Trump’s Announcements: ટ્રમ્પ દ્વારા ભારતની નીતિગત ઘોષણાઓ કૂટનીતિક સ્વાયત્તતા પર સંકટ?
. ભારતની નીતિગત ઘોષણાઓ ટ્રમ્પના સોશયલ મીડિયા દ્વારા શા માટે?
. ભારત કૂટનીતિક સાર્વભૌમત્વને લઈને ગંભીર સ્થિતિ તરફ વધી રહ્યું છે આગળ
. ટ્રમ્પ કૂટનીતિક મર્યાદાઓનો વારંવાર ભંગ કરી રહ્યા છે, કૂટનીતિક મૌનથી સ્થિતિ વણસશે?
આનંદ શુક્લ : બીજા વિશ્વયુદ્ધ (Second World War) પછી અમેરિકા (US) અને સોવિયત રશિયા (USSR) ની મહાસત્તાઓની જંગમાં 1947માં સ્વતંત્રતા પ્રાપ્ત કરનાર ભારત ક્યારેય સામેલ થયું ન હતું. ભારતે (India) બિનજોડાણવાદી (Non-Alignment) વિદેશ નીતિ હેઠળ કોઈના પણ બગલબચ્ચા બનવાનું પસંદ કર્યું ન હતું. ભારતની આ વ્યૂહાત્મક અને વિદેશ નીતિમાં એક સાતત્ય છે. પરંતુ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કેટલીક કૂટનીતિક બાબતો ભારત માટે કૂટનીતિક સાર્વભૌમત્વને લઈને (Trump impact on India's diplomatic sovereignty) વિચારણાનું કારણ બની ચુકી છે.
જ્યારે ભારતમાં જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) માંથી અનુચ્છેદ-370 (Article- 370) અને અનુચ્છેદ-35-એ (Article-35 (A)), ને 5 ઓગસ્ટ 2019ના રોજ હટાવવામાં આવ્યા, તેના થોડાક દિવસો પહેલાથી જ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકેની પોતાની પહેલી ટર્મમાં કાશ્મીર વિવાદમાં મધ્યસ્થતા કરવાની ખેવના ધરાવતા નિવેદનો એકથી વધુ વખત કર્યા હતા.
જો કે કાશ્મીરનો મામલો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મામલો હોવાથી ભારતે આ મામલે ટ્રમ્પને ત્યારે કોઈ ભાવ આપ્યો ન હતો. પરંતુ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકેની બીજી ટર્મમાં તમામ કૂટનીતિક મર્યાદાઓને વટાવી ચુક્યા છે અને તેમની આ હરકતનો ઘણા દેશ ભોગ બની ચુક્યા છે. તાજેતરના કેટલાક ઉદાહરણો ભારતને પણ વિચારવા માટે મજબૂર કરે તેવા છે.
આ પણ વાંચો : Gangster Imperialism: ટ્રમ્પ અમેરિકાના 'કિમ જોંગ ઉન'? ગલીના ગુંડાઓ જેવી વૈશ્વિક નેતાઓની ભાષા!
વેનેઝુએલા (Venezuela) ના કાર્યવાહક રાષ્ટ્રપ્રમુખની PM Modi સાથેની વાતચીત
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) બે દિવસ પહેલા જણાવ્યુ હતુ કે ભારત હવે વેનેઝુએલા (Venezuela) પાસેથી ખનીજતેલની ખરીદી કરી શકશે. તેમના એલાનથી બે દિવસ પહેલા વેનેઝુએલાના કાર્યવાહક રાષ્ટ્રપ્રમુખ ડેલ્સી રોડ્રિગ્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેલિફોન કર્યો અને બંને વચ્ચે સારી વાતચીતથઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશયલ મીડિયા પર પોસ્ટ લખીને જણાવ્યું કે બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને વધુ ઘનિષ્ઠતા આપવા બાબતે વાત કરી. ત્યારે પણ સંભાવના દર્શાવવામાં આવી હતી કે વેનેઝુએલાના કાર્યવાહક રાષ્ટ્રપ્રમુખે ટ્રમ્પના કહેવાથી જ ફોન કર્યો હશે, કારણ કે વેનેઝુએલાનું પ્રશાસન તો હાલ ટ્રમ્પની બનાવેલી કમિટી સંભાળી રહી છે. આ કમિટીના પ્રમુખ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો છે.
