‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની થીમ પર વિશિષ્ટ ગ્રંથશ્રેણી, એકસાથે 22 જેટલા પુસ્તકોનું પ્રકાશન
15 ઓગષ્ટ 2022ના રોજ ભારતને આઝાદી મળી તેના 75 વર્ષ પુરા થઇ રહ્યા છે. આ વાતને લક્ષ્યમાં રાખીને જ કેન્દ્ર સરકાર દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની શરુઆત કરવામાં આવી છે. દેશની આઝાદીને 75 વર્ષ પુરા થાય તેના 75 અઠવાડીયા પહેલા જ એટલે કે 12 માર્ચ 2021ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ મહોત્સવની શરુઆત કરવામાં આવી છે. જે અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા તમામ કાર્યક્રમોનà
12:07 PM May 29, 2022 IST
|
Vipul Pandya
15 ઓગષ્ટ 2022ના રોજ ભારતને આઝાદી મળી તેના 75 વર્ષ પુરા થઇ રહ્યા છે. આ વાતને લક્ષ્યમાં રાખીને જ કેન્દ્ર સરકાર દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની શરુઆત કરવામાં આવી છે. દેશની આઝાદીને 75 વર્ષ પુરા થાય તેના 75 અઠવાડીયા પહેલા જ એટલે કે 12 માર્ચ 2021ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ મહોત્સવની શરુઆત કરવામાં આવી છે. જે અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા તમામ કાર્યક્રમોને આ વિશેષ થીમ સાથે સાંકળવામાં આવી રહ્યા છે. દરેક રાજ્ય દ્વારા પોતાની રીતે આ મહોત્સવની ઉજવણી થઇ રહી છે.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત માત્ર સરકાર જ વિવિધ કાર્યક્રમ કરી રહી છે તેવું પણ નથી. દેશના સામાન્ય લોકો અને વિવિધ સંસ્થાઓ પણ આ ઉત્સવની ઉજવણી કરી છે. એનજીઓ, ખાનગી સંસ્થાઓ, વ્યાપારિક એકમો, ઉદ્યોગો વગેરે તેમના દ્વારા પોતાના સ્તર પર આ ઉજવણી થઇ રહી છે. ત્યારે આજે આવી જ એક અનોખી ઉજવણીની વાત કરવી છે. તમે અત્યાર સુધી આ મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમો, રાજકીય કાર્યક્રમો, રેલીઓ કે સભાઓ વિશે સાંભળ્યું હશે. તેવામાં ગુજરાતના એક પુસ્તક પ્રકાશન ગૃહ દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ થીમ પર વિવિધ પુસ્તકો પ્રકાશિત કરવાનમાં આવ્યા છે.
આ પ્રકાશન ગૃહનું નામ ‘બૂક શેલ્ફ’ છે. અમદાવાદમાં સ્થિત આ પ્રકાશન ગૃહ દ્વારા આ નવતર અને અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. બૂક શેલ્ફ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવને લક્ષ્યમાં રાખીને પુસ્તકોની શ્રેણી તૈયાર કરવામાં આવી છે. ગુજરાતના જાણીતા લેખકો પાસે આ પુસ્તકો લખાવવામાં આવ્યા છે. જેમની વિશેષતા એ છે કે દરેક પુસ્તકના કેન્દ્રમાં 75 વસ્તુઓ છે. ઉદાહરણ તરીકે દેશના 75 ધાર્મિક સ્થળો, 75 વીર સૈનિકો, 75 વિજ્ઞાનીઓ, 75 પ્રવાસન સ્થળો, 75 શ્રેષ્ઠ વિચારકો, 75 રમતવીરો વગેરે. ટૂંકમાં આઝાદીના અમૃત મહોત્વસની ઉજવણી સમયે આ નવતર પ્રયોગ દ્વારા દેશની સંસ્કૃતિ, ભૂગોળ, ઇતિહાસ, વર્તમાન વગેરે અનેક વિષયો અંગે માહિતીનો રસથાળ તૈયાર કરવામાં આવ્યો છે.
