જ્યારે દેવકાંત બરુઆ (Devkant Barooah) એ ઈન્દિરા ગાંધી પાસે PM ની ખુરશી માંગી! જાણો 1975ના એ રોમાંચક કિસ્સાની વિગતો
. ઈન્દિરા ગાંધી (Indira Gandhi) વિરુદ્ધ અલ્હાબાદ હાઈકોર્ટનો 1971ની ચૂંટણીને લઈને ચુકાદો
. ઈન્દિરા ગાંધી વિરુદ્ધ ચુકાદો આવ્યા બાદ 12 જૂને કૉંગ્રેસના નેતાઓની થઈ બેઠક
. બેઠકમાં ઈન્દિરા ગાંધીના રાજીનામા બાદ દેવકાંત બરુઆના પ્રસ્તાવે સૌને ચોંકાવ્યા
આનંદ શુક્લ: 12 જૂન, 1975નો દિવસ હતો. અલ્હાબાદ હાઈકોર્ટ (Allahbad High Cpurt) ના ન્યાયાધીશ જસ્ટિસ જગમોહન સિંહા (Justice Jagmohan Sinha) એ જે આદેશ આપ્યો, તે દેશના લોકતાંત્રિક ઈતિહાસના સૌથી બેબાક આદેશોમાંનો એક હતો. જસ્ટિસ જગમોહન સિંહા (Justice Jagmohan Sinha) એ દેશના તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી (Indira Gandhi) કે જેઓ પોતાની સત્તાના સર્વોચ્ચ શિખર પર સૌથી શક્તિશાળી વ્યક્તિ તરીકે વિરાજમાન હતા, તેમની 1971ની લોકસભાની ચૂંટણીને ગેરબંધારણીય ગણાવી હતી અને તેમણે અયોગ્ય સાધનોનો ઉપયોગ કરીને જીત પ્રાપ્ત કરી હોવાનું પોતાના આદેશમાં જણાવ્યું હતું.
શું હતા આરોપ?
1971ની લોકસભાની ચૂંટણીમાં ઈન્દિરા ગાંધી (Indira Gandhi) રાયબરેલી (raebareli) બેઠક પરથી રાજનારાયણ (Rajnarayan) સામે જીતી ગયા હતા. પરંતુ ચૂંટણી પરિણામો બાદ રાજનારાયણે (Rajnarayan) પોતાની ચૂંટણી અરજીમાં આરોપ લગાવ્યો હતો કે ઈન્દિરા ગાંધીએ પોતાની જીત નિર્ધારીત કરવા માટે એક વ્યક્તિને 50 હજાર રૂપિયાની લાંચ આપીને ચૂંટણી લડાવી હતી. જેથી તે વ્યક્તિ જીતનારા ઉમેદવારના વોટ કાપી શકે. રાજનારાયણનો બીજો આરોપ હતો કે શ્રીમતી ગાંધીએ સેનાના વિમાનનો દુરુપયોગ કર્યો છે અને લોકોને ખોટી રીતે પોતાની તરફ વાળવાની કોશિશ કરી છે.
આ પણ વાંચો: લોકશાહી અંધારામાં નહીં અજવાળામાં મરે તેવા યુગના સંકેત! અવાજ ઉંચા-સવાલ ઓછાં
આ આરોપો પર અલ્હાબાદ હાઈકોર્ટમાં કેસ ચાલ્યો અને ત્યારે સંબંધિત ન્યાયાધીશ જગમોહન સિંહા (Justice Jagmohan Sinha) પર અયોગ્ય પ્રભાવ નાખવાની કોશિશ કરવામાં આવી હતી. કોંગ્રેસના એક સાંસદની આને લઈને ડ્યૂટી લગાવી દેવાઈ હતી કે તે આ જજના ઘરે દરરોજ જઈને ઈન્દિરા ગાંધીની તરફેણમાં ચુકાદો આપવા માટે દબાણ બનાવતા રહે. જજને એવો સંદેશ પણ મોકલાયો હતો કે તેમને પ્રમોશન આપીને સુપ્રીમ કોર્ટના જજ બનાવી દેવામાં આવશે. આ તમામ દબાણ, પ્રલોભનો વચ્ચે જસ્ટિસ જગમોહન સિંહે (Justice Jagmohan Sinha) દેશના સૌથી શક્તિશાળી વ્યક્તિની વિરુદ્ધ આદેશ આપ્યો હતો.
