Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dholera : ચોરી કરેલો દેશી દારૂ બે પ્યાસીઓના મોતનું કારણ બન્યો, બુટલેગરની ધરપકડ

Dholera નું નામ લઠ્ઠાકાંડના કારણે ટૉક ઑફ ધ સ્ટેટ (Talk of the State) બન્યું છે. કૉંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) પણ આ મામલે સરકાર પર શાબ્દિક હુમલો કર્યો હતો.
dholera   ચોરી કરેલો દેશી દારૂ બે પ્યાસીઓના મોતનું કારણ બન્યો  બુટલેગરની ધરપકડ
Advertisement

Dholera Special Investment Region એટલે કે, ધોલેરા સર. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ધોલેરા વિકાસ અને સરકારે જાહેર કરેલા અનેક પ્રોજેક્ટના કારણે રોકાણકારોની ચર્ચામાં સતત રહ્યું છે. જો કે, આ વખતે Dholera નું નામ લઠ્ઠાકાંડના કારણે ટૉક ઑફ ધ સ્ટેટ (Talk of the State) બન્યું છે. કૉંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) પણ આ મામલે સરકાર પર શાબ્દિક હુમલો કર્યો હતો. બે પ્યાસીઓના મોત બાદ કેમ લઠ્ઠાકાંડની અફવા શરૂ થઈ અને પોલીસ તપાસમાં શું સામે આવ્યું ? વાંચો આ અહેવાલ...

Advertisement

લઠ્ઠાકાંડની અફવા કેમ શરૂ થઈ ?

અમદાવાદ જિલ્લાના છેવાડે આવેલા ધોલેરા ગામે (Dholera) સ્મશાનની પાછળ આવેલી અવાવરૂ જગ્યામાં સ્થાનિક પાંચેક શખ્સોએ રવિવારની સવારથી બપોર સુધી દેશી દારૂ પીધો હતો. ધોલેરાનો સંજય મકવાણા ઉર્ફે મુન્નો (ઉ.32) અને તેના ચાર મિત્રોએ સવારથી જ દેશી દારૂ પીવાનું શરૂ કર્યું હતું. બપોર સુધી દારૂની મહેફીલ માણનારા પાંચ શખ્સો પૈકી રાજુ રતિલાલ વેગડ ઉર્ફે ભૂરો, દેવેન્દ્ર અમરસિંહ ચાવડા અને વનરાજ નટુભા ચુડાસમા બપોરે ઘરે ચાલ્યા ગયા હતા. જ્યારે દેશી દારૂ લાવનારો સંજય ઉર્ફે મુન્નો અને તેના મિત્ર વિક્રમ પ્રભુભાઈ મકવાણા (ઉ.45) એ મહેફિલ ચાલુ રાખી હતી. સાંજના સમયે પરિવારના સભ્ય વિક્રમની શોધખોળ કરવા નીકળ્યા ત્યારે બંને જણા અવાવરૂ જગ્યામાં બેહોશ હાલતમાં મળી આવતા તેમને ધંધુકા સરકારી હૉસ્પિટલ (Dhandhuka Government Hospital) ખાતે ખસેડતા તેમને મૃત જાહેર કર્યા હતા. આ વાત Dholera Gam માં પહોંચતાની સાથે જ લઠ્ઠાકાંડની અફવા શરૂ થઈ ગઈ હતી. અત્રે નોંધનીય છે કે, અમદાવાદ-બોટાદ લઠ્ઠાકાંડ જેને સરકારે કેમિકલકાંડ નામ આપ્યું હતું. ધોલેરા પાસેના ધંધુકા ગામના પ્યાસીઓ વર્ષ 2022ના ચકચારી લઠ્ઠાકાંડમાં મોતને ભેટ્યા હતા. આ જ કારણસર ધોલેરામાં બનેલી ઘટના લોકોમાં લઠ્ઠાકાંડ (Lattha Kand) તરીકે ચર્ચામાં આવી અને આ વાત વાયરલ થઈ ગઈ.

Advertisement

આ પણ  વાંચો -ભ્રષ્ટ અધિકારી સામે લાંચની માગણીનો ગુનો નોંધવામાં Gujarat ACB ને સાડા 6 વર્ષ કેમ લાગ્યા ?

મધરાતે જિલ્લા પોલીસ વડા કેમ ધંધુકા પહોંચ્યા ?

