Trump નો ખુદને ઈશુ ખ્રિસ્ત દેખાડવાનો અભરખો! Pope Leo XIV નિશાને કેમ?
. ટ્રમ્પે Pope Leo પર ઈરાન અને પરમાણુ મુદ્દે નરમ વલણ રાખવાનો અને રાજકીય નિવેદનો આપવાનો આરોપ લગાવ્યો
. ટ્રમ્પે AI જનરેટેડ તસવીર દ્વારા પોતાની સરખામણી ઈશુ ખ્રિસ્ત સાથે કરીને ખ્રિસ્તી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો
. વેનેઝુએલા અને ઈરાન પરના હુમલાઓને ટ્રમ્પે 'અમેરિકા ફર્સ્ટ' નીતિના ભાગરૂપે યોગ્ય ઠેરવ્યા છે
આનંદ શુક્લ (Trump on Pope Leo XIV) : રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) નો રાજકીય ઉભાર અમેરિકા (US) માં જમણેરી વિચારધારા અને ખાસ કરીને ખ્રિસ્તી ધર્મની રાજનીતિ (Politics of Christian Religion in US) ની મુખ્ય ભૂમિકા છે. સામાન્ય રીતે અમેરિકા અને તેના રાષ્ટ્રપ્રમુખો ધર્મને લઈને મોટા ભાગે રાજનીતિને દૂર રાખતા રહ્યા છે. અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ ખ્રિસ્તી ધર્મગ્રંથ બાઈબલ પર હાથ મૂકીને જ પોતાના પદ અને ગુપ્તતાના શપથ ગ્રહણ કરે છે. હજી સુધી અમેરિકામાં બિનખ્રિસ્તી રાષ્ટ્રપ્રમુખ બન્યા નથી. બરાક હુસૈન ઓબામા (Baraq Hussain Obama) ને પણ જાહેરમાં કહેવું પડયું હતું કે તેઓ ખ્રિસ્તી ધર્મને માને છે. અમેરિકાની ઘરેલુ રાજનીતિના ટર્નિંગ પોઈન્ટથી માંડીને ટ્રમ્પના ઉભાર સુધીની ઘટનાઓને જોઈએ, તો હવે કોઈ સ્વીકારે કે નહીં પણ અમેરિકામાં જમણેરી રાજનીતિ પ્રસ્થાપિત થઈ ચુકી છે.
આ પણ વાંચો: US-israel V/S Iran War: ઈરાન યુદ્ધ નવા "રક્તબીજ" પેદા કરશે!
અમેરિકાની રાજનીતિ માટેનો ટર્નિંગ પોઈન્ટ ( Turning Point)
અમેરિકામાં 9/11ની વર્લ્ડ ટ્રેડ સેન્ટર (World Trade Center) પર આતંકી સંગઠન અલકાયદા (Alqueda) દ્વારા કરાયેલા આતંકી હુમલા અને તેના પછી અફઘાનિસ્તાન (Afghanistan) માં અમેરિકા અને નાટો (NATO) ના વોર ઑન ટેરર (WAR ON TERROR) બાદ ત્યાંની રાજનીતિમાં સેક્યુલરવાદનો દંભ છોડીને જમણેરી ખ્રિસ્તી ધર્મને માનનારા લોકોના મત, અપેક્ષા, આકાંક્ષાને અમેરિકાની રાજનીતિમાં સ્થાન મળવા લાગ્યું. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે પોતાની પેલી ટર્મમાં ચૂંટાયા ત્યારે તેમના કેમ્પેનનો મુખ્ય મુદ્દો ઈસ્લામિક આતંકવાદ અને રાજનીતિક ઈસ્લામ હતા. આ સિવાય પણ ઘણાં મુદ્દાઓ હતા, પણ ત્યારે ટ્રમ્પ ચૂંટાયા અને ચૂંટાયા બાદ પણ તેમણે આ બંને મુદ્દાઓ પર કામ કર્યું.
બીજી ટર્મમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પનું ચૂંટાવું અમેરિકામાં સેક્યુલરવાદના અતિવાદી દંભ અને ખ્રિસ્તી જમણેરીઓની આકાંક્ષાઓનો ગળાકાપ રાજકીય જંગ થયો હતો. તેઓ પહેલી ટર્મ જેટલી મજબૂતાઈથી ભલે ચૂંટાયા નહીં, પણ અમેરિકામાં નવેમ્બરમાં થનારા મિડ-ટર્મ પોલ પહેલા પોતાના જૂના એજન્ડા પર તેઓ કામ કરવા લાગ્યા છે. આ કામગીરીનો પહેલો પડાવ અમેરિકા ફર્સ્ટ અને અમેરિકાના વૈશ્વિક વર્ચસ્વને સ્થાપિત કરવાની તેમના દ્વારા કોશિશ થઈ રહી હોવાનું દેખાડવાનો હતો.
