Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Iran માં સૈન્ય તેનાતીથી US ને ખચકાટ!, ભવિષ્યમાં ચીન સામે નબળા પડવાનો ડર કારણભૂત?

War On Iran: અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ ઈરાનમાં મર્યાદિત સૈન્ય તેનાતીનો વિચાર કરી રહ્યા છે, પરંતુ એક્સપર્ટ્સ તેને અફઘાનિસ્તાન જેવી 'યુદ્ધની જાળ' ગણાવે છે. ઈરાનનો દુર્ગમ વિસ્તાર અને વસ્તી જોતા આ અભિયાન ખર્ચાળ અને ખુવારીવાળું સાબિત થઈ શકે છે. સૌથી મોટો ડર એ છે કે ઈરાન સાથેના લાંબા યુદ્ધથી અમેરિકા નબળું પડશે, જેનો સીધો લાભ ચીન તાઈવાન કે દક્ષિણ ચીન સાગરમાં લઈ શકે છે.
iran માં સૈન્ય તેનાતીથી us ને ખચકાટ   ભવિષ્યમાં ચીન સામે નબળા પડવાનો ડર કારણભૂત
Advertisement

. Iran માં જમીની કાર્યવાહીથી અમેરિકાની ઈકોનોમી અને સૈન્ય શક્તિને ભારે નુકસાન થઈ શકે છે.
. અમેરિકા જો ઈરાનમાં ફસાશે, તો ચીન સામેના સંભવિત મોરચે (તાઈવાન) તેની પકડ નબળી પડવાની ભીતિ છે
. મિસાઈલ હુમલાથી પરમાણુ મથકો નષ્ટ કરવા મુશ્કેલ હોવાથી ગ્રાઉન્ડ ફોર્સિસની વિચારણા?

આનંદ શુક્લ : અમેરિકન મીડિયામાં અહેવાલો ચાલી રહ્યા છે કે રાષ્ટ્ર્પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ઈરાન (Iran) માં મર્યાદીત સ્તરે સૈન્ય ટુકડીઓની તેનાતી કરવાનો વિચાર ધરાવે છે. જો કે અમેરિકાના વ્યૂહાત્મક બાબતોના એક્સપર્ટ્સ આને લઈને આશંકિત છે. તેમને અફઘાનિસ્તાન (Afghanistan) અને ઈરાક (Iraq) જેવા યુદ્ધની જાળમાં અમેરિકાના ફસાવાની ભીતિ લાગી રહી છે. આવા સંજોગોમાં અમેરિકા વૈશ્વિક સ્તરે રણનીતિક અને વ્યૂહાત્મક સૈન્ય બાબતોમાં ચીન તરફથી કે રશિયા (Russia) તરફથી મોટા પડકારોની સ્થિતિમાં નબળું પડે તેવી પણ ભીતિ સેવાઈ રહી છે.

Advertisement

આ પણ વાંચો: War On Iran: યુદ્ધ ચાલુ રહેશે તો OIL $ 150 ડોલર પર પહોંચવાની શક્યતા!

Advertisement

Iran માં જમીની કાર્યવાહીમાં ભારે ખુવારીનું આકલન

ઈરાન (Iran) યુદ્ધ હવે એક નિર્ણાયક વળાંક પર પહોંચી ચુક્યું છે. હવાઈ-મિસાઈલ હુમલાથી જ ઈરાનમાં તેના પરમાણુ કાર્યક્રમ કે મિસાઈલ (missile) કાર્યક્રમ સહીતની બાબતોમાં અમેરિકા-ઈઝરાયલ માટેના સકારાત્મક પરિણામોની સ્થિતિ લાવવી બેહદ કઠિન માનવામાં આવે છે. આવા સંજોગોમાં સૈન્ય તેનાતી ભલે પછી તે મર્યાદીત સ્તરની હોય, તેના વિકલ્પને લઈને પણ ઘણી ચર્ચાઓ ચાલી રહી છે.

જેનોઆ યુનિવર્સિટી (University of Genoa) ના પ્રોફેસર પાઓલો બાચી (Professor Paolo Becchi) એ ઈરાનમાં અમેરિકા અને ઈઝરાયલના ભૂમિદળોની તેનાતી સામે ચેતવણી આપતા આવી સ્થિતિમાં બંને દેશોને ભારે નુકશાનનો સામનો કરવાનો વારો આવે તેવી ભીતિ પણ વ્યક્ત કરી છે.

એક્સપર્ટ્સ મુજબ, ઈરાનમાં જમીની સૈન્ય અભિયાન શરૂ કરવા બેહદ કઠિન છે. 9.5 કરોડની વસ્તી ધરાવતું ઈરાન ઘણો મોટો ભૌગોલિક વિસ્તાર ધરાવે છે અને તેમાં દુર્ગમ પહાડીઓનો પણ મોટો વિસ્તાર છે. જેને કારણે આવું સૈન્ય અભિયાન બેહદ ખર્ચાળ અને સેંકડો સૈનિકોના બલિદાનનું કારણ બને તેવું રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો: US Israel Iran War: ગ્રાઉન્ડ ટ્રુપ્સ ઉતાર્યા વગર ટ્રમ્પ-નેતન્યાહૂને ઈરાનમાં સફળતા નહીં મળે!

