Tharad: ધૂળ ખાઈ રહ્યો છે વિધાર્થિઓનો હક, શા માટે ગરીબ બાળકીઓને સાયકલથી વંચિત રખાઈ?
- કાટ ખાઈ રહી છે એક હજારથી વધુ સાઇકલો
- છેલ્લા 6 મહિનાથી સાઇકલો ધુળ ખાઈ રહી છે બાળકોની સાયકલો
- થરાદ તાલુકાની વિધાર્થિનીઓ સાઇકલ વિતરણથી રહી વંચિત
Tharad: થરાદની આદર્શ નિવાસી શાળામાં એક હજારથી વધુ સાઇકલ કાટ ખાઈ રહી છે. આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ છે. આ સાઇકલો જે 2023ના શાળા પ્રવેશોત્સવ દરમિયાન વિતરિત થવા માટે તૈયાર કરવામાં આવી હતી. પરંતુ હવે લગભગ 6 મહિનાથી ધૂળ ખાઈ રહી છે આ સાઇકલોને ખૂલ્લા મેદાનમાં રાખવામાં આવી છે. આ સાયકલોને જાતો એવું લાગી રહ્યું છે કે, હવે તે કોઈ કામની નથી.
આ પણ વાંચો: Gandhinagar: આંદોલન પર ઉતર્યા વિદ્યાસહાયકોના ઉમેદવારો, જગ્યા વધારવા કરી રહ્યાં છે માંગ
સાઇકલ્સ પર કરોડો રૂપિયાનો ખર્ચ થયો પરંતુ...
થરાદ તાલુકાના વિધાર્થીઓ,ખાસ કરીને ગરીબ પરિવારોના બાળકો, આ સાઇકલ વિતરણથી વંચિત રહી ગયા છે. આ સાઇકલ્સ પર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ હાલ તો આ સાયકલો ધૂળ ખાઈ રહીં છે. જે સાયકલો વિદ્યાર્થીઓ માટે હતી તે કચરાનો ઢગ બની ગયો છે. આખરે આવું શા માટે? કેમ આ સાયકલોનું વિદ્યાર્થીઓમાં વિતરણ ના કરવામાં આવ્યું?
કયા જિલ્લામાં સાયકલો આપવાની બાકી? | |||
જિલ્લો | સાઈકલ ઓર્ડર | કેટલી અપાઈ | કેટલી બાકી |
દાહોદ | 13219 | 0 | 13219 |
બનાસકાંઠા | 11308 | 582 | 10726 |
ભાવનગર | 9698 | 718 | 8980 |
આણંદ | 8945 | 79 | 8866 |
અમદાવાદ | 9032 | 549 | 8483 |
ગુજરાત | 1,69,812 | 12045 | 1,57,767 |
આ પણ વાંચો: થલતેજ ટાઇટેનિયમ બિલ્ડિંગમાં લાગી આગ, ફાયર વિભાગની 20 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી
વિદ્યાર્થિનીઓ સાયકલથી વંચિત રહી તેના માટે કોણ જવાબદાર?
થરાદ તાલુકાની વિધાર્થિનીઓ સાઇકલ વિતરણથી વંચિત રહીં ગઈ તેના માટે કોણ જવાબદાર રહેશે? શું તંત્ર પાસે આનો કોઈ જવાબ છે ખરા? પ્રશ્ન તો એ છે, સાયકલોને પડી કેમ રાખવામાં આવી? આ પ્રશ્નોને લઈને સમાજમાં અનેક ચિંતાઓ સર્જાઈ રહી છે, ખાસ કરીને ગરીબ કન્યાઓ માટે, જેમણે આ સહાયથી તેમના ભવિષ્યમાં પ્રગતિની આશા રાખી હતી. ગરીબો સાથે વારંવાર અન્યાય થતો આવ્યો છે અને હવે ગરીબ બાળકો સાથે પણ આવું જ થયું છે. આ માટે કોણ જવાબદાર રહેશે? શા માટે ગરીબ બાળકોને તેના હકથી વંચિત રાખવામાં આવ્યાં?
આ પણ વાંચો: Rajkot સિટી બસમાં દારૂ પીવાની પરવાનગી છે? નશામાં ખેલ કરતો જોવા મળ્યો બસ કંડક્ટર, Video Viral