ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સિનિયર IPS અધિકારીઓની આતુરતાનો આવશે અંત, જાણો ક્યારે થશે IPS અધિકારીઓની બદલી

છેલ્લા ધણાં દિવસોથી પોલીસ તંત્રમાં બદલીઓની અટકળો પર ગમે તે સમયે અંત આવી શકે છે. રાજ્યનાં ગૃહ વિભાગે બે ડઝન જેટલા IPS અધિકારીઓની બદલીની તૈયારીઓને આખરી ઓપ આપી દિધો છે. હાલમાં જ રાજ્યનાં 77 જેટલા IPS અધિકારીઓને બદલીઓ ગૃહવિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં અનેક જિલ્લાનાં SP અને શહેરોનાં DCP કક્ષાનાં અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. ત્યારે IG કક્ષાનાં અધિકારીઓની બદલીઓ અટવાઈ જતા ચર્ચાનો વિષય બà
06:28 AM May 04, 2022 IST | Vipul Pandya
છેલ્લા ધણાં દિવસોથી પોલીસ તંત્રમાં બદલીઓની અટકળો પર ગમે તે સમયે અંત આવી શકે છે. રાજ્યનાં ગૃહ વિભાગે બે ડઝન જેટલા IPS અધિકારીઓની બદલીની તૈયારીઓને આખરી ઓપ આપી દિધો છે. હાલમાં જ રાજ્યનાં 77 જેટલા IPS અધિકારીઓને બદલીઓ ગૃહવિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં અનેક જિલ્લાનાં SP અને શહેરોનાં DCP કક્ષાનાં અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. ત્યારે IG કક્ષાનાં અધિકારીઓની બદલીઓ અટવાઈ જતા ચર્ચાનો વિષય બà
છેલ્લા ધણાં દિવસોથી પોલીસ તંત્રમાં બદલીઓની અટકળો પર ગમે તે સમયે અંત આવી શકે છે. રાજ્યનાં ગૃહ વિભાગે બે ડઝન જેટલા IPS અધિકારીઓની બદલીની તૈયારીઓને આખરી ઓપ આપી દિધો છે. હાલમાં જ રાજ્યનાં 77 જેટલા IPS અધિકારીઓને બદલીઓ ગૃહવિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં અનેક જિલ્લાનાં SP અને શહેરોનાં DCP કક્ષાનાં અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. ત્યારે IG કક્ષાનાં અધિકારીઓની બદલીઓ અટવાઈ જતા ચર્ચાનો વિષય બન્યો છે.
રાજકોટને મળશે નવા પોલીસ કમિશનર, વડોદરા રેન્જને મળશે નવા IG રાજકોટનાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલી કરવામાં આવતા લાંબા સમયથી રાજકોટ પોલીસ કમિશનરની જગ્યા ચાર્જમાં ચાલી રહી છે. તેવામાં રાજકોટ શહેરને નવા પોલીસ કમિશનર ટૂંક સમયમાં મળશે. વડોદરા રેન્જનાં IG નિવૃથ થયા બાદ તે જગ્યા પણ ચાર્જમાં ચાલી રહી છે.  વડોદરાનાં રેન્જ IG તરીકે સિનિયર IPS અધિકારીને મૂકવામાં આવશે. મહત્વનું છે કે ગત શનિવારે ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ચીફ પ્રિન્સીપાલ સેક્રેટરી કે.કૈલાશનાથન, ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે બેઠક યોજી હતી. જે બાદથી પોલીસ તંત્રની બદલીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે.
ગુજરાતની 9 રેન્જમાંથી 4 થી 5 રેન્જ IGની થશે બદલી
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, ગાંધીનગર, જુનાગઢ, બોર્ડર રેન્જ IGની પોસ્ટમાંથી અમદાવાદ અને ગાંધીનગર સિવાયની અનેક રેન્જમાં નવા IG મળશે. રાજકોટ રેન્જ IG સંદિપસિંગને લાંબો સમયગાળો એક જ જગ્યાએ થતા તેઓની બદલી નિશ્ચીત માનવામાં આવી રહી છે. તેવામાં રાજકોટ રેન્જનાં નવા IG અશોક યાદવ અથવા પ્રેમવીસસિંગને બનાવવામાં આવી શકે છે. રાજકોટ રેન્જનાં IG સંદિપસિંગને વડોદરા રેન્જનાં IG બનાવવામાં આવે તેવી શક્યતાઓ છે.
અમદાવાદ શહેર ક્રાઈમબ્રાંચનાં જોઈન્ટ પોલીસ કમિશનર પ્રેમવીરસિંહની બદલી થવાની શક્યતાઓ છે. તેવામાં તેઓની જગ્યાએ અમદાવાદનાં  સેક્ટર 1નાં જોઈન્ટ પોલીસ કમિશનર રાજેન્દ્ર અસારીને મૂકવામાં આવે તેવી શક્યતાઓ છે. સાથે જ અમદાવાદ, વડોદરા, સુરત સહિતનાં શહેરોમાં લાંબા સમયથી કાર્યરત અમુક DCPની પણ બદલી થઈ શકે છે. સાથે જ વાત કરવામાં આવે તો અમદાવાદનાં સેક્ટર 2નાં જોઈન્ટ પોલીસ કમિશનર ગૌતમ પરમાર, ટ્રાફિકનાં જેસીપી મયંકસિંહ ચાવડા, એડમીન JCP અજયકુમાર ચૌધરી સહિતનાં IG કક્ષાનાં અધિકારીઓની બદલીઓ થવાની શક્યતાઓ છે. જેમાં હાલમાં ગાંધીઆશ્રમનાં પ્રોજેકટમાં સિંહ ફાળો ભજવી રહેતા સેક્ટર 2 JCP ગૌતમ પરમારને અમદાવાદનાં સેક્ટર 1 JPC અથવા તો ટ્રાફિક JCP તરીકે બદલી થવાની સંભાવના છે.
એક તરફ ડીજીપીનો કાર્યકાળ જુલાઈ સુધી લંબાવવામાં આવ્યો છે, ત્યારે બીજી બાજુ રાજ્યના નવા મુખ્ય સચિવની પસંદગીની પણ ચર્ચાઓ ચાલી રહી છે. મહત્વનું છે કે ચૂંટણીને આડે હવે ગણતરીનાં મહિનાઓ જ બાકી રહી ગયા છે તેવામાં રાજ્યનાં ગૃહ વિભાગે 3 વર્ષ અથવા તો તેનાં કરતા વધુ સમયથી એક જ પોસ્ટ પર ફરજ બજાવતા સિનિયર IPS અધિકારીઓની બદલીઓ કરવાની ગતિવીધી તેજ કરતા આ સપ્તાહનાં અંત સુધીમાં બદલીઓ આવે તેવી પુરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. 
Tags :
DcpGujaratGujaratFirstIGIPSipstransferipstransferGujaratJCPSP
Next Article