Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

મહમૂદ ગઝનવીનો 'જેહાદનો વાયદો' હતો સોમનાથ મંદિરના ધ્વંસનું કારણ!

મહમૂદ ગઝનવીના ભારત પરના ૧૭ આક્રમણો પાછળ માત્ર લૂંટફાટ નહીં, પણ કટ્ટર મજહબી ઉન્માદ જવાબદાર હતો. બગદાદના ખલીફા પાસેથી સુલ્તાનનું પદ મેળવી તેણે દર વર્ષે ભારત પર 'જેહાદ' કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. સોમનાથ સહિત ૧૦૦૦થી વધુ મંદિરો તોડી, લાખો હિંદુઓની હત્યા કરી અને તેમને ગુલામ બનાવી ગઝનીના બજારમાં કોડીઓના દામે વેચ્યા હોવાના ઐતિહાસિક પુરાવા મળે છે
મહમૂદ ગઝનવીનો  જેહાદનો વાયદો  હતો સોમનાથ મંદિરના ધ્વંસનું કારણ
Advertisement

. મહમૂદ ગઝનવીએ મજહબી ઉન્માદને ગળથૂથીમાં જ પીધો હતો
. ભારત પરના 17 આક્રમણોમાં 1000થી વધુ મંદિરોને મહમૂદે કર્યા હતા ધ્વસ્ત
. બગદાદના ખલીફા પાસેથી સુલ્તાનનું પદ મેળવનારો પહેલા મુસ્લિમ શાસક હતો
. મહમૂદ ગઝનવીના ભારત પર 17 આક્રમણો પાછળ કારણભૂત હતી તેની 'પ્રતિજ્ઞા'
. મહમૂદ ગઝનવી માટે લૂંટફાટ કરતા વધુ પ્રાથમિકતા મજહબી ઉન્માદી લક્ષ્યો હતા

આનંદ શુક્લ: ગજનીના શાસક મહમૂદ ગઝનવીએ ભારત પર 1000થી 1026 વચ્ચે 17 આક્રમણો કર્યા. આ આક્રમણોમાં તેનો પહેલો ઉદેશ્ય ધર્મસ્થાનોને તોડીને તેની સંપત્તિ લૂંટવાનો હતો. તેના પછી તે ગુલામ તરીકે હિંદુ સ્ત્રી-પુરુષોને ગજની લઈ જતો અને તેમને ત્યાં કોડીઓના દામે વેચતો. પણ ભારતીય ઈતિહાસકારોએ મોટાભાગે સોમનાથ મંદિરને પહેલી વખત તોડનારા મહમૂદ ગઝનવીને ધનપીપાસુ ગણાવીને તેને કારણે આ કૃત્ય કર્યાનું સાબિત કરવા મથે છે. પરંતુ આ દાવાની હકીકતો આવી દલીલોથી વિપરીત છે.

Advertisement

ગજનીની સ્થાપના યદુવંશી ક્ષત્રિયોએ કરી અને તેના પર મુસ્લિમ શાસકોનું રાજ્ય દાયકાઓ પછી છપાયું હતું. તેમાં ગુલામ તુર્ક અલપ્તગીને ગજનીના અમીર તરીકે શાસન સંભાળ્યું અને તેના મૃત્યુ પછી તેના જમાઈ સુબક્તગીને ગજનીની સત્તા હસ્તગત કરી હતી. આની વિગતોમાં હાલ જઈ રહ્યા નથી. પણ મહમૂદ ગઝનવી એક ઈસ્લામિક કટ્ટરવાદી પરિવેશમાં મૂર્તિપૂજાને ઘૃણા કરતા પારિવારીક પૃષ્ઠભૂમિમાં પેદા થયેલો શાસક હતો. તેની ચર્ચા કરીએ છીએ.

