US Iran Ceasefire: ટ્રમ્પે પાકિસ્તાનને કારણ વગર હીરો બનાવ્યું, ભારત માટે ખતરાની ઘંટડી!
. ભારત કે તુર્કીને બદલે દેવાળિયા પાકિસ્તાનને મધ્યસ્થ બનાવ્યું કારણ કે તેને અમેરિકાની શરતો પર નચાવવું સરળ છે
. આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને વિશ્વમાં અલગ-થલગ કરવાની ભારતની વર્ષોની મહેનત પર પાણી ફરી વળવાની આશંકા
. ચીન અને પાકિસ્તાન સાથેના વધતા સંબંધો અને અમેરિકાનું પાક. તરફી વલણ ભારતની સુરક્ષા માટે 'ખતરાની ઘંટડી' સમાન છે
આનંદ શુક્લ: અમેરિકા (US) ના પડખામાં પેસેલું પાકિસ્તાન (Pakistan) હંમેશા બેફામ બનીને ભારત (India) માં આતંકવાદી (Terrorism) પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરતું હોય છે. જ્યારે જમ્મુ-કાશ્મીર (Jammu - Kashmir) માં આતંકવાદ શરૂ થયો, ત્યારે પાકિસ્તાન અમેરિકાનું બગલબચ્ચું હતું. 9/11ના વર્લ્ડ ટ્રેડ સેન્ટર (World Trade Center - WTO) પરના આતંકી હુમલા બાદ અમેરિકાએ દક્ષિણ એશિયા (South Asia) માં પાકિસ્તાનને માપમાં રાખવાનું શરૂ કર્યું હતું. આ આતંકી હુમલો કરનારા અલકાયદા (Al-queda) ના પ્રમુખ ઓસામા બિન લાદેન (Osama Bin Laden) ને પાકિસ્તાનના એબટાબાદમાં 2011 મોતને ઘાટ ઉતાર્યો તેના પછી લાગતું હતું કે અમેરિકા ક્યારેય પાકિસ્તાનને પોતાની નજીક આવવા દેશે નહીં.
પોતાની પહેલી ટર્મમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) નું પાકિસ્તાન માટેનું વલણ પ્રમાણમાં કડક જ હતું. પણ બીજી ટર્મમાં અમેરિકાની ભૂરાજનીતિક (Geo-Political) જરૂરિયાતો મુજબ તેમણે પોતાનું વલણ બદલ્યું.
પાકિસ્તાનમાં લોકશાહીની તરફદારી કરવા માટે તેના સેનાધ્યક્ષને દુનિયામાં કોઈ ભાવ આપતું ન હતું. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન યુદ્ધ પહેલા જ પાકિસ્તાનને અમેરિકા તરફ ખેંચવાનું શરૂ કર્યું હતું. અમેરિકાના રાષ્ટ્ર્પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાની સેનાધ્યક્ષ આસિમ મુનિર (Asim Munir) ને બે વખત વ્હાઈટહાઉસ (White House) માં ડીનર માટે આમંત્રિત કરીને તેને પોતાની તરફ કર્યો હતો.
હવે પાકિસ્તાનના પપેટ વડાપ્રધાન શાહબાઝ શરીફ (Shehbaz Sharif) ની મધ્યસ્થતાને કારણે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાન બે સપ્તાહના અસ્થાયી યુદ્ધવિરામ (Ceasefire) માટે તૈયાર થયા છે.
Pakistan ને અમેરિકાએ કારણ વગર હીરો બનાવ્યું
પાકિસ્તાનના શાહબાઝ શરીફ અને આસિમ મુનિર જેવા વેંતિયાઓ પોતાને વૈશ્વિક શાંતિના દૂત સમજવા લાગ્યા છે. તેમને લાગી રહ્યું છે કે તેમણે ભારત પર દક્ષિણ એશિયન ક્ષેત્રમાં કૂટનીતિક સરસાઈ પ્રાપ્ત કરી લીધી હોય. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પાકિસ્તાનનું નામ લીધું છે અને તેને કૂટનીતિક દ્રષ્ટિએ મોટી વાત માનવામાં આવે છે.
