Future of TMC after Bengal Election 2026: હવે મમતા બેનર્જીની TMC નું શું થશે?
. ૨૦૨૧માં જે ભાજપ મુખ્ય વિપક્ષ હતો તે હવે ૨૦૬ બેઠકો સાથે સત્તા પક્ષ છે, જ્યારે TMC સત્તામાંથી વિપક્ષમાં આવી ગઈ છે
. ૭૧ વર્ષીય મમતા બેનર્જી હવે પહેલા જેવો સડક પર ઉતરીને સંઘર્ષ કરી શકશે કે કેમ ? સૌથી મોટો રાજકીય સવાલ
. સુવેન્દુ અધિકારીની ભવિષ્યવાણી અને ૨૯ સાંસદોના ગણિત વચ્ચે TMCના નેતાઓ ભાજપમાં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ છે
આનંદ શુક્લ (Anand Shukla) : પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી (West Bengal Assembly Election) માં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. તેની સાથે તૃણમૂલ કૉંગ્રેસ (Trunmool Congress) મુખ્ય વિપક્ષ તરીકે 81 બેઠકો પર જીત મેળવી છે. 2026ની વિધાનસભાની ચૂંટણીના પરિણામો 2021ની વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય વિપક્ષ હતો તે હવે સત્તાધારી પક્ષ અને સત્તાધારી પક્ષ હતો તે મુખ્ય વિપક્ષની ભૂમિકામાં છે.
બંગાળમાં BJP અને TMC ની કેવી રીતે બદલાઈ ભૂમિકા?
2021માં જ્યાં ભાજપને 77 બેઠકો મળી હતી અને મુખ્ય વિપક્ષ હતું, તે ભાજપ 2026માં 206 બેઠકો સાથે સત્તાધારી પક્ષ બન્યો છે.
2021માં ટીએમસી 214 બેઠકો સાથે સત્તાધારી પક્ષ હતો અને 2026માં ટીએમસી 81 બેઠકો સાથે મુખ્ય વિપક્ષ છે. આમ પશ્ચિમ બંગાળની જનતાએ પોતાના વોટિંગ પાવરથી ભાજપ અને ટીએમસીની ભૂમિકાઓ 2026માં બદલી નાખી છે.
#WATCH Kolkata, West Bengal: On the oath-taking ceremony, Union Minister Sukanta Majumdar says, "Right now, the discussion is still going on about the 9th (9th May). Let the party receive proper instructions..."
On the BJP's chief minister choice, he says, "In the BJP, the Chief… pic.twitter.com/H2hdX452w1
— ANI (@ANI) May 5, 2026
આ પણ વાંચો : "બધાં હિંદુ PM મોદીના પક્ષમાં એકજૂટ": Bengal ના ટ્રેન્ડ્સ પર સુવેંદુ અધિકારીની પ્રતિક્રિયા
Future of TMC after Bengal Election 2026: તૃણમૂલ કૉંગ્રેસનું શું થશે?
ભારતીય જનતા પાર્ટીના પુરોગામી ભારતીય જનસંઘના સંસ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી (Dr. Shyama Prashad Mukherjee) નું ગૃહ રાજ્ય પશ્ચિમ બંગાળ છે. તેથી ભાજપની પહેલીવાર અહીં મળેલી બમ્પર જીત એક ઐતિહાસિક ક્ષણ છે. ઘણાં આને ડૉ. મુખર્જીને શ્રદ્ધાંજલિ તરીકે પણ જોઈ રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટી બમ્પર જીત સાથે 9મી મેએ રાજ્યની પહેલી સરકાર બનાવવા જઈ રહ્યું છે.
પશ્ચિમ બંગાળમાં સીએએ - સર (SIR) અને બાંગ્લાદેશી ઘૂસણખોર (Bangladeshi Inflitators) મુખ્ય મુદ્દાઓ છે. આ સિવાય ત્યાંના પ્રવર્તમાન રાજકીય વાતાવરણને બદલવા માટે ભાજપે ઘણાં મોટા સંઘર્ષો કરવા પડશે.
મમતા બેનર્જી સડક પર ઉતરીને ઘણાં મુદ્દાઓ પર ભાજપની સરકારને પડકારશે.
2024માં ઓડિશા (Odisha) માં જીત મળ્યા બાદ ભાજપને ત્યાં બીજેડી (BJD) ના નવીન પટનાયક (Navin Patnaik) તરફથી આવો કોઈ પડકાર હજી સુધી મળ્યો નથી.
જો કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના પક્ષમાં તેમની ખુદની વય નથી. મમતા બેનર્જી હાલ 71 વર્ષના છે. તેથી માનવામાં આવે છે કે જેવી રીતે નંદીગ્રામ અને સિંગૂરમાં તેમણે આંદોલનો ચલાવીને ડાબેરીઓને બંગાળની સત્તામાંથી હટાવ્યા હતા, તેવો સંઘર્ષ તેમની વયના કારણે તેઓ વધુ ધારદાર રીતે કરી શકે તેમ નથી.
