ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Cyber Fraud: જીવનસાથી માટે એપ્લિકેશન પર વિશ્વાસ કરવો ભારે પડ્યો! આ વ્યક્તિ સાથે જે થયું તે વાંચી તમે પણ ચોંકી જશો

Bharuch Cyber Fraud Case: ભરૂચઃ ગુજરાતમાં અનેક લોકો હવે ઓનલાઈન વેબસાઈટ અને એપ પર પોતાના માટે જીવનસાથીની શોધ કરતા હોય છે. પરંતુ શું
06:05 PM Jan 10, 2025 IST | VIMAL PRAJAPATI
Bharuch Cyber Fraud Case: ભરૂચઃ ગુજરાતમાં અનેક લોકો હવે ઓનલાઈન વેબસાઈટ અને એપ પર પોતાના માટે જીવનસાથીની શોધ કરતા હોય છે. પરંતુ શું
Gujarat First Exclusive
  1. ગુજરાતી સંગમ વૈવાહિક એપ્લિકેશનમાં થઈ છેતરપિંડી
  2. ભરૂચના મિકેનિકલ એન્જિનિયર એ 36 લાખ 59 હજાર ગુમાવ્યા
  3. યુવતી ઉપર એટલો વિશ્વાસ મૂક્યો કે 36 લાખ ટ્રાન્ફર કરી દીધા

Bharuch Cyber Fraud Case: ભરૂચઃ ગુજરાતમાં અનેક લોકો હવે ઓનલાઈન વેબસાઈટ અને એપ પર પોતાના માટે જીવનસાથીની શોધ કરતા હોય છે. પરંતુ શું તમને ખબર છે તે તમારા માટે જોખમી પણ સાબિત થઈ શકે છે? જો નથી જાણતા તો આ સમાચાર વાંચવા જેવા છે. ઘણીવાર આવી એપ્લિકેશન દ્વારા કેટલાક લોકો માત્ર લૂંટવા માટે જ વાત કરતા હોય છે અને લગ્નની લાલચ આપતા હોય છે.

ભરૂચના આ યુવકે લગ્ન માટે ઓનલાઈન સંપર્ક કર્યો પરંતુ થયું આવું!

ભરૂચના હાદ સમા વિસ્તારમાં રહેતો અને દહેજની એક કંપનીમાં નોકરી કરતો યુવક કુંવારો હોય અને અજાણ્યા વોટ્સએપ નંબર ઉપરથી ‘Hi’નો મેસેજ આવ્યો હતો. ત્યાર બાદ યુવતી સાથે વાતચીતમાં પરિચિત થતા ચાર મહિનાથી સતત વાતચીત દરમિયાન ગુજરાતી ‘સંગમ’ વૈવાહિક નામની ઓનલાઇન એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. આના થકી આ ભેજાબાજોએ 36 લાખ 59 હજાર ઉપરાંતની રકમ ઓનલાઈન પડાવી લીધી હોવાની ફરિયાદ ભરુચના સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાઈ છે.

આરૂસી અગ્રવાલ નામની મહિલા સાથે મેચિંગ થયું અને...

ભરૂચ સાઈબર ક્રાઇમ પોલીસ મથકમાં ભોગ બનનાર મિકેનિકલ એન્જિનિયરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં આવા આક્ષેપ કર્યો છે કે, ગત તારીખ 4/9/2024 ના રોજ બપોરના 4 વાગ્યાના અરસામાં ગુજરાતી સંગમ નામની વૈવાહિક (લગ્ન) એપ્લિકેશન ઉપર આરૂસી અગ્રવાલ નામની મહિલા સાથે ભોગ બનનારનો સંપર્ક થયો હતો. જેમાં ભોગ બનનારે એપ્લિકેશન મારફતે ‘Hii’ મેસેજ મોકલી ભેજાબાજને રીપ્લાય આપ્યો હતો.  જેના પગલે સામેથી ભોગ બનનારને મોબાઈલ નંબર આપવામાં આવતા બંને વચ્ચે વાતચીત ચાલુ થઈ હતી. આમ આ છેતરપિંડીનો મામલો શરૂ થયો હતો.

