Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

US,Israel - Iran War: ટ્રમ્પનું લક્ષ્ય ઈરાનમાં સત્તા પરિવર્તન, પણ ઈઝરાયલ ઈચ્છે છે સંપૂર્ણ પતન!

US Israel Iran War: ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકા અને ઈઝરાયેલના લક્ષ્યો અલગ છે. ટ્રમ્પ ઈરાનમાં પોતાની પસંદનું 'સત્તા પરિવર્તન' ઈચ્છે છે, જેથી પરમાણુ ખતરો ટળે. પરંતુ, ઈઝરાયેલ ઈરાનનું 'સંપૂર્ણ પતન' અને ગૃહયુદ્ધ ઈચ્છે છે જેથી ભવિષ્યમાં કોઈ ખતરો જ ન રહે. નિષ્ણાતો મુજબ, જો ટ્રમ્પ યુદ્ધ વિરામ જાહેર કરશે તો પણ નેતન્યાહૂ ઈરાન વિરુદ્ધ આક્રમક વલણ ચાલુ રાખશે.
us israel   iran war  ટ્રમ્પનું લક્ષ્ય ઈરાનમાં સત્તા પરિવર્તન  પણ ઈઝરાયલ ઈચ્છે છે સંપૂર્ણ પતન
Advertisement

. અમેરિકા (US) ખનીજતેલના ભંડારો પર વર્ચસ્વ અને ઈરાન (Iran) માં લોકશાહી લાવવા માંગે છે
. ઈઝરાયલ (Israel) ઈરાનને કાયમ માટે અક્ષમ (Weak) બનાવી પ્રાદેશિક સરસાઈ મેળવવા ઈચ્છે છે
. ઈઝરાયલ માટે ઈરાનના પરમાણુ અને મિસાઈલ પ્રોગ્રામનો જડમૂળથી નાશ કરવો અનિવાર્ય છે
. ઈઝરાયેલી થિંક ટેન્ક્સ મુજબ, ઈરાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ ઈઝરાયેલના રાષ્ટ્રીય હિતમાં છે

આનંદ શુક્લ : ઈરાન (Iran) માં અમેરિકા (US) અને ઈઝરાયલ (Israel) સંયુક્ત કાર્યવાહી કરી રહ્યા છે. આ યુદ્ધમાં બંને દેશોના લક્ષ્યો અલગ-અલગ છે. ઈરાન (Iran) ના સંપૂર્ણ પતનને ઈઝરાયલી એક્સપર્ટ્સ પોતાના દેશના હિતમાં માની રહ્યા છે. આવા સંજોગોમાં અમેરિકા કદાચ યુદ્ધ સમાપ્તિની ઘોષણા પણ કરી દે, તો ઈઝરાયલ (Israel) અને ઈરાન (Iran) વચ્ચે ઘર્ષણ ચાલુ રહેવાનીપુરી શક્યતા છે. આ ઘર્ષણ યુદ્ધ કે યુદ્ધ જેવી પરિસ્થિતિ કે છાશવારે એકબીજા પર સ્ટ્રાઈક જેવા સ્વરૂપે પણ હોઈ શકે. આ લડાઈ ઈઝરાયલ માટે જીતવી તેના અસ્તિત્વને સુરક્ષિત કરવા માટે જરૂરી છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો:  Iran માં સૈન્ય તેનાતીથી US ને ખચકાટ!, ભવિષ્યમાં ચીન સામે નબળા પડવાનો ડર કારણભૂત?

US માટે યુદ્ધનું કારણ

અમેરિકા (US) ને એ નિસ્બત છે કે ઈરાન પરમાણુ હથિયાર (Nuclear Weapon) બનાવે નહીં અને તેની મિસાઈલો (Missile) ની રેન્જ તેના મહત્ત્વના મિલિટ્રી બેઝ (Military Base) અને તેની મુખ્ય ભૂમિ સુધી પહોંચે તેટલી હદે પહોંચે નહીં. મધ્ય-પૂર્વમાં ખનીજતેલ (Crude Oil) ના ભંડારો પર અમેરિકા (US) પોતાનું વર્ચસ્વ જાળવી રાખે અને પોતાના મધ્ય-પૂર્વ (Middle-East) ના દેશોને ઈરાનની સામે સુરક્ષા પુરી પાડવાનું કામ કરે.