Advertisement

મહમૂદની ગળથૂથીમાં હતો મજહબી ઉન્માદ

'भारत में इस्लाम' (લે.ડૉ. વિશ્વભ્ભર નાથ ગુપ્ત, વારાણસી પ્રકાશન, ઓગસ્ટ, 1993)પુસ્તકના પૃષ્ઠ ક્રમાંક- 173,174માં ઉલ્લેખ મુજબ, મહમૂદ ગઝનવીએ ભારત પર જેટલા આક્રમણો કર્યા છે, તે બધાંની પાછળ તેનો કટ્ટર મજહબી ઉન્માદ જ હતો. તેનો પિતા સુબક્તગીન પણ આ મજહબી ઉન્માદનો શિકાર હતો. ગજનીના શાસક અલપ્તગીનના 15 વર્ષોના શાસનમાં તેના વિશ્વાસુ ગુલામ અને બાદમાં સેનાપતિ બનેલો સુબુક્તગીન ભારતીય સીમા પર બરાબર આક્રમણો કરતો રહ્યો. તે હિંદુઓની કતલ કરતો, તેમને લૂંટતો અને ગુલામ બનાવતો હતો. સર ઈલિયટે લખ્યું છે કે આ સુબુક્તગીન ભારતીય સીમા પર સતત આક્રમણ કરતો રહ્યો અને ચિનાબના કિનારે સોદ્રા સુધી આગળ વધી આવ્યો હતો. અહીં તેણે મહમૂદના જન્મદિને મૂર્તિઓ તોડી હતી. મહમૂદનો જન્મદિવસ પણ તે હતો જે હજરત પયગંબરનો હતો.

'भारत में इस्लाम' (લે.ડૉ. વિશ્વભ્ભર નાથ ગુપ્ત, વારાણસી પ્રકાશન, ઓગસ્ટ, 1993)પુસ્તકના પૃષ્ઠ-174 પર The History of India Vol II. Page 435 પરથી ટાંકેલા સંદર્ભમાં લખવામાં આવ્યું છે કે ‘Even during the fifteen years of Alaptgins’ reign, Subuktagin is represented by frishta in an untranslated passage to have made frequent attacks upon India and even to have penetrated as for as Sodra on the chinab where he demolished idols in celebration of Mahmuds' birth which it occurred on the date of Prophets birth:” (અલપ્તગીનના 15 વર્ષના શાસનકાળ દરમિયાન પણ, ફરિશ્તા (ઈતિહાસકાર) દ્વારા અનુવાદિત ન કરાયેલા ફકરામાં સુબુક્તગીન ભારત પર વારંવાર હુમલો કરતા અને ચિનાબ નદીના કિનારે સોદ્રા સુધી ઘૂસીને મૂર્તિઓનો નાશ કરતાં દર્શાવવામાં આવ્યો છે, જ્યાં તેણે મહમૂદના જન્મની ઉજવણીમાં મૂર્તિનો નાશ કર્યો હતો, તે (મહમૂદનો જન્મ) પયગંબર સાહેબની જન્મની તારીખે થયો હતો.)

Somnath Swabhiman parv 2026તુર્ક સરદાર અલપ્તગીનના મૃત્યુ પછી તેના વારસદારો નબળા પડયા અને સત્તાના સંઘર્ષમાં તેના વિશ્વાસુ ગુલામ સરદાર સુબુક્તગીને ગજની પર સત્તા સ્થાપિત કરી હતી. સુબુક્તગીને અલપ્તગીનની પુત્રી સાથે નિકાહ કર્યા અને તેનાથી થયેલા પુત્ર ઈસ્માઈલને પોતાનો વારસ બનાવ્યો હતો. સુબુક્તગીનના મૃત્યુ પછી ઈસ્માઈલે સત્તા પ્રાપ્ત કરી, પણ મહમૂદને તે સ્વીકાર્ય ન હતું અને તેણે ગજની પર કબજો જમાવ્યો. મહમૂદની માતા અને ઈસ્માઈલની માતા અલગ-અલગ હતી.

મહમૂદની મહત્વાકાંક્ષાનો ડર

મહમૂદ ગઝનવી માટે પોતાની સત્તા મજબૂત કરીને તેના પ્રતિસ્પર્ધીઓને સમાપ્ત કરવા પહેલી પ્રાથમિકતા હતી. પોતાના રાજ્યારોહણના ચાર વર્ષ મહમૂદે પોતાના રાજ્યનો ચુસ્ત બંદોબસ્ત કરીને સત્તા મજબૂત કરવામાં કર્યો અને પશ્ચિમ તરફના રાજ્યોને જીતીને પોતાના રાજ્યનો વિસ્તાર કર્યો. જેમાં ખોરાસાન વગેરે પ્રાંતો જીતી લઈને સામાની વંશનો એણે અંત આણ્યો. ઈ.સ. 999માં મહમૂદ ગઝનવી એક મહત્વકાંક્ષી શાસક તરીકે ઝડપથી ઉભરી આવ્યો હતો. તેના રાજ્યવિસ્તારની ભૂખ જોઈને બગદાદના ખલીફાએ ડરી જઈને તેને બહુમાન કરતા પોષાક મોકલીને ગજની અને ખોરાસાનના સુલ્તાન તરીકે સ્વીકર્યો હતો.

