Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Trump’s strategy: ટ્રમ્પનું લક્ષ્ય ચીન-રશિયા પર વૈશ્વિક સ્તરે અમેરિકાની સર્વોપરિતા સ્થાપિત કરવી

Trump’s strategy: ડોનાલ્ડ ટ્રમ્પની બીજી ટર્મની વ્યૂહરચના ચીન અને રશિયાને વૈશ્વિક સ્તરે એકલા પાડવાની છે. સીરિયામાં સત્તા પરિવર્તન, વેનેઝુએલાના પ્રમુખની ધરપકડ અને ઈરાન પર હુમલા દ્વારા તેઓ રશિયા-ચીનના સાથીદારોને દૂર કરી રહ્યા છે. 'ડિપાર્ટમેન્ટ ઓફ વૉર' અને 'ડીપ ડિનાયલ' રણનીતિ દ્વારા ટ્રમ્પ અમેરિકાની સૈન્ય અને આર્થિક સર્વોપરિતા સ્થાપિત કરવા કટિબદ્ધ છે, જે વિશ્વ રાજકારણમાં મોટો ફેરફાર લાવી રહ્યું છે
trump’s strategy  ટ્રમ્પનું લક્ષ્ય ચીન રશિયા પર વૈશ્વિક સ્તરે અમેરિકાની સર્વોપરિતા સ્થાપિત કરવી
Advertisement

. ટ્રમ્પ ચીન-રશિયા સાથે સીધું યુદ્ધ ટાળીને તેમના વ્યૂહાત્મક ભાગીદારોને નબળા પાડી રહ્યા છે
. આર્થિક ટેરિફ, ટેકનોલોજી પ્રતિબંધો અને સૈન્ય દબાણ દ્વારા પ્રતિસ્પર્ધી દેશોના પ્રભાવને તોડવાનું લક્ષ્ય
. નાટો દેશો, કેનેડા અને ડેનમાર્ક જેવા સાથીઓ પર પણ અમેરિકાના હિત મુજબ ચાલવા દબાણ

આનંદ શુક્લ: US ના અગ્રણી કારોબારી ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) બીજી વાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા છે. તેમણે 2024માં રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી બીજી વાર જીતી અને 20 જાન્યુઆરી, 2025ના રોજ તેઓ રાષ્ટ્રપ્રમુખ તરીકે સત્તામાં આવ્યા. તેમણે પોતાના ચૂંટણી પ્રચાર અભિયાનમાં 'મેક અમેરિકા ગ્રેટ અગેઈન' (Make America Great Again) ની વાત કરીને વિશ્વમાં અમેરિકાની મહાસત્તાને રશિયા-ચીન (Russia - China) સામે અકબંધ રાખવાની નેમ વ્યક્ત કરી હતી. ત્યારે આ એક ચૂંટણી સૂત્ર માનીને દુનિયાએ પરંપરાગત રીતે અમેરિકાની કૂટનીતિ અને રણનીતિક બાબતો ચાલશે તેવો અંદાજ રાખ્યો હતો. પરંતુ અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની સેનાની વાપસી અને તેના પછી અમેરિકાના સંરક્ષણ મંત્રાલયનું ડિપાર્ટમેન્ટ ઓફ વૉર (Department of War) નામકરણ કરીને તેમણે જે સંકેત આપ્યા હતા, તે બેહદ ખતરનાક હતા. આનો સીધો અર્થ હતો કે અમેરિકા પોતાની સૈન્યશક્તિનો ઉપયોગ તમામ રણનીતિક મોરચે સર્વોપરિતા રાખવા માટે કરવાનું છે.

Advertisement

આમ તો ટ્રમ્પે (Trump) નોબલ શાંતિ પુરસ્કાર (Nobal Peace prize) ની માગણી કરતા આઠ દેશોના યુદ્ધો રોકવાનો દાવો કર્યો હતો. પરંતુ 2026ના જાન્યુઆરી માસની શરૂઆતમાં જ વેનેઝુએલા (Venezuela) ના રાષ્ટ્રપ્રમુખને તેમની પત્ની સાથે અમેરિકા ઉઠાવી જઈને ત્યાં અદાલતમાં ટ્રાયલ શરૂ કરી દેવામાં આવી છે. આ વૈશ્વિક રાજનીતિ-કૂટનીતિમાં એક મોટો ભૂકંપ હતો. આ ઘટના 'ન ભૂતો ન ભવિષ્યતિ' હતી. પણ ટ્રમ્પના ઈરાદા આની સાથે સ્પષ્ટ થઈ ચુક્યા હતા.