પુસ્તકો માત્ર આ મહોત્સવ પુરતા સિમીત નથી, પરંતુ તેનું આયુષ્ય ઘણું લાંબુ છે
આ વિશે વધારે માહિતી આપતા બૂક શેલ્ફના માલિક એવા હિરેન શાહ જણાવે છે કે જ્યારથી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીની શરુઆત થઇ ત્યારથી જ આ પ્રકારે પુસ્તકોના પ્રકાશનની ઇચ્છા હતી. ત્યારબાદ અમે કેટલાક લેખકો અને પત્રકારો સાથે આ વિશે ચર્ચા કરી. પુસ્તકો માટે વિવિધ વિષય, ડીઝાઇન વગેરે નક્કી કર્યુ. આ તમામ લોકોએ ખૂબ ટૂંકા ગાળામાં લખવાનું કામ પુરુ પણ કર્યું. આ પુસ્તકો માત્ર આ મહોત્સવ પુરતા સીમિત નથી, પરંતુ તેનું આયુષ્ય ઘણું લાંબુ છે. ભારતના ઇતિહાસ, વર્તમાન, ભૂગોળ, સંસ્કૃતિ વગેરે તમામ વિષયની માહિતી આ પુસ્તકોમાં આવરી લેવામાં આવી છે. માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આ પુસ્તકો તેટલા જ ઉપયોગી છે. આ સિવાય રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ક્વીઝ શરુ કરવા જઇ રહી છે. તેમાં પણ આ પુસ્તકો ઘણા ઉપયોગી બનશે.
આ વિશિષ્ટ ગ્રંથશ્રેણીની સંપૂર્ણ વિગત નીચે મુજબ છે
- પુસ્તકનું નામ - લેખક / સંપાદકનું નામ
- ભારતનાં આઝાદીજંગની ૭૫ વણકહી વાતો - ડો. વિષ્ણુ પંડયા
- ભારતની આઝાદીનાં ૭પ સ્વાતંત્ર્ય સ્વરો - ડો. જયેન્દ્રસિંહ જાદવ
- ભારતનાં ૭૫ ગીત – સંગીતનાં રત્નો - હરદ્વાર ગોસ્વામી
- ભારતની ૭૫ સર્વશ્રેષ્ઠ મહિલાઓ - રક્ષા શુકલ
- ભારતનાં ૭૫ શ્રેષ્ઠ ઉદ્યોગપતિઓ - રાજ ભાસ્કર
- ભારતનાં ૭૫ પૂજય સંતો અને ભકતકવિઓ - રાજ ભાસ્કર
- ભારતનાં ૭૫ દર્શનીય તીર્થસ્થાનો - રાજ ભાસ્કર
- ભારતનાં ૭૫ જાંબાઝ વીર સૈનિકો - રાજ ભાસ્કર
- ભારતનાં ૭૫ રાષ્ટ્રીય સ્વંયમસેવક સંઘનાં મહાનુભવો - રાજ ભાસ્કર
- ભારતનાં ૭૫ વિજ્ઞાનીઓ અને વૈજ્ઞાનિક ઘટનાઓ - હર્ષ મેસવાણિયા
- ભારતનાં ૭૫ ફિલ્મઉદ્યોગનાં સિતારાઓ - હર્ષ મેસવાણિયા
- ભારતનાં ૭૫ ફિલ્મઉદ્યોગનાં શ્રેષ્ઠ કસબીઓ - નિરાલી બદિયાણી
- ભારતનાં ૭૫ સર્વશ્રેષ્ઠ રમતવીરો - પ્રદીપ ત્રિવેદી
- ભારતની ૭૫ નોંધપાત્ર ઘટનાઓ (ઈ.સ. ૧૯૪૭ થી ઈ.સ. ૨૦૨૧) - પરીક્ષિત જોષી
- ભારતનાં ૭૫ કલા – સંસ્કૃતિનાં સિતારોઓ - કાશયપી મહા
- ભારતનાં ૭૫ જોવાલાયક સ્થળો - લલિત ખંભાયતા
- ભારતનાં ૭૫ શ્રેષ્ઠ ચિતંકો અને વિચારકો - જયવંત પંડયા
- ભારતનાં ૭૫ સાહિત્ય જગતનાં સિતારાઓ - દિવ્યેશ વ્યાસ
- ભારતનાં ૭૫ શ્રેષ્ઠ સાંસ્કૃતિક મહોત્સવો - પરીક્ષિત જોષી
- આઝાદી કે દીવાને :– ૧૧૧ એક થી એક ચડિયાતા ક્રાંતિકારીઓનાં શ્વાસ થંભાવી દે તેવા કારનામા - ધનંજય રાવલ
- ભારતનો ઈતિહાસ :– સામાન્યજ્ઞાન પરિચય તથા સવાલ અને જવાબ - સુરેશ શ્રોફ
- પરમવીરચક્ર :– વિજેતાઓની શૌર્યગાથાઓ - રાજ ભાસ્કર
Next Article