ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Prayagraj: ‘હિંદુઓની એકતા એટલે રાષ્ટ્રની સુરક્ષાની ગેરંટી’ મહાકુંભમાં આવેલા જૈન અને શિખ સંતનું મહત્વનું નિવેદન

Prayagraj: પ્રયાગરાજમાં ધર્મ સંસદનું આયોજન કરવામાં આવ્યું છે. મહાકુંભમાં આયોજિત ધર્મ સંસદમાં જૈન અને શિખ ધર્મના સંતો પણ આવ્યાં હતાં.
02:48 PM Jan 27, 2025 IST | VIMAL PRAJAPATI
Prayagraj: પ્રયાગરાજમાં ધર્મ સંસદનું આયોજન કરવામાં આવ્યું છે. મહાકુંભમાં આયોજિત ધર્મ સંસદમાં જૈન અને શિખ ધર્મના સંતો પણ આવ્યાં હતાં.
Mahakumbh 2025
  1. પ્રયાગરાજમાં ધર્મ સંસદનું આયોજન કરવામાં આવ્યું
  2. ધર્મ સંસદમાં જૈન અને શિખ ધર્મના સંતો પણ આવ્યાં
  3. આ સંતોએ હિંદુ ધર્મ અને સનાતન બોર્ડને લઈને કરી ખાસ વાત

Prayagraj: મહાકુંભમાં અત્યારે દેશ-વિદેશના સંતો આવ્યાં છે. આ દરમિયાન અત્યારે પ્રયાગરાજમાં ધર્મ સંસદનું આયોજન કરવામાં આવ્યું છે. મહાકુંભમાં આયોજિત ધર્મ સંસદમાં જૈન અને શિખ ધર્મના સંતો પણ આવ્યાં હતાં. તેમણે પણ હિંદુ ધર્મને લઈને ખાસ વાત કરી છે. નોંધનીય છે કે, અત્યારે મહાકુંભમાં ચારેય દિશામાં વખાણ થઈ રહ્યાં છે, ત્યારે આ ધર્મસંસદમાં જૈન અને શિખ માહાત્મય પણ ઉપસ્થિત જોવા મળ્યાં. એટલું જ નહીં પરંતુ ધર્મની વાત પણ ખાસ કરી છે.

આ પણ વાંચો: Prayagraj: મહાકુંભમાં ધર્મસંસદ, તમામ આખાડા અને ધર્મગુરૂઓએ કરી સનાતન બોર્ડની માંગણી!

"હવે હિંદુઓ એક થઇ રહ્યા છે, આ સારી બાબત છેઃ જૈન સંત

ખાસ કરીને વાત કરવામાં આવે તો, સનાતન બોર્ડને લઇ જૈન અને શિખ માહાત્મયે મહત્વનું નિવેદન આપ્યું છે. નોંધનીય છે કે, આ ધર્મ સંસદમાં સનાતન બોર્ડનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. જેને જૈન અને શિખ માહાત્મયે પણ સમર્થન આપ્યું છે. હિંદુઓના સનાતન બોર્ડ માટે જૈન સંતો કહ્યું કે, પ્રયાગરાજની પાવન ધરા પર મહાકુંભ યોજાયો છે. હિંદુઓ જે જાતિઓમાં વહેચાયેલા છે, તે આ પ્રયાગરાજમાં દરેક પ્રકારના ભેદભાવોને ભુલાવીને દરેક સનાતની એકત્રિત થયા છે. અહીંથી સંદેશ જશે કે દરેક હિંદુઓ એક થાય, સનાતન સંસ્કૃતિ અને સંસ્કારનો બચાવીને હિંદુ રાષ્ટ્ર અને મજબૂત રાષ્ટ્ર બનાવીએ.

આ પણ વાંચો: યજ્ઞસમ્રાટ Dr. Rajabhai Shastri સાથે ગુજરાત ફર્સ્ટની ખાસ વાતચીત

હિંદુઓની એકતા એટલે રાષ્ટ્રની સુરક્ષાની ગેરંટીઃ શિખ સંત

આ બાદ શિખ માહાત્મય એ સનાતન બોર્ડ વિશે વાત કરતા કહ્યું કે, ‘જેણે સારા કાણ કર્યો છે, અને આ દેશ માટે બલિદાન આપ્યું છે. આ સંસ્કૃતિને બચાવવા માટે પ્રયત્ન કર્યા છે. આજે ભારતમાં મોટા ભાગના લોકો સનાતની છે. સનાતન ધર્મમાં માત્ર હિદૂ જ નહીં પરંતુ દરેક લોકો આવે છે. જો તમારે સૌથી સનાતની દેખવા હોય તે શિખથી મોટો કોઈ સનાતની છે જ નહીં. કારણે કે, જે અમારી પરંપરા છે તેને અમે સંભાળીને રાખી છે.’

Tags :
all Akhadas and religious leadersJain and Sikh saintMahakumbhMahakumbh Mela 2025Mahakumbh-2025prayagarajPrayagrajPrayagraj MahakumbhPrayagraj Mahakumbh MelaPrayagraj Mahakumbh Mela 2025Religions ParliamentSanatan BoardSanatan Board 2025Sanatan Board Mahakumbhsupported Sanatan BoardWhat in Sanatan BoardWhy Sanatan Board
Next Article