ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Tharad: ધૂળ ખાઈ રહ્યો છે વિધાર્થિઓનો હક, શા માટે ગરીબ બાળકીઓને સાયકલથી વંચિત રખાઈ?

Tharad: જે સાયકલો 2023ના શાળા પ્રવેશોત્સવ દરમિયાન વિતરિત થવા માટે તૈયાર કરવામાં આવી હતી. તે હવે છેલ્લા 6 મહિનાથી ધૂળ ખાઈ રહી છે
12:28 PM Dec 24, 2024 IST | VIMAL PRAJAPATI
Tharad: જે સાયકલો 2023ના શાળા પ્રવેશોત્સવ દરમિયાન વિતરિત થવા માટે તૈયાર કરવામાં આવી હતી. તે હવે છેલ્લા 6 મહિનાથી ધૂળ ખાઈ રહી છે
Tharad
  1. કાટ ખાઈ રહી છે એક હજારથી વધુ સાઇકલો
  2. છેલ્લા 6 મહિનાથી સાઇકલો ધુળ ખાઈ રહી છે બાળકોની સાયકલો
  3. થરાદ તાલુકાની વિધાર્થિનીઓ સાઇકલ વિતરણથી રહી વંચિત

Tharad: થરાદની આદર્શ નિવાસી શાળામાં એક હજારથી વધુ સાઇકલ કાટ ખાઈ રહી છે. આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ છે. આ સાઇકલો જે 2023ના શાળા પ્રવેશોત્સવ દરમિયાન વિતરિત થવા માટે તૈયાર કરવામાં આવી હતી. પરંતુ હવે લગભગ 6 મહિનાથી ધૂળ ખાઈ રહી છે આ સાઇકલોને ખૂલ્લા મેદાનમાં રાખવામાં આવી છે. આ સાયકલોને જાતો એવું લાગી રહ્યું છે કે, હવે તે કોઈ કામની નથી.

આ પણ વાંચો: Gandhinagar: આંદોલન પર ઉતર્યા વિદ્યાસહાયકોના ઉમેદવારો, જગ્યા વધારવા કરી રહ્યાં છે માંગ

સાઇકલ્સ પર કરોડો રૂપિયાનો ખર્ચ થયો પરંતુ...

થરાદ તાલુકાના વિધાર્થીઓ,ખાસ કરીને ગરીબ પરિવારોના બાળકો, આ સાઇકલ વિતરણથી વંચિત રહી ગયા છે. આ સાઇકલ્સ પર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ હાલ તો આ સાયકલો ધૂળ ખાઈ રહીં છે. જે સાયકલો વિદ્યાર્થીઓ માટે હતી તે કચરાનો ઢગ બની ગયો છે. આખરે આવું શા માટે? કેમ આ સાયકલોનું વિદ્યાર્થીઓમાં વિતરણ ના કરવામાં આવ્યું?

કયા જિલ્લામાં સાયકલો આપવાની બાકી?
જિલ્લોસાઈકલ ઓર્ડરકેટલી અપાઈકેટલી બાકી
દાહોદ13219013219
બનાસકાંઠા1130858210726
ભાવનગર96987188980
આણંદ8945798866
અમદાવાદ90325498483
ગુજરાત1,69,812120451,57,767

આ પણ વાંચો: થલતેજ ટાઇટેનિયમ બિલ્ડિંગમાં લાગી આગ, ફાયર વિભાગની 20 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી

વિદ્યાર્થિનીઓ સાયકલથી વંચિત રહી તેના માટે કોણ જવાબદાર?

થરાદ તાલુકાની વિધાર્થિનીઓ સાઇકલ વિતરણથી વંચિત રહીં ગઈ તેના માટે કોણ જવાબદાર રહેશે? શું તંત્ર પાસે આનો કોઈ જવાબ છે ખરા? પ્રશ્ન તો એ છે, સાયકલોને પડી કેમ રાખવામાં આવી? આ પ્રશ્નોને લઈને સમાજમાં અનેક ચિંતાઓ સર્જાઈ રહી છે, ખાસ કરીને ગરીબ કન્યાઓ માટે, જેમણે આ સહાયથી તેમના ભવિષ્યમાં પ્રગતિની આશા રાખી હતી. ગરીબો સાથે વારંવાર અન્યાય થતો આવ્યો છે અને હવે ગરીબ બાળકો સાથે પણ આવું જ થયું છે. આ માટે કોણ જવાબદાર રહેશે? શા માટે ગરીબ બાળકોને તેના હકથી વંચિત રાખવામાં આવ્યાં?

આ પણ વાંચો: Rajkot સિટી બસમાં દારૂ પીવાની પરવાનગી છે? નશામાં ખેલ કરતો જોવા મળ્યો બસ કંડક્ટર, Video Viral

Tags :
1000 CyclesAdarsh ​​Nivasi SchoolAdarsh ​​Nivasi School TharadbanaskanathaBanaskantha NewsCyclesGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujaratio Top NewsSaraswati Sadhana YojanaSaraswati sadhana yojana 2023School Entrance Festival 2023TharadTop Gujarati News
Next Article