આ પણ વાંચો: Ceasefire થોડા કલાકો પણ ન ટક્યો? UAE-કુવૈત પર મિસાઈલ-ડ્રોન એટેક, Iranમાં બ્લાસ્ટ
પાકિસ્તાનની પસંદગી પાછળનું કારણ
અમેરિકા દ્વારા તુર્કી, ભારત, કતર અને સાઉદી અરેબિયા (Turkey, India, Qatar, Saudi Arebia) ના સ્થાને પાકિસ્તાનને મધ્યસ્થ તરીકે પસંદ કર્યું, કારણ કે તુર્કીના ક્ષેત્રમાં પ્રભાવ ઘણો વધારે છે અને તેની કૂટનીતિ બેહદ એક્ટિવ છે. ભારતની વૈશ્વિક શાખ વધારે છે અને રણનીતિક રીતે સ્વાયત્ત છે. કતરને પહેલેથી જ મધ્યસ્થતા નિભાવવામાં સારો એવો અનુભવ છે. સાઉદી અરેબિયાની નાણાંકીય શક્તિ ઘણી છે અને ક્ષેત્રમાં તેનો વધારે પ્રભાવ છે. પણ આ બધાં દેશો અમેરિકાના ભૂરાજનીતિક હિતો ટ્રમ્પના કહેવા પ્રમાણે જ ઈરાન સાથે કામ કરે તેવી શક્યતા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને લાગી નથી.
જ્યારે પાકિસ્તાન પરમાણુ હથિયારો ધરાવતો પણ આર્થિક દ્રષ્ટિએ પાયમાલ થયેલો દેશ છે. પાકિસ્તાન બેહદ ઓછું વિદેશી વિનિયમ રિઝર્વ ધરાવે છે. દેવાળિયા થતાં બચવા માાટે પાકિસ્તાનને ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF) થી બેલઆઉટ પેકેજ મળ્યું છે. ચીન અને ખાડી દેશો પર પાકિસ્તાનની નાણાંકીય નિર્ભરતા વધારે છે. જ્યારે કોઈ દેશની અર્થવ્યવસ્થા બહારના સપોર્ટ પર ટકેલી હોય છે, તો તેની વિદેશ નીતિ સ્વાયત્ત રહી શકતી નથી, આવી સ્થિતિમાં પાકિસ્તાન અને તેનું નેતૃત્વ ટ્રમ્પની પ્રોક્સી તરીકે ઈરાન સાથે ડીલ કરી શકે છે.
ચીન-પાકિસ્તાનનો બેવડો ખતરો
ભારત ઉત્તર અને પશ્ચિમ સરહદે ચીન (China) અને પાકિસ્તાન (Pakistan) સામેના ટુ ફ્રન્ટ વૉર (Two Front War) ના જોખમનો સામનો તો કરી જ રહ્યું છે. વળી ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે (Global Times) પોતાના એક આર્ટિકલમાં ચીનની ભારત વિરોધી રણનીતિઓનો ખુલાસો કરીને 2030 બાદ ભારત વિરુદ્ધ યુદ્ધ છેડવાની શક્યતાઓ દર્શાવી હતી. આવા સંજોગોમાં પાકિસ્તાન પણ ચીનના સૈન્ય અભિયાનમાં જોડાય તેવી શક્યતાઓને નજરઅંદાજ કરી શકાય તેમ નથી.
આ પણ વાંચો: US Iran Ceasefire : War Is Not Over, ઈરાન યુદ્ધવિરામ પર રશિયાએ અમેરિકાને ખખડાવ્યું !
ભારત માટે શા માટે છે ખતરાની ઘંટડી?
