ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સપ્ટેમ્બર FY 2023-2024 માં SVPI એરપોર્ટના પેસેન્જર ટ્રાફિકમાં 35% વૃદ્ધિ નોંધાઈ

સપ્ટેમ્બર FY 2023-2024 માં SVPIAનો નાણાકીય વર્ષ 2022-2023 ની સરખામણીમાં 35% ની વૃદ્ધિ સાથે 5 મિલિયનથી વધુ પેસેન્જર ટ્રાફિક નોંધાયો SVPIA એ ઑગસ્ટ- 2023ની સરખામણીમાં સપ્ટેમ્બર-2023માં આંતરરાષ્ટ્રીય મુસાફરોમાં 11% વૃદ્ધિ નોંધાઈ હતી. જેમાં ટોચના આંતરરાષ્ટ્રીય ક્ષેત્રો સિંગાપોર, હો ચી...
05:24 PM Sep 27, 2023 IST | Dhruv Parmar
સપ્ટેમ્બર FY 2023-2024 માં SVPIAનો નાણાકીય વર્ષ 2022-2023 ની સરખામણીમાં 35% ની વૃદ્ધિ સાથે 5 મિલિયનથી વધુ પેસેન્જર ટ્રાફિક નોંધાયો SVPIA એ ઑગસ્ટ- 2023ની સરખામણીમાં સપ્ટેમ્બર-2023માં આંતરરાષ્ટ્રીય મુસાફરોમાં 11% વૃદ્ધિ નોંધાઈ હતી. જેમાં ટોચના આંતરરાષ્ટ્રીય ક્ષેત્રો સિંગાપોર, હો ચી...

અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) ઉત્તરોત્તર વૃદ્ધિના માર્ગે ચાલી રહ્યું છે. નાણાકીય વર્ષ-2023 ના સમાન સમયગાળાની સરખામણીમાં સપ્ટેમ્બર 2023 સુધીમાં પ્રવાસીઓની સંખ્યામાં 35% વધારા સાથે ટ્રાફિકમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે.

સપ્ટેમ્બર 2023 સુધીમાં SVPIA એ 5 મિલિયનથી વધુ મુસાફરોને હેન્ડલ કર્યા છે. જે અગાઉના વર્ષની તુલનામાં (3.9 મિલિયન) 35% ની વૃદ્ધિ દર્શાવે છે. ગત સપ્તાહ સુધીમાં એરપોર્ટ પર 28,969 સ્થાનિક આવાગમન અને 5,193 આંતરરાષ્ટ્રીય ATM નોંધાયા હતા.

વર્ષ દરમિયાન ટોચના ડોમેસ્ટિક સ્થળોમાં દિલ્હી, મુંબઈ, ભોપાલ, કોલકાતા અને વારાણસી જ્યારે ટોચના આંતરરાષ્ટ્રીય સ્થળો તરીકે લંડન (ગેટવિક), દોહા અને સિંગાપોર ઉભરી આવ્યા છે. સિંગાપોર, હો ચી મિન્હ સિટી, દુબઈ, લંડન અને દોહા 2022-23ના સમાન સમયગાળાની સરખામણીમાં ટોચના વિકસતા માર્ગો પૈકીના છે.

અમદાવાદ એરપોર્ટે તાજેતરમાં ઇન્ટરનેશનલ ટર્મિનલ - 72 માં ખાતે 24 ઇમિગ્રેશન કાઉન્ટર ધરાવતા ઇમિગ્રેશન હોલનું ઉદ્ઘાટન કર્યું છે. જેનાથી આંતરરાષ્ટ્રીય મુસાફરોને વધુ સારી સેવાઓ અને સુવિધાઓ મળી રહી છે. વળી ડોમેસ્ટિક ટર્મિનલ - T1 માં આગમન વિસ્તારમાં વધારાના સામાનનો પટ્ટો, સમર્પિત પિકઅપ અને ડ્રોપ-ઓફ ઝોન, પ્રસ્થાન સમયે ચેક-ઇન કાઉન્ટર્સની સંખ્યામાં વધારો વગેરેનો સમાવેશ થાય છે. ડિજી યાત્રા યુઝર્સ માટે પ્રવેશ લેન, વિસ્તૃત સુરક્ષા તપાસ વિસ્તાર અને સ્થાનિક પ્રસ્થાન સમયે નવા બોર્ડિંગ ગેટ વગેરે પ્રવાસનનો અદભૂત અનુભવ કરાવે છે.

ગત વર્ષની સરખામણીએ ઓગસ્ટ 2023 સુધીમાં SVPIA ના સ્વ-સંચાલિત કાર્ગો ટર્મિનલ્સમાં કાર્ગો ટનેજમાં નોંધપાત્ર 14% વધારો થયો છે. SVPIA દ્વારા સંચાલિત આંતરરાષ્ટ્રીય કાર્ગો ટર્મિનલ - T3 પેલેટાઈઝ્ડ કાર્ગો સ્વીકૃતિને સક્ષમ કરવા માટે મોટા કદના એક્સ-રે મશીન સાથે તેની ક્ષમતા વધારવા વિચારી રહ્યું છે. T3 હવે કસ્ટમ-એપ્રુવ્ડ કુરિયર પાર્ટનર દ્વારા યુએસએ, યુકે, ઑસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સહિતના વિવિધ દેશોમાં આંતરરાષ્ટ્રીય કુરિયર્સની પ્રક્રિયા કરી રહ્યું છે. SVPIA વિશ્વ- સ્તરીય કાર્ગો હેન્ડલિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતું એક ઈન્ટિગ્રેટેડ કાર્ગો ટર્મિનલ (ICT) પણ વિકસાવી રહ્યું છે.

SVPIA પેસેન્જર ટ્રાફિક અને કાર્ગો સંખ્યા એરપોર્ટની અવિરત વૃદ્ધિ સાથે મુસાફરો અને તેના વ્યવસાયિક ભાગીદારોની સેવાઓમાં વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. SVPIA સીમલેસ અને વર્લ્ડ-ક્લાસ હોસ્પિટાલિટી, દેશભરમાં જોડાણો અને સલામતી અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવા પ્રતિબદ્ધ છે.

આ પણ વાંચો : દેશમાં 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને લઇ ભાજપે અપનાવી નવી રણનીતિ

Tags :
adaniBusinessGujaratmarketingpassenger trafficSardar patel Stadium
Next Article