US Israel Iran War: શું ટ્રમ્પ ઈરાનમાં અમેરિકાની સેનાઓ ઉતારશે?
. અમેરિકા-ઈઝરાયલના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈ અને સૈન્ય વડાઓના મોત
. નવેમ્બરમાં આવતી અમેરિકાની મિડ-ટર્મ ચૂંટણીમાં જીતવા માટે ટ્રમ્પ માટે નિર્ણાયક પરિણામ અનિવાર્ય
. હવાઈ હુમલાઓથી લક્ષ્ય પાર ન પડતા ટ્રમ્પ સેના ઉતારવાનું વિચારી રહ્યા છે
. ઈરાનની ભૌગોલિક સ્થિતિ અમેરિકા માટે 'બીજું અફઘાનિસ્તાન' સાબિત થઈ શકે
આનંદ શુક્લ: ઈરાન (Iran) પર ઈઝરાયલ (Israel) ના ઓપરેશન રોરિંગ લાયન (Operation Roaring Lion) અને અમેરિકા (US) ના ઓપરેશન એપિક ફ્યૂરી (Operation Epic Fury) સાથે શરૂ થયેલા યુદ્ધનો સાતમા દિવસમાં પ્રવેશ થયો છે અને તેની સાથે જ આ યુદ્ધ ભીષણ થઈ ચુક્યું છે. ઈઝરાયલ અને અમેરિકા ઈરાન પર હવાઈ અને મિસાઈલ હુમલાઓ કરી રહ્યા છે. પરંતુ અમેરિકા-ઈઝરાયલ (US - Israel) ના એકપણ રણનીતિક લક્ષ્ય (strategic goals) હજી સુધી પાર પડતા દેખાય રહ્યા નથી.
અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં ઈરાનના 87 વર્ષના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઈ (Ayatollah Ali Khamenei) સહીત 48 ઉચ્ચ પદસ્થ લોકો માર્યા ગયા છે. ઈરાનના નવા સુપ્રીમ લીડર બનેલા અયાતુલ્લાહના પુત્રનું પણ મોત નીપજ્યા હોવાના અહેવાલો વહેતા થયા છે. ઈરાનના આર્મી ચીફને તો પહેલા જ દિવસે મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા અને તેના બે સંરક્ષણ મંત્રીઓને પણ ઈઝરાયલ-અમેરિકાના હવાઈ હુમલામાં ઠેકાણે પાડી દેવામાં આવ્યા છે. પરંતુ હજી સુધી ઈરાનની સ્થિતિ ઈરાક (Iraq) , લીબિયા (Libiya) કે સીરિયા (Syria )જેવી થઈ નથી. માનવામાં આવે છે કે ઈરાનમાં અમેરિકા સેના ઉતારશે નહીં તો તેના લક્ષ્યો પાર પડવાના નથી.
.@CENTCOM Commander Admiral Brad Cooper: "@POTUS gave us another task — to raze or level Iran’s ballistic missile industrial base. We’re not just hitting what they have, were destroying their ability to rebuild...we will systemically dismantle Iran’s missile production capability… pic.twitter.com/xEZGVuoc3T
— Rapid Response 47 (@RapidResponse47) March 5, 2026
આ પણ વાંચો: US Israel Iran War: ગ્રાઉન્ડ ટ્રુપ્સ ઉતાર્યા વગર ટ્રમ્પ-નેતન્યાહૂને ઈરાનમાં સફળતા નહીં મળે!
યુદ્ધ દરમિયાન જૂઠ્ઠાણાં ખૂબ ચાલતા હોય છે....
આમ તો ચૂંટણી પહેલા, યુદ્ધ દરમિયાન અને શિકાર બાદ સૌથી વધુ જૂઠ્ઠાણાઓ ચલાવાતા હોય છે. અમેરિકાના સંરક્ષણ મંત્રી (US Defense Secretary) પીટ હેગસેથે (Pete Hegseth) પેન્ટાગન (Pentagon) ના પ્રેસ બ્રીફિંગમાં કહ્યુ કે યુદ્ધ અમેરિકાએ શરૂ કર્યું નથી. પણ તેને સમાપ્ત અમેરિકા કરશે.