લઠ્ઠાકાંડની વાત સામે આવતાંની સાથે જ અમદાવાદ જિલ્લા પોલીસ વડા ઓમપ્રકાશ જાટ (Om Prakash Jat) રવિવારની રાતે ધંધુકા હૉસ્પિટલ દોડી ગયા હતા. સાથે જ અમદાવાદ એલસીબી પીઆઈ આર. એન. કરમટીયા (R N Karmatiya PI), ધોલેરા પીઆઈ પી. ડી. જાની (P D Jani PI) સહિત અન્ય પોલીસ ટીમ તપાસમાં કામે લાગી ગઈ હતી. મૃતકોની સાથે દારૂની મહેફિલ માણનારા ત્રણેય પ્યાસીઓને પોલીસે શોધી કાઢ્યા અને ધોલેરા ખાતેથી સોલા સિવિલ હૉસ્પિટલ ખસેડ્યા. મૃતકો તેમજ અન્ય પ્યાસીઓના બ્લડ સેમ્પલ મેળવી તેમાં રહેલા મિથેનોલની હાજરી અંગે તબીબી તપાસ શરૂ કરવામાં આવી. બ્લડ રિપોર્ટમાં મિથેનોલની ગેરહાજરી હોવાનો વહેલી પરોઢના FSL રિપોર્ટ આવતા Om Prakash Jat સહિતના પોલીસ અધિકારીઓએ હાશ અનુભવી હતી.

આ પણ  વાંચો -12મું નાપાસ યુવકે કેન્દ્ર /રાજ્ય સરકારની 50 વેબસાઈટ પર DDoS એટેક કર્યા, Gujarat ATS એ કરી ધરપકડ

ચોરી કરેલો દેશી દારૂ પીધો હોવાનો ઘટસ્ફોટ

સોલા સિવિલ હૉસ્પિટલ (Sola Civil Hospital) માં સારવાર અર્થે લવાયેલા ત્રણ પ્યાસીઓની પૂછપરછમાં ચોંકાવનારી વાત સામે આવી હતી. લઠ્ઠાકાંડની અફવા વચ્ચે ચાલી રહેલી પોલીસ તપાસમાં દેશી દારૂ ક્યાંથી આવ્યો અને કોણ લાવ્યું ? તે મુદ્દા પર પોલીસે ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. પોલીસ તપાસમાં મૃતક સંજય ઉર્ફે મુન્નો થેલીઓમાં ભરેલો ચાર લીટર દેશી દારૂ (પાણી ભેળવ્યા વિનાનો) નું પોટલું લઈ આવ્યો હતો. અવાવરૂ જગ્યામાં પાણીની વ્યવસ્થાનો અભાવ હોવાથી પાંચેય પ્યાસીઓએ કોરો દારૂ પીવાનું શરૂ કર્યું હતું. બપોરના સમયે સંજય ઉર્ફે મુન્નો અને વિક્રમ મકવાણા સિવાયના ત્રણેય પ્યાસીઓ સ્થળ પરથી રવાના થયા હતા. આ સમયે સંજય અને વિક્રમે તેમના મિત્રોને પીવાનું પાણી પહોંચાડવા પણ કહ્યું હતું, પરંતુ પ્યાસીઓ નશાની હાલતમાં જ ઘરે જઈને સૂઈ ગયા હતા.

બુટેલગર અને ત્રણ પ્યાસી સામે પોલીસ કાર્યવાહી

ધોલેરા વિસ્તારમાં દેશી દારૂનો ધંધો કરતા નરસિંહ નામના બુટલેગરને તેનો સપ્લાયર દેશી દારૂનો જથ્થો નિયમિત રીતે પહોંચાડે છે અને આ વાત સંજય ઉર્ફે મુન્નો જાણતો હતો. સપ્લાયર વહેલી પરોઢના ચોક્કસ તેમજ અવાવરૂ જગ્યામાં દેશી દારૂનો જથ્થો બીનવારસી મુકી જતો હતો અને ત્યારબાદ નરસિંહ તે સ્થળેથી દારૂ ઉપાડી લેતો. સંજય ઉર્ફે મુન્નો રવિવારની વહેલી સવારે બીનવારસી પડેલા દેશી દારૂના જથ્થામાંથી એક પોટલું ઉપાડી લાવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવેલી માહિતી બાદ મૃતકોની સાથે દારૂની મહેફિલ માણનારા ત્રણેય પ્યાસીઓ સામે ગુનો નોંધ્યો છે. જ્યારે બુટલેગર નરસિંહ રામસંગ સોલંકીની ધોલેરા પોલીસ સ્ટેશન (Dholera Police Station) માં ગુનો નોંધી વિધિવત ધરપકડ કરવામાં આવી છે.

Tags :
Advertisement

.

×