ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Cyber Fraud ના નામે તોડ કરવા ભ્રષ્ટ પોલીસ કરોડોના વ્યવહારવાળા બેંક એકાઉન્ટ કેવી રીતે શોધે છે ?

નર્મદા જિલ્લાના Cyber Cell ના કૉન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરીનો મસમોટો કાંડ સામે આવતા હાલ કેટલાંક જિલ્લા અને શહેરમાં બેંક એકાઉન્ટ ફ્રિઝ/અનફ્રિઝ કરવાનો Gujarat Police નો ગોરખધંધો માત્ર ઠંડો પડ્યો છે.
11:58 AM Jul 07, 2025 IST | Bankim Patel
નર્મદા જિલ્લાના Cyber Cell ના કૉન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરીનો મસમોટો કાંડ સામે આવતા હાલ કેટલાંક જિલ્લા અને શહેરમાં બેંક એકાઉન્ટ ફ્રિઝ/અનફ્રિઝ કરવાનો Gujarat Police નો ગોરખધંધો માત્ર ઠંડો પડ્યો છે.
Gujarat_Police_Dirty_business_of_freezing_and_unfreezing_bank_accounts_Cyber_Fraud_in_Gujarat_Cyber_Cell__CID_Crime_Gujarat_First

Cyber Fraud : કોઈપણ ફરિયાદ કે અરજી વિના ઢગલાબંધ બેંક એકાઉન્ટ ફ્રિઝ કરીને કરોડોની લૂંટ ચલાવવાનો મામલો દોઢેક વર્ષ પહેલાં ખૂબ ગાજ્યો હતો. આ ચકચારી મામલાના માસ્ટર માઇન્ડ હતાં PI Taral Bhatt. જુનાગઢ જિલ્લાના Cyber Crime Cell ના પીઆઈ અરવિંદ એમ. ગોહીલ (PI A M Gohil) અને એક ASI ની સંડોવણી ચકચારી તોડકાંડમાં સામે આવી હતી અને ફરિયાદ/કાર્યવાહી પણ થઈ હતી. આ ઘટનાના કેટલાંક મહિનાઓ બાદ ગુજરાતભરના મોટાભાગના સાયબર પોલીસ સ્ટેશનમાં Cyber Fraud ના નામે તોડ કરવાનો સિલસિલો શરૂ થઈ ગયો હતો. તાજેતરમાં નર્મદા જિલ્લાના Cyber Cell ના કૉન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરીનો મસમોટો કાંડ સામે આવતા હાલ કેટલાંક જિલ્લા અને શહેરમાં બેંક એકાઉન્ટ ફ્રિઝ/અનફ્રિઝ કરવાનો Gujarat Police નો ગોરખધંધો માત્ર ઠંડો પડ્યો છે. ભ્રષ્ટ પોલીસ અધિકારી/કર્મચારી કેવી રીતે કરોડોના બેંક વ્યવહાર ધરાવતા એકાઉન્ટ શોધી કાઢે છે ? વાંચો આ અહેવાલમાં...

Cyber Fraud ની સાથે પોલીસ લૂંટમાં પણ વધારો

ગુજરાત સહિત દેશભરમાં સાયબર છેતરપિંડીના ગુનાઓમાં દિવસો દિવસ ભારે વધારો થઈ રહ્યો છે. લાખો/કરોડોની રકમ સાયબર ગઠીયાઓ ભાડાના બેંક એકાઉન્ટ થકી ઘર ભેગી કરી લે છે. છેલ્લાં ત્રણેક વર્ષમાં Cyber Fraud ના નામે બેંક એકાઉન્ટ સ્થગિત કરવાની તેમજ કાર્યરત કરી આપવાની કામગીરીમાં ઢગલાબંધ પોલીસવાળા ગળાડૂબ છે. વર્ષ 2023-2024ના જુનાગઢ ચકચારી તોડકાંડની ફરિયાદમાં એક ચોંકાવનારો ઉલ્લેખ હતો. નોડલ એજન્સી ગણાતી સીઆઈડી ક્રાઈમ સાયબર સેલ (CID Crime Cyber Cell) અને તે સમયનો અમદાવાદ સાયબર સેલ (Ahmedabad Cyber Cell) એકાઉન્ટ અનફ્રિઝ કરવા પેટે બેલેન્સના 80 ટકા રૂપિયા લે છે તેવો આરોપ ફરિયાદમાં લગાવાયો હતો. જુનાગઢકાંડમાં PI Taral Bhatt ની ધરપકડ બાદ પણ આ સિલસિલો રોકાયો નથી અને તેનું ઉદાહરણ Narmada Cyber Crime Police Station નો કૉન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરીએ કરેલો કરોડોનો તોડકાંડ છે.