પ્રોફેસર બાચીએ અમેરિકા માટે સંભવિત ગંભીર રાજકીય અને આર્થિક ખતરાને પણ ઈંગિત કર્યો છે. આ આકલનમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હાલની સ્થિતિ સંવેદનશીલ હોવાનું કહેવામાં આવ્યું છે અને તેની સાથે જ સૈન્ય ઘર્ષણના વધવાની સ્થિતિમાં ઈરાન અમેરિકાની ઈકોનોમીને નુકશાન કરી શકે છે. આ દરમિયાન વૈશ્વિક સ્તરે ખનીજતેલના ભાવમાં પણ ભડકો થશે. જેનાથી આર્થિક સ્તરે મોટું ધોવાણ થવાની શક્યતા છે.

પહેલા ટાઈમ મેગેઝીને અહેવાલમાં કહ્યુ હતુ કે જો મિલિટ્રી ઓપરેશન (Military Operation) ના ઉદેશ્યોને પ્રાપ્ત કરવા માટે જરૂરી હશે, તો ટ્રમ્પે અમેરિકાની ગ્રાઉન્ડ ફોર્સિસ (Ground Forces) ને મોકલવાની સંભાવનાને ફગાવી નથી. તેની સાથે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંભવિત અભિયાનને લઈને કોઈ નિર્ધારીત ડેડલાઈન પણ બનાવી નથી.

આ પણ વાંચો: Trump’s strategy: ટ્રમ્પનું લક્ષ્ય ચીન-રશિયા પર વૈશ્વિક સ્તરે અમેરિકાની સર્વોપરિતા સ્થાપિત કરવી

China સામેના ભવિષ્યના પડકારોમાં US ની સ્થિતિ નબળી પડવાની ભીતિ

અમેરિકન પબ્લિકેશન 19FortyFive દ્વારા આવા ઘર્ષણને કારણે વ્યાપાક વ્યૂહાત્મક દુષ્પરિણામોના વધવાને લઈને ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે. 19FortyFive દ્વારા મંતવ્ય વ્યક્ત કરવામાં આવ્યું છે કે ઈરાન સામેની જમીની સૈન્ય કાર્યવાહી ભવિષ્યના ચીન સાથેના સંભવિત ઘર્ષણની સ્થિતિમાં અમેરિકાની સ્થિતિને નબળી કરનારી હશે. આમા દલીલ કરવામાં આવી છે કે જો આ ઘર્ષણ ટ્રમ્પની સૌથી આશાવાદી અપેક્ષાઓ કરતા લાંબુ ચાલ્યું, તો તે અમેરિકા માટે ગંભીર વ્યૂહાત્મક પરિણામો લાવી શકે છે, પછી ભલે ને અમેરિકા આખરે આમા સૈન્ય રાહે જીત મેળવે.

આ પણ વાંચો: Iran Regime Change: ઈરાનમાં સત્તા પરિવર્તન નહીં થાય, તો ટ્રમ્પ અમેરિકામાં શું મોંઢુ બતાવશે?

ચીન અત્યાર ઈરાન યુદ્ધમાં કૂટનીતિક સ્તરે ભલે સક્રિય દેખાતું હોય, પણ અમેરિકા-ઈઝરાયલ (US-Israel) ની કાર્યવાહીમાં સીધો હસ્તક્ષેપ કરી રહ્યું નથી. તેના માટે લડવા માટે પોતાના ઘણાં મોરચા છે. અમેરિકા પોતાનું ત્રીજુંવિમાનવાહક જહાજ પણ ખાડી દેશો તરફ મોકલી રહ્યું છે. આવા સંજોગોમાં અમેરિકાની નૌસૈન્યશક્તિનો ઘણો મોટો ભાગ ઈરાન યુદ્ધમાં ઝોંકાયેલો છે. તેવામાં ગ્રાઉન્ડ ઓપરેશન્સ અમેરિકા માટે મિલિટ્રી, ડિપ્લોમસી અને સ્ટ્રેટજીક સ્તરે ગંભીર પરિણામો લાવનારા સાબિત થઈ શકે છે. ચીન દક્ષિણ ચીન સાગર (South China Sea) અને તાઈવાન (Taiwan) ની આસપાસ સક્રિય બનીને કોઈ એવી કાર્યવાહી કરે કે જેનાથી વૈશ્વિક શાંતિમાં ખલેલ પહોંચે અને અમેરિકાના ખુદના વ્યૂહાત્મક હિતો જોખમાય તો તેવી સ્થિતિમાં શું અમેરિકા ચીન જેવા શક્તિશાળી દેશ સામે બીજો મોરચો ખોલી શકશે?

આ પણ વાંચો: War On Iran: ટ્રમ્પ ઈરાનમાં કેટલીક અમેરિકન ગ્રાઉન્ડ ફોર્સિસની તેનાતીની વિચારણા કરી રહ્યા છે!

Tags :
Advertisement

.

×