S G Highway પર ફૂટબોલ ખેલાડીને ટક્કર મારી કોમામાં ધકેલનારો પોલીસ પુત્ર કેવી રીતે ઓળખાયો ?
અમદાવાદનો સરખેજ-ગાંધીનગર હાઇવે (S G Highway) અકસ્માત માટે કુખ્યાત બન્યો છે. S G Highway પર અકસ્માતમાં જીવ ગુમાવી દેનારા તેમજ ઘાયલ થયેલાં લોકોના પરિવાર આરોપીઓને પોલીસ પકડી લાવશે તેવી આશા ધરાવે છે. અનેક કિસ્સાઓમાં અમદાવાદ ટ્રાફિક પોલીસ (Ahmedabad Traffic Police) આરોપીઓ સુધી પહોંચી શકી નથી. સપ્તાહ અગાઉ બનેલા Hit and Run કેસમાં એસ.જી. 1 ટ્રાફિક પોલીસને એક મહત્વનો પૂરાવો મળ્યો. જો, આ પૂરાવો ના મળ્યો હોત તો આશાસ્પદ ફૂટબોલ ખેલાડીને કોમામાં ધકેલી દેનારો આરોપી શરણે આવ્યો ન હોત. પોલીસે કેવી રીતે આરોપી સુધી પહોંચી ? વાંચો આ અહેવાલ...
એક જ ઘટના સ્થળે બબ્બે અકસ્માતની ફરિયાદ નોંધી
અમદાવાદની એઆરએ ફૂટબોલ કલબ (Ahmedabad Racquet Academy) માં ખેલાડી તરીકે રમતા જય કાનાણી (ઉ.22) એ એસ.જી. ટ્રાફિક 1 પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કાર ચાલક સામે સપ્તાહ અગાઉ ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, જય કાનાણી અને તેનો મિત્ર આન્દ્રે રાહુલ ભાટીયા (Andre Rahul Bhatia) અલગ-અલગ ટુ વ્હીલર પર S G Highway થલતેજ અંડરબ્રિજ થઈને પેલેડીયમ મોલ સામેના બ્રિજ પરથી ઘરે જતા હતા. આ સમયે કાળા રંગની સિડાન કારે આન્દ્રે રાહુલની ટુ વ્હીલરને ધડાકાભેર ટક્કર મારતા તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો અને ચાલક કાર લઈને ફરાર થઈ ગયો. 108માં ઘાયલ આન્દ્રે રાહુલને સારવાર અર્થે બેભાન હાલતમાં સોલા સિવિલ હૉસ્પિટલ (Sola Civil Hospital) ખાતે ખસેડાયો હતો. આ અકસ્માત બાદ લોકો એકઠાં થયાં હતા ત્યારે ચાંદલોડીયામાં રહેતો મંથન પટેલ નામના યુવકે ટુ વ્હીલર પરનો કાબૂ ગુમાવી દેતા ટોળામાં રહેલા રિક્ષા ચાલક સહિતના ત્રણ લોકોને ટક્કર મારી હતી. મંથન સહિત ચાર લોકો ઘાયલ થયા હતા. આ મામલે એસ.જી. 1 ટ્રાફિક પોલીસે (SG 1 Traffic Police) અલગથી ફરિયાદ નોંધી હતી.
આ પણ વાંચો -12મું નાપાસ યુવકે કેન્દ્ર /રાજ્ય સરકારની 50 વેબસાઈટ પર DDoS એટેક કર્યા, Gujarat ATS એ કરી ધરપકડ
કોણ છે ભોગ બનનાર આન્દ્રે રાહુલ ભાટીયા ?
