Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Iran માં સત્તા પરિવર્તન શાંતિની ગેરેન્ટી નથી, અસ્થિરતા ભારત માટે હાનિકારક

ઈરાનમાં સત્તા પરિવર્તનના પ્રયાસો 'પાવર વેક્યુમ' સર્જી શકે છે, જે આખા ક્ષેત્રને અસ્થિર બનાવશે. ભારત માટે તહેરાનમાં અશાંતિ એ રણનીતિક નુકસાન છે, કારણ કે કરોડોના ખર્ચે બનેલું ચાબહાર પોર્ટ અને મધ્ય એશિયા સુધીનો વ્યાપારી માર્ગ જોખમમાં મુકાઈ શકે છે. અસ્થિર ઈરાન ભારતની ઊર્જા સુરક્ષા અને વિદેશ નીતિ માટે ગંભીર પડકાર છે
iran માં સત્તા પરિવર્તન શાંતિની ગેરેન્ટી નથી  અસ્થિરતા ભારત માટે હાનિકારક
Advertisement

. Iran રણનીતિક ધોબીપછાડનો અખાડો
. ઈરાનમાં અસ્થિરતા ભારત માટે અહિતકારી
. ચાબહાર પોર્ટ ભારત માટે બન્યું રણનીતિક કોયડો

આનંદ શુક્લ: મહાસત્તાઓ દ્વારા સત્તા પરિવર્તનનો ખેલ તેમને નડતા દેશના શાસનને હટાવવા માટે થતો હોય છે. યુએસએસઆર (USSR) ના જમાનામાં તેની ઈન્ટેલિજન્સ એજન્સી કેજીબી અને અમેરિકાની ગુપ્તચર સંસ્થા સીઆઈએ દ્વારા આ ખેલ કોલ્ડવૉરને વધુ તીવ્ર બનાવતો હતો. પરંતુ અફઘાનિસ્તાન, ઈરાક, લીબિયા, સીરિયા જેવા દેશોમાં અમેરિકાએ પોતાની મહાશક્તિનો ઉપયોગ કરીને સત્તા પરિવર્તનો કર્યા છે. આ સત્તા પરિવર્તનો અપેક્ષાકૃત ઘણાં આસાન હતા. પરંતુ તેનાથી સ્થિતિને નિયંત્રિત કરવું ઘણું કઠિન બન્યું છે. સત્તા પરિવર્તનની આવી ઘટનાઓમાં પાવર વેક્યુમની સ્થિતિમાં એટલે કે અમેરિકા દ્વારા સૈન્ય હટાવી લેવાની સ્થિતિમાં અલગ-અલગ જૂથો સત્તા કબજે કરવાની કોશિશોમાં અસ્થિરતા અને અશાંતિ વચ્ચે અરાજકતા લાવે છે.

Advertisement

ઈરાનમાં હાલમાં થઈ રહેલા પ્રદર્શનો કોઈ સંગઠિત નેતૃત્વના હાથમાં નથી. એટલે કે ઈરાનમાં સત્તાને હટાવ્યા બાદ તેના દાવેદારોમાં એક કરતા વધુ જૂથો હશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા જ સ્પષ્ટ કરી ચુક્યા છે કે અમેરિકા ઈરાનમાં પોતાની ભૂમિસેનાને મોકલશે નહીં. આના કારણે ઈરાનમાં સંભવિત સત્તા પરિવર્તન બાદ શાંતિના સ્થાને લાંબાગાળા સુધી ચાલનારું સંકટ આખા ક્ષેત્રની શાંતિને ડહોળે તેવી શક્યતા છે.

Advertisement

આ પણ વાંચો: Iran US tension: ઈરાનમાં કંઈક મોટું થવાનું છે? અમેરિકાએ 180 યુદ્ધવિમાનોની કરી તેનાતી

Iran ની અસ્થિરતા ભારત માટે અહિતકારી

ઈરાન ભારતનું મિત્રરાષ્ટ્ર છે. શિયા બહુમતી અને શાસન ધરાવતા ઈરાન સાથે ભારતના ઘનિષ્ઠ વ્યૂહાત્મક સંબંધો છે. ભારતે હંમેશા આરબ દેશો, ઈરાન-ઈઝરાયલ વચ્ચે સંતુલન બનાવીને પોતાની વિદેશ નીતિને મજબૂતાઈથી આગળ વધારી છે.

