રેવડી સરકારનું દિલ્હી મોડલ પાણીમાં, જનતા ત્રાહિમામ
ગુજરાતમાં દિલ્હી મોડલની મોટી મોટી વાતો કરનારા અરવિંદ કેજરીવાલની રેવડી સરકારનું સત્ય જાણીને ચોંકી જવાય તેવી સ્થિતિ છે. ગુજરાત ફર્સ્ટની ટીમે દિલ્હીના જ કાલીવાડી વિસ્તારમાં જઇને હકીકત જાણી તો ચોંકાવનારી માહિતી બહાર આવી હતી. કેજરીવાલના વિસ્તારમાં જ રહિશોની સ્થિતી દયનીય છે. પ્રસ્તુત છે ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટરેવડી સરકારની પોલમપોલનો પર્દાફાશદિલ્હીની રેવડી સરકા
08:48 AM Sep 24, 2022 IST
|
Vipul Pandya
ગુજરાતમાં દિલ્હી મોડલની મોટી મોટી વાતો કરનારા અરવિંદ કેજરીવાલની રેવડી સરકારનું સત્ય જાણીને ચોંકી જવાય તેવી સ્થિતિ છે. ગુજરાત ફર્સ્ટની ટીમે દિલ્હીના જ કાલીવાડી વિસ્તારમાં જઇને હકીકત જાણી તો ચોંકાવનારી માહિતી બહાર આવી હતી. કેજરીવાલના વિસ્તારમાં જ રહિશોની સ્થિતી દયનીય છે. પ્રસ્તુત છે ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટ
રેવડી સરકારની પોલમપોલનો પર્દાફાશ
દિલ્હીની રેવડી સરકારની પોલમપોલનો પર્દાફાશ થયો છે અને તેમના જ મતવિસ્તારની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. દિલ્હી સરકારની અંતર્ગત આવતા વિસ્તારોમાં બીજા કોઈ નહીં પરંતુ ખુદ કેજરીવાલના મતવિસ્તારની સ્થિતિ જાણશો તો તમે પણ ચોંકી જશો. અહીં કેજરીવાલના મતવિસ્તારમાં જ જનતા રીતસરની ત્રાહિમામ પોકારી ગઇ છે. દિલ્હીમાં પડી રહેલાં સતત વરસાદને લીધે અહીંના 500 જેટલાં પરિવારો નર્ક જેવી સ્થિતિમાં જીવવા મજબૂર છે. કેજરીવાલના દિલ્હી મોડલની અહીં પોલ ખુલી ગઇ છે. કેજરીવાલની કથની અને કરણીમાં મોટો ફર્ક છે તે તેમના જ વિસ્તારમાં જોવા મળે છે.
કેજરીવાલને પોતાના જ વિસ્તારમાં જવાની ફુરસત નથી
ગુજરાતમાં પ્રચારમાં રેવડીઓ વહેંચવાની ગુલબાંગો પોકારતાં કેજરીવાલને પોતાના જ મતવિસ્તારમાં જનતાની ખબર લેવાની ફૂરસત નથી. કેજરીવાલ જનતાના નાણાં વાપરીને ગુજરાત અને પંજાબમાં શાહી પ્રચાર કરી રહ્યાં છે તેવો આરોપ ખુદ દિલ્હીની જનતા કહી રહી છે. કેજરીવાલે દિલ્હીમાં લોકોને ઘર આપવાનો વાયદો કર્યો હતો પણ હકીકત સાવ જૂદી જ છે. જનતા અહીં એ હદે પરેશાન છે કે મીડિયા સમક્ષ તેમનું દર્દ આંખમાં આંસુ બનીને ઉભરી આવ્યું છે.