પાકિસ્તાન વિશ્વની ત્રણ મહાશક્તિઓ - અમેરિકા, ચીન અને રશિયા (US, China, Russia) સાથે કૂટનીતિક પહોંચ ધરાવે છે. ચીન પાકિસ્તાનનું ડિફેન્સ પાર્ટનર (Defence Partner) હોવાની સાથે ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરમાં અબજો ડોલરનું આંધણ કરી ચુક્યું છે. રશિયા અને ચીનના સંબંધો ઘણાં ઘનિષ્ઠ છે અને તેને કારણે જ્યારે ભારત અમેરિકાની નજીક જઈ રહ્યું હતું ત્યારે ઈસ્લામાબાદ અને મોસ્કો પણ એકબીજા સાથે કૂટનીતિક અંતર ઘટાડવાની પ્રક્રિયામાં હતા.
આવા સંજોગોમાં પાકિસ્તાનનું કૂટનીતિક કદ વધવાથી ભારતને ખતરો છે. પાકિસ્તાન હંમેશા ભારતને નુકશાન પહોંચાડતું રહ્યું છે. ભારતમાં આતંકવાદ ફેલાવવા માટે પાકિસ્તાન એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. પણ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામને કારણે વૈશ્વિક મંચો પર પાકિસ્તાન વિરુદ્ધ આતંકવાદ વિરોધી ગઠજોડ બનાવવાની ભારતની કોશિશો નબળી પડી શકે છે. પાકિસ્તાન હાલના ભૂરાજનીતિક પરિવર્તનોનો લાભ લઈને ભારત વિરોધી પ્રવૃત્તિઓ બેકાબુપણે અંજામ આપવાની વેતરણમાં લાગી શકે છે.
Prime Minister of Islamic Republic of Pakistan, Shehbaz Sharif tweets, "Diplomatic efforts for peaceful settlement of the ongoing war in the Middle East are progressing steadily, strongly and powerfully with the potential to lead to substantive results in near future. To allow… pic.twitter.com/OgvZN0jQcj
— ANI (@ANI) April 7, 2026
ભારતે શા માટે મધ્યસ્થતાનો પ્રયાસ નહીં કર્યો હોય?
જ્યાં સુધી ભારતની મધ્યસ્થતા કરવાની વાત છે, તો ભારતના અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન એમ ત્રણેય દેશો સાથે સારા કૂટનીતિક સંબંધો છે. પરંતુ ભારતની નીતિ વેઈટ એન્ડ વૉચની રહી છે. તેનું કારણ ભારત માટે પોતાની રણનીતિક સ્વાયત્તતા સૌથી મોટી પ્રાથમિકતા છે. આવા સંજોગોમાં ટ્રમ્પ જેવા નેતા સાથે ડીલ કરવામાં ઘણાં મોટા કૂટનીતિક જોખમોની અવગણના થઈ શકે તેમ ન હતી. તેથી ભારતે આવી કોઈપણ કોશિશ કરવાનું ટાળ્યું હોવાનું અત્યાર સુધીના ઘટનાક્રમ પરથી લાગી રહ્યું છે.
બાકી પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે એક્સ પર પોસ્ટ દ્વારા યુદ્ધવિરામની વાત કરી. તો તેમની પોસ્ટ પર જ બબાલ મચી ગઈ. આ પોસ્ટનો પ્રારંભિક ડ્રાફ્ટ પાકિસ્તાન બહાર ક્યાંક થયો હોવાની ચર્ચાઓ પણ ચાલી હતી. સોશયલ મીડિયા એક્સ પર Draft-Pakistan’s PM Message on X' કરી રહ્યું હતું. ભૂરાજનીતિક પરિવર્તનો વચ્ચે કૂટનીતિમાં ભારત પાકિસ્તાનના વડાપ્રધાનની સ્થિતિ જેવી કક્ષાએ પહોંચે તે અશક્ય વાત છે. તેથી ભારતે આવી કોઈપણ મધ્યસ્થતાની કોશિશ નહીં કરી હોય.
આ પણ વાંચો: US Iran Ceasefire: પાકિસ્તાનના PM શાહબાઝ શરીફની Nobel Peace Prize ને લઈ લાળ ટપકશે!