આ પણ વાંચો: બનાસકાંઠાનું વિભાજન થયું એટલે ધરણા પ્રદર્શનમાં ભાવુક થયા પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત

ઓનલાઈન જીવનસાથી શોધતા લોકો સાવધાન થઈ જાય

બંને વચ્ચે લગ્ન વિશે તેમજ અન્ય વાતચીત થતી રહી હતી તે દરમિયાન 9/9/2024ના રોજ ફરિયાદીને ફરિયાદીની કમાણી વિશે વાતચીત કરી ‘કોસ્ટકોપ ડોટ સ્ટોર’ નામની ઈ કોમર્સ વેબસાઈટ પર ઓનલાઇન ખરીદ વેચાણ કરી કમિશન કમાવા બાબતે વાતચીત કરી હતી. ત્યાર બાદ વોટ્સએપ ચેટમાં 10/9/2024 ના રોજ સામેથી એક એપ્લિકેશન લિંક આવી હતી. તેમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે કહેતા ફરિયાદીએ ‘વીકે કલેક્શન સ્ટોર’ના નામે એકાઉન્ટ બનાવ્યું હતું. જેમાં ફરિયાદીએ પોતાનો મોબાઈલ નંબર ઇમેલ આઇડી પાનકાર્ડ નંબર પાસપોર્ટ નંબર સહિતની પર્સનલ ડિટેલ્સ પણ શેર કરી હતી.

આ પણ વાંચો: Patan: 'બનાસ ડેરી' લખેલા ટેન્કરમાં મળ્યો લાખોનો દારૂ, રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ

ટૂકડે ટૂકડે કુલ 36 લાખથી પણ વધારે રૂપિયા ગયા

ફરિયાદી છેલ્લા 4 મહિના સુધી ફરિયાદી સાથે સતત લગ્ન વિશે વાતચીત તથા અન્ય વ્યવસાયિક વાતચીત કરી ફરિયાદી સાથે છેતરપિંડી કરવાના ભાગરૂપે અજાણ્યા નંબરો પરથી ચેટિંગ સેટિંગ ચાલુ રહ્યું હતું. ગુજરાતી સંગમ નામની વૈવાહિક એપ્લિકેશનમાં ફરિયાદીનો મેળ ન બેઠો પરંતુ ઓનલાઇન શોપિંગમાં મોટો ઓર્ડર મળ્યો હોવાનો ફરિયાદીને મેલ આવતા તેણે વધુ રૂપિયા રોકાણ કરવાનું નક્કી કરી માત્ર પોતાના જ બેન્ક એકાઉન્ટમાંથી નહીં પરંતુ પોતાના પરિવારના સભ્યોના બેન્ક એકાઉન્ટમાંથી પણ આશરે 10 એકાઉન્ટમાંથી ટુકડે ટુકડે વિવિધ બેન્ક એકાઉન્ટમાંથી કુલ રૂપિયા 36 લાખથી પણ વધારે રૂપિયા ટ્રાન્ફર કર્યાં હતાં. આખરે ફરિયાદીને છેતરપિંડીનો ભોગ બન્યો હોવાનું ભાન થતાં તેણે પોતાની બહેનના સહારે ભરૂચના સાઇબર પોલીસ મથકમાં પહોંચી અજાણ્યા સાઇબર ફોડ સામે ફરિયાદ નોંધવી હતી. જેથી સાયબર પોલીસે બીએનએસ એક્ટ તથા સાયબર એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આ લોકોની તપાસ હાથ ધરી છે.

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Bharuch cyber crimeBharuch cyber crime NewsCyber fraudGujarat FirstGujarat First ExlusiveGujarat First Exlusive NewsGujarat First Exlusive StoryGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest cyber crimeLatest Gujarati NewssangamSangam ApplicationTop Gujarati News
Next Article