Advertisement

ટ્રમ્પનો સમાવેશ દુનિયાના એવા રાજકારણીઓમાં થાય છે કે જેમના મનને કળી શકાય તેમ નથી. પરંતુ ટ્રમ્પની આંતરરાષ્ટ્રીય વ્યૂહરચના હવે સ્પષ્ટ થઈ રહી છે. અમેરિકામાં ટ્રમ્પના પ્રશાસનનું એક જ વૈશ્વિક લક્ષ્ય છે કે તે ચીન અને રશિયા સામે પોતાની સર્વોપરિતા સાબિત કરે. ટ્રમ્પની રણનીતિ અને વ્યૂહરચનામાં પણ આશ્ચર્યજનક રીતે આ ઊંડાણપૂર્વકનો રણનીતિક તર્ક જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: US Israel Iran War: શું ટ્રમ્પ ઈરાનમાં અમેરિકાની સેનાઓ ઉતારશે?

China- Russia થી સીધો મુકાબલો ટાળવો

તેની સાથે એ પણ ધ્યાન આપવા જેવું છે કે હાલના તબક્કે ટ્રમ્પ રશિયા, ચીન જેવા મોટા દેશો સાથે સીધી સૈન્ય દુશ્મની કરવાના તબક્કામાં જવા માંગતા નથી. તેઓ હાલ જે પણ કંઈ કરી રહ્યા છે, તેનાથી તેઓ ચીન અને રશિયાને તેમના પ્રગાઢ રણનીતિક મિત્ર દેશોથી અલગ કરવાનું કામ કરી રહ્યા છે. આવા દેશોને ચીન અને રશિયાનો કોઈપણ પ્રકારનો સહકાર કે સમર્થન મળે નહીં તેવી રણનીતિને પણ ટ્રમ્પે પોતાની વિદેશ નીતિ બનાવી દીધી છે.

આ સિવાય લાંબાગાળા રશિયા અને ચીનની ઈકોનોમી (Economy) ને નબળી કરવા માટે ટ્રમ્પે ટેક્નોલોજી અને અન્ય રોક લગાવી છે અને તેની સાથે ટેરિફ (Tarrif) નીતિને પણ આગળ વધારી છે. ચીનને ટેરિફ નીતિમાં વધારે નુકશાન નથી. પણ ચીન તરફ ઝુકેલા દેશોને આનાથી મોટું નુકશાન થયું છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટેરિફ નીતિ પર ટ્રમ્પની વિરુદ્ધ ચુકાદો જરૂરથી આપ્યો છે. પણ ટ્રમ્પે વૈશ્વિક સ્તરે પહેલા 10 ટકા અને પછી તે 15 ટકા ટેરિફ કર્યો છે.

આ પણ વાંચો: US-israel V/S Iran War: ઈરાન યુદ્ધ નવા "રક્તબીજ" પેદા કરશે!

Syria થી શરૂઆત

જ્યાં સુધી ટ્રમ્પના વ્યૂહાત્મક વલણનો સવાલ છે, તો તેની પેટર્ન એકદમ સ્પષ્ટ છે. સીરિયામાં 2012થી બશર અલ અસદની સરકાર સામે ગૃહ યુદ્ધ ચાલી રહ્યું હતું. બશર અલ અસદને રશિયાનો ટેકો હતો. ટ્રમ્પ અને અન્ય યૂરોપિયન નેતાઓએ બશર અલ અસદ (Bashar Al Ashad) ના સ્થાને અહમેદ અલ શારા (Ahmed al-Sharaa) ના પ્રશાસનને મજબૂત કરીને તેને સીરિયા (Syria) માં સ્થિર કરવાનું કામ કર્યુ. પછી ભલે અમેરિકાએ જ અહીંના સત્તાધારી પર 100 કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. પણ હવે તેમનું લક્ષ્ય પશ્ચિમ અને અમેરિકા તરફી પ્રશાસનનું હતું અને તેને ધ્યાનમાં રાખીને અહીં સત્તા પરિવર્તન કરવામાં આવ્યું. જેના કારણે સીરિયામાં રશિયા અને ચીનના પ્રભાવમાં અત્યાધિક ઘટાડો થયો છે. મધ્ય-પૂર્વમાં આ એક નવું સમીકરણ છે.