મહમૂદે દર વર્ષે ભારત પર 'જેહાદી' હુમલાનો કર્યો હતો વાયદો

'भारत में इस्लाम' (લે.ડૉ. વિશ્વભ્ભર નાથ ગુપ્ત, વારાણસી પ્રકાશન, ઓગસ્ટ, 1993)પુસ્તકના પૃષ્ઠ - 174માં ઉલ્લેખ મુજબ, મિનહાજ-સિરાજના આધારે સર ઈલિયટે લખ્યું છે કે મહમૂદ ગઝનવી તે પ્રથમ મુસ્લિમ શાસક હતો જેને બગદાદના ખલીફાએ સુલ્તાનની પદવી આપી હતી. ખલીફાએ મહમૂદને અમીનુલ મિશતો યમીનુદ્દૌલા જેવો બહુમાનદર્શક ખિતાબ પણ આપ્યો. જ્યોતિર્લિંગ સોમનાથની મૂર્તિ,( લે.- સ્વ. નારાયણ વિસનજી ઠક્કુર, ગુજરાતી પ્રિન્ટીંગ પ્રેસ કોટ-મુંબઈ, 1939) પૃષ્ઠ -6 અને હિંદી તવારીખ તુર્ક અને પઠાણ રાજ્યો, (લે. -નાજુકલાલ નંદલાલ ચોક્સી, ગુજરાત વિદ્યાપીઠ-અમદાવાદ, 1923) પુસ્તકના પૃષ્ઠ-61 મુજબ, આ બહુમાનના યોગે મહમૂદ ગઝનવીએ એવી પ્રતિજ્ઞા લીધી કે હું દીન ઈસ્લામના પ્રચાર માટે પ્રતિવર્ષ ભારત ઉપર આક્રમણ કરતો રહીશ.  આ ખલીફાને સુલ્તાન પદ આપવા બદલ કરવામાં આવેલો જેહાદનો વાયદો જ હતો.

જેના જન્મદિવસે તેના પિતા સુબુક્તગીને મજહબી ઉન્માદમાં મૂર્તિઓ તોડી, તે મહમૂદ પણ એટલો જ કટ્ટર ઈસ્લામિક વિચારધારા હેઠળ જેહાદ કરવા માટે લાલાયિત હતો. 'भारत में इस्लाम' (લે.ડૉ. વિશ્વભ્ભર નાથ ગુપ્ત, વારાણસી પ્રકાશન, ઓગસ્ટ, 1993)પુસ્તકના પૃષ્ઠ-174 પર ઉલ્લેખ મુજબ, જે દિવસે મહમૂદે ખલીફા પાસેથી ખિલઅત પ્રાપ્ત કરી હતી તે દિવસે તેણે ભારતવર્ષ વિરુદ્ધ પ્રતિવર્ષ એક જેહાદ કરવાની પ્રતિજ્ઞા પણ કરી હતી. તેનું વર્ણન કરતા સર ઈલિયટે લખ્યું- સુલ્તાન પોતાના સિંહાસન પર બેઠો અને ખિલઅતનો નવો પોષાક ધારણ કર્યો. આ પ્રકારે તેણે પયગંબરના ઉત્તરાધિકારીની પ્રત્યે પોતાની ભક્તિ અર્પિત કરી. ખુરાસાનના અમીર લોકો તેનીસામે સમ્માનજનક મુદ્રામાં ઉભા હતા અને આદેશ મળ્યા પછી જ પોતાના સ્થાન પર બેઠાં. તેના પછી તેણે (સુલ્તાન) પોતાના સરદારો, ગુલામો, વિશ્વસ્ત સેવકો અને મુખ્ય મિત્રોને કિંમતી પોષાક અને મૂલ્યવાન ભેંટ આપી.. તથા પ્રતિજ્ઞા કરી કે ભારતની વિરુદ્ધ પ્રતિવર્ષ તે એક ધર્મયુદ્ધ (જેહાદ) કરશે. જો કે સુલ્તાન મહમૂદ પોતાની પ્રતિજ્ઞા અક્ષરેઅક્ષર પાળી ન શક્યો, તો પણ તેનો મતલબ તેણે ઘણે અંશા પાર પાડયો. ઈ.સ. 1000થી 1026 સુધીના 26 વર્ષોમાં તેણે અકંદરે ભારત પર 17 આક્રમણો કર્યા હતા.

આ પણ વાંચો:  સોમનાથ મંદિર તોડનાર મહમૂદ ગઝનવીના શહેર ગજનીને યદુવંશી ગજપતે વસાવ્યું હતું!

