ટ્રમ્પની વેનેઝુએલા સામેની કાર્યવાહીમાં ઈરાન માટે સંદેશ, પણ ચીન-રશિયા આની નકલ કરશે તો?
. શું વેનેઝુએલા ટ્રમ્પ માટે ઈરાક મૂવમેન્ટ બનવા જઈ રહ્યું છે?
. અમેરિકાની સૈન્ય દાદાગીરીની ઘટનાઓ 2026માં વધશે?
. વિશ્વ ત્રિધ્રુવીય મહાસત્તાની ખેંચતાણનો અખાડો બનશે?
. વિશ્વ અમેરિકાનું કંઈ સામ્રાજ્ય છે, ટ્રમ્પ એના કંઈ સુલ્તાન છે?
. વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધ કે મહાવિનાશક પરમાણુ યુદ્ધ તરફ ધકેલાશે?
આનંદ શુક્લ: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશથી વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરો અને તેમના પત્ની સિલિયા ફ્લોરેસને રાજધાની કારાકાસમાં ડેલ્ટા ફોર્સે એરેસ્ટ કર્યા છે. તેના પહેલા વેનેઝુએલા પર એર સ્ટ્રાઈક પણ કરવામાં આવી હતી.
અમેરિકામાં માદુરો સામે કેસ
યુએસના અટોર્ની જનરલ બોંડીએ કહ્યુ છે કે નિકોલસ માદુરો અને તેમના પત્ની, સિલિયા ફ્લોરેસ પર ન્યૂયોર્કના દક્ષિણ જિલ્લામાં કેસ દાખલ કરાયો છે. માદુરો પર માદક પદાર્થો સંબંધિત આતંકવાદની સાજિશ, કોકીન આયાતની સાજિશ, મશીનગન અને વિનાશકારી ઉપકરણોના નિયંત્રણ અને યુએસએ વિરુદ્ધ મશીનગન તથા ઉપકરણોના કબજાનું ષડયંત્ર કરવાનો આરોપ લગાવાયો છે. તેમને જલ્દીથી અમેરિકાની અદાલતોમાં ન્યાય પ્રક્રિયાનો સામનો કરવો પડશે.
અમેરિકાની ન્યૂઝ ચેનલ સીએનએનએ એક સૂત્રને ટાંકીને જણાવ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે થોડા દિવસ પહેલા નિકોલસ માદુરોની ધરપકડની મંજૂરી આપી અને આ અભિયાન અમેરિકાની ડેલ્ટા ફોર્સે પાર પાડયું. અમેરિકાની ગુપ્તચર સંસ્થા સીઆઈએએ માદુરોના ઠેકાણાની ભાળ મેળવી હતી.
અમેરિકા દ્વારા માદુરોને પત્ની સાથે એરેસ્ટ કરાયા બાદ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યુ કે નિકોલસ માદુર વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નથી અને તેમની સરકાર કાયદેસરની નથી. તેમણે કહ્યુ કે માદુરો કાર્ટેલ ડે લોસ સોલ્સનો ચીફ છે, જે એક નાર્કો ટેરર સંગઠન છે અને તેણે વેનેઝુએલા પર કબજો કરી રાખ્યો છે.
ઈરાન-રશિયાની પ્રતિક્રિયા
વેનેઝુએલા પર અમેરિકાની કાર્યવાહીમાં ઈરાને પ્રતિક્રિયા આપતા તેને તાત્કાલિક રોકવાની માગણી કરી છે. ઈરાનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે વેનેઝુએલા પર અમેરિકાના સૈન્ય હુમલા સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર સિદ્દાંત અને આંતરરાષ્ટ્રીય કાયદાના મૂળભૂત નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા પ્રત્યે પ્રતિબદ્ધ તમામ દેશોએ આની નિંદા કરવી જોઈએ. તેનું દુષ્પરિણામ માત્ર પ્રાદેશિક સ્તર સુધી મર્યાદીત નહીં રહે, પરંતુ સંપૂર્ણ વૈશ્વિક વ્યવસ્થાને પ્રભાવિત કરશે.
રશિયાએ પણ અમેરિકાના પગલાને શત્રુતા પ્રેરીત ગણાવતા કહ્યુ છે કે અમેરિકા આ હુમલાને લઈને જે પણ તર્ક આપે છે, તે પાયાવિહોણા છે અને આ પગલું કૂટનીતિ નહીં, પણ વૈચારિક શત્રુતાથી પ્રેરીત છે.
🇻🇪🇮🇷 #BREAKING US intelligence documents revealed by ABC expose the shocking truth: Chavismo turned Venezuela into Iran’s personal ATM.
While millions of Venezuelans suffered hunger, the regime funneled at least $8.8 billion to Tehran and its Revolutionary Guard.