વિપક્ષી દળો થયા એકજૂટ
આ આદેશ બાદ દેશના તત્કાલિન વિપક્ષી દળો જયપ્રકાશ નારાયણ (Jayprakash Narayan) જેવા નેતાઓના નેતૃત્વમાં એકજૂટ થઈ ગયા. તેમના નેતૃત્વથી ઈન્દિરા ગાંધીને રાજકીય ડર પણ લાગવા લાગ્યો હતો. જનમત ઝડપથી ઈન્દિરા ગાંધીથી દૂર ખસી રહ્યો હતો.
આ પણ વાંચો: Hindu Security Crisis: હિંદુઓની અસુરક્ષા ડેમોગ્રાફિક નહીં, પણ ખોટી રાજનીતિનો મામલો
ઈન્દિરા ગાંધી (Indira Gandhi) એ બોલાવી બેઠક
12 જૂન, 1975ના દિવસે ઈન્દિરા ગાંધી (Indira Gandhi) ના નિવાસસ્થાને એક વિશેષ બેઠકમાં કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત હતા. કૉંગ્રેસના તત્કાલિન અધ્યક્ષ દેવકાંત બરુઆ (Devkant Barooah) ખૂબ સક્રિય દેખાઈ રહ્યા હતા. પશ્ચિમ બંગાળના તત્કાલિન મુખ્યમંત્રી સિદ્ધાર્થ શંકર રે (Siddhartha Shankar Ray) અને હરિયાણાના તત્કાલિન મુખ્યમંત્રી બંસીલાલ (Bansi lal) પણ ત્યાં હજાર હતા. તમામ નેતાઓ ઈન્દિરા ગાંધીની વાતને ધ્યાનથી સાંભળી રહ્યા હતા. ઈન્દિરા ગાંધીએ રાજીનામું આપવાનું નક્કી કરી નાખ્યં હતું.
પરંતુ સિદ્ધાર્થ શંકર રે તો 6 માસથી દેશમાં કટોકટી (Emergency) લગાવીને સત્તા ટકાવવાની સલાહ આપતા રહ્યા હતા. તો ઈન્દિરા ગાંધીને તેમના નજીકના નેતાઓ દેશમાં રાષ્ટ્રપતિ શાસન પ્રણાલી લાગુ કરવાની સલાહ આપી રહ્યા હતા. પી. એન. હક્સર (P.N.Hakshar) નામના એક અધિકારીએતો તેમને દેશમાં પ્રશાસનિક અધિકારીઓના માધ્યમથી શાસન ચલાવવાની સલાહ આપીને દેશમાં ચૂંટણી કરાવવી કોઈપણ રીતે યોગ્ય નહીં હોવાનું જણાવયું હતું.
આ પણ વાંચો: સરદાર પટેલે સમુદ્રની અંજલિ લઈને કરી ભીષ્મ પ્રતિજ્ઞા, નહેરુના વિરોધ વચ્ચે થયું સોમનાથ મંદિરનું પુનર્નિમાણ
દેવકાંત બરુઆ (Devkant Barooah) એ મૂક્યો ખુદને વડાપ્રધાન બનાવવાનો પ્રસ્તાવ!