આ પણ વાંચો: Geopolitics 2026: વૈશ્વિક જંગલરાજના સરતાજ બનવાની Trump ની મહત્વકાંક્ષામાં પંક્ચર પાડશે અમેરિકાનો 'ભસ્માસુર'!
તેના માટે 25 ડિસેમ્બર, 2025ના રોજ તેમણે નાઈજિરિયાના સોકાટોમાં ઈસ્લામિક આતંકી (Islamic Terrirsts) ઓના ઠેકાણાઓ પર અચાનક હવાઈ હુમલા કરવાનો આદેશ આપ્યો હતો. અમેરિકામાં વેનેઝુએલામાંથી ડ્રગ્સ ઠલવાતું હોવાના આક્ષેપ સાથે 2026ની શરૂઆતમાં જ રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોને તેમના પત્ની સહીત સ્પેશયલ ઓપરેશનમાં કિડનેપ કરીને અમેરિકા લઈ જવાયા અને ત્યાં તેમના પર ખટલો ચાલી રહ્યો છે.
આ પણ વાંચો: Trump and India: પૃથ્વીને 'ટ્રમ્પલેન્ડ' સમજતા Trump, 2029 સુધી India ન આવે તો સારું!
તેના પછી ટ્રમ્પે ઈરાન પરમાણુ કાર્યક્રમને આગળ વધારી રહ્યું હોવાનો આરોપ લગાવીને ઈઝરાયલ સાથે મળીને તેમણે 28 ફેબ્રુઆરીઓ આક્રમણો શરૂ કરી દીધા હતા. 40 દિવસના યુદ્ધમાં ઘણી મોટી-મોટી ધમકીઓ વચ્ચે ઈસ્લામાબાદમાં નિષ્ફળ શાંતિ વાટાઘાટો પણ થઈ. હવે ફરીથી ઈરાન સાથે ટ્રમ્પ યુદ્ધ શરૂ કરે તેવા કાઉન્ટડાઉનથી દુનિયા ચિંતિત છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જાણે કે ખ્રિસ્તી વિશ્વના સર્વોચ્ચ રાજકીય નેતા પદે સ્થાપિત થવાના અભરખાં હોવાની શક્યતા પણ તેમના એક્શનમાં દેખાય છે. તેમણે ઈરાન યુદ્ધ વચ્ચે વ્હાઈટ હાઉસ (White House) માં ખ્રિસ્તી પદ્ધતિ મુજબ એક પ્રાર્થના પણ કરી હતી અને તેની સામગ્રી પણ સોશયલ મીડિયામાં ચર્ચાનું કારણ બની હતી.
ઈરાન સાથેના યુદ્ધમાં મજહબી એન્ગલનો પણ ક્યાંક સોશયલ મીડિયાની ચર્ચામાં ઉમેરો પણ થઈ રહ્યો છે. આ બધાં ઘટનાક્રમ વચ્ચે ટ્રમ્પ દ્વારા રોમન કેથોલિક ચર્ચના સર્વોચ્ચ ધાર્મિક નેતા પોપ લિયો 14 (Pope Leo XIV) ને લઈને ટ્રમ્પનું આકરું વલણ અને આકરા નિવેદનો પણ ખાસા ચર્ચાનું કારણ બન્યા છે. તેની સાથે સવાલ ઉઠી રહ્યો છે કે શું ટ્રમ્પ ખુદને ખ્રિસ્તી પંથીઓની દુનિયામાં સર્વોચ્ચ નેતા પદે સ્થાપિત કરવા માંગે છે કે તેમને એવો વહેમ છે કે તેમની અહીં ખૂબ મોટી સ્વીકાર્યતા છે. તેઓ પોપ લિયોના નિવેદનોની ઝાટકણી કાઢીને તેમની ઝાટકણી પણ કાઢતા જોવા મળ્યા છે.
આ પણ વાંચો: Islamic Character of Pakistan : પાકિસ્તાનના ઈસ્લામિક ચરિત્રની કાળી સચ્ચાઈ, નમાજીઓ સામેની હિંસા 'જેહાદ'!
આવો જાણીએ કે Donald Trump કેવી રીતે Pope Leo XIV ને નિશાને લઈ રહ્યા છે?
અમેરિકાના રાષ્ટ્ર્પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે રોમન કેથોલિક ચર્ચના સર્વોચ્ચ ધાર્મિક નેતા પોપ લિયો (Pope Leo XIV) ની પાછળ પડયા છે. ટ્રમ્પે થોડા દિવસ પહેલા પોપ લિયાની આકરી ટીકા કરી અને અલગ-અલગ નિવેદનોમાં તેમના પર નિશાન સાધ્યા છે. ટ્રમ્પે ત્યાં સુધી કહી દીધું કે જો તેઓ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદે ન હોત તો પોપને ક્યારેય આ પદ માટે ચૂંટવામાં જ ન આવ્યા હોત. જ્યારે આ બધું પણ ઓછું પડયું તો હવે ટ્રમ્પે ખુદને ઈશુ ખ્રિસ્ત (Jesus Christ) ગણાવીને હદ કરી છે.
