Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : શહેરની આ ખાનગી શાળા વિદ્યાર્થીઓને ભણાવે છે અનોખો AI આધારિત રોબોટ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી બનાવેલા માણસ જેવા દેખાતા આ રોબોટ માત્ર વિદ્યાર્થીઓને ભણાવે છે તેવું નથી પણ તેમના પ્રોબ્લેમ પણ સોલ્વ કરે છે
rajkot   શહેરની આ ખાનગી શાળા વિદ્યાર્થીઓને ભણાવે છે અનોખો ai આધારિત રોબોટ
Advertisement
  • KG થી લઇ 10 ધોરણના વિદ્યાર્થીઓને ભણાવે છે
  • 550થી વધારે વિદ્યાર્થીઓને અલગ-અલગ વિષય ભણાવી શકે છે
  • રોબોટ વિદ્યાર્થીએ પૂછેલા પ્રશ્નના પણ સાચા જવાબ આપે છે

Rajkot : રાજકોટના કુવાડવા રોડ પર આવેલી ખાનગી શાળા ન્યૂ ફ્લોરાએ AI આધારિત રોબોટની રચના કરી છે, જે વિદ્યાર્થીઓને વિવિધ વિષયોની સરળ અને રસપ્રદ રીતે શિક્ષા આપે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી બનાવેલા માણસ જેવા દેખાતા આ રોબોટ માત્ર વિદ્યાર્થીઓને ભણાવે છે તેવું નથી પણ તેમના પ્રોબ્લેમ પણ સોલ્વ કરે છે.

KG થી 10 ધોરણના 550થી વધારે વિદ્યાર્થીઓને અલગ-અલગ વિષય ભણાવી શકે છે

રાજકોટની ન્યુ ફ્લોરા ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના રોબોટ ડેવલોપર્સ શાળા સંચાલકનું કહેવું છે કે, ગુજરાતનો આ પ્રથમ રોબોટ છે જે KG થી 10 ધોરણના 550થી વધારે વિદ્યાર્થીઓને અલગ-અલગ વિષય ભણાવી શકે છે. રોબોટ વિદ્યાર્થીએ પૂછેલા પ્રશ્નના પણ સાચા જવાબ આપે છે. રોબોટ બનાવવા માટે કોડિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ લીધી છે. રોબો ટીચર અંગ્રેજી અને હિન્દી ભાષામાં બોલે છે અને વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન, જનરલ નોલેજ જેવા વિષયો ભણાવે છે. આ શાળામાં રોજ 1 પિરિયડ રોબોટ લે છે. આ રોબોટમાં ઘણા સોફ્ટવેર, હાર્ડવેર અને એઆઈ ટેક્નોલોજીની મદદ લીધી છે. શાળાના વિદ્યાર્થીઓ માટે દરરોજ એક ખાસ પિરિયડ રાખવામાં આવે છે, જ્યાં આ AI રોબોટ શિક્ષક ભણાવે છે. રોબોટનો અવાજ સ્પષ્ટ છે, તેમજ તે વિવિધ ઉદાહરણો અને પ્રસ્તુતિઓ દ્વારા વિષયને વધુ સરળ બનાવે છે. આ રોબોટ પ્રશ્નોના જવાબ આપી શકે છે અને વિદ્યાર્થીઓની શંકાઓ પણ દૂર કરી શકે છે.

Advertisement

ઈલેક્ટ્રિક કનેક્શન અને ઈન્ટરનેટ સાથે કનેક્ટ કરવામાં આવ્યો

આ રોબોટમાં બેટરી નથી પણ તે ઈલેક્ટ્રિક કનેક્શન અને ઈન્ટરનેટ સાથે કનેક્ટ કરવામાં આવ્યો છે. AI રોબોટ શિક્ષક દૂરના વિસ્તારોમાં શિક્ષકોની અછત માટેનો ઉકેલ બની શકે અને ઓછા ખર્ચે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી શકે છે. AI શિક્ષણનું વૈકલ્પિક સ્વરૂપ વિકસાવવામાં મદદ કરશે. તેનામાં નિયમિતતા હશે, આપેલી સૂચનાઓનું પાલન કરશે, પગાર વધારો કે રજાના લાભો નહિ માગે. તે દિવસ-રાત કામ કરવા તૈયાર હશે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં હજુ AI માટે પ્રથમ પડકાર શાળાઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ટેક્નોલોજીની ઉપલબ્ધતા છે.

Advertisement

AI રોબોટના શું ફાયદાઓ ?

- વિદ્યાર્થીઓની કનેક્ટિવિટીમાં વધારો
- વ્યક્તિગત-સક્રિય શિક્ષણ
- 24 X 7 ઉપલબ્ધતા
- માહિતી સંગ્રહ
- કમ્પ્યૂટેશનલ થિંકિંગ
- ઈંગ્લિશ-હિન્દીમાં શિક્ષણ
- વૈવિધ્યપૂર્ણ શિક્ષણ પદ્ધતિઓ

AI રોબોટ વિશે જાણો શાળાએ શું કહ્યું

યુ-ટ્યૂબ પર એક વીડિયોમાં રોબોટ ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓને ભણાવતો હતો. તે જોઈને આઈડિયા મળ્યો. રોબોટ બનાવવામાં અમુક ટેક્નોલોજી જાતે બનાવી છે અને અમુક બહારથી મેળવી છે. આશરે બેથી અઢી લાખનો ખર્ચ થયો છે. રોબોટ આગામી સમયમાં લિપ્સ અને હાથની મૂવમેન્ટ કરી શકે તે માટે અપગ્રેડ કરાશે. રોબોટ શિક્ષક પાસેથી ભણવામાં વિદ્યાર્થીનીઓ ખૂબ જ ઉત્સાહિત છે. રોબોટની ભણાવવાની શૈલી ગમે છે, કારણ કે તે કવિતા ગાઈને શીખવે છે, ABCD અને વિવિધ સ્ટોરી સંભળાવે છે. જ્યારે મોટા બાળકોના તમામ પ્રશ્નો અને મૂંઝવણનો તે ગમે ત્યારે ઉકેલ આપે છે. ગણિતના ઘડિયા (ટેબલ્સ) હોય કે વિજ્ઞાનના પ્રયોગો, ઈંગ્લિશ ગ્રામર સરળતાથી શીખવે છે. જોકે આ AI રોબોટથી ભવિષ્યમાં પણ શિક્ષકોની નોકરીને કોઈ જોખમ નહિ રહે તેવું સ્કૂલના સંચાલકો માની રહ્યા છે. કારણ કે આ AI રોબોટ માત્ર જે કમાન્ડ આપવામાં આવે છે તે મુજબ જ કામ કરે છે. જ્યારે શિક્ષકો પોતાની મૌલિકતાથી અભ્યાસ કરાવતા હોઈ છે. AI રોબોટ માત્ર જે માહિતી માંગવામાં આવે તેની જ માહિતી આપી શકે છે જ્યારે પુસ્તકોનું જ્ઞાન અને ચેપ્ટર રોબોટ અભ્યાસ કરાવી શકતો નથી.

આ પણ વાંચો: કયા દેશોની વિમાન મુસાફરીમાં તમારો સામાન છે સૌથી સુરક્ષિત? Viral Video એ એરલાઇન્સનો પર્દાફાશ કર્યો!

Tags :
Advertisement

.

×