કોંગ્રેસના તત્કાલિન અધ્યક્ષ દેવકાંત બરુઆ (Devkant Barooah) એ તો 12 જૂનની બેઠકમાં ઈન્દિરા ગાંધી સમક્ષ પ્રસ્તાવ જ મૂક્યો કે તમે પદ પરથી રાજીનામું આપો તો તેના પછીના થોડા સમયગાળા માટે મને દેશના વડાપ્રધાન બનાવી દો. આ દરમિયાન મારુતિ ઉદ્યોગમાં વ્યસ્ત ઈન્દિરા ગાંધીના નાના પુત્ર સંજય ગાંધી (Sanjay Gandhi) બેઠકમાં પ્રવેશ્યા. તેમણે દેવકાંત બરુઆ (Devkant Barooah) ની વાત સાંભળી અને ઈન્દિરા ગાંધી (Indira Gandhi) ને અલગ કક્ષમાં બોલાવીને તેમને કહ્યુ કે વડાપ્રધાન પદેથી રાજીનામું આપવાની જરૂર નથી. તેમણે દેવકાંત બરુઆ (Devkant Barooah) ની વાત પર વિશ્વાસ નહીં કરવાની વાત પણ પોતાની માતા ઈન્દિરા ગાંધીને કરી હતી. તેમણે કહ્યુ હતુ કે એકવાર દેવકાંત બરુઆ વડાપ્રધાન બની જશે, તો તે તમને ક્યારેય સત્તામાં પાછા નહીં ફરવા દે. ઈન્દિરા ગાંધી આખી વાત સમજી ગયા.
દેવકાંત બરુઆ (Devkant Barooah) ની "ચમચાગીરી"
સંજય ગાંધીએ ઈન્દિરા ગાંધીને શું કહ્યુ હશે, તે દેવકાંત બરુઆ (Devkant Barooah) સમજી ગયા હતા. તેથી તેમણે ઈન્દિરા ગાંધી (Indira Gandhi) પ્રત્યે પોતાની વફાદારી સાબિત કરવા માટેની કોશિશના ભાગરૂપે "Indira Is India and India is Indira" ("ઈન્દિરા ભારત છે અને ભારત ઈન્દિરા છે") જેવું સૂત્ર પોતાના ભાષણમાં આપ્યું હતું. ત્યારે તે સમયના તમામ કોંગ્રેસી નેતાઓએ તેમાં સાદ પણ પુરાવ્યો હતો. આ દેવકાંત બરુઆને ભાજપના વરિષ્ઠ નેતા અને દેશના ત્રણ વખત વડાપ્રધાન બનેલા અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee) એ પોતાની એક કવિતામાં 'ચમચાઓના સરતાજ' ગણાવ્યાહતા. સમય આવ્યે આ વફાદારીનો દમ ભરનાર નેતા ડી. દેવરાજ ઉર્સ (D. Devaraj Urs) સાથે કૉંગ્રેસ ઉર્સ (Congress-Urs) માં ચાલ્યો ગયો હતો.
આ પણ વાંચો: Iran Crisis: ઈરાન સંકટ વૈશ્વિક અગ્નિપરીક્ષા, 3 મહાસત્તાઓની રણભૂમિ મધ્ય-પૂર્વ સળગાવશે
ઈમરજન્સી (Emergency) : લોકશાહી (Democracy) નું ખૂન
આ તમામ ઘટનાક્રમ વચ્ચે સિદ્ધાર્થ શંકર રે (Siddhartha Shankar Ray) ની સાથે હરિયાણાના તત્કાલિન મુખ્યમંત્રી બંસીલાલે (Bansi lal) પણ કટોકટી લાગુ કરવાની ઈન્દિરા ગાંધીને સલાહ આપી અને હરિયાણાની જેલોમાં વિપક્ષ નેતાઓને ઠૂસી દેવાની સલાહ આપી. લગભગ એક લાખ જેટલા વિપક્ષી નેતાઓ, પત્રકારો, લેખકોને જેલોમાં નાખવામાં આવ્યા અને તેમની સાથે ક્રૂરતાથી વર્તાવ કરવામાં આવ્યો.
આ પણ વાંચો: Nehru ની લોકશાહીને સૈન્ય પ્રભાવથી દૂર રાખતી સમજે India માં 'Pakistan' જેવી સ્થિતિ ટાળી!