જો કે દુનિયાને ખબર છે કે અમેરિકા અને ઈઝરાયલે ધોળાદિવસે હુમલા શરૂ કર્યા અને એક સાર્વભૌમ દેશના સુપ્રીમ લીડર સહીતના નેતાઓને મોતને ઘાટ ઉતાર્યા.
બીજી મોટી વાત એ છે કે અમેરિકામાં 3 નવેમ્બરે મિડ ટર્મ પૉલ (Mid Term Poll) થઈ રહ્યા છે અને તે રિપબ્લિકન પાર્ટી (Republican Party) અને ખુદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે અતિ મહત્વના છે. પરંતુ અહેવાલોમાં દાવો કરાયો છે કે પેન્ટાગને અમેરિકાની કૉંગ્રેસ સમિતિ સમક્ષ કહ્યુ હતુ કે તેમની પાસે કોઈ ગુપ્ત માહિતી ન હતી કે ઈરાન પર હુમલો કરવા જઈ રહ્યા છે. બોલો અમેરિકાના સંરક્ષણ મંત્રાલયના મુખ્યમથક કે જેનું હવે ડિપાર્ટમેન્ટ ઓફ વૉર નામકરણ કરવામાં આવ્યું છે, તેને ઈરાન હુમલાની જાણ ન હતી. આવું ઘણાં જાણકારોને શક્ય લાગતું નથી. પણ જો આ સાચું હોય તો અમેરિકાની કૉંગ્રેસ સામે પેન્ટાગન કહી કંઈક બીજું રહ્યું છે અને કરી કંઈક બીજું રહ્યું છે. તો પેન્ટાગનના પ્રમુખ મીડિયાની સામે કહી કંઈક બીજું જ રહ્યા છે.
અમેરિકા વિશ્વની સૌથી મજબૂત લોકશાહી માનવામાં આવે છે, પણ આ દર્શાવે છે કે અમેરિકામાં હવે લોકતાંત્રિક જવાબદેહી પણ સવાલોના કટઘરામાં આવી ચુકી છે.
આ પણ વાંચો: ઈરાન કંઈ વેનેઝુએલા નથી, US-Israel ને મિસાઈલોથી કરી શકે છે મોટું નુકશાન
મિસાઈલ-શસ્ત્ર ઉત્ત્પાદનને લઈને US પણ ચિંતિત!
અમેરિકાના રાષ્ટ્ર્પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલા હજી શરુ થયા હોવાની વાત કહી છે. તેમણે કહ્યુ છે કે અમેરિકા હજી સૌથી મોટો હુમલો કરશે અને બીજી તરફ પેન્ટાગનથી અહેવાલ છે કે ત્યાંના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફથી લઈને સંરક્ષણ મામલાના જાણકારોને ચિંતા છે કે અમેરિકાના મિસાઈલ અને હથિયારોનો ભંડાર ઝડપથી સમાપ્ત થઈ રહ્યો છે. તેની સાથે આ ભંડાર જેટલી ઝડપથી સમાપ્ત થઈ રહ્યો છે,તેટલી ઝડપથી નવી મિસાઈલો અને હથિયારોનું ઉત્ત્પાદન થઈ રહ્યું નથી. આ ચિંતાનું એક પાસું એ પણ છે કે યુદ્ધમાં નવો મોરચો ખુલશે તો શું? ચીન તરફથી દક્ષિણ ચીન સાગર કે તાઈવાન કે માની લો કે ઈરાનમાં કંઈક કરવામાં આવે, તો શું?
રશિયા પણ સક્રિય થાય અને આંતરરાષ્ટ્રીય જળવિસ્તારમાં અન્ય ઠેકાણે અમેરિકાને પડકારે તો તેવી પરિસ્થિતિમાં શું થશે? અમેરિકા દ્વારા તાજેતરમાં શ્રીલંકાના દક્ષિણ ભાગમાં ભારતીય જળવિસ્તારથી નજીક આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં ઈરાની જહાજને તોડી પાડવામાં આવ્યું છે. આ યુદ્ધજહાજ ભારતમાં નૌસૈન્ય કવાયતમાં ભાગ લઈને પાછું જઈ રહ્યું હતું. આવી સ્થિતિ અન્ય દેશને લઈને ઉભી થશે, તેવા સંજોગોમાં કોઈ નાનું છમકલું પણ આખા યુદ્ધમાં નવું પરિમાણ ઉમેરી શકે છે. આવી સ્થિતિમાં અમેરિકા પાસે મિસાઈલો-હથિયારો ખૂબ મોટા પ્રમાણમાં જોશે. અમેરિકાની હાલની જે સ્થિતિ છે, તેના પ્રમાણે દુનિયાના ઘણાં દેશો તેની સાથે દેખાય છે પણ સાથે નથી. જો યુદ્ધનો વિસ્તાર થાય તો તેવા સંજોગોમાં અમેરિકાના વધુ હથિયાર અને સૈનિકોની જરૂર પડવાની છે.
