સરકારી દવાની આડમાં છુપાવીને પંજાબથી રાજકોટ લઈ જવાતો 30 લાખ રૂપિયાનો Smuggled Liquor પોલીસે કબજે કર્યો, બેની ધરપકડ
Smuggled Liquor : ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રોજની સંખ્યાબંધ ટ્રકો, ટેન્કર અને ફૉર વ્હીલરમાં કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઘૂસાડવામાં આવે છે. ગાંધીના ગુજરાતમાં આવતો વિદેશી દારૂ દાણચોરી કરીને (Smuggled Liquor) પાડોશી રાજ્યોમાંથી લાવવામાં આવે છે. દાણચોરીથી લવાતા દારૂ પૈકી પાંચેક ટકા જેટલો દારૂ પકડવામાં ગુજરાત પોલીસ સફળ રહે છે. અમદાવાદ શહેરની સોલા પોલીસે એસ.જી.હાઈવે ગોતા બ્રિજ અને સોલા એલિવેટેડ બ્રિજની વચ્ચેથી પકડેલી એક ટ્રકમાંથી 30 લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂ કબજે લીધો છે. જુદીજુદી તરકીબો અજમાવતા બુટલેગરે આ વખતે વિદેશી દારૂ છુપાવવા શું કર્યું હતું ? વાંચો આ અહેવાલમાં....
Smuggled Liquor ના નેટવર્કમાં અનેક તરકીબો
પાડોશી રાજ્યોમાં દારૂબંધી નહીં હોવાથી વિદેશી દારૂ દાણચોરી (Smuggled Liquor) થી ગુજરાતમાં નિરંતર ઠાલવવામાં આવે છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં રોજની સંખ્યાબંધ ટ્રક, ટેન્કર અને ફૉર વ્હીલરમાં વિદેશી દારૂ ઘૂસાડવામાં આવે છે. મધ્ય પ્રદેશ ખાતેથી ટુ વ્હીલર પર ટોળકીઓ છોટા ઉદેપુર જિલ્લા (Chhotaudepur District) માં નિરંતર વિદેશી દારૂ ભરેલા પોટલાંઓ બાંધીને ઠાલવે (Liquor smuggling on two-wheelers) છે. મોટા વાહનોમાં ક્યારેક ઘાસ, ભંગાર, કેમિકલની આડમાં તો ક્યારેક દૂધ અથવા ઑઈલ ટેન્કરમાં મોટી માત્રામાં દારૂ ઘૂસાડવાનું તેમજ નાના જથ્થામાં નિર્ધારિત સ્થળે પહોંચાડવાનું નેટવર્ક (Smuggled Liquor Network) ચાલી રહ્યું છે.
વિદેશી દારૂના સ્થાને બૉક્સમાં સરકારી દવા મળતા...
ગુરૂવારની રાતે નાઈટ ડ્યુટીમાં રહેલા કૉન્સ્ટેબલ માધવકુમાર પોલાભાઈને એક માહિતી મળી છે કે, વિદેશી દારૂ ભરેલી પંજાબ પાસીંગ ટ્રકમાં વૈષ્ણોદેવી બ્રિજ તરફથી સરખેજ તરફ જવાની છે. આ માહિતી મળતાની સાથે જ સોલા પોલીસ ટીમ મધરાત બાદ ગોતા બ્રિજ અને સોલા એલિવેટેડ બ્રિજની વચ્ચે ગોઠવાઈ જાય છે. મધ્યરાત્રિના અઢી વાગ્યાની આસપાસ પંજાબ પાસીંગની ટ્રક સોલા પોલીસ સ્ટેશન (Sola Police Station) નજીકથી પસાર થતાં પોલીસ ટીમ તેને રોકીને કોર્ડન કરી લે છે. રોકી દેવાયેલી ટ્રકમાં પોલીસ તપાસ કરવાની શરૂઆત કરે છે. ટ્રકમાં તપાસ દરમિયાન આગળના ભાગે મુકવામાં આવેલી સરકારી દવાના સંખ્યાબંધ બોક્સ જોવા મળતા એક તબક્કે પોલીસને નિષ્ફળતા હાથ લાગી હોય તેવો અહેસાસ થાય છે. જો કે, બાતમીદાર ભરોસાવાળો હોવાથી પોલીસ દવાના બોક્સ હટાવીને નીચેના ભાગ સુધી જાય છે. જ્યાં તેમને જુદીજુદી બ્રાંડની વ્હીસ્કીની 4656 બૉટલ અને બીયરના 240 ટીન પેટીઓમાં ભરેલા મળી આવે છે. એકસાઈઝ ચોરીવાળો ફૉર સેલ ઈન પંજાબ ઑન્લી લખેલો દાણચોરી કરીને લવાયેલો વિદેશી દારૂ (Smuggled Liquor) કિંમત 30.90 લાખ અને ટ્રક સહિત 50.92 લાખનો મુદ્દામાલ કબજે કરે છે.
Smuggled Liquor કેસમાં સરકારી દવાની તપાસ શરૂ
સોલા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ડ્રાઈવર યાદવીન્દરસિંઘ ભુલ્લર અને તરલોચનસિંઘ સંધુ સહિત Smuggled Liquor મોકલનાર શખ્સ સામે ગુનો નોંધ્યો છે. પંજાબની Jackson Laboratories Pvt. Ltd. કંપની દ્વારા મહારાષ્ટ્ર રાજ્યમાં મોકલવામાં આવતી સરકારી દવાની 59,904 બૉટલ મળી આવતાં ખુદ પોલીસ ચોંકી ઉઠી છે. Not For Sale લખેલી દવાની બૉટલો ટ્રકમાંથી મળી આવતા પોલીસ પણ માથું ખંજવાળી રહી છે. મહારાષ્ટ્ર ખાતે દવાનો જથ્થો પહોંચાડવાનો હોવાનું ઈ-વે બિલ લઈને નીકળેલા શખસો રાજકોટમાં દારૂ ઠાલવવાના હતા કે બીજે ક્યાંક ? આ સવાલોનો જવાબ મેળવવા પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવ્યાં છે.
આ પણ વાંચો : Cyber Crime ના નામે 1.44 કરોડના બેલેન્સવાળું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવી વેપારીનો લાખોનો તોડ કરવા નીકળેલી ટોળકી ઝડપાઈ