સરકાર ગઠીયાઓને રોકવા પ્રયત્નશીલ, પોલીસ લૂંટારૂ બની

સુરક્ષિત ગુજરાતમાં દિવસેને દિવસે સાયબર ક્રાઈમનો મોટો વધારો (Cyber Fraud in Gujarat) થઈ રહ્યો છે. ભોગ બનનારાઓએ ગુમાવેલા નાણા તેમને તરત મળે તે માટે સરકાર પ્રયત્નશીલ છે અને 1930 Toll Free નંબર ઉપલબ્ધ કરાવ્યો છે. સાયબર ક્રાઈમના કેસમાં ભોગ બનનારનો નહીં, પરંતુ પોતાનો આર્થિક લાભ જોનારી ભ્રષ્ટ પોલીસ વધી ગઈ છે. વર્ષ 2023 અને 2024ની શરૂઆતમાં અમદાવાદ અને ગાંધીનગર Cyber Cell માં રીતસરની લૂંટ ચાલતી હતી. ઉત્તર ગુજરાત ખાતેથી GST ચોરી, હવાલા, RTGS અને શેર બજારમાં રોકાણના નામે કૉલ સેન્ટર ચલાવતા શખ્સોને CCTV Camera વિનાની ઑફિસમાં લાવી કલાસ વન અધિકારીએ કરોડો રૂપિયા પડાવી લીધા છે. આવા કિસ્સાઓ ગાંધીનગરથી લઈને રાજ્યભરમાં બની ચૂક્યાં છે અને બની રહ્યાં છે. અત્રે નોંધનીય છે કે, એકાદ વર્ષ અગાઉ સીઆઈડી ક્રાઈમ સાયબર સેલમાં 'જુના અને જાણીતા અધિકારી'એ પતાવટ માટે એજન્ટો રાખ્યાં હતાં.

બેંક એકાઉન્ટ સુધી પોલીસ કેવી રીતે પહોંચે છે ?

પોલીસ અધિકારી/કર્મચારીઓ ગુનાનો ભેદ ઉકેલવા બાતમીદારોનું નેટવર્ક ધરાવતા હોય છે. જો કે, હવે ભ્રષ્ટ પોલીસવાળાઓએ સાયબર ક્રાઈમના નામે તોડ કરવાનો મોટો ધંધો બનાવી લીધો છે અને તેના માટે બાતમીદારો કમ ભાગીદારો શોધી કાઢ્યા છે. ઑનલાઈન ગેમીંગ એપ્લિકેશનમાં ID મેળવવા વૉટ્સએપ ઉપર રિકવેસ્ટ મુકતાની સાથે રૂપિયા ડિપોઝીટ કરવા માટે બેંક એકાઉન્ટ નંબર આવી જાય છે. 2-5-10 હજાર રૂપિયાનું બેલેન્સ કરાવ્યા બાદ ભ્રષ્ટ પોલીસવાળા ભાગીદાર પાસે 1930 Number પર છેતરપિંડીની ફરિયાદ નોંધાવડાવે. ત્યારબાદ પોલીસ પ્રથમ એકાઉન્ટમાંથી આગળ ટ્રાન્સફર થયેલી રકમના આધારે બીજા, ત્રીજા, ચોથા અને પાંચમાં એકાઉન્ટની માહિતી મેળવી લે છે. ત્યારબાદ ખાતાઓના નંબર આધારે બેંકને બારોબાર ઈમેઈલ કરી દે છે અને કેટલાંક કિસ્સાઓમાં બેંક ખાતે પહોંચી જઈ એકાઉન્ટ ફ્રિઝ કરાવી દે છે.

આ પણ વાંચો :  Bhutan Route : ગુનેગારોમાં ભૂતાન રૂટ હૉટ ફેવરિટ, ચકચારી કેસનો આરોપી દુબઇ પહોંચી ગયો

કરોડોના વ્યવહારવાળા બેંક એકાઉન્ટ ડેટાનો વેપાર

લાખો/કરોડોના RTGS નું કામ કરતી આંગડિયા પેઢીઓ અને ટોળકી પાસે રહેલાં ઢગલાબંધ બેંક એકાઉન્ટનો ડેટા બજારમાં ફરતો થયો છે અને તે ડેટા હવે પોલીસ પણ ખરીદી/મેળવી રહી છે. અમેરિકન નાગરિકોને છેતરતા કોલ સેન્ટર પાસે આવતા ડેટાની જેમ કરોડોના વ્યવહારવાળા બેંક એકાઉન્ટ ડેટાનો વેપાર શરૂ થઈ ગયો છે. બેંક ખાતાનો ડેટા આવ્યા બાદ તોડબાજ પોલીસવાળાઓ તેમના ભાગીદારને બેંક એકાઉન્ટમાં 5 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેકશન કરાવી પોતાના તાબાના Cyber Cell માં અરજી કરાવે છે. ખાતાધારક બેંક એકાઉન્ટ ખોલાવવા પોલીસનો સંપર્ક કરે ત્યારે તેને ED - IncomeTax કાર્યવાહી કરશે તેવી ધમકી આપી એકાઉન્ટમાં જમા રહેલી રકમ અનુસાર 25 ટકાથી 50 ટકા સુધીની રકમનો તોડ કરે છે.

ગુજરાતના દરેક ખૂણે પોલીસે બૂમ પડાવી

Cyber Fraud ના નામે બેંક એકાઉન્ટ સ્થગિત કરવાની તેમજ કાર્યરત કરી આપવાની ગેરકાયદેસર કામગીરી લગભગ આખા ગુજરાતમાં ચાલે છે. Gujarat First ને મળેલી જાણકારી અનુસાર અમદાવાદ શહેર (Ahmedabad City) ને બાદ કરતાં લગભગ તમામ શહેર, ઉત્તર ગુજરાતના બે જિલ્લા અને સૌરાષ્ટ્રના એકાદ-બે જિલ્લાઓમાં પોલીસ પ્રેક્ટિસ પૂરજોશમાં ચાલે છે અને મોટા સાહેબોને તેનો હિસ્સો પણ પહોંચાડવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો :   Cyber Fraud ના નામે કરોડોનો તોડ કરનારા કૉન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરીના ભાગીદારની શોધ જારી

Tags :
1930 Toll FreeAhmedabad CityAhmedabad Cyber CellBankim PatelCID Crime Cyber CellCyber Fraud in GujaratGujarat FirstGujarat PoliceNarmada Cyber Crime Police StationPI A M GohilPI Taral Bhatt
Next Article