They did it… pic.twitter.com/lTPoq0LQeR
— WAR (@warsurveillance) December 23, 2025
વેનેઝુએલા પર કાર્યવાહીનો સંદેશ
આ ઓપરેશન દ્વારા અમેરિકા અને ટ્રમ્પ એ સ્થાપિત કરવા માંગે છે કે નાર્કો-ટ્રાફિકિંગ જેવા ગેરકાયદેસર કામોમાં સંડોવાયેલી સરકારને તેઓ એકતરફી રીતે કાર્યવાહી કરીને બદલી શકે છે. આવી સરકારના પ્રમુખને એરેસ્ટ કરીને અમેરિકા લઈ જઈને તેની સામે ટ્રાયલ પણ ચલાવી શકાય છે.
ઈરાનને સંદેશ-
આમા ઈરાન માટે પણ સંદેશ છે કે અમેરિકાની સનાઓ દાખલ થઈ શકે છે. વેનેઝુએલા પર કાર્યવાહીના ગણતરીના કલાકો પહેલા જ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનમાં ચાલી રહેલા દેખાવોના પ્રદર્શનકારીઓ પર ફાયરિંગ કરવામાં આવશે, તો અમેરિકા હસ્તક્ષેપ કરશે, તેવું નિવેદન આપી ચુક્યા છે. ત્યારે વેનેઝુએલા પર કાર્યવાહી અમેરિકાની આવી ક્ષમતા અને રાજકીય ઈચ્છાશક્તિનું એક મોટું પ્રદર્શન છે અને ઈરાનને મોટો સંદેશ પણ છે. ઈરાનનું પરમાણુ વાટાઘાટોનું ગણિત, પ્રાદેશિક સ્તરે પ્રોક્સિઓની કાર્યવાહી અને સર્વોચ્ચ નેતાના સુરક્ષા બંદોબસ્ત આના પ્રમાણે બદલાવાના પણ છે.
12 દિવસના યુદ્ધે પહેલા ઈઝરાયલના ઓપરેશનમાં ઈરાનને લક્ષ્ય બનાવવા માટે સીધું સામેલ થવાની ટ્રમ્પની ઈચ્છાને દર્શાવી દીધી છે. આનો અર્થ એ છે કે બંને દેશો આવા ટકરાવની સ્થિતિના બીજા રાઉન્ડ માટે તૈયારી પણ કરી રહ્યા હશે. ઈરાનના અધિકારીઓ પણ વેનેઝુએલાની રાજધાની કેરકાસ પર થયેલી અમેરિકાની સંભાવનાઓને જોતાં આક્રમક સુરક્ષા બંદોબસ્તને આખરી ઓપ પણ આપી ચુક્યા હશે.
#WATCH | London, UK: On widespread anti-government protests in Iran, Burzine Waghmar, Iran expert at Centre for Iranian Studies (CIS) at University of London's School of Oriental & African Studies (SOAS) Centre, says, "... The basic grievance is economic mismanagement and… pic.twitter.com/6VA704x4wR
— ANI (@ANI) January 3, 2026
આ પણ વાંચો: Venezuela Missile Attacks: વેનેઝુએલા પર મિસાઇલ એટેક, જાણો ભારતને શું થશે અસર?
ચીન-રશિયા, અમેરિકા જેવું કરવા લાગશે તો...?
પણ જો યુક્રેન-રશિયા યુદ્ધની વાત કરીએ- અમેરિકા દ્વારા જો નાર્કો-ટેરરિસ્ટના લેબલ હેઠળ કાર્યવાહી થઈ શકતી હોય, તો રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન કે જેઓ યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કીની ટ્રમ્પ સાથેની વાતચીત દરમિયાન તેમના સત્તાવાર નિવાસસ્થાન પર યુક્રેની ડ્રોન હુમલાની વાત ટેલિફોનથી જણાવી ચુક્યા છે, તેઓ યુક્રેનના પ્રમુખ ઝેલેંસ્કી સામે કઠોર કાર્યવાહીને વેનેઝુએલાની સામે અમેરિકન એક્શનની તર્જ પર આગળ વધારીને તેને ન્યાયોચિત્ત ઠેરવી શકે છે.
આ સમયગાળામાં જ તાઈવાનને ઘેરીને ચીને મોટું સૈન્ય શક્તિ પ્રદર્શન કર્યું છે. બની શકે કે ચીન પણ આવા નિયમ આધારીત દાદાગીરી ભરેલા નરેટિવ્સને આગળ વધારીને તાઈવાન કે દક્ષિણ ચીન સાગરમાં કાર્યવાહી કરીને વૈશ્વિક શાંતિ અને વૈશ્વિક વ્યવસ્થાને પાટા પરથી ઉતારવાની કાર્યવાહી કરી શકે છે. જો કે વેનેઝુએલામાં અમેરિકાની કાર્યવાહી ચીનના આવા કોઈ દુસ્સાહસ સામે અમેરિકાના સૈન્ય હસ્તક્ષેપની રાજકીય ઈચ્છાશક્તિને પણ પ્રદર્શિત કરીને બીજિંગને પણ એક સંદેશ આપી રહી છે.
