ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PI નું મોત થતા Police મિત્રોએ મદદ માટે 53 લાખ એકઠાં કર્યા

અહેવાલ : બંકિમ પટેલ, અમદાવાદ ગુજરાત પોલીસ (Gujarat Police) માં ભલે પોસ્ટિંગ અથવા ટ્રાન્સફર (Posting & Transfer) માટે અધિકારીઓ વચ્ચે હરિફાઈ રહેતી હોય. ક્યારેક ક્યારેક તો એક જ બેચના અધિકારીઓ વચ્ચે મનદુઃખ થયાના કિસ્સાઓ પણ ચર્ચાઈ ચૂક્યા છે. આ તમામ...
08:45 PM Apr 24, 2023 IST | Viral Joshi
અહેવાલ : બંકિમ પટેલ, અમદાવાદ ગુજરાત પોલીસ (Gujarat Police) માં ભલે પોસ્ટિંગ અથવા ટ્રાન્સફર (Posting & Transfer) માટે અધિકારીઓ વચ્ચે હરિફાઈ રહેતી હોય. ક્યારેક ક્યારેક તો એક જ બેચના અધિકારીઓ વચ્ચે મનદુઃખ થયાના કિસ્સાઓ પણ ચર્ચાઈ ચૂક્યા છે. આ તમામ...

અહેવાલ : બંકિમ પટેલ, અમદાવાદ

ગુજરાત પોલીસ (Gujarat Police) માં ભલે પોસ્ટિંગ અથવા ટ્રાન્સફર (Posting & Transfer) માટે અધિકારીઓ વચ્ચે હરિફાઈ રહેતી હોય. ક્યારેક ક્યારેક તો એક જ બેચના અધિકારીઓ વચ્ચે મનદુઃખ થયાના કિસ્સાઓ પણ ચર્ચાઈ ચૂક્યા છે. આ તમામ વાતોની વચ્ચે મિત્ર ભાવના આજે પણ અડીખમ છે. 20 દિવસ પહેલાં ગંભીર બિમારીના કારણે ગુજરાત પોલીસના 44 વર્ષીય પીઆઈ એન. કે. દેસાઈ ઉર્ફે નવનીત ચૌધરી (PI N K Desai @ Navneet Chaudhary) મૃત્યુ પામ્યા છે. પોલીસ ઈન્સ્પેક્ટર એન. કે. દેસાઈ જુવાનીમાં જ મૃત્યુ પામતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. દુઃખદ સ્થિતિમાં ગરકાવ થઈ ગયેલા એન. કે. દેસાઈના પરિવારની વ્હારે તેમના સાથી પોલીસ મિત્રો આવ્યા છે અને તેમણે 53 લાખ રૂપિયા જેટલી માતબર રકમ એકઠી કરી છે. ભૂતકાળમાં પણ આવી અનેક ઘટના સમયે સાથી મિત્રોએ મૃતકના પરિવારજનોને સહાય તેમજ સાથ આપ્યો છે.

ક્યાં-ક્યાં નોકરી કરી, પરિવારમાં કોણ ?
ગાંધીનગર જિલ્લા (Gandhinagar District) ના દહેગામ તાલુકાનું હાલીસા ગામ એન. કે. દેસાઈ ઉર્ફે નવનીત ચૌધરીનું વતન છે. માતા-પિતા, પત્ની અને પુત્ર સાથે રહેતા નવનીત ચૌધરીના પિતા કોરાનાકાળમાં મૃત્યુ પામ્યા હતા. હાલ તેમનો પુત્ર ધોરણ 9માં અભ્યાસ કરી રહ્યો છે. વર્ષ 2010ની પીએસઆઈની બેચમાં પસંદગી પામેલા નવનીત ચૌધરીએ પંચમહાલ (Panchmahal) દાહોદ (Dahod) અને સીઆઈડી ક્રાઈમ (CID Crime) માં પોલીસ સબ ઈન્સ્પેક્ટર તરીકે નોકરી કરી ચૂક્યા છે. વર્ષ 2019માં તેમનું PI તરીકે પ્રમોશન આવ્યા બાદ તેમની ફરીથી બિમારીના કારણોસર સીઆઈડી ક્રાઈમમાં નિમણૂંક કરાઈ હતી. ગત વિધાનસભા-2022 ચૂંટણી દરમિયાન નવનીત ચૌધરીને અમદાવાદ શહેર (Ahmedabad City) માં બદલી થઈ હતી.

અંતિમ વિદાય બાદ પણ મિત્રોનો સહકાર યથાવત
વર્ષ 2010નીબેચમાં તાલીમ લેનારા 600થી વધુ PSI આજે PI બની ગયા છે અને ગુજરાતના જુદા-જુદા શહેર, જિલ્લા અને બ્રાંચમાં ફરજ બજાવી રહ્યાં છે. ગત 4 એપ્રિલના રોજ પીઆઈ નવનીત ચૌધરી (PI Navneet Chaudhary) નું નિધન થયું હોવાના સમાચાર મળતા જ નજીકમાં રહેતા કેટલાંક સાથી મિત્રો દોડી ગયા હતા. એન. કે. દેસાઈ ઉર્ફે નવનીત ચૌધરીના મૃત્યુથી પરિવારનો આધાર છીનવાઈ ગયો હોવાનું વાતચીતમાં જાણતા કેટલાંક મિત્રોએ સાથી મિત્રો સાથે ચર્ચા બાદ મદદ માટે ટહેલ નાંખી. ગણતરીના દિવસોમાં જ મોટાભાગના બેચમેટે યથાશક્તિ ભંડોળ એકઠું કર્યું. 53 લાખ રૂપિયા જેટલી માતબર રકમ ઉપરાંત તેમના સાથી મિત્રો તેમના પરિવારને જરૂરી મદદ કરવા પણ તૈયારી દર્શાવી છે.

આ પણ વાંચો : માફિયા ATIQ અમદાવાદના ટપોરીઓ સાથે ખંડણી ઉઘરાવવા ગેંગ બનાવવાનો હતો

Tags :
Ahmedabad CityCID CrimeDahodGujarat Policepanchmahal
Next Article