Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Controversy: રણવીર અલ્હાબાદિયાનો વિવાદ હવે ચરમસીમાએ, શું બોલ્યા ખજૂરભાઈ અને સપના વ્યાસ? જુઓ Video

Ranveer Allahabadia Controversy: રણવીર અલ્હાબાદિયા અને સમય રૈના અત્યારે વિવાદનું કેન્દ્ર બન્યાં છે અને તેમનો વિરોધ થવો અનિવાર્ય છે.
controversy  રણવીર અલ્હાબાદિયાનો વિવાદ હવે ચરમસીમાએ  શું બોલ્યા ખજૂરભાઈ અને સપના વ્યાસ  જુઓ video
Advertisement
  1. રણવીર અને સમયનો સોશિયલ મીડિયા પર ખુબ જ વિરોધ
  2. આવા પ્રકારના કોન્ટેન્ટ બનાવતા લોકોની કરી આકરી નિંદા
  3. સસ્તી પ્રસિદ્ધિ માટે બનાવે છે આવા પ્રકારના કોન્ટેન્ટઃ સપના વ્યાસ

Ranveer Allahabadia Controversy: રણવીર અલ્હાબાદિયા અને સમય રૈના અત્યારે વિવાદનું કેન્દ્ર બન્યાં છે અને તેમનો વિરોધ થવો અનિવાર્ય છે. કારણે કે, સમય રૈનાના શો ઇન્ડિયાસ ગૉટ લેટેન્ટમાં રણવીર અલ્હાબાદિયા માતા-પિતા પર અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતી. જેના કારણે અત્યારે સોશિયલ મીડિયા પર લોકો ખુબ જ વિરોધ કરી રહ્યાં છે. આ બાબતે ગુજરાતના બે જાણીતા યુટ્યુબર સપના વ્યાસ અને નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈએ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી છે. તેમણે રણવીર અલ્હાબાદિયા અને આવા પ્રકારના કોન્ટેન્ટ બનાવતા લોકોની આકરી નિંદા કરી છે.

Advertisement

આ પણ વાંચો: માફી માંગ્યા પછી પણ Ranveer Allahabadiaની મુશ્કેલીઓ અટકી રહી નથી, NHRC એ નોંધ લીધી

Advertisement

આ લોકો જાણી જોઈને જ આવું બોલતા હોય છેઃ સપના વ્યાસ

સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર સપના વ્યાસે કહ્યું કે, અત્યારે સોશિયલ મીડિયામાં ઇન્ફલ્યએન્સર ખુબ જ વધી રહ્યાં છે અને સસ્તી પ્રસિદ્ધિ લેવા માટે આવા પ્રકારના કોન્ટેન્ટ બનાવતા હોય છે. આ લોકોને અનેક લોકો જોવે છે અને બાળકો આવી વસ્તુને તરત કોપી કરી લેતા હોય છે. તો આવી રીતે ટિપ્પણી કરીને પછી સોરી બોલી દેવું, આવું થોડી ચાલે!’ સપના વ્યાસે એ પણ વાતનો ઉલ્લેખ કર્યો કે,આ લોકો જાણી જોઈને જ આવી ભાષાનો ઉપયોગ કરતા હોય છે. એવું પણ નથી કે આ ભૂલથી બોલાઈ ગયું હોય! કારણે કે, આ લોકો રોજ કેમેરાને ફેસ કરતા હોય છે. અનેક લાઈવ શો અને ટોકશો કર્યા બાદ કોઈ આવું બોલી જાય તો એ કેવી રીતે માનવામાં આવે?

Advertisement

આ પણ વાંચો: ફેમસ YouTubers Ranveer Allahabadia અને સમય રૈના સામે ફરિયાદ દાખલ

લોકોને આવા લોકોને અનફોલો કરવા માટે અપીલ કરી?

આ વિવાદમાં જાણીતા યુટ્યુબ નીતિન જાનીએ કહ્યું કે, અત્યારે લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ સસ્તી પ્રસિદ્ધિ માટે કરવા લાગ્યાં છે.’ ખજૂરભાઈએ કહ્યું કે, ‘જો કોઈ કથાકાર લાઈવ થાય કે કથા કરે તો માત્ર 1500 લોકો જોતા હોય છે પરંતુ આવા નાલાયક લોકો જ્યારે લાઈવ થાય તો હજારોની સંખ્યામાં લોકો જોતા હોય છે. આવું લોકોને ગમે પણ છે’. વધુમાં ખજૂરભાઈએ સરકારને પણ આગળ આવવા માટે વાત કરી અને કાયદા બનાવવામાં આવે તેવી વાત કરી હતી. વધુમાં કહ્યું કે, ‘અત્યારે કોઈ કાયદો નથી એટલે સોશિયલ મીડિયામાં લોકો કોઈને પણ માતા-પિતા અને બહેનને ગાળો આપતાં હોય છે’. નોંધનીય છે કે, ખજૂરભાઈએ આવા લોકોને જોવાનું અને તેમને અનફોલો કરી સમાજ અને સોશિયલ મીડિયામાંથી દૂર કરવા માટે પણ લોકોને ખાસ અપીલ કરી છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×