શિયા મુસ્લિમો (Shia Muslims) ની બહુમતીવાળું ઈરાન સુન્ની (Sunni) પંથી મિડલ-ઈસ્ટ (Middle-East) ના દેશો સાઉદી અરેબિયા (Saudi Arebia) ,બહરીન (Behrin) , યુએઈ (UAE) , કતર (Qatar) સહીતના ઘણાં દેશો માટે મજહબી ખતરો છે. ઈરાનની પ્રોક્સી ગાઝા પટ્ટી (Gaza Strip) માં હમાસ (Hamas) ઈઝરાયલ માટે ખતરો છે. તો લેબનાન (Lebenon) ના હિઝબુલ્લાહ (Hizbullah) પણ તેલ-અવીવ (Tel Aviv) ને જ દુશ્મન સમજીને ઈરાનના દોરીસંચાર હેઠળ કાર્યવાહીઓ કરતા રહ્યા છે. યમન (Yamen) માં શિયાપંથી હુતી (Hauthi) વિદ્રોહીઓએ પણ સાઉદી અરેબિયા સહીતના સુન્નીપંથી મુસ્લિમ (Muslim) દેશો માટે ખતરો છે.

મિડલ-ઈસ્ટમાં સુન્ની પંથી મુસ્લિમ દેશો અમેરિકા સાથે મિત્રતા ધરાવે છે. તેથી ગાઝામાં ઈઝરાયલની ભીષણ કાર્યવાહી બાદ બનેલા બોર્ડ ઓફ પીસ (Board of Peace) માં પણ તેમણે ટ્રમ્પ (Trump) ના કહેવાથી ઈઝરાયલ (Israel) સાથે રહેવાનું પસંદ કર્યું છે. ઈરાન આ મુદ્દાને ઈસ્લામિક જગત (Islamic World) માં ઈઝરાયલ તરફી ગણાવીને આવા મુસ્લિમ દેશોના પગલાને પેલેસ્ટાઈન (Palestine) વિરોધી પણ ગણાવી ચુક્યું છે.

આ પણ વાંચો:  " $ 200 પ્રતિ બેરલ Crude OIL ખરીદી શકતા હો, તો ખેલ ચાલુ રાખો": ઈરાનની US-Israel ને વોર્નિંગ

Israel માટે અસ્તિત્વનો જંગ

હવે વાત કરીએ ઈઝરાયલના હિતોની તો ઈરાને પોતાના પરમાણુ હથિયારોથી આ યહૂદી (Jews) દેશને સમાપ્ત કરવાની વાત કરી હતી. ઈરાનના મૃત સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઈ (Ayatullah Ali Khamenei) એવા અર્થનું નિવેદન કરી ચુક્યા હતા કે યહૂદીઓને જીવવાનો અધિકાર નથી! યહૂદીઓ સામે ધાર્મિક ઘૃણા ફેલાવવામાં ઈરાનના નીતિ-નિર્ધારકો આગળ રહેવા માંગતા હતા અને આમ કરીને તેઓ પેલેસ્ટાઈનના મુદ્દાને હવા આપીને ઈસ્લામિક જગતમાં પોતે નેતૃત્વ કરે છે, તેવું વિશ્વમાં પ્રતિપાદિત પણ કરવા માંગતા હતા. 1979ની મજહબી ક્રાંતિ બાદ ઈરાને સતત ઈઝરાયલ સામે નફરત ફેલાવી છે.

7 ઓક્ટોબર, 2023ના રોજ ઈઝરાયલમાં હમાસ (Hamas) દ્વારા અચાનક આતંકી હુમલાઓ કરીને 1200થી વધુ નાગરિકોની હત્યા કરવામાં આવી અને ઘણાંને કિડનેપ પણ કરવામાં આવ્યા. તેના પછી ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હમાસ સામે કાર્યવાહી શરૂ કરી. ગાઝા પટ્ટી અને વેસ્ટબેંકમાં કરેલી કાર્યવાહીમાં હમાસનો ખાત્મો શરૂ થયો અને આ ઘર્ષણમાં 70 હજારથી વધુ લોકોના મોત પણ નીપજ્યા. ગાઝા પટ્ટી ધ્વસ્ત થઈ. પણ આ લડાઈ અહીં અટકી ન હતી. ઈરાન સતત ઈઝરાયલ સામે હમાસ-હિઝબુલ્લાહ જેવા આતંકી સંગઠનોને ખાદ્યપાણી પુરા પાડતું હતું. ઈઝરાયલને એ પણ ખબર હતી કે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ અને મિસાઈલ કાર્યક્રમ આગળ વધશે, તો અમેરિકા કરતા વધુ અને સૌથી પહેલો ખતરો ઈઝરાયલને જ થશે.

