રામ માધવે BJP ની અંદર પોતાની વાપસીની સંભાવનાઓ પર પાણી ફેરવ્યું!
. અમેરિકા (US) માં ઈરાન-રશિયા (Iran - Russia) પાસેથી તેલ ખરીદી અંગે આપેલું નિવેદન રામ માધવ માટે ભારે પડશે?
. કોંગ્રેસે આ નિવેદનનો ઉપયોગ મોદી સરકારની છબી ખરડવા માટે કર્યો, જેનાથી પાર્ટી સ્તરે નારાજગી વધી
. RSS અને BJPમાં મહત્વના પદો ભોગવી ચૂકેલા Ram Madhav ની રાજકીય પુનઃપ્રવેશની રાહ વધુ મુશ્કેલ બની?
આનંદ શુક્લ (Anand Shukla) : કોઈપણ પાર્ટી હોય, તેમાં ઉચ્ચ પદ પછી તે સરકારના સ્તરે હોય કે સંગઠનના સ્તરે તેને આપવાના માપદંડો અલગ હોય છે. કોઈપણ પાર્ટીનું સર્વોચ્ચ નેતૃત્વ પોતાની ડિઝાઈન પ્રમાણેના માણસોને જ આવા પદ પર આસિન કરે છે, આ હકીકત કોઈપણ ડેમોક્રેટિક સિસ્ટમમાં વ્યવહારમાં છે અને ભારતમાં પણ છે. આવી વ્યવસ્થા પાર્ટી લાઈનથી પર છે, પછી તે કોંગ્રેસ (Congress) હોય કે ભાજપ (BJP) હોય કે પ્રાદેશિક પક્ષો હોય કે ડાબેરી મોરચા કે અન્ય નાનામોટા દળો હોય.
રામ માધવ RSS માં નિભાવી ચુક્યા છે મોટી જવાબદારી
આજે ખાસ રામ માધવ (Ram Madhav) ની વાત કરવી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (Rashtriya Swayamsevak Sangh) ના પ્રચારક રહી ચુકેલા અને વાજપેયી (vajpayee) સરકાર વખતે મા. ગો. વૈદ્યજી (M. G. Vaidya) પછી આરએસએેસ (RSS) ના પ્રવક્તા તરીકે ઘણી કટોકટીની ક્ષણે બાજી સંભાળી ચુકેલા રામ માધવ ભાજપમાં આવ્યા અને તેમને મહાસિચવ જેવું મોટું પદ પણ મળ્યું.
આ પણ વાંચો : Corporate Jihad: નાસિકનો TATA ની TCS કંપનીનો કાંડ હિંદુ મહિલાઓ માટે વોર્નિંગ!
જમ્મુ-કાશ્મીરના મામલામાં BJP-PDP ગંઠબંધનમાં હતી મોટી ભૂમિકા
મોદી સરકાર (Modi Government) ની પહેલી ટર્મમાં જ્યારે પીડીપી (PDP) સાથે ભાજપે (BJP) જમ્મુ-કાશ્મીર (Jammu - Kashmir) માં સરકાર બનાવી ત્યારે રામ માધવ (Ram Madhav) ની ભૂમિકા ઘણી મોટી હતી. આ તે સમય હતો કે જ્યારે જમ્મુ-કાશ્મીર પૂર્ણ રાજ્ય હતું અને આર્ટિકલ-370 અને આર્ટિકલ-35-એ બંને અસ્તિત્વમાં હતા. આવા સંજોગોમાં ભાજપને જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) માં રાજ્ય સ્તેર પ્રશાસનિક પહોંચ માટે સરકારમાં જવું જરૂરી લાગ્યું અને મુફ્તિ મોહમ્મદ સઈદ (Mufti Mohammad Said) ના નેતૃત્વવાળી પીડીપી સાથે ગઠબંધન કરીને સરકાર ચલાવી હતી. જો કે તે સમયે પીડીપી અને ભાજપના આ રાજકીય ગઠબંધનની ભારે ટીકા થઈ હતી.
પરંતુ ઘણાં જાણકારોનું માનવું છે કે આર્ટિકલ-370 (Article - 370) અને આર્ટિકલ-35-એ (Article - 35 (A)) ને જ્યારે જમ્મુ-કાશ્મીરમાંથી હટાવીને તેને કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજીત કરવામાં આવ્યું, તે 5 ઓગસ્ટ, 2020ના અતિ મોટાના નિર્ણયની પૃષ્ઠભૂમિ ભાજપ-પીડીપી ગઠબંધન સરકાર વખતે જ તૈયાર થઈ ચુકી હતી.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં પરપ્રાંતીય ડ્રાઈવરો અને AIMIM ના કોર્પોરેટર સહર શેખ માટે બેવડા માપદંડ!
અમેરિકામાં પેનલ ડિસ્કશનમાં Ram Madhav ના નિવેદન બાદ વિવાદ
રામ માધવ ભાજપમાં એક બૌદ્ધિક નેતા તરીકે ખૂબ સારી છાપ ધરાવે છે. પરંતુ તેમની છબીને એક નુકશાન પૂર્વોત્તરના પ્રભારી તરીકેના કાર્યકાળમાં થયું હતું અને હવે અમેરિકામાં હડસન ઈન્સ્ટીટ્યૂટ (Hudson Institute ) ના પેનલ ડિસ્કશનમાં ફ્લો-ફ્લોમાં સાચું કહી દેવાને કારણે પણ થયું છે.
