ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

GPCB ના આદેશનો અનાદર કરતી RSPL ઘડી કંપની

ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા જાણિતી RSPL ઘડી કંપની વિરુદ્ધ આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા 30 દિવસ માટે સંપૂર્ણ ઇન્ડસ્ટ્રીયલ RSPL plant બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તે કંપનીની ટેગલાઇન છે કે પહેલે ઇસ્તેમાલ કરે...
05:09 PM Jan 24, 2024 IST | Maitri makwana
ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા જાણિતી RSPL ઘડી કંપની વિરુદ્ધ આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા 30 દિવસ માટે સંપૂર્ણ ઇન્ડસ્ટ્રીયલ RSPL plant બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તે કંપનીની ટેગલાઇન છે કે પહેલે ઇસ્તેમાલ કરે...

ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા જાણિતી RSPL ઘડી કંપની વિરુદ્ધ આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા 30 દિવસ માટે સંપૂર્ણ ઇન્ડસ્ટ્રીયલ RSPL plant બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તે કંપનીની ટેગલાઇન છે કે પહેલે ઇસ્તેમાલ કરે ફીર વિશ્વાસ કરે પણ કંપની પોતે જ પ્રદુષણ કરે છે અને જમીનને નુકશાન પહોંચાડે છે.

RSPL ઘડી કંપની દ્વારા આદેશ આપવામાં આવ્યો

ત્યારે આ કંપનીને 30 દિવસ બંધ રાખવાના આદેશ આપવા છતાં પણ RSPL ઘડી કંપની દ્વારા આ આદેશનું પાલન ના કરીને plant ચાલુ રાખતા ખેડૂત બાલુભા કેર દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ઘડી કંપની દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો.

પ્લાન્ટ ચાલુ રાખતા વિવાદ વકર્યો

પરંતુ આ આદેશનો અનાદર કરી ઘડી કંપનીએ પોતાનો સોડા એશનો પ્લાન્ટ ચાલુ રાખતા વિવાદ વકર્યો છે. ત્યારે આખરે આવી માથાભારે કંપની સામે સરકાર કડક વલણ દાખવશે કે ગુજરાત પ્રદૂષણ બોર્ડ આકરા પગલાં ક્યારે લેશે તેના પર સહુની નજર રહેલી છે.

"ના ઇસ્તેમાલ કરે ના વિશ્વાસ કરે"

સાથે જ આ કંપનીનો પ્લાન્ટ બંધ કરવા માટે અને કંપનીનો બહિષ્કાર કરવા માટે ખેડૂતો દ્વારા "ના ઇસ્તેમાલ કરે ના વિશ્વાસ કરે ઇસ ઘડી કા બહિષ્કાર કરે" તેવા સૂત્રો આપવામાં આવ્યા છે.

ખેડૂતોની ઘડી કંપની વિરુદ્ધ જીત

કુરંગામાં ઘડી કંપનીના સોડા એશ પ્લાન્ટમાં ખેડૂતોની ખાનગી માલિકીની જમીનમાં પ્રદૂષણ ફેલાતું હોવાથી ખેડૂતોએ હાઇકોર્ટ સુધી કરી લડત કરી હતી. ત્યારે ખેડૂતોની ઘડી કંપની વિરુદ્ધ જીત થઈ છે. ગુજરાતની દિગ્ગજ કંપની વિરુદ્ધ ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા કંપની વિરુદ્ધ કડક કાયદાકીય પગલા લેવામાં આવ્યા છે. 

આ પણ વાંચો - Food Poisoning : કલોલમાં ફૂડ પોઈઝનિંગના કારણે 80થી વધારે લોકો હોસ્પિટલમાં દાખલ

Tags :
ghadi plantGPCBGujaratGujarat FirstGujaratBoardmaitri makwanaRSPL
Next Article