તેથી માનવામાં આવે છે કે ડેલ્સી રોડ્રિગ્સે અમેરિકાના કહેવાથી ટેલિફોન કર્યો હશે. ડેલ્સી અને પીએમ મોદી વચ્ચે નિશ્ચિતપણે ખનીજતેલની ખરીદી પર વાત થયાનું માનવામાં આવે છે. પરંતુ આની ઘોષણા ભારતે કરવી જોઈતી હતી. પરંતુ આના પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ જે. ટ્રમ્પ ઘોષણા કરી દે છે.
આ પણ વાંચો : પાકિસ્તાન-અમેરિકાની ઘનિષ્ઠતા કાશ્મીર માટે ખતરનાક! ભારત માટે યુદ્ધના એંધાણ?
મહત્વપૂર્ણ છે કે વેનેઝુએલા પાસે દુનિયાનું સૌથી વધુ ખનીજતેલ છે અને ત્યાંના રાષ્ટ્રપ્રમુખને તેમના પત્ની સાથે કિડનેપ કરીને અમેરિકાની સ્પેશયલ ફોર્સ પોતાના દેશમાં લઈ ગઈ છે. હવે અમેરિકાની કંપનીઓ જ વેનેઝુએલાનો ખનીજતેલનો ખજાનો સંભાળશે. ભારતમાં ખનીજતેલની ખરીદી એક નીતિગત મામલો છે અને તેને લઈને ઘોષણા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા થાય તેનાથી ઘણાંની ભ્રમરો ચડી ગઈ છે.
આ પણ વાંચો : Iran માં સત્તા પરિવર્તન શાંતિની ગેરેન્ટી નથી, અસ્થિરતા ભારત માટે હાનિકારક
Russia પાસેથી OIL ની ખરીદીનો મામલો
ભારત અને રશિયાના સંબંધો સદાબહાર મૈત્રીના છે. સોવિયત સંઘના જમાનાથી ભારતને દરેક પ્રકારના કટોકટીના સમયે અહીંથી જ મદદ મળી છે. પણ હવે બદલાઈ રહેલા વૈશ્વિક પરિમાણો વચ્ચે ભારત અને રશિયાની સદાબહાર મૈત્રી સૌથી વધુ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ખૂંચી રહી છે. યૂક્રેન યુદ્ધ શરૂ થયા બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર ભારતને રશિયા પાસેથી ખનીજતેલની ખરીદી બંધ કરવા જણાવી ચુક્યા છે. છેલ્લે થોડાક દિવસો પહેલા ટ્રમ્પે કહ્યુ હતુ કે ભારત હવે રશિયા પાસેથી ખનીજતેલની ખરીદી નહીં કરે. આ નિવેદન અમેરિકા દ્વારા રશિયન ખનીજતેલની ખરીદીના મામલે ભારત પર ટેરિફ ઝીંકાયા બાદ વ્યાપારિક-કૂટનીતિક તણાવ વચ્ચે ટ્રમ્પ દ્વારા આપવામાં આવ્યું હતું. ભારત તરફથી આને લઈને કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નહીં, પણ ખરેખર ભારતે રશિયા પાસેથી ખનીજતેલની ખરીદી ઘટાડી દીધી. હવે રશિયા પાસેથી ખનીજતેલની ખરીદી કરનારા દેશોમાં ભારત ત્રીજા ક્રમાંકે આવી ગયું છે, જે થોડાક દિવસો પહેલા પહેલા ક્રમાંકે હતું.
જ્યારે ભારતે રશિયાનું ખનીજતેલ ખરીદવાનું ઓછું કર્યું, તો અમેરિકાના નાણાં મંત્રી સ્કૉટ બેસેન્ટે કહ્યું છે કે હવે ભારત પર લગાવવામાં આવેલો 25 ટકા વધારોનો ટેરિફ હટાવી શકાય છે. છેલ્લે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ (India-Us Trade Deal) ની ઘોષણા પણ ટ્રમ્પ પોતાની સોશયલ મીડિયા પોસ્ટ દ્વારા કરે છે અને તેમાં પણ ભારત હવે અમેરિકા પાસેથી ખનીજતેલની ખરીદી નહીં કરે તેવું જણાવે છે.
