Deendayal Upaddhyay: જ્યારે અટલજી (Atalji) નારાજ થઈ ગયા, ત્યારે પં. દીનદયાલ ઉપાધ્યાયે શું કર્યું?
. સંઘમાંથી જનસંઘમાં મોકલવામાં આવ્યા હતા Pandit Deendayal Upadhyay ને
. અટલજી (Atalji) પણ સંઘમાંથી જનસંઘમાં જઈને રાજકીય જાગૃત્તિનું કરી રહ્યા હતા કાર્ય
. અટલજી જ્યારે નારાજ થયા હતા, ત્યારે પં. દીનદયાલજી (Pandit Deendayalji) એ સ્થિતિ સંભાળી હતી
આનંદ શુક્લ: પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી (Pandit Deendayal Upaddhyay) એક અનોખું વ્યક્તિત્વ હતું. ભારતીય જનસંઘ (Bharatiya Jansangh) માં મહામંત્રી અને અધ્યક્ષ પદે પહોંચનારા પં. દીનદયાલજી (Pandit Deendayal) એક કુશળ સંગઠક હતા અને એટલે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (Rashtriya Swayamsevak Sangh) ના દ્વિતિય સરસંઘચાલક પ. પૂ. શ્રી ગુરુજી (Sri Guruji) એ તેમને ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી (Dr. Shyamaprashad Mukherjee) સાથે રાજકીય ક્ષેત્રમાં કામગીરી કરવા માટે સંઘ (Sangh) માંથી જનસંઘમાં મોકલ્યા હતા.
ખૂબ સાદું જીવન અને કાર્યકર્તાઓ માટે પ્રેરક જીવન જીવી જનારા પં. દીનદયાલ ઉપાધ્યાય આજે પણ અનેક કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત છે. આ શા માટે છે, તેનું કારણ તેમની સંગઠક તરીકેની જન્મજાત આવડત સાથે જોડાયેલું છે.
આ પણ વાંચો: Atal: "સરકારે આયેંગી, જાયેંગી મગર યે દેશ....."
.... જ્યારે અટલજી (Atalji) થયા નારાજ
જનસંઘ (Jansangh) ના જ તેમના એક સમયના સાથીદાર રામદાસ કલસકરજી (Ramdas Kalaskarji) એ અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee) જ્યારે જનસંઘનું કામ કરવા માટે પ્રવાસ કરતાં હતા અને તે વખતે તેઓ જ્યારે કોઈ વાતથી નારાજ થઈને આગળનો પ્રવાસ નહીં કરવાની વાત કરવા લાગ્યા, ત્યારે પંડિત દીનદયાલજી દ્વારા અપનાવાયેલું વલણ કેવું હતું તેના વિશે લખ્યું છે.
રામદાસ કલસકર (Ramdas Kalaskar) લખે છે કે પંજાબનો પ્રવાસ પૂર્ણ કરીને અટલજી દિલ્હી પાછા ફર્યાહતા. ખબર નહીં, કદાચ પ્રવાસમાં તેમને કોઈ કષ્ટ થયું હતું અથવા કાર્યકર્તાઓએ તેમને વધારે હેરાન કર્યા હતા, જેનાથી અટલજી જ્યારે આવ્યા ત્યારે ખિજાયેલા હતા. છૂટીને તેમણે ઘોષિત કરી દીધું- બસ બહું થયું. આગળનો પ્રવાસ રદ્દ. હું ક્યાંય જવાનો નથી. ("पंजाब का दौरा पूर्ण कर अटल जी दिल्ली लौटे थे. पता नहीं, शायद प्रवास में उन्हें कोई कष्ट हुआ था या कार्यकर्ताओं ने उन्हें अधिक तंग किया था, जिससे अटलजी जब आये तो कुछ झल्लाये हुए थे. छूटते ही उन्होंने घोषित कर दिया- "बस, बहुत हुआ. आगे का प्रवास रद्द. मैंने कहीं आना-जाना नहीं है.")