આ પણ વાંચો: Israel US Iran War: સુન્ની મુસ્લિમ દેશોની શિયા ઈરાન સાથે ગદ્દારી, યહૂદી ઈઝરાયલના બન્યા 'રક્ષક' !

Gaza - Lebanon નું ઉદાહરણ

ગાઝા (Gaza) માં અમેરિકાએ શાંતિ પ્રક્રિયામાં મધ્યસ્થી કરી છે અને દક્ષિણ લેબનોન (Lebanon) માં યુદ્ધવિરામને લંબાવવાનું સમર્થન કર્યું. જો કે ઈરાન સમર્થિત હમાસ (Hamas) અને હિઝબુલ્લાહ (Hizbullah) હજીપણ અહીં અશાંતિનું કારણ છે. પણ તેની સામે પણ ઈઝરાયલ (Israel) ની કાર્યવાહીને અમેરિકા ટેકો આપીને ઈરાનના પ્રભાવને ઘટાડવાનું કામ કરી રહ્યું છે. ઈરાન (Iran) યુદ્ધમાં આ મામલાનો ઉકેલ આવવાની શક્યતા છે. આનાથી અહીં માત્ર ઈરાનના વર્ચસ્વના અંત સાથે રશિયા-ચીનના રહ્યા સહ્યાં પ્રભાવનો પણ અંત આવશે તેવી રણનીતિક ગણતરીઓ છે.

Venezuela માં કાર્યવાહી

વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરો (Nicolas Maduro) ને અમેરિકાની સ્પેશયલ ફોર્સે કિડનેપ કરીને ન્યૂયોર્ક લઈ ગઈ. માદુરો પર ન્યૂયોર્કની કોર્ટમા ડ્ર્ગ્સ ટ્રાફિકિંગ મામલે ટ્રાયલ ચાલી રહી છે. આ ઘટનાને કારણે દક્ષિણ અને કેન્દ્રીય અમેરિકાના સુરક્ષા માહોલમાં આમૂલચૂલ પરિવર્તન થઈ ચુક્યું છે. વેનેઝુએલાની નવી સરકાર અને તેની સાથે કોલોબિંયા, પનામા અને મેક્સિકોની સરકારો પણ અમેરિકાની સંબંધિત એજન્સીઓ સાથે સુરક્ષા મામલે સંયોજનથી ચાલી રહી છે. આ સરકારોને પણ ટ્રમ્પે ધમકીઓ આપી છે. વેનેઝુએલાનું માદુરોનું પ્રશાસન રશિયા-ચીનની વધુ નજીક હતું. જે અમેરિકાના હિતોની વિરુદ્ધ હતું અને તેમને હટાવીને અહીંથી પણ ચીન-રશિયાના પ્રભાવને ઘટાડવાનું કામ ટ્રમ્પે કર્યું છે. ચીનને વેનેઝુએલામાંથી માદુરોના સમયમાં સૌથી વધુ ક્રૂડ ઓઈલ મળતું હતું.

આ પણ વાંચો: US-Israel Iran War: ચીની એર ડિફેન્સ નિષ્ફળ, શું ઈરાનને બચાવવા ચીન માંડશે મોરચો?

Qubaપણ દબાણમાં

તેની સાથે જ વનેઝુએલાના ઓઈલનું ક્યૂબા (Quba) ને કરાતું શિપમેન્ટ પણ હવે બંધ થયું છે. જેના કારણે અહીંની ક્મ્યુનિસ્ટ સરકાર પણ દબાણમાં આવી છે. ઈરાન યુદ્ધ બાદ ક્યૂબાનો પણ વારો પડી જવાનું ઘણાં જાણકારો માની રહ્યા છે. ક્યૂબા કોલ્ડવૉર (Cold War) ના સમયથી સોવિયત સંઘ (Soviet Russia) અને હવે રશિયાનું મોટું સાથીદાર રહ્યું છે. ટ્રમ્પનું લક્ષ્ય લેટિન અમેરિકામાંથી રશિયા-ચીનના પ્રભાવને સમાપ્ત કરવાનું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

ઈરાન યુદ્ધ (Iran War )