#WATCH | Delhi: On the India-US trade agreement, Union Minister of Commerce and Industry, Piyush Goyal, says, "We all know that the Prime Minister, leveraging his friendly relationship and close ties with President Trump, has finalised a trade deal with the United States of… pic.twitter.com/nQgpvIveNu
— ANI (@ANI) February 3, 2026
#WATCH | Delhi | Congress MP Abhishek Manu Singhvi says, "...The public of India should get information from the Indian government regarding the trade deals. But in this case, US President Donald Trump gave us information regarding the trade deal..." pic.twitter.com/vAIPfRdTpp
— ANI (@ANI) February 3, 2026
#WATCH | Delhi: On the Russian oil purchase, Former Indian Ambassador to the US, Arun K. Singh says, "... India is not saying that we will not have a relationship with you if you don't have a negative relationship with Pakistan. So the US, therefore, cannot say that it will base… pic.twitter.com/dAoUuYPYFH
— ANI (@ANI) February 3, 2026
આ પણ વાંચો : Iran Crisis: ઈરાન સંકટ વૈશ્વિક અગ્નિપરીક્ષા, 3 મહાસત્તાઓની રણભૂમિ મધ્ય-પૂર્વ સળગાવશે
Operation Sindoor વખતે યુદ્ધવિરામને લગતા દાવાઓ
જ્યારે પહેલગામમાં ધર્મ પુછીને આતંકીઓએ નિર્દોષ ભારતીયોના જીવ લીધા હતા, તેના પછી ઓપરેશન સિંદૂર શરુ કરાયું. ભારત પાકિસ્તાન (Pakistan) પર પુરેપુરું હાવી હતું. પણ અચાનક અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામની ઘોષણા કરી હતી. 10 મે, 2025ના રોજ ટ્રમ્પે એલાન કર્યું કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યો છે અને હવે યુદ્ધ થંભી જશે.
ટ્રમ્પની ઘોષણાના અડધો કે એક કલાક બાદ ભારત તરફથી એક મિનિટ ઓછીની એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. જેમાં કહેવામાં આવ્યું કે યુદ્ધવિરામ થઈ ગયું છે. ભારતે સ્પષ્ટતાપૂર્વક કહ્યું હતું કે પાકિસ્તાનના અનુરોધ પર યુદ્ધવિરામનો નિર્ણય ભારતે ખુદ કર્યો છે. પરંતુ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામનું એલાન સોશયલ મીડિયા પર કર્યા બાદ અનેકવાર કહી ચુક્યા છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તેમણે યુદ્ધવિરામ કરાવ્યું.
આ પણ વાંચો : Geopolitics 2026: વૈશ્વિક જંગલરાજના સરતાજ બનવાની Trump ની મહત્વકાંક્ષામાં પંક્ચર પાડશે અમેરિકાનો 'ભસ્માસુર'!
કૂટનીતિક મર્યાદાઓનું ઉલ્લંઘન!
કૂટનીતિકની રીતરસમોને પણ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સોશયલ મીડિયા પર નીતિગત બાબતોની ઘોષણા અનુકૂળ નથી. પાકિસ્તાન સાથેનું યુદ્ધવિરામ હોય કે રશિયા પાસેથી ખનીજતેલ (OIL) ની ખરીદી બંધ કરવાની હોય કે વેનેઝુએલા પાસેથી ખનીજતેલની ખરીદી હોય, આ બધાંની ઘોષણા પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કરી રહ્યા છે. ટ્રમ્પ વેનેઝુએલા પર કબજાનો દાવો કરી ચુક્યા છે. કેનેડા (Canada) ની સાથે તેમનો વર્તાવ અમેરિકાના 51મા રાજ્ય જેવો છે. ડેનમાર્કનો હિસ્સો ગણાતા ગ્રીનલેન્ડ (Greenland) ને અમેરિકામાં તાબામાં લેવાની ટ્રમ્પની હસરત છે. ઈરાનના આંતરિક મામલામાં દખલ કરીને તેના પર હુમલો કરવા માટેની તૈયારી પણ ટ્રમ્પ કરી ચુક્યા છે. આવા સંજોગોમાં ભારતના નીતિગત મામલાની તેમના સોશયલ મીડિયા પર ઘોષણા કૂટનીતિક, નીતિગત, વિદેશ નીતિગત, આંતરિક બાબતો સહીતની તમામ પ્રકારની સાર્વભૌમતા માટે એક ગંભીર વિચારણા માંગી લે તેવી બાબત છે. શું ટ્રમ્પ આખી દુનિયાને અમેરિકાની સત્તા હેઠળ જ ગણીને ચાલી રહ્યા છે અને શું ભારત પણ આમાથી બાકાત નથી?
#WATCH | Delhi: On Us–India Trade Agreement, Former India's Ambassador to the US, Arun K. Singh says, "I'd say that it's good that an agreement has been worked out, an announcement has come regarding reducing the tariffs to 18% from 50% effectively. At one level, it is important,… pic.twitter.com/2y2ojVCUWI
— ANI (@ANI) February 3, 2026
આ પણ વાંચો : ટ્રમ્પની વેનેઝુએલા સામેની કાર્યવાહીમાં ઈરાન માટે સંદેશ, પણ ચીન-રશિયા આની નકલ કરશે તો?


