Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

જ્યારે પંડિત દીનદયાલ ઉપાધ્યાયને રૌદ્રાવતાર ધારણ કરવો પડયો!, જાણો શું હતી ઘટના?

Pandit Deendayal Upadhyaya: પંડિત દીનદયાલ ઉપાધ્યાય અત્યંત શાંત અને સૌમ્ય સ્વભાવના હતા, પરંતુ એકવાર ટ્રેનમાં પોલીસકર્મીને બે ભિખારણ મહિલાઓ પર લાઠીચાર્જ કરતા જોઈ તેઓ ક્રોધિત થઈ ગયા. તેમણે પોલીસનો હાથ પકડી તેને અટકાવ્યો અને સ્પષ્ટ કર્યું કે અપરાધીને સજા કરવાનો અધિકાર ન્યાયાલયનો છે, પોલીસનો નહીં. ગરીબો અને વંચિતો પ્રત્યેની તેમની આ અનુકંપા જ તેમના 'અંત્યોદય' વિચારનું મૂળ છે
જ્યારે પંડિત દીનદયાલ ઉપાધ્યાયને રૌદ્રાવતાર ધારણ કરવો પડયો   જાણો શું હતી ઘટના
Advertisement

. શાંત સ્વભાવના પંડિતજીએ અસહાય મહિલાઓ પર થતા પોલીસ અત્યાચાર સામે રૌદ્રાવતાર ધારણ કર્યો
. પંડિતજી (Pandit Deendayal Upadhyaya) એ પોલીસને ભાન કરાવ્યું કે સજા આપવાનું કામ ન્યાયતંત્રનું છે
. ગરીબો-વંચિતો પ્રત્યેની અનુકંપા જ તેમના અંત્યોદય (Antyodaya) વિચારનું મૂળ છે

આનંદ શુક્લ: પંડિત દીનદયાલ ઉપાધ્યાય (Pandit Deendayal Upadhyaya) ભારતીય જનસંઘ (Bharatiya Jansangh) ના દિગ્ગજ નેતા હતા. તેઓ સંગઠન કાર્યમાં સરળતા, સાદગી અને અનુકંપા માટે કાર્યકર્તા અને જનતામાં વિખ્યાત હતા. આજની ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janta Party - BJP) ના નેતાઓ માટે પણ તેઓ પ્રેરણારૂપ છે. પંડિત દીનદયાલજી (Pandit Deendayal Upadhyaya) તેમના શાંત સ્વભાવ માટે પણ જાણીતા હતા. પરંતુ આ ઘટના એવી છે કે જેમાં તેમણે રૌદ્રાવતાર ધારણ કરી લીધો હતો. આ જોઈને તેમને ઓળખનારાઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

Advertisement

Advertisement

દિલ્હીથી મધ્યપ્રદેશ જતી વેળાની ઘટના...

ભારતીય જનસંઘને અનુલક્ષીએ કોઈ કામ માટે દિલ્હીથી પંડિત દીનદયાલ ઉપાધ્યાય (Pandit Deendayal Upadhyaya) અને યજ્ઞદત્ત શર્મા (Yagna Dutt Sharma) મધ્યપ્રદેશના કોઈ સ્થાન પર જઈ રહ્યા હતા. દિલ્હી સ્ટેશનથી બંને પોતાની ટ્રેનના કોચમાં ચઢયા અને ટ્રેન ઉપડવાની તૈયારીમાં જ હતી.

ત્યારે તેમના કોચમાં બે ભિખારણો ચઢી અને તેમની પાછળ-પાછળ પોલીસ પણ ચઢી. એક પોલીસકર્મીએ લાઠીથી આ ભિખારણોને માર મારવાનું શરૂ કર્યું. આ દ્રશ્ય જોઈને પંડિતજી પોતાની સીટ પરથી ઉભા થયા અને પોલીસકર્મીનો હાથ પકડીને તેને ભિખારણોને માર મારતો રોક્યો.

પંડિત દીનદયાલ ઉપાધ્યાયે આ પોલીસકર્મીને ક્હ્યુ કે આ બિચારીઓને શા માટે મારી રહ્યા છો? આ યોગ્ય નથી. પોલીસકર્મીએ કહ્યુકે આ ચોરી કરનારી મહિલાઓ છે, તેનાથી તમારા જેવા પ્રવાસીઓને જ મુશ્કેલી થાય છે. તમે ચુપચાપ તમારી જગ્યાએ જઈને બેસી જાવ અને મને મારું કામ કરવા દો.

આ પણ વાંચો : Deendayal Upaddhyay: જ્યારે અટલજી (Atalji) નારાજ થઈ ગયા, ત્યારે પં. દીનદયાલ ઉપાધ્યાયે શું કર્યું?

પંડિતજી (Pandit Deendayal Upadhyaya ) નું રૌદ્ર-સ્વરુપ

પોલીસકર્મીએ ભિખારણો સાથેનો દુર્વ્યવહાર ચાલુ રાખ્યું. પંડિતજીને ગુસ્સો આવ્યો અને તેમણે પોલીસકર્મીને ફરીથી કહ્યુ કે આ મહિલાઓ અપરાધી હોય તો ન્યાયાધીશ તેમને દંડ આપશે. તેમની આવી અમાનુષી રીતે માર મારવાનો તને કોઈ અધિકાર નથી. પંડિતજી આટલું કહીને થંભ્યા નહીં અને તેમણે ભિખારણોને માર મારનારા પોલીસકર્મીનો હાથ જોરથી પકડી લીધો.

તેમની સાથે પ્રવાસ કરી રહેલા યજ્ઞદત્ત શર્મા તો આ જોઈને આભા જ બની ગયા. વર્ષોથી તેઓ પંડિત દીનદયાલ ઉપાધ્યાય સાથે કામ કરતા હતા. પરંતુ તેમણે પંડિતજીનું આવું રૌદ્રસ્વરુપ પહેલા ક્યારેય જોયું ન હતું. ઉત્પીડિત સાધારણ માનવ માટે આ સીધા-સરળ વ્યક્તિને આવો રૌદ્રાવતાર ધારણ કરવો પડયો હતો. સ્વાભાવિકછે ગરીબો - શોષિતો - વંચિતો - દબાયેલા - કચડાયેલા લોકો માટેની આવી અનુકંપા ધરાવતું હ્રદયમાં જ અંત્યોદય (Antyodaya)  જેવી ભાવનાનો વિચાર ઉછરી શકે છે.

(સંદર્ભ: પૃષ્ઠ ક્રમાંક- પૃષ્ઠ ક્રમાંક-31,  पं. दीनदयाल उपाध्याय विचार-दर्शन खंड-7 व्यक्ति दर्शन, લેખક- વિશ્વનાથ નારાયણ દેવધર, અનુવાદક- મોરેશ્વર તપસ્વી, સુરુચિ પબ્લિકેશન્સ, નવી દિલ્હી, પ્રથમ આવૃત્તિ- ફેબ્રુઆરી 11, 1987)

આ પણ વાંચો : દીનદયાલ દ્રષ્ટિ દર્શન (Deendayal Drishti Darshan) : "કાર્યકર્તા નિર્જીવ નથી કે ચાહો ત્યાં ચોંટાડી દો"

Tags :
Advertisement

.

×