Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

એક જ પરિવારના 5 સભ્યોની Dubai માં હત્યા કરનારા જન્મટીપના કેદીએ ગળા ફાંસો ખાધો

Dubai Police એ વર્ષ 1992માં નોંધેલી FIR બાદ આ મામલામાં ગુજરાત પોલીસ અને સીબીઆઈએ હત્યારા રવજી મનુ પવાર (Ravji Manu Pawar) સામે ચોરી અને દુષ્કર્મની વધુ બે ફરિયાદ નોંધી હતી.
એક જ પરિવારના 5 સભ્યોની dubai માં હત્યા કરનારા જન્મટીપના કેદીએ ગળા ફાંસો ખાધો
Advertisement

Dubai : વિદેશી ધરતી પર ગુજરાતના સાગર પરિવારના પાંચ સભ્યોની સામૂહિક હત્યા કરીને ભારત ભાગી આવેલાં હત્યારાએ જેલમાં જ પોતાની જીંદગીનો અંત આણી લીધો છે. Dubai માં બની ચૂકેલી હત્યાની ઘટનાઓમાં કદાચ મોખરાનું સ્થાન લે તેવો આ કિસ્સો છે. Dubai Police એ વર્ષ 1992માં નોંધેલી FIR બાદ આ મામલામાં ગુજરાત પોલીસ અને સીબીઆઈએ હત્યારા રવજી મનુ પવાર (Ravji Manu Pawar) સામે ચોરી અને દુષ્કર્મની વધુ બે ફરિયાદ નોંધી હતી. CBI Court એ વર્ષ 2011માં મૃત્યુદંડની સજા ફરમાવતા આરોપીએ ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) માં ધા નાંખતા તેને છેલ્લાં શ્વાસ સુધીની કેદ (Life Imprisonment) નો હુકમ થયો હતો.

Dubai માં કોની-કોની થઈ હતી હત્યા ?

90ના દાયકામાં રમેશ સાગર અને તેમની પત્ની, માતા અને બે સંતાનો સાથે Dubai સ્થાયી થયા હતા. પરિવારની મદદ માટે સાગર પરિવારે દક્ષિણ ગુજરાતના ચીખલી તાલુકાના ધોલાર ગામના રવજી મનુભાઈ પવારને Dubai લઈ ગયા હતા. વર્ષ 1992ની 4 જાન્યુઆરીના રોજ રમેશભાઇ, તેમની માતા મૂળીબહેન, પત્ની રાજોરી, પુત્રી જ્યોતિ અને પુત્ર જયેશની ક્રિકેટના બેટ તેમજ અન્ય સાધન વડે રવજી પવારે હત્યા કરી નાંખી હતી. હત્યા બાદ રવજી સોનાના દાગીના સહિતની મતા ચોરી કરીને દુબઇથી ભારત (Dubai to India) ભાગી આવ્યો હતો. એક દિવસ બાદ Dubai Police ને સામૂહિક હત્યાકાંડની જાણ થતાં ફરિયાદ નોંધીને ભારત મોકલી હતી.

Advertisement

પોલીસે ચોરીની અને CBI એ દુષ્કર્મની ફરિયાદ નોંધી

દુબઇ પોલીસે મોકલેલી ફરિયાદ અને માહિતીના આધારે ગુજરાત પોલીસે (Gujarat Police) ક્રૂર હત્યારા રવજી પવારની તેના ગામ ધોલાર ખાતેથી ધરપકડ કરી હતી. ઝડપાયેલા હત્યારા પાસેથી સાગર પરિવારના ચોરી લેવાયેલા સોનાના દાગીના અને કેમેરો મળી આવતા ચીખલી પોલીસે આ મામલે એક નવો ગુનો નોંધી ચાર્જશીટ કરી હતી. ત્યારબાદ સામૂહિક હત્યાકાંડની તપાસ સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટીગેશન (Central Bureau of Investigation) ને સોંપાતા તેમણે વધુ એક ફરિયાદ નોંધી તપાસ બાદ અદાલતમાં રજૂ કરેલી ચાર્જશીટમાં દુષ્કર્મનો આરોપ હત્યારા પર લગાવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો :  નિવૃત્તિ અને એક્સટેન્શનની વાતો વચ્ચે DGP Vikas Sahay એ ઘરે જતાં પહેલાં શું કહ્યું ?

19 વર્ષ બાદ અદાલતે મૃત્યુદંડની સજા ફરમાવી

દુબઇ ખાતે પરિવારના તમામ સભ્યોની હત્યા કરનારા રવજી પવાર વિરૂદ્ધ એકઠાં કરાયેલા પુરાવાઓ અને સાક્ષીના આધારે સીબીઆઈ કોર્ટે 19 વર્ષ બાદ મૃત્યુદંડની સજા ફટકારી હતી. CBI Court એ કરેલા હુકમની સામે હત્યારાએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી. જે મામલામાં હાઇકોર્ટે મૃત્યુદંડની સજાના બદલે છેલ્લાં શ્વાસ સુધી કારાવાસ ભોગવવાનો ફેબ્રુઆરી-2014માં હુકમ કર્યો હતો.

Ravji Pawar આપઘાતનું કારણ અકબંધ

66 વર્ષીય રવજી પવાર વર્ષોથી સાબરમતી સેન્ટ્રલ જેલ (Sabarmati Central Jail) માં કેદ હતા. જેલ સત્તાધીશોના જણાવ્યાનુસાર તેમની વર્તૂણૂંક સારી હતી અને આજદીન સુધી એક પણ નિયમભંગ કર્યો ન હતો. 30 જૂનના રોજ સવારે 8.10 કલાક અગાઉ છોટા ચક્કરના યાર્ડમાં આવેલી ખંડેર ખોલીમાં ગળા ફાંસો ખાઈ લીધો હતો. કેદી રવજી પવારે (Prisoner Ravji Pawar Suicide) કેમ આપઘાત કર્યો તેનું કોઈ કારણ જાણવા મળી શક્યું નથી.

આ પણ વાંચો :   Bhutan Route : ગુનેગારોમાં ભૂતાન રૂટ હૉટ ફેવરિટ, ચકચારી કેસનો આરોપી દુબઇ પહોંચી ગયો

Tags :
Advertisement

.

×