मोदी और उनकी सरकार के सरेंडर की कहानी BJP के वरिष्ठ नेता राम माधव बता रहे हैं 👇
• हमने ईरान से तेल लेना बंद किया
• हमने रूस से तेल लेना बंद किया
• हमने 50% टैरिफ पर कुछ न कहा
• हमने 18% टैरिफ भी झेल लिया, जो एवरेज से बहुत ज्यादा है
• इन सब के लिए विपक्ष की आलोचना भी झेली… pic.twitter.com/KOXKoNJH5q— Congress (@INCIndia) April 24, 2026
કૂટનીતિનો પહેલો બોધપાઠ છે કે બને તો સાચું બોલો નહીં અને જો બોલો તો એવા અંદાજમાં બોલો કે સામાન્ય લોકોને તે સમજાય નહીં અને સાચું કહેવાય પણ જાય. પરંતુ રામ માધવે બિલ્કુલ સપાટ અંદાજમાં સત્ય કહી દીધું.
આ પણ વાંચો : રાહુલ ગાંધીનું LS નું ભાષણ Caste Census બાદ હિંદુઓની રાજકીય એકતા તોડવાનો રોડમેપ!
રામ માધવે નિવેદન પર અફસોસ કર્યો છે વ્યક્ત
તેમણે એક પેનલ ડિસ્કશનમાં કહ્યુ કે ભારતે (India) અમેરિકા (US) માટે શું શું નથી કર્યું. રામ માધવે કહ્યુ કે અમેરિકાના કહેવા પર ઈરાન (Iran) થી ખનીજતેલ (Crude Oil) ની ખરીદી બંધ કરવામાં આવી અને રશિયા (Russia) પાસેથી પણ ખનીજતેલની ખરીદી બંધ કરવા પર સંમતિ વ્યક્ત કરવામાં આવી. તેમ છતાં પણ અમેરિકા ભારત સાથે સારો વર્તાવ કરી રહ્યું નથી. જ્યારે આ વિવાદ થયો અને કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોએ કહેવાનું શરૂ કર્યું કે વડાપ્રધાન મોદી (PM Modi) એવું જ કરે છે, જેવું અમેરિકા કહે છે તો સ્પષ્ટતાપૂર્વક રામ માધવે કહ્યુ કે તેમણે ખોટી નિવેદનબાજી કરી હતી અને તેનો તેમને અફસોસ છે.
પરંતુ અહીં રામ માધવ કંઈક બોલીને પછી તેને ફેરવી તોળી રહ્યા છે. તેના તથ્યો પર જાવ તો આમા તેઓ શું ખોટું બોલ્યા તે સમજવું અઘરું છે. અમેરિકાએ પ્રતિબંધ લગાવ્યો પછી ઈરાન સાથે સારા દ્વિપક્ષીય સંબંધો છતાં ભારતે ઈરાન પાસેથી ખનીજતેલની ખરીદી કરવાનું સંપૂર્ણપણે બંધ કર્યું હતું. તેવી જ રીતે રશિયા પાસેથી પણ ખનીજતેલની ખરીદી કરવાનું બંધ કરીને ભારતે કહ્યુ કે ખરીદીમાં ઘણો ઘટાડો કરી દીધો.
વળી પાછું હોર્મુઝ (Hormuz) સંકટ વખતે અમેરિકાએ રશિયા અને ઈરાન પાસેથી ખનીજતેલની ખરીદી કરવાની મંજૂરી આપી, તો ભારતે બંને પાસેથી ખનીજતેલની ખરીદી કરી પણ ખરી. આ મેટર ઓફ ફેક્ટ છે.
What I said was wrong. India didn’t agree to stopping import of oil from Russia anytime. Also it vigorously protested 50 percent tariff imposition. I was trying to make a limited counterpoint to d other panelist. But factually incorrect. My apologies. https://t.co/D3VNkYJ7pU
— Ram Madhav (@rammadhav_) April 24, 2026
આ પણ વાંચો : હંગેરીમાં સત્તા પરિવર્તન US- Europe માં દક્ષિણપંથી રાજનીતિની ઉલટી ગણતરીના સંકેત!
Ram Madhav ના નિવેદન અને પછી અફસોસ વ્યક્ત કરવાના ગૂઢાર્થ શું?
તેમ છતાં રામ માધવે જે કર્યું તેમાં કંઈને કંઈ ગડબડ તો છે. જો કોઈ બીજો ઉદેશ્ય નથી, તો તે પહેલા જ આ તથ્યાત્મક રીતે સાચું નિવેદન આપત નહીં અને જો આપી દીધું હતું તો પોતાના જ નિવેદનને ખોટું ગણાવીને તેના પર ખેદ પણ વ્યક્ત ન કરત.
જ્યારે ભારત કૂટનીતિક દ્રષ્ટિએ ઘણાં કપરા સમયગાળામાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે રામ માધવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રવક્તા તરીકે ટેલિવિઝન ચેનલ્સ અને ડિબેટ્સમાં ઘણીવાર પોતાના સંગઠનનો પક્ષ ખૂબ ધૈર્ય અને સમજદારીપૂર્વક મુક્યો છે. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રાષ્ટ્રીય પ્રચાર પ્રમુખ પણ રહી ચુક્યા છે. ત્યારે તેમણે અમેરિમાં પેનલ ડિક્શનમાં આપેલા નિવેદન અને પછી તેમાંથી પલટવું એના રાજકીય અર્થો કાઢવાની કોશિશ શરૂ થઈ ચુકી છે. તેની સાથે માનવામાં આવે છે કે રામ માધવે ભારતીય જનતા પાર્ટીમાં પોતાની આંતરિક સ્તરે પોતાની રાજકીય વાપસી પર પાણી ફેરવી દીધું છે!
આ પણ વાંચો : નેતાઓ સમજે શાંતિ-અહિંસાની ભાષણબાજીથી કંઈ વળવાનું નથી! Trump એ તો કર્યું છે સાબિત