આ પણ વાંચો : ભારતમાં મુસ્લિમ તુષ્ટિકરણવાદી સેક્યુલર વોટબેંક પોલિટિક્સનો મૃત્યુઘંટ, રાજ્યોમાં ચાલ્યું નહીં Muslim Card
બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસમાં મમતા બેનર્જી પોતાના રાજકીય વારસદાર તરીકે ભત્રીજા અભિષેક બેનર્જી (Abhishek Benerjee) ને આગળ કરી રહ્યા છે. અભિષેક બેનર્જીની રાજકીય છબી મમતા બેનર્જી જેવી નથી.
બંગાળની રાજનીતિ (Politics Of Bengal) ના જાણકારોનું માનવું છે કે આવી સ્થિતિમાં ટીએમસીનું રાજકીય ભવિષ્ય અંધકારના વાદળોના અટવાય શકે છે. જીત ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ તો ટીએમસીના સમાપ્ત થવાની ભવિષ્યવાણી પણ કરી દીધી છે. ચૂંટણી દરમિયાન પણ એવી આશંકાઓ વ્યક્ત કરાઈ હતી કે ટીએમસીના 15 સાંસદો ભાજપના સંપર્કમાં છે. આના જવાબમાં ટીએમસીએ કહ્યું હતું કે ભાજપના સાંસદો મમતા બેનર્જીના સંપર્કમાં છે.
#WATCH | Haldia, West Bengal: BJP leader and winning candidate from Bhabanipur and Nandigram seat, Suvendu Adhikari says, "...This time I won the election with almost ten thousand votes. The Hindu people of Nandigram made me win again. There, the entire Muslim vote went to TMC...… pic.twitter.com/wzYew7d12Y
— ANI (@ANI) May 5, 2026
જો કે હકીકતમાં આ ચૂંટણી વખતે ભાજપની માઈન્ડ ગેમ (Mind Game) જ હતી. પણ હવે બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ 2021માં જે ભાજપના ધારાસભ્યો-કાર્યકર્તાઓ સાથે કરવાની કોશિશ થઈ હતી, તેવું ટીએમસી સાથે પણ થઈ શકે છે? પશ્ચિમ બંગાળમાં ડાબેરી નેતાઓ જ પાર્ટી છોડીને ગયા નથી. પણ કોંગ્રેસના નેતાઓ પાર્ટી છોડીને ટીએમસીમાં ગયા છે અને મમતા બેનર્જીની આખી પાર્ટી કોંગ્રેસના નેતાઓની બનેલી છે. ખુદ મમતા બેનર્જી પણ મૂળભૂત રીતે કૉંગ્રેસી છે. આવા સંજોગોમાં ભાજપ પશ્ચિમ બંગાળમાં વર્ષો સુધી સત્તામાં રહે તો બની શકે કે ટીએમસીના નેતા-કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ શકે.
2021માં ભાજપ 3 બેઠકો પરથી 77 બેઠકો પર પહોંચ્યું હતું. ત્યારે મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીમાં ભાજપના કેટલાક ધારાસભ્યો-કાર્યકર્તાઓ સામેલ થયા હતા. કંઈક આવી સ્થિતિ ભાજપના પશ્ચિમ બંગાળમાં સત્તામાં મજબૂતાઈથી ઉભી થઈ શકે છે.
આ પણ વાંચો : Saffron Politics in India: આખું ભારત કેસરી રંગે રંગાવાનું છે, પણ હિંદુઓએ રહેવું પડશે સાવધાન
લોકસભા (Loksabha) નું ગણિત
2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને નીચલા ગૃહમાં બહુમતી મળી નથી. આવા સંજોગોમાં ભાજપ આ લોકસભામાં પોતાના સાંસદોની સંખ્યા વધારીને તેને બહુમતી સુધી પહોંચાડવા માટે ઈચ્છી જ રહી હશે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની ટીએમસીના 29 સાંસદો છે. આવા સંજોગોમાં મુસ્લિમ બહુલ વિસ્તારોની લોકસભા બેઠકો સિવાયના ટીએમસીના સાંસદો જો ભાજપમાં જોડાઈ જાય કે નવી પાર્ટી બનાવીને ભાજપને ટેકો આપે, તો તેવા સંજોગોમાં ભાજપ નીચલા ગૃહમાં પોતાના સમર્થક સાંસદોની સંખ્યા વધારી શકે છે. જેનો ઉપયોગ 2029ની લોકસભા ચૂંટણીમાં બંગાળની બેઠકો પર ટીએમસીના સંપૂર્ણ ખાત્મા માટે પણ થઈ શકે છે.
આ પણ વાંચો : "બંગાળમાં મંત્રીમંડળ પહેલા જેહાદીઓનું લિસ્ટ બનાવો" : પૂર્વ RAW એજન્ટની BJP ને સલાહ