ટ્રમ્પની વેનેઝુએલા સામેની કાર્યવાહી શક્તિશાળી દેશની તરફેણમાં ન હોય તેવી સરકારો સામે સીધું સૈન્ય હસ્તક્ષેપનું વાતાવરણ તૈયાર કરનારી બની શકે છે.
#WATCH | Delhi: Dr Aparaajita Pandey, Expert in Latin American Studies and Senior Assistant Professor at Amity University, says, "So this was something that I think most people in the world were expecting. Anyone who was following Latin America and the Caribbean was expecting… pic.twitter.com/K244wB9Tcn
— ANI (@ANI) January 3, 2026
આ પણ વાંચો: વેનેઝુએલાને ટ્રમ્પે આખરે શા માટે બનાવ્યું નિશાન? અમેરિકાની માદુરોના ક્યા ખજાના પર છે નજર?
ભૂતકાળની કેટલીક સત્તા પરિવર્તનની ઘટનાઓ યાદ કરીએ...
સીરિયામાં અસદની સત્તા વર્ષોના આંતરિક વિદ્રોહને કારણે ખોખલી બની અને વર્ષોના નાગરિક યુદ્ધ બાદ સમાપ્ત પણ થઈ.
લીબિયામાં નો-ફ્લાઈ ઝોનના વિદેશી હસ્તક્ષેપ દ્વારા ગદ્દાફી સામે ઉભા થયેલી આંતરીક ક્રાંતિ સફળ થઈ અને ગદ્દાફીનો પણ અંત થયો.
ઈરાકના શાસક સદ્દામ હુસૈન દ્વારા કુવૈત પર કબજો કરાયા બાદ 1991માં ખાડી યુદ્ધનું પહેલું સંસ્કરણ અને તેના પછી સામુહિક સંહારના શસ્ત્રોના નામે બીજા ખાડી યુદ્ધમાં તેને સત્તા પરથી હટાવીને અમેરિકાની ફોર્સ દ્વારા એરેસ્ટ કરાયા બાદ ઈરાકની અમેરિકા સમર્થિત સરકારની કોર્ટમાં ફાંસીની સજાનો અમલ કરાયો.
વેનેઝુએલા પર કાર્યવાહીના ટ્રમ્પના પોતાના કારણો
લેટિન અમેરિકામાં વધતું ચીનનું વર્ચસ્વ અમેરિકા માટે આગામી સમયનો મોટો વ્યૂહાત્મક પડકાર છે. વેનેઝુએલા પર કાર્યવાહીના થોડા કલાકો પહેલા જ માદુરો ચીનના પ્રતિનિધિને મળ્યા હતા. વેનેઝુએલાના ખનીજતેલનો 80 ટકા હિસ્સો ચીન જાય છે, તેનાથી પણ કોઈ અજાણ નથી. ડ્રગ્સની હેરાફેરીમાં વેનેઝુએલા એક હોટસ્પોટ હોવાથી પણ ઈન્કાર થઈ શકે તેમ નથી અને અમેરિકામાં અહીંથી નાર્કોટિક્સ આવવાનું પ્રમાણ ઘણું વધારે છે. 1999થી વેનેઝુએલા અમેરિકાના હિતોની સામે પડેલું છે અને તેની ક્યૂબા, રશિયા, ચીન સાથે કૂટનીતિક સાંઠગાંઠ અમેરિકાને હંમેશા ખૂંચતી રહે છે.
2025ના પ્રારંભે ટ્રમ્પ પ્રશાસનના દબાણ હેઠળ પનામાએ ચીનની BRI-(Belt and Road Initiative) યોજનામાંથી પોતાના હાથ પાછા ખેંચ્યા હતા. ચીન આ ક્ષેત્રના દેશોનું સૌથી મોટું કે બીજું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર હોવાનું પણ ટ્રમ્પ પ્રશાસનને ખૂંચતું રહે છે. માદુરો સરકાર સામેની અમેરિકાની કાર્યવાહી લેટિન અમેરિકા અને આ ક્ષેત્રના અન્ય નબળા દેશો માટે મિલિટ્રી-ડિપ્લોમેટિક મેસેજ છે કે રશિયા-ચીન સાથે આર્થિક-સુરક્ષા સહયોગ વધારવો તેમના માટે સારું નહીં રહે.