બુતશિકન (મૂર્તિભંજક) મહમૂદ ગઝનવી

સુલ્તાન મહમૂદ ગઝનવીને જન્નત પ્રાપ્ત કરવાનું પણ આકર્ષણ હતું. તેનો ઉલ્લેખ કરતા 'भारत में इस्लाम' (લે.ડૉ. વિશ્વભ્ભર નાથ ગુપ્ત, વારાણસી પ્રકાશન, ઓગસ્ટ, 1993)પુસ્તકના પૃષ્ઠ-175 પર જણાવવામાં આવ્યું છે કે જે અનુપાતમાં પયગંબરના સિદ્ધાંતનો પ્રચાર કરવામાં આવે છે અને તેમના અનુયાયી જે માત્રામાં પોતાન મૂર્તિપૂજાના વિનાશમાં લગાવે છે, તે માત્રામાં તેમને કયામતના દિવસે ઈનામ મળશે. માટે તેણે (મહમૂદે) નિશ્ચિત કર્યું કે અલ્લાહની મહેરબાનીથી તે સંપૂર્ણ ભારતવર્ષમાંથી મૂર્તિપૂજાને સમાપ્ત કરશે.

મથુરા કૃષ્ણજન્મભૂમિ છે અને અહીંના મંદિરોને મહમૂદ ગઝનવીએ જીત બાદ નષ્ટ કર્યા. મંદિરોને તેલ નાખીને આગંચપી કરીને બાળી નાકામાં આવ્યા હતા. ધાર્મિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ રહેલા થાણેશ્વર પર આક્રમણ કરીને મહમૂદ મુખ્ય મૂર્તિને ગજની લઈ જઈને અપમાનિત કરી હતી. 2 લાખ જેટલા હિંદુ સ્ત્રી-પુરુષોને ગુલામ બનાવીને ગજની લઈ ગયો હતો.

સોમનાથ મંદિર ધ્વસ્ત કર્યું તેના પહેલા થયેલા યુદ્ધમાં 50 હજાર હિંદુઓની મહમૂદ ગઝનવીએ હત્યા કરાવી. 20 લાખ દિનારથી વધુની સંપત્તિને પણ પોતાની સાથે લઈ ગયો હતો. 'भारत में इस्लाम' (લે.ડૉ. વિશ્વભ્ભર નાથ ગુપ્ત, વારાણસી પ્રકાશન, ઓગસ્ટ, 1993) પુસ્તકના પૃષ્ઠ - 178ના ઉલ્લેખ મુજબ, ગજની પહોંચીને મહમૂદે સોમનાથ મંદિરની મૂર્તિને 4 ભાગમાં તોડી નાખી. એક હિસ્સો ગજનીની મસ્જિદના પ્રવેશદ્વાર પર જડયો, જેથી નમાજ પઢવા માટે આવતા-જતાં મુસ્લિમોના પગ તળે તે કચડાય. બીજો હિસ્સો શાહી ભવનના પ્રવેસ દ્વાર પર લગાવ્યો. ત્રીજો હિસ્સો મક્કા અને ચોથો હિસ્સો મદીના મોકલી દીધો.

Islamic Invasions in indiaમહમૂદ ગઝનવીનું 1030માં મોત થયું. મિનહાજ સિરાજ પ્રમાણે, તેણે લગભગ 1000 મંદિરોને ધ્વસ્ત કર્યા. અસંખ્ય હિંદુઓની કત્લ કરી. તેના આક્રમણ સંદર્ભે મુરે ટીટસે લખ્યું છે કે હિંદુઓની કત્લ કરવામાં મહમૂદને વિશેષ આનંદ મળતો હતો. 1019માં ચન્દરાય પર થયેલા હુમલામાં ઘણાં હિંદુઓને મારવામાં આવ્યા હતા અને કેદ કરવામાં આવ્યા હતા. મુસ્લિમોએ લૂંટના માલને ત્યાં સુધી કોઈ મહત્વ આપ્યું નહીં જ્યાં સુધી તેમણે હિંદુઓની કત્લથી પોતાને પૂર્ણ રુપથી સંતુષ્ટ કરી લીધા નહીં.

મહમૂદ પોતાના દરેક આક્રમણ વખતે લાખોની સંખ્યામાં હિંદુઓને ગુલામ તરીકે પોતાની સાથે લઈ જતો હતો. અને તેના કારણે ગજની અને મધ્ય એશિયાની બજારોમાં હિંદુ ગુલામો ઘણાં સસ્તાં ભાવે વેચાવા લાગ્યા હતા. ટીટસ મુરેને ટાંકીને 'भारत में इस्लाम' (લે.ડૉ. વિશ્વભ્ભર નાથ ગુપ્ત, વારાણસી પ્રકાશન, ઓગસ્ટ, 1993)પુસ્તકના પૃષ્ઠ -179 પર ટાંકવામાં આવ્યું છે કે ગુલામોની સંખ્યા એટલી વધારે હતી, તેનું અનુમાન એ વાતથી લગાવી શકાય છે કે દરેક ગુલામ 2થી 10 દિરહમમાં વેચાવા લાગ્યો.