(સંદર્ભ : પૃષ્ઠ ક્રમાંક- 15, पं. दीनदयाल उपाध्याय विचार-दर्शन खंड-7 व्यक्ति दर्शन, લેખક- વિશ્વનાથ નારાયણ દેવધર, અનુવાદક- મોરેશ્વર તપસ્વી, સુરુચિ પબ્લિકેશન્સ, નવી દિલ્હી, પ્રથમ આવૃત્તિ- ફેબ્રુઆરી 11, 1987)
આ પણ વાંચો: લોકશાહી અંધારામાં નહીં અજવાળામાં મરે તેવા યુગના સંકેત! અવાજ ઉંચા-સવાલ ઓછાં
અટલજીએ કરેલી ઘોષણાથી વાતાવરણ બેહદ ગંભીર થઈ ગયું. આ સમયગાળો એવો હતો કે જ્યારે ભારતીય જનસંઘના કામની શરૂઆત જ હતી અને સંઘમાં પં. દીનદયાલ ઉપાધ્યાય સાથે અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee) અને નાનાજી દેશમુખ (Nanaji Deshmukh) સહીતના ઘણાં કાર્યકર્તાઓ જનસંઘનું કામ ઉભું કરવા માટે દેશભરમાં પ્રવાસ કરીને ભારતીયતા નિષ્ઠ રાજનીતિના વિકલ્પ તરીકે જનતામાં જાગરૂકતા ઉભી કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા હતા. પરંતુ યુવા અટલનો આક્રોશ સ્વાભાવિકપણે વાતાવરણને ગંભીર પણ બનાવે અને જનસંઘના નીતિનિર્ધારકો માટે ચિંતા અને ચિંતનની પણ સ્થિતિ પેદા થાય. સૌની નજર ત્યારે પં. દીનદયાલ ઉપાધ્યાયજીની પ્રતિક્રિયા પર મંડાયેલી હતી. છવાયેલી શાંતિને તોડતા દીનદયાજીએ અટલજીને સંબોધિત કરીને કહ્યુ- સારું ભાઈ, પહેલા સ્નાન તો કરી લો, પછી જોઈએ શું કરવું છે. ("अच्छा भाई, आप पहले स्नान तो कर लीजिए, फिर देखेंगे क्यां करना है.")
(સંદર્ભ : પૃષ્ઠ ક્રમાંક- 16, पं. दीनदयाल उपाध्याय विचार-दर्शन खंड-7 व्यक्ति दर्शन, લેખક- વિશ્વનાથ નારાયણ દેવધર, અનુવાદક- મોરેશ્વર તપસ્વી, સુરુચિ પબ્લિકેશન્સ, નવી દિલ્હી, પ્રથમ આવૃત્તિ- ફેબ્રુઆરી 11, 1987)
અટલજીએ પ્રવાસ ચાલુ રાખ્યો
અટલજી (Atalji) સ્નાન કરવા માટે ચાલ્યા ગયા. તેમના સ્નાન કરીને આવવા સુધીમાં આ બાજુ દીનદયાલજી (Deendayalji) એ ખુદ રોટલીઓ અને દાળ-શાકભાજી બનાવી લીધા અને અટલજીને આગ્રહપૂર્વક જમાડયા. ભોજન બાદ અટલજી આપોઆપ આગળના પ્રવાસ માટે નીકળી ગયા. દીનદયાલજીને અટલજીને કંઈપણ કહેવાની જરૂર પડી નથી.
એક સંગઠક તરીકે દીનદયાલજીની કુશળતા અને એક કાર્યકર્તા તરીકેની અટલજીની પરિપક્વતાએ એક એવું ઉદાહરણ રજૂ કર્યું કે જેનાથી સંગઠનના કાર્યકર્તાઓ અને વરિષ્ઠો માટે આજે પણ પ્રેરણારૂપ છે. પં. દીનદયાલ ઉપાધ્યાયજીનું સમય પહેલા નિધન એક મોટી રાજકીય ખોટ હતી. પરંતુ અટલ બિહારી વાજપેયીએ જનસંઘમાંથી બનેલી ભારતીય જનતા પાર્ટીનું સબળ નેતૃત્વ કરીને 1996માં 13 દિવસ, 1998માં 13 માસ અને 1999માં આખી ટર્મ માટે ભારતના વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee) ભારતરત્ન (Bharat Ratna) થી પણ સમ્માનિત થયા છે.
આ પણ વાંચો: ડૉ. કલામથી પહેલા વાજપેયીને રાષ્ટ્રપતિ બનાવવાનો હતો પ્લાન, અડવાણી PM બનત: પણ ગેમ પલટાઈ


