ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દક્ષિણ ગુજરાતમાં Mumbai થી કોકેનની 10 ખેપ મારનારી વિદેશી મહિલાને SMC એ ઝડપી

જાન્યુઆરી મહિનાના અંતમાં State Monitoring Cell એ શરાબ માફિયાઓ સામે ગુજસીટૉક (Gujctoc) ની ફરિયાદ નોંધ્યા બાદ કોકેનનો જથ્થો પકડી NDPS Act હેઠળ ગુનો નોંધ્યો છે.
07:26 PM Feb 18, 2025 IST | Bankim Patel
જાન્યુઆરી મહિનાના અંતમાં State Monitoring Cell એ શરાબ માફિયાઓ સામે ગુજસીટૉક (Gujctoc) ની ફરિયાદ નોંધ્યા બાદ કોકેનનો જથ્થો પકડી NDPS Act હેઠળ ગુનો નોંધ્યો છે.
South Gujarat Cocaine Case Nigerian Women Arrested by State Monitoring Cell

SMC : જાન્યુઆરી મહિનાના અંતમાં State Monitoring Cell એ શરાબ માફિયાઓ સામે ગુજસીટૉક (Gujctoc) ની ફરિયાદ નોંધ્યા બાદ કોકેનનો જથ્થો પકડી NDPS Act હેઠળ ગુનો નોંધ્યો છે. ગુજરાતમાં વધી રહેલા નશાના કારોબારને કાબૂમાં કરવા હવે SMC એ ઝંપલાવ્યું હોય તેવું લાગી રહ્યું છે. SMC Police Station ના ચોપડે ગુનો નોંધી વિદેશી મહિલા પાસેથી 1.49 કરોડનું કોકેન મળી આવેલા બે મોબાઈલ ફોન, પાસપોર્ટ, 2100 રૂપિયા રોકડા અને એક પર્સ Team SMC એ કબજે લીધું છે. પકડાયેલી મહિલાની પૂછપરછમાં તપાસ અધિકારીને ઘણી ચોંકાવનારી વિગતો પણ જાણવા મળી છે.

કેવી રીતે હાથ લાગ્યું કોકેન ?

મુંબઈ ખાતેથી કોકેનનો જથ્થો નવસારી-સુરત વચ્ચે આવવાનો છે તેવી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ સી. એચ. પનારા (PI C H Panara) એ વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન નવસારી (Navsari) પાસેથી પસાર થતી મહારાષ્ટ્ર પાસીંગની એક કારને Team SMC એ રોકી હતી. મહિલા પંચની હાજરીમાં પીઆઈ પનારાએ કારમાં પ્રવાસ કરી રહેલી વિદેશી મહિલાની પૂછપરછ કરી હતી. પોલીસ ટીમને તપાસ દરમિયાન નાઈજીરિયન મહિલા માર્ગરેટ (ઉ.વ. 37) પાસેથી આંતરરાષ્ટ્રીય કિંમત 1 કરોડ 49 લાખ 51 હજાર રૂપિયાનું 149.510 ગ્રામ કોકેન (Cocaine) મળી આવ્યું હતું. FSL અધિકારીની મદદથી કોકેન હોવાની ખાતરી થતાં તપાસ અધિકારીએ Nigeria ની માર્ગરેટ પાસે રહેલો પાસપોર્ટ, બે મોબાઈલ ફોન, રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી પ્રાથમિક પૂછપરછ આરંભી હતી.

કોકેનની ખેપ મારવા ત્રણ વર્ષમાં બે વખત ભારત આવી

નાઈજીરિયન માર્ગરેટ હાલ મુંબઈના મીરા રોડ ખાતે રહે છે. ગત 7 ઑગસ્ટ 2024ના રોજ એક વર્ષના મલ્ટી પર્પઝ વિઝા પર માર્ગરેટ ભારતમાં આવી છે. પાસપોર્ટનો ડેટા જોતા માર્ગરેટ વર્ષ 2021માં પણ ભારત આવી ચૂકી છે. પૂછપરછ અને મોબાઈલ ફોનની ટેકનિકલ માહિતી તપાસતા માર્ગરેટ સુરત શહેર (Surat City) કડોદરા, પલસાણા અને નવસારી ખાતે કોકેનની 10 જેટલી ખેપ મારી ચૂકી છે. માર્ગરેટ ભાડાની કાર કરીને મુંબઈ ખાતેથી કોકેનની ડિલિવરી કરવા દક્ષિણ ગુજરાત (South Gujarat) માં આવતી હતી.

કેવી રીતે કોકેન સપ્લાય થતો ?

ઈમાનુએલ નામનો એક નાઈજીરિયન માર્ગરેટને Cocaine નો જથ્થો પહોંચાડતો હતો અને એક ખેપ દીઠ સારી એવી રકમ પણ ચૂકવતો હતો. માર્ગરેટને નવસારીથી સુરતની વચ્ચે કોકેનનો જથ્થો પહોંચાડવાનો એટલી હકિકત ઈમાનુએલ આપતો હતો. દક્ષિણ ગુજરાતમાં માર્ગરેટ કોકેન મંગાવનાર ગ્રાહકની ઓળખ ના થાય તેની વિશેષ કાળજી રખાતી હતી. માર્ગરેટને મોબાઈલ ફોન પર લોકેશન આપીને ગ્રાહક સુધી પહોંચાડવામાં આવતી હતી. નાઈજીરિયાનો એલડર કોકેનનો મુખ્ય સપ્લાયર હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

કોકેન સપ્લાયમાં નાઈજીરિયન ગેંગની સંડોવણી

Gujarat સહિત દેશભરમાં નાઈજીરિયન ગેંગ (Nigerian Gang) ડ્રગ્સ સપ્લાયનું એક મોટું નેટવર્ક ધરાવે છે. અમદાવાદ સહિત રાજ્યભરના શહેરોમાં રહેતા અનેક શ્રીમંત નબીરાઓને નિયમિત રીતે નાઈજીરિયન સિન્ડીકેટ (Nigerian Syndicate) કોકેન સપ્લાય કરી રહી છે. કોકેન સપ્લાયમાં સંડોવાયેલા નાઈજીરિયન સહિત આફ્રિકાના જુદાજુદા દેશના શખ્સો ભારતમાં વિઝીટર, બિઝનેસ વિગેરે વિઝા મેળવીને પ્રવેશ કરી કાળો કારોબાર કરી રહ્યાં છે. મુખ્યત્વે દિલ્હી અને મુંબઈથી આખો ધંધો ચાલી રહ્યો છે. અત્રે નોંધનીય છે કે, વર્ષ 2023માં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Ahmedabad Crime Branch) આંબાવાડી વિસ્તારમાંથી 50 ગ્રામથી વધુ કોકેન જપ્ત કરી વિદેશી મહિલા સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો :  તપાસમાં આરોપીઓને ફાયદો કરાવતી Gujarat Police ની સરકારી વકીલોએ પોલ ખોલી

Tags :
Ahmedabad Crime BranchBankim PatelCocaineGujaratGujarat FirstGUJCTOCNavsariNDPS ActNigerian GangNigerian SyndicatePI C H PanaraSMC Police StationSouth GujaratState Monitoring CellSurat cityTeam SMC
Next Article