પરંતુ જટિલ વૈશ્વિક ભૂ-રાજનીતિએ ભારતના ઈરાન સાથેના સંબંધોમાં મોટા પડકારો ઉભા કર્યા હોવાનું પણ નકારી શકાય તેમ નથી. ઈરાન સાથે ભારતનો વેપાર ઘટયો છે અને ખનીજતેલની આયાતને પણ ગ્રહણ લાગ્યું છે. તાજેતરમાં ભારતના રણનીતિક અને આર્થિક દાવ ઈઝરાયલ અને આરબ દેશો પર વધારે લાગેલા છે. પરંતુ ભારત ઈચ્છશે કે આ ક્ષેત્રમાં અસ્થિરતામાં વધારો થાય નહીં. કોઈપણ પ્રકારની આવી ઉથલ-પાથલ ભારતની સામે ઊર્જા, આર્થિક અને રણનીતિક હિતોની સામે ગંભીર પડકારો ઉભા કરી શકે છે.

આ પણ વાંચો:  Iran Crisis: ઈરાન સંકટ વૈશ્વિક અગ્નિપરીક્ષા, 3 મહાસત્તાઓની રણભૂમિ મધ્ય-પૂર્વ સળગાવશે

ચાબહાર રણનીતિક કોયડો

ચાબહાર યોજનાને લઈને ભારતે અમેરિકાને વારંવાર સ્પષ્ટપણે કહ્યુ છે કે આ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. અમેરિકાએ આના કારણે ઈરાન પર લગાવેલા પ્રતિબંધો વચ્ચે ભારતને ચાબહારના મામલે છૂટછાટો આપી છે. ચાબહારમાં પહેલા તબક્કાનું કામ પૂર્ણ થઈ ચુક્યું છે. પરંતુ બીજા તબક્કામાં ભવિષ્યની પ્રાદેશિક સ્થિરતાની ભૂમિકા હશે.

જો ઈરાન પર સૈન્ય હુમલો થાય છે, તો તેની આંતરિક અસ્થિરતા વધવાની છે, ઈરાનની પ્રાથમિકતાઓ બદલાઈ જશે અને ચાબહાર જેવી લાંબાગાળાની વ્યૂહાત્મક યોજના અટવાઈ તેવી શક્યતા છે.

ચાબહાર પ્રોજેક્ટ પર ભારત કરોડો ડોલર ખર્ચી ચુક્યું છે. તેના માધ્યમથી ભારત, પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ કર્યા વગર અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી પહોંચી શકે છે.

ચાબહાર પોર્ટ ઈન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોરનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. તે ભારતને રશિયા અને યૂરોપ સાથે જોડવાનો એક નાનકડો અને સસ્તો માર્ગ પ્રદાન કરે છે.

આ સિવાય તે પાકિસ્તાનના ચીન દ્વારા વિકસિત થઈ રહેલા ગ્વાદર પોર્ટથી માત્ર 70થી 100 કિલોમીટરના અંતરે છે, જેનાથી ભારત આ ક્ષેત્રમાં પોતાની વ્યૂહાત્મક હાજરી જાળવી રાખી શકે તેમ છે. પણ ભારત અને ચીન વચ્ચેના વ્યૂહાત્મક સંતુલનની સ્થિતિ અમેરિકાના ઈરાન સામેના વલણના કારણે ડામડોળ થઈ ચુકી છે.

આ પણ વાંચો: US Trade Pressure: ગ્રીનલેન્ડથી ભારત સુધી USના દબાણનો ઘટનાક્રમ, ટ્રમ્પથી ભારતે રહેવું પડશે સતર્ક

Tags :
Advertisement

.

×