New media post from Donald J. Trump
(TS: 12 Apr 21:49 ET) pic.twitter.com/uWUoEG1bSQ
— Commentary: Trump Truth Social Posts On X (@TrumpTruthOnX) April 13, 2026
પોપ લિયો 14મા પર આકરા હુમલા કર્યાના તુરંત બાદ પોતાની એક AI જનરેટેડ તસવીર શેયર કરી છે, જેમાં તે ચમત્કાર કરતા દેખાઈ રહ્યા છે. આ તસ્વીર બાઈબલમાં જણાવવામાં આવેલા એ ચમત્કાર જેવી છે, જેમાં ઈશુ ખ્રિસ્તે એક મૃત વ્યક્તિને ફરીથી જીવિત કર્યો હતો. આ તસ્વીરમાં ટ્રમ્પ એક વ્યક્તિના માથા પર હાથ મૂકતા જોવા મળી રહ્યા છે. આસપાસ અમેરિકાના ઝંડા, યુદ્ધજહાજો અને દેવદૂતો પણ દેખાઈ રહ્યા છે.
આ પણ વાંચો: Trump’s Announcements: ટ્રમ્પ દ્વારા ભારતની નીતિગત ઘોષણાઓ કૂટનીતિક સ્વાયત્તતા પર સંકટ?
પોપ પર લગાવ્યા Trump એ આરોપ
આના પહેલા ટ્રમ્પે પોપ લિયો પર આકરા વાકપ્રહારો કરતા કહ્યુ કે તેમના નિવેદન રાજનીતિથી પ્રભાવિત છે. ટ્રુથ સોશયલ પર એક લાંબી પોસ્ટમાં ટ્રમ્પે દાવો કર્યો કે જો તેઓ રાષ્ટ્રપ્રમુખ ન હોત, તો પોપ લિયોની પસંદગી જ થઈ ન હોત. તેમણે કહ્યુ કે પોપને માત્ર એટલા માટે ચૂંટવામાં આવ્યા, કારણ કે તે અમેરિકન છે. ટ્રમ્પે એ પણ આરોપ લાવ્યો કે પોપ લિયો ઈરાન જેવા મુદ્દા પર નરમ વલણ ધરાવે છે, ખાસ કરીને પરમાણુ હથિયારોને લઈને.
આ પણ વાંચો: Gangster Imperialism: ટ્રમ્પ અમેરિકાના 'કિમ જોંગ ઉન'? ગલીના ગુંડાઓ જેવી વૈશ્વિક નેતાઓની ભાષા!
ટ્રમ્પે આગળ કહ્યુ કે તેમને એવા પોપ નથી જોઈતા કે જે ઈરાનના પરમાણુ હથિયાર રાખવાને યોગ્ય માને અથવા અમેરિકાની સૈન્ય કાર્યવાહીની ટીકા કરે. તેમણે કહ્યુ છે કે મને એવા પોપ નથી જોઈતા જેને લાગતું હોય કે ઈરાન પાસે પરમાણુ હથિયારો હોવા ઠીક છે. મને એવા પોપ નથી જોઈતા જેને અમેરિકાનો વેનેઝુએલા પરનો હુમલો ભયાનક લાગતો હોય, જ્યારે વેનેઝુએલા અમેરિકામાં મોટા પ્રમાણમાં ડ્રગ્સને અમારા દેશમાં મોકલી રહ્યું હતું. મને એવા પોપ નથી જોઈતા જે સંયુક્ત રાજ્ય અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ટીકા કરે, જ્યારે હું તો માત્ર તે કરી રહ્યો છું, જેના માટે મને ભારે બહુમતીથી ચૂંટવામાં આવ્યો છે.
આ પણ વાંચો: અમેરિકા સામેની ભૂ-રાજનીતિક બગાવત હશે 'Islamic NATO', ભારત સામે પડકારો વધારશે
Pope Leo XIV એ કરી હતી યુદ્ધની ટીકા
આ આખો મામલો પોપ અને ટ્રમ્પ વચ્ચે પહેલેથી જ ચાલી રહેલા તણાવને વધારનારો માનવામાં આવે છે. પોપ લિયો 14મા પહેલા અમેરિકન મૂળના પોપ છે અને તે પહેલા પણ અમેરિકાની નીતિઓની ટીકા અને વિદેશમાં સૈન્ય દખલને લઈને ચિંતા વ્યક્ત કરી ચુક્યા છે, તેની સાથે જ શાંતિ તથા વાતચીતની વાત કરતા રહે છે. તાજેતરમાં તેમણે એક નિવેદનમાં કહ્યુ હતુ કે ખુદ અને ધનની પૂજા અને શક્તિ પ્રદર્શન બંધ થવા જોઈએ. તેને અમેરિકા તરફ ઈશારો માનવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Trump’s strategy: ટ્રમ્પનું લક્ષ્ય ચીન-રશિયા પર વૈશ્વિક સ્તરે અમેરિકાની સર્વોપરિતા સ્થાપિત કરવી