કોમામાં સરી પડેલો આન્દ્રે રાહુલ ભાટીયા અમદાવાદના વેજલપુર શ્રીનંદનગર વિભાગ-2માં પોતાના પિતા, માતા અને બહેન સાથે રહે છે. 27 વર્ષીય Andre Rahul Bhatia એક સારો ફૂટબોલ ખેલાડી છે. આન્દ્રે રાહુલ અમદાવાદ એવેન્જર્સ ટીમ તરફથી તાજેતરમાં જ એક ટુર્નામેન્ટ રમી ચૂક્યો છે. Ahmedabad Racquet Academy સાથે સંકળાયેલો રાહુલ આન્દ્રે એક આશાસ્પદ ફૂટબોલર છે અને તે ઈન્ટર સ્ટેટ નેશનલ ફૂટબોલ ચેમ્પયનશીપ (Santosh Trophy) માં પણ રમી ચૂક્યો છે.
આરોપી પોલીસ પુત્ર સુધી પોલીસ કેવી રીતે પહોંચી ?
S G Highway Hit and Run Case ની જાણ થતાની સાથે જ ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તૂટેલી હાલતમાં મળી આવેલો કાર કંપનીનો લૉગો કબજે કર્યો હતો. અકસ્માત સર્જનારી કાળા રંગની સિડાન કાર સિવાયની કોઈ માહિતી SG 1 Traffic Police પાસે ન હતી. કાર લૉગોની પાછળ આવેલા એક સિરિયલ નંબરના આધારે પોલીસ કર્મચારીઓએ અમદાવાદમાં આવેલા Mercedes-Benz ના બે શૉ-રૂમમાં પૂછપરછ કરી. ત્યારબાદ Mercedes Car ના સર્વિસ સ્ટેશનમાં તપાસ કરતા કાર માલિક રોનક શાહ હોવાનું જાણવા મળ્યું અને પોલીસ તેના સુધી પહોંચી ગઈ.
આ પણ વાંચો -Mahesana Collector : કલેકટરને છેતરવા નીકળેલા માથાભારે શખ્સનો દાવ ઊંધો પડ્યો, પ્રાંત અધિકારીએ FIR કરાવી
કારનો વેચાણ કરાર થયો હોવાનો ઘટસ્ફોટ
Mercedes Car ના માલિક રોનક શાહ પાસે પોલીસ પહોંચી ત્યારે તેણે પોતાની કાર ગત 28 માર્ચના રોજ ધોળકાના સંજય વાઘજીભાઈ આલ/રબારીને વેચી દીધી હોવાનું જણાવ્યું. લાખો રૂપિયાની કાર રોનક શાહે શા માટે વેચાણ કરાર કરીને પોલીસ પુત્ર સંજયને વેચી હતી તે વાત બાજુ પર મુકી પોલીસે તપાસ આગળ ધપાવી. દરમિયાનમાં ધોળકા પોલીસ સ્ટેશન (Dholka Police Station) ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારી વાઘજીભાઈ આલ/રબારીએ Ahmedabad Traffic Police નો સંપર્ક કર્યો અને પુત્ર વિજય રબારી (ઉ.29) એ અકસ્માત સર્જ્યો હોવાની કબૂલાત કરી હતી.
આરોપી ફેરબદલની આશંકાથી પોલીસે CDR તપાસ્યા
વેચાણ કરારથી સંજય રબારીએ કાર ખરીદી હોવાનું તપાસમાં આવ્યું હોવાથી ટ્રાફિક પોલીસને ધોળકા પોલીસના વાઘજીભાઈ રબારીની વાત પર શંકા ગઈ હતી. S G Highway હીટ એન્ડ રન કેસમાં આરોપીની ફેરબદલ કરવામાં આવતી હોવાની શંકા જતાં SG 1 Traffic Police એ વિજય રબારીના મોબાઈલ નંબર આધારે કોલ ડેટા રેકોર્ડ (CDR) કઢાવ્યો. ડેટા તપાસ્યા બાદ પોલીસને ખાતરી થઈ કે, વિજય રબારીની હાજરી અકસ્માત સમયે S G Highway પર જ હતી.
આ પણ વાંચો - અમદાવાદનું જુહાપુરા-સરખેજ ડ્ર્ગ્સ કારોબાર માટે કુખ્યાત, Nirlipt Rai ની ટીમે બે દિવસમાં 2 કેસ કર્યા