જિયાઉદ્દીન બરની ઉદ્ધૃત તુગલકકાલીન ભારતના પૃષ્ઠ-271ના ફતવાએ જહાંદરીને ટાંકીને 'भारत में इस्लाम' (લે. ડૉ. વિશ્વભ્ભર નાથ ગુપ્ત, વારાણસી પ્રકાશન, ઓગસ્ટ, 1993)પુસ્તકના પૃષ્ઠ-179-180 પર લખવામાં આવ્યું છે કે જિયાઉદ્દીન બરનીએ મહમૂદ ગઝનવીના યુદ્ધોનો ઉદેશ્ય સ્પષ્ટ કરતા લખ્યું છે કે મહમૂદે પોતાનું જીવન અલ્લાહ માટે જેહાદ કરવામાં લગાવી દીધું હતું. તેણે આટલા દૂરસ્થ સ્થાનો પર જે ધર્મયુદ્ધ કર્યું, તેનો ઉદેશ્ય ધન-સંપત્તિની લાલસા ન હતી, પરંતુ બાલ્યાવસ્થાથી આખર સુધીની મહત્વકાંક્ષા એ રહી કે કેવી રીતે ઈસ્લામના સમસ્ત વિદ્રોહીઓ અને શત્રુઓનો વિનાશ કરવામાં આવે અને કુફ્રના ઈમામો અર્થાત બ્રાહ્મણો અને દાર્શનિકો અને તેમના અનુયાયીઓને તલવાર જોરે મોતને ઘાટ ઉતારી શકાય અને ઈસ્લામના પ્રકાશ દ્વારા સમસ્ત સંસારને પ્રજ્જલિત કરી શકાય.

ભારત પર મહમૂદના આક્રમણના અન્ય કારણો

સુલ્તાન મહમૂદ ગઝનવીની ભારત પરની સવારીઓના બીજા કારણો પણ ચર્ચામાં છે. જેમાં તેના પહેલાના મુસ્લિમ સરદારોએ મોટામોટા યુદ્ધો લડીને ધર્મની વૃદ્ધિ કરીને નામના મેળવી હતી. તે જ પ્રમાણે મૂર્તિપૂજક હિંદુસ્તાન પર સ્વારીઓ કરીને ઈસ્લામનો ઝંડો લહેરાવાની તેની જબરદસ્ત ઈચ્છા પેદા થઈ હતી. તેને આ કામમાં ફતેહ મળવાની લગભગ ખાત્રી હતી, કેમ કે હિંદુસ્તાનમાં તે વખતે નાનાંનાનાં અનેક રાજ્યો હોઈ તેમનામાં જોઈએ તેવો સંપ ન હતો, એ તે સારી રીતે જાણતો હતો.

હિંદુસ્તાનમાં અઢળક દોલત અને જાહોજલાલી વિશે તેણે નાનપણમાં વેપારીઓના મોંઢે ઘણું સાંભળ્યું હતું. તેને મજહબી ઉન્માદની સાથે ભારતની અપાર સંપત્તિ લૂંટવાની પણ ઈચ્છા થઈ હતી.

તેની પાસે મોટી સેના હતી અને તેના નામ તથા પરાક્રમથી ખેંચાઈ આવેલા ઝનૂની સિપાઈઓની ભરતી થતી જ રહેતી હતી. આવી ગંજાવર ફોજને નવરી બેસાડી રાખી, ગાંઠના રોટલા ખવડાવવું તેને ડહાપણભર્યું ન લાગ્યું. તે પોતાની સેનાનો ઘણો માનીતો હતો અને રાજ્યમાં પોતાની સત્તાને બધી રીતે સુરક્ષિત કરી લીધી હતી. તેના કારણે તે ભારત પર 17 જેટલા આક્રમણો કોઈપણ જાતની અડચણ વગર કરી શક્યો હતો.

આ પણ વાંચો: સરદાર પટેલે સમુદ્રની અંજલિ લઈને કરી ભીષ્મ પ્રતિજ્ઞા, નહેરુના વિરોધ વચ્ચે થયું સોમનાથ મંદિરનું પુનર્નિમાણ

Tags :
Advertisement

.

×