સોલા Civil Hospital માં Gujarat First Reality Check માં ચોંકાવનારો ખુલાસો!
- અમદાવાદ Civil Hospital માં ભૂવાની વિધિનો મામલો
- સુપ્રિન્ટેન્ડેન્ટ હોય તેમ આરામથી અંદર પહોંચ્યો હતો ભૂવો
- સોલા સિવિલ હોસ્પિટલમાં Gujarat First નું Reality Check
એશિયાની સૌથી મોટી ગણાતી એવી અમદાવાદની (Ahmedabad) સિવિલ હોસ્પિટલનાં ICU વોર્ડમાં ભૂવાની વિધિનો વીડિયો વાઇરલ થતાં ચકચાર મચી જવા પામી છે. હોસ્પિટલમાં ભૂવાનો આ વાઇરલ વીડિયો સામે આવતા સિવિલ હોસ્પિટલનાં (Civil Hospital) તંત્ર સામે અનેક સવાલ ઊભા થયા છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ દ્વારા સોલા સિવિલ હોસ્પિટલમાં રિયાલિટી ચેક (Gujarat First Reality Check) કરવામાં આવ્યું હતું. એક નહીં પરંતુ બે-બે વખત ગુજરાત ફર્સ્ટની ટીમ ICU માં જઈને આવી હતી પરંતુ, સિક્યોરિટી દ્વારા કોઈ પણ પ્રકારની પૂરપરછ કરવામાં આવી નહોતી. રિયાલિટી ચેકમાં સોલા સિવિલની સુરક્ષા વ્યવસ્થાનાં દાવા પોકળ સાબિત થયા છે.
આ પણ વાંચો - એશિયાની સૌથી મોટી હોસ્પિટલ Ahmedabad Civil માં ભુવાઓ કરે છે સારવાર, વીડિયો જોઇને ચોંકી ન જતા
Civil Hospital Tantric Ritual: સોલા સિવિલ હોસ્પિટલમાં Gujarat First નું Reality Check#Gujarat #Ahmedabad #CivilHospital #TantricRitual #RealityCheck #GujaratFirst pic.twitter.com/215Tawmyba
— Gujarat First (@GujaratFirst) December 18, 2024
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભૂવાની વિધિનો વીડિયો વાઇરલ
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) દૂર દૂરથી લોકો સારવાર માટે આવતા હોય છે. ત્યારે એશિયાની સૌથી મોટી કહેવાતી આ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુરક્ષા સામે ગંભીર સવાલ ઊભા થયા છે. કારણ કે, સોશિયલ મીડિયા પર હાલ વીડિયો વાઇરલ થયો છે, જે સિવિલ હોસ્પિટલનાં ICU વોર્ડનો હોવાનું જાણવા મળ્યું છે. આ વાઇરલ વીડિયોમાં મુકેશ ભુવાજી નામનો (Mukesh Bhuvaji) શખ્સ બેરોકટોક અંદર જાય છે અને સુપ્રિન્ટેન્ડેન્ટ હોય તેમ આરામથી ICU વોર્ડમાં પહોંચે છે અને દર્દી પર તંત્ર મંત્ર કરી વિધિ કરે છે. આ વીડિયો સામે આવતા સિવિલ હોસ્પિટલ તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઊભા થયા છે.
અમદાવાદ સિવિલની ICUમાં ડૉક્ટર નહીં ભૂવો!
તો શું હવે ડૉક્ટર્સ નહીં પણ ભૂવા કરશે સારવાર?
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભૂવાની વિધિ#Gujarat #ICU #Ahmedabad #TantricRitual #MuddaNiVaat #CivilHospital #GujaratFirst pic.twitter.com/v1p9w8oIum— Gujarat First (@GujaratFirst) December 18, 2024
આ પણ વાંચો - સુરત બાદ હવે Morbi માંથી Bogus Doctors ઝડપાયા, એલોપેથીક દવાઓ, બાટલા, ઇન્જેક્શન જપ્ત
સોલા સિવિલ હોસ્પિટલમાં Gujarat First નું Reality Check
આ મામલે ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા રિયાલિટી ચેક (Gujarat First Reality Check) કરવામાં આવ્યું છે. શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં (Sola Civil Hospital) ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી હતી અને જડબેસલાક સુરક્ષા વચ્ચે એક નહીં પરંતુ બે-બે વખત ટીમ ICU માં જઈને દર્દીની પાસે બેસીને આવી હતી. દરમિયાન, સિક્યોરિટી દ્વારા કોઈપણ પ્રકારની પૂછપરછ કરવામાં આવતી નથી. આ રિયાલિટી ચેકમાં સિવિલ પ્રશાસન દ્વારા કરવામાં આવતી સુરક્ષાની વાતો માત્ર ભ્રામક અને પોકળ સાબિત થઈ છે. આવી પરિસ્થિતિઓ જોતા સવાલ થાય છે કે...
> શહેરની જાણીતી હોસ્પિટલમાં આવી છે સુરક્ષા વ્યવસ્થા ?
> ICU વિભાગમાં દર્દીઓ રામ ભરોસે છે ?
> વેન્ટિલેટર વાળા ICU માં કોઈ પણ વ્યક્તિ બેરોકટોક કેવી રીતે જઈ શકે ?
> દર્દીઓ સાથે કોઈ અનહોની થાય તો જવાબદાર કોણ ?
આ પણ વાંચો - Ahmedabad : ગોઝારા ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી Tathya Patel ને HC થી મોટો ઝટકો!