તેથી 2025માં જૂનમાં અમેરિકા (US) અને ઈઝરાયલે (ISrael) 12 દિવસની લડાઈ લડી હતી અને તેમાં ઈરાનની પરમાણુ હથિયાર વિકસિત કરવાની ક્ષમતા ધ્વસ્ત થયાના દાવા કરાયા હતા. પરંતુ આ લડાઈ હજી અધુરી જ હતી

ઈરાન (Iran) નું વલણ યથાવત

28 ફેબ્રુઆરી, 2026ના રોજ ઈઝરાયલે ઓપરેશન રોરિંગ લાયન (Operation Roaring Lion) અને અમેરિકાએ ઓપરેશન એપિક ફ્યૂરી (Operation Epic Fury) શરૂ કર્યા. આ કાર્યવાહીને 11 દિવસ વીત્યા છે. ઈરાનના સુપ્રીમ લીડરના મોત બાદ તેમના પુત્રની નવા નેતા તરીકે નિયુક્તિ પણ થઈ ચુકી છે. આમ સત્તા પરિવર્તનના નામે વ્યક્તિ બદલાયો છે અને તે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ની પસંદના નથી. ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ (Mojtaba Khamenei) પરમાણુ કાર્યક્રમ (Nuclear programme) ના સમર્થક પણ મનાય છે. આમ ઈરાનનું પતન થયું નથી. સત્તા પરિવર્તન થયું છે, પણ ખાલી વ્યક્તિ બદલાયા છે. ઈરાનના વલણમાં કોઈ ફેરફાર નથી.

આ પણ વાંચો:  10 દિવસમાં Iran ના 5000 ઠેકાણાઓ પર US ના હુમલા, CENTCOM એ વીડિયો જાહેર કર્યો

ઈઝરાયલ (Israel) ની વ્યૂહાત્મક ગણતરી

અમેરિકાના રાષ્ટ્ર્પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ઈરાન યુદ્ધ પૂર્ણાહૂતિના આરે હોવાનું કહ્યું છે. પરંતુ ઈઝરાયલ માટે આ યુદ્ધ ચાલુ છે, કારણ કે ઈરાન (Iran) દેશ તરીકે યથાવત રહેશે તેવી સ્થિતિમાં ફરીથી તેના મિસાઈલ અને પરમાણુ કાર્યક્રમો ચાલુ થશે અને તેનો ખતરો ઈઝરાયલ પર તોળાતો રહેશે. ઈઝરાયલ આ બિલકુલ ઈચ્છતું નથી.

ઈઝરાયલ મિડલ-ઈસ્ટમાં મુસ્લિમ દેશો વચ્ચે ઘેરાયેલો એકમાત્ર યહૂદી દેશ છે અને તેના વડાપ્રધાન નેતન્યાહૂ આ ક્ષેત્રમાં ઈઝરાયલ વિરોધી કોઈપણ અને તમામ પ્રાદેશિક સત્તાઓનો ખાત્મો ઈચ્છતા હોવાની તેમની ઈચ્છા જગજાહેર છે. તેમણે 1990માં જ ઈરાન પરમાણુ ક્ષમતા પ્રાપ્ત કરવા તરફ હોવાનું જણાવ્યું હતું. ત્રણ દાયકા સુધી અમેરિકાએ ઈઝરાયલ વતી મધ્યસ્થતા કરીને ઈરાન પર હુમલો કરવાનું કારણ પણ શોધ્યું.

નબળી પડી હોવા છતાં, પ્રતિકારનો ધરી (Axis of Resistance) હજુ પણ "ગ્રેટર ઇઝરાયલ" (Greater Israel) ના અનુસંધાનમાં ઇઝરાયલ દ્વારા તેની સરહદોનો વિસ્તાર કરવા માટે એક કઠિન અવરોધ સાબિત થાય છે - ફક્ત બાકીના પેલેસ્ટાઇન (Palestinian) પર કબજો મેળવવા માટે જ નહીં, પરંતુ સીરિયા (Syria) અને લેબનોન (Lebanon) સુધી પણ વિસ્તરવા માટે. તેથી, પ્રતિકારને નાબૂદ કરવો જોઈએ, અને માર્ગ ઈરાનમાંથી પસાર થાય છે.

આ પણ વાંચો:  'no new wars' કેમ્પેઈન પછી ટ્રમ્પે માત્ર 2 વર્ષમાં 8 દેશો પર હુમલાના આદેશ આપ્યા!, હજી 2 વર્ષ બાકી..