કેજરીવાલના નઘરોળ વહિવટના કારણે લોકો બેહાલ
કેજરીવાલ પહેલાં પંજાબ અને હવે ગુજરાતમાં રેવડી વહેંચી રહ્યા છે અને લોકોને દિવાસ્વપ્ન બતાવી રહ્યા છે. દિલ્હીની જનતા જ કેજરીવાલથી પરેશાન છે. સમસ્યાઓ સામે ઝઝૂમી રહેલી દિલ્હીની જનતાની હાલત ખરાબ થઇ ગઇ છે. કેજરીવાલે દિલ્હીની જનતાને અઢળક વાયદા આપ્યા છે પણ વાસ્તવીક્તા કંઇક અલગ જ જોવા મળી રહી છે. કેજરીવાલના નઘરોળ વહીવટના કારણે દેશની રાજધાનીના હાલ બેહાલ થઇ ગયા છે.
જનતા કેજરીવાલથી ત્રાસી
ચૂંટણી આવતાં જ ગુજરાતમાં લોકોને લલચાવવા આવતા કેજરીવાલને પોતાના જ મતવિસ્તારમાં જવાની ફુરસત નથી અને તેથી જનતાની સ્થિતી કફોડી બની રહી છે. દિલ્હીની બહાર મોટી મોટી વાતો કરતા કેજરીવાલથી જનતા એટલી હદે ત્રાસી ગઇ છે કે મીડિયા સાથે વાત કરતાં પણ લોકો રડી પડે છે.
દિલ્હી સરકારે ભારે વરસાદ વચ્ચે આ રહિશોની ઝુપડપટ્ટી તોડી પાડી છે અને તેના કારણે આ લોકોને પારાવર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ છત નથી તો બીજી તરફ વરસાદી આફત છે અને તેમાં વચ્ચે સરકારના પાપે આ લોકો ફસાયા છે. ગુજરાત ફર્સ્ટની ટીમે સ્થળ પર ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચીને લોકોની વ્યથા જાણી હતી.
લોકો કહે છે સરકારના પાપે અમે ત્રાસ્યા
અહીં રહેતી અંજલી નામની મહિલાએ કહ્યું કે અમે અહીં 20 વર્ષથી રહીએ છીએ. અમારા ઝુંપડા પહેલાં પણ તોડ્યા હતા અને કાલે ફરીથી તોડ્યા અને અમારો સામાન પણ લઇ ગયા હતા. રોજ અમને જતાં રહેવાની ધમકી પણ મળે છે. વરસાદમાં અમે ક્યાં જઇએ. અમને પોલીસ સટેશનમાં લઇ જઇશું તેની ધમકી આપે છે.
ફાતેમા નામની મહિલાએ પણ જણાવ્યું કે દિલ્હી સરકાર કોઇ કામની નથી અને હવે અમે વોટ પણ નહી આપીએ. દિલ્હી સરકાર કોઇ મદદ કરતી નથી. અમે અહીં 20 વર્ષથી રહીએ છીએ.
અહીં રહેતા યુવકે પણ વ્યથા વર્ણવી હતી કે ગયા માર્ચમાં અમારી ઝુંપડી તોડી હતી અને કાલે ફરીથી અમારી ઝુંપડી તોડી છે. આમ આદમી પાર્ટી મોટી વાત કરે છે. દિલ્હીના પૈસા ગુજરાત અને પંજાબમાં વાપરે છે અને ગરીબોના કોઇ કામના નથી. કેજરીવાલ હસીન સપનાઓ જુએ છે. બધાને ટોપી પહેરાવી વડાપ્રધાન બનવાના સપના જોવે છે.
અહીંના અગ્રણી નીરજે પણ કહ્યું કે આખા દિલ્હીમાં આવી જ સ્થીતી છે અને હજારો લોકો વર્ષોથી અહીં રહે છે. લોકોનું લાઇટ બિલ વધારે આવે છે અને લોકોને ઘેર ઘેર પાણી મળતું નથી. દિલ્હી સરકારની જવાબદારી છે કે નાગરીકોનું ધ્યાન રાખે પણ સરકાર બિલકુલ નિષ્ફળ ગઇ છે અને તેથી બીજી જગ્યાએ જઇને લોકોને બેવકૂફ બનાવે છે.
Next Article