રશિયા અને ચીનના મિડલ-ઈસ્ટ (Middle-East) માં મજબૂત સાથીદેશ એવા ઈરાન પર પણ અમેરિકાએ ઈઝરાયલ સાથે મળીને હુમલા શરૂ કરી દીધા છે. ઈરાનના લોંગ રેન્જ મિસાઈલ પ્રોગ્રામ અને ન્યૂક્લિયર પ્રોગ્રામને ઈઝરાયલ અને અમેરિકા એમ બંને દેશો પોતાના માટે ખતરો માની રહ્યા છે. આ સિવાય ઈરાનમાં અમેરિકા વિરોધી અયાતુલ્લાહ અલી ખેમેનેઈ (Ayatullah Ali Khameini) ના ખાત્મા બાદ હવે તેના પ્રશાસનને પણ ટ્રમ્પ હટાવવા માંગે છે.

જો ઈરાનમાં સત્તા પરિવર્તન બાદ 1979ની ઈસ્લામિક ક્રાંતિ (Islamic Revolution) પહેલાના જેવી અમેરિકા તરફી સરકાર સત્તામાં આવે, તો તેનાથી અહીંથી ચીન-રશિયાનો પ્રભાવ લાંબા સમય માટે સમાપ્ત કરી શકાય તેમ છે. ટ્રમ્પ આવી જ રણનીતિક ગણતરીમાં છે.

આ પણ વાંચો: ઈરાન કંઈ વેનેઝુએલા નથી, US-Israel ને મિસાઈલોથી કરી શકે છે મોટું નુકશાન

India - Russia ના સંબંધોમાં પણ અડચણની કોશિશ

રશિયા સાથે ભારતના ખૂબ સારા સંબંધ છે. પણ ભારત-રશિયાના સંબંધોને લઈને ટ્રમ્પ એક સ્પીડબ્રેકરનું કામ કરી ચુક્યા છે. વચગાળાની ટ્રેડ ડીલ થકી ટ્રમ્પે રશિયા પાસેથી ભારત દ્વારા કરાતી ક્રૂડ ઓઈલની ખરીદી પર બ્રેક મારી છે. નોંધનીય છે કે ઈરાન સાથેના યુદ્ધને લઈને આમા 30 દિવસની છૂટછાટ અપાઈ છે. પણ તે આના પછી સમાપ્ત થઈ જશે. આમ રશિયાની પરંપરાગત મિત્રતામાં ટેરિફથી માંડીને કૂટનીતિક ઉંબાડિયા કરીને ટ્રમ્પે પોતાના રણનીતિક લક્ષ્યને ઘણી હદે સાંધવાની કોશિશ કરી છે. જો કે ભારતે સ્પષ્ટ કર્યું છે કે દેશની ઊર્જા જરૂરિયાતો સરકાર માટે પહેલી પ્રાથમિકતા છે.

ટ્રમ્પની રણનીતિ એવી છે કે જેમાં રશિયા અને ચીન સાથે અમેરિકાનો સીધો ટકરાવ ટાળવામાં આવે છે. વનેઝુએલામાં કાર્યવાહી વખતે તાઈવાનની આસપાસ ચીને મોટું સૈન્ય શક્તિપ્રદર્શન કર્યું હતું. પણ અમેરિકાએ પોતાની કાર્યવાહી થકી સીધા વૈશ્વિક સંકેત આપીને આવી સ્થિતિ ટાળવાનો પરોક્ષ સંદેશ યુક્રેન યુદ્ધમાં ફસાયેલા રશિયા અને તાઈવાન-દક્ષિણ ચીન સાગરમાં દાદાગીરી કરતા ચીનને આપ્યો હતો.

