથી રાજ્યસભામાં જવાની રાજકીય ગણતરી ધરાવે છે? આવા સંજોગોમાં વેણુગોપાલ પોતાના વિશ્વાસુ પવન ખેડા માટે દાવેદારી કરીને અય્યરનું પત્તું કાપવા માંગે છે?

પવન ખેડા (Pawan Khera) માટે સુરક્ષિત બેઠક નથી?

જો કે પવન ખેડાને રાજ્યસભામાં મોકલવા માટે પવન ખેડા ગંભીર હોય, તો ત્રણ માસ બાદ મે માસમાં રાજસ્થાનની ત્રણ બેઠકો પર ચૂંટણી થશે, અહીં કૉંગ્રેસને એક બેઠક મળવાની છે. ત્યારે પવન ખેડાને રાજસ્થાનથી રાજ્યસભામાં મોકલી શકાય તેમ છે.

મે માસમાં જ મધ્યપ્રદેશ (Madhya Pradesh) માં પણ એક બેઠક ખાલી થઈ રહી છે. હાલ હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) અને હરિયાણા (Haryana) માં પણ કોંગ્રેસને એક બેઠક નિશ્ચિતપણે મળે તેમ છે.

ત્યારે પવન ખેડાને આવી સુરક્ષિત બેઠકો પરથી રાજ્યસભામાં મોકલવાના સ્થાને કૉંગ્રેસ તેમને તમિલનાડુથી લાવા માંગે છે, તેવા અહેવાલો જોતા કૉંગ્રેસમાં આંતરિક રાજકારણને લઈને પણ રાજકીય વર્તુળોમાં ગણગણાટ ચાલી રહ્યો છે.

જો કે આમા જોવાનું એ છે કે ડીએમકે અધ્યક્ષ અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિન (M. K. Stalin) આના માટે તૈયાર થાય છે કે નહીં.

આ પણ વાંચો : ... તો મણિશંકર અય્યર કૉંગ્રેસ પ્રવક્તા પવન ખેડાને 'પાછળ' લાત મારશે!

Tags :
Advertisement

.

×