ઈઝરાયલી એક્સપર્ટનો અભિપ્રાય

ઈઝરાયલના પાટનગર તેલ અવીવની ઈન્સ્ટીટ્યૂટ ફોર નેશનલ સિક્યુરિટી સ્ટડીઝ (National Security Studies) ના સીનિયર રિસર્ચર ડેની સિટ્રિનોવિચ (Danny Citrinowicz) એ ઈઝરાયલી સરકારની ઈરાન પર સ્થિતિને સ્પષ્ટ કરતા કહ્યુ હતુ કે જો આપણે બળવો કરાવી શકીએ, તો ખૂબ સારું. જો આપણે લોકોને રસ્તા પર ઉતારી શકીએ તો ખૂબ સારું. જો આપણે ગૃહયુદ્ધ કરાવી શકીએ, તો ખૂબ સારું. ઈઝરાયલને ઈરાનની ભવિષ્યની સ્થિરતા સાથે કોઈ લેવાદેવા નથી.

જો ઈઝરાયલના દ્રષ્ટિકોણથી વિચાર કરવામાં આવે, તો ઈરાન ગૃહયુદ્ધમાં ફસાય તે તેમના હિત મુજબનું માનવામાં આવે છે, પછી ભલે તે પશ્ચિમી હિતોને આધીન હોય. ટ્રમ્પ ઈરાનમાં સત્તા પરિવર્તન ઈચ્છે છે, પણ તેના માટે સંસાધનો આપવા માટે તૈયાર નથી. જ્યારે ખર્ચ વધશે ત્યારે તે આનાથી અલગ થઈ જાય તેવી પણ શક્યતાઓ નકારી શકાય તેમ નથી.

જો ઈરાનની સત્તા ધ્વસ્ત થાય છે, તો તેના કારણે ખૂબ મોટી અસ્થિરતા તેનું ભવિષ્ય હશે. આ ડિઝાઈન છે. અમેરિકા ઈરાન પર બોમ્બમારો કરવાના સ્થાને ઈરાનમાં વિરોધ પક્ષો અને સુધારકોના સંગઠનો દ્વારા લોકશાહી લાવવા માંગે છે. પરંતુ ઈઝરાયલ ઈરાન સાર્વભૌમ લોકશાહી રહે તેવું ઈચ્છતું નહીં હોવાનું ભૂરાજકીય બાબતોના નિષ્ણાતોનું માનવું છે. ઈઝરાયલ અસમર્થ ઈરાન ઈચ્છે છે અને આમ કરીને તે આ ક્ષેત્રમાં પોતાની સરસાઈ મેળવવા માંગે છે.

આ પણ વાંચો:  Iran War સપ્ટેમ્બર સુધી ચાલે તેવા રિપોર્ટ્સના સંકેત, નોસ્ત્રાડેમસની 7 માસના મહાયુદ્ધની હતી આગાહી!

Iran નું સંપૂર્ણ પતન બેહદ મુશ્કેલ

જો કે ઈરાનનું સંપૂર્ણ પતન બેહદ મુશ્કેલ છે. આના માટે ઈઝરાયલ એકલું કાફી નથી અને અમેરિકા જો આ યુદ્ધમાં અધવચ્ચેથી નીકળી જશે, તો આ ક્ષેત્રની સ્થિતિ બેહદ કફોડી બનશે. ઈઝરાયલ માટે આ યુદ્ધ લડવું જ નહીં પણ તેના તાર્કિક અંત સુધી જીતવું જરૂરી છે.

જો કે ઈરાનનું સૈન્ય તંત્ર એટલું ઉંડે સુધી પહોંચેલું છે કે 9 કરોડથી વધુ વસ્તીવાળા દેશના સંપૂર્ણ પતન માટે ખૂબ લોહી બંને તરફ રેડાશે અને તેના પછી આ લક્ષ્ય કદાચ ઈઝરાયલની સેનાઓ પ્રાપ્ત કરી શકે છે. પણ ઈઝરાયલ માટે ફરીથી 7 ઓક્ટોબર, 2023નું પુનરાવર્તન થાય નહીં તેના માટે ઈરાનનું સંપૂર્ણ પતન જરૂરી હોવાનું ઈઝરાયલી થિંક ટેન્ક્સમાં કામ કરનારા એક્સપર્ટ્સ દ્રઢતાથી માને છે. આને કારણે ટ્રમ્પને આમાથી નીકળવું હશે, તો પણ નેતન્યાહૂ તેમને નીકળવા નહીં દે!

આ પણ વાંચો: Iran Nuclear Ambition: ઈરાનની પરમાણુ મહત્ત્વકાંક્ષામાં પંક્ચર, ઈઝરાયલે સિક્રેટ સાઈટ કરી ધ્વસ્ત

Tags :
Advertisement

.

×