NATOસહીતના મિત્રદેશોને પણ ડારો

ટ્રમ્પ નાટો અને પોતાના એશિયન મિત્રદેશો પર પણ ગાળિયો કસી ચુક્યા છે. નાટો (NATO) દેશોને પોતાની સુરક્ષા પર ખુદ ખર્ચ કરવાનો વારો આવ્યો છે. કેનેડા (Canada) અને ડેનમાર્કને પ્રાદેશિક અખંડિતતાના મામલે ટ્રમ્પે ખાસું દબાણ કર્યું છે. ગ્રીનલેન્ડ (Greenland) ડેનમાર્ક (Denmark) નો હિસ્સો છે, પણ તેને અમેરિકાનો ભાગ બનાવવા માટે ટ્રમ્પ ઘણી નિવેદનબાજી કરી ચુક્યા છે. ગ્રીનલેન્ડમાં રશિયાના વ્યૂહાત્મક હિતો હોવાને કારણે ટ્રમ્પ તેની માગણી કરી રહ્યા હોવાનું જાણકારો માની રહ્યા છે. ટ્રમ્પનું કહેવું છે કે યુરોપિયન દેશો ગ્રીનલેન્ડની સુરક્ષા કરી શકે તેમ નથી. ગ્રીનલેન્ડ પ્રાપ્ત કરીને અમેરિકા પોતાના ડિફેન્સને વધુ મજબૂત બનાવવા માંગે છે. કેનેડાને પણ તેઓ અમેરિકાનું 51મું રાજ્ય બનાવવા માંગતા હોય તેવો વ્યવહાર કરી રહ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે કેનેડા પણ ચીન તરફ વધારે પડતું ઢળેલું છે.

રશિયા અને યુક્રેન યુદ્ધમાં ટ્રમ્પે મધ્યસ્થતા કરીને શાંતિ પ્રયાસો પણ કર્યા છે. જો કે આમા પણ યૂરોપિયન દેશો અને રશિયા વચ્ચે ટ્રમ્પે અમેરિકાના હિતોને અનુલક્ષીને સંતુલન બનાવ્યું છે. ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમિર પુતિન (Putin) ટ્રમ્પના અણધાર્યા વ્યવહારથી સારી રીતે અવગત છે.

આ પણ વાંચો: US-Israel Iran War: ઈરાન પર હુમલો કરીને ટ્રમ્પ ફસાયા!, જાણો 5 પડકારો

Trump એ વ્યૂહરચનામાં કર્યું છે પરિવર્તન

ટ્રમ્પની તાજેતરમાં પ્રકાશિત થયેલી 'નેશનલ ડિફેન્સ સ્ટ્રેટેજી' ના મૂળમાં જાપાનથી શરૂ કરીને તાઈવાન (Taiwan) અને ફિલિપિન્સ (Philipines) થઈને ઈન્ડોનેશિયા સુધી વિસ્તરેલી 'ફર્સ્ટ આઈલેન્ડ ચેઈન' (પ્રથમ ટાપુ શૃંખલા) નો "મજબૂત ઇનકાર સંરક્ષણ" (strong denial defence) છે. છેલ્લા એક વર્ષ દરમિયાન અમેરિકાની સૈન્ય કામગીરીઓ આ ઇનકાર વ્યૂહરચનાનું એક ઊંડું સ્તર દર્શાવે છે - જેનો હેતુ ચીન અને રશિયાને મળતા બાહ્ય સમર્થનના તમામ મુખ્ય સ્ત્રોતોને દૂર કરવાનો છે. આ 'ડીપ ડિનાયલ' વ્યૂહરચના સત્તાનું સંતુલન ફરીથી અમેરિકા અને તેના સાથી દેશોના પક્ષમાં લાવી રહી છે.

ટ્રમ્પની રણનીતિ સ્પષ્ટ છે કે પોતાના પ્રાથમિક સ્ટ્રેટજિક લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પરોક્ષ કાર્યવાહી કરવી. આના માટે ટેક્ટિકલ સરપ્રાઈઝ અને થોડા સમયગાળા માટે સૈન્ય શક્તિનો ઉપયોગ અને ઈકોનોમિકલ-ટેક્નોલોજીના પ્રતિબંધો જેવા હથિયારો વાપરતા પણ તેઓ ખચકાતા નથી. ટ્રમ્પનું આવું વલણ ખૂબ અવ્યવસ્થિત અને અપૂર્ણ છે. પણ આ જ વલણ હાલ ટ્રમ્પ માટે એકંદરે આંતરરાષ્ટ્રીય સુરક્ષા બાબતોને ગતિ આપવામાં અસરકારક સાબિત થઈ રહ્યું છે.

આ પણ વાંચો: Iran Regime Change: ઈરાનમાં સત્તા પરિવર્તન નહીં થાય, તો ટ્રમ્પ અમેરિકામાં શું મોંઢુ બતાવશે?

Tags :
Advertisement

.

×