આ પણ વાંચો: Trump and India: પૃથ્વીને 'ટ્રમ્પલેન્ડ' સમજતા Trump, 2029 સુધી India ન આવે તો સારું!
અમેરિકા Iran માં સેના ઉતારશે?
આવા સંજોગોમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે જરૂરત પડશે તો અમેરિકાની સેના ઈરાનની જમીન પર ઉતરશે. તેમણે કહ્યુ છે કે તેઓ અમેરિકાના પહેલાના રાષ્ટ્રપ્રમુખોની જેમ નથી, કે જેમણે હંમેશા ભૂમિસેનાને ઉતારવાનો ઈન્કાર કર્યો. અમેરિકા માટે સ્ટ્રીટ ઓફ હોર્મુઝમાં ઉભો થયેલો તણાવ વૈશ્વિક ઊર્જા સંકટને ટાળવા માટે ઘટાડવો જરૂરી છે. આવા સંજોગામાં તેની પાસે ઈરાનમાં પોતાના સૈન્યલક્ષી અને રણીતિક લક્ષ્યોને પાર પાડવા પણ જરૂરી છે. આના માટે તેમની પાસે હવે યુદ્ધ જેમજેમ આગળ વધી રહ્યું છે અને ઈરાનની પ્રશાસનિક સિસ્ટમ તૂટી રહી નથી, ત્યારે જમીની સેના ઉતારવાનો વિકલ્પ વધુ નજીક આવી રહ્યો છે.
“I WAS THE HUNTED, AND NOW I’M THE HUNTER.” pic.twitter.com/PiIMDTVAbi
— The White House (@WhiteHouse) March 5, 2026
ઈરાનમાં અમેરિકાની સેના સામેના પડકારો
ઈરાનમાં અમેરિકાની ભૂમિસેના ઉતારવી એક પડકારજનક નિર્ણય હશે. ઈરાનમાં અમેરિકા પાસે હાલ કોઈ જમીની સપોર્ટ નથી. ઈરાન પાસે 11 લાખથી વધુની નિયમિત સેના છે. જેમાં 2 લાખ જેટલા આઈઆરજીસીના તાલીમબદ્ધ કમાન્ડો જેવા સૈનિક છે. ઈરાન 9.5 કરોડની વસ્તી ધરાવતો અને દુર્ગમ પહાડી વિસ્તાર ધરાવતો દેશ છે. તેની ભૌગોલિક સીમાઓ ઘણી વિશાળ છે. ઈરાન ક્ષેત્રફળની દ્રષ્ટિએ ઈઝરાયલથી 70 ગણું વધુ મોટું છે. ઈરાનમાં લાંબી પર્વતમળા અને મોટું દુર્ગમ ક્ષેત્ર છે.
આપણી સામે ઈઝરાયલ અને મેરેડિયન સમુદ્રની વચ્ચે દબાયેલો ગાઝા સ્ટ્રીપનો મામલો છે. ગાઝા પટ્ટીમાં ગત બે વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે અને 70 હજારથી 1 લાખ જેટલા લોકો માર્યા ગયા છે. તેમ છતાં ઈઝરાયલને અહીં જીત મળી નથી. આવા સંજોગોમાં એક બાબત એ વિચારવી પડે કે ઈરાનમાં અમેરિકા એકલું કે ઈઝરાયલની સાથે મળીને ભૂમિસેના ઉતારશે, તો અહીં તેને કેવી અને કેટલી સફળતા મળશે?
ઈરાને હજી સુધી પોતાની ઘાતક બેલેસ્ટિક મિસાઈલોનો વધુ વ્યાપક ઉપયોગ નહીં કર્યો હોવાનું સંરક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો માની રહ્યા છે. આવા સંજોગોમાં ઈરાનના ક્ષેત્રમાં અમેરિકાની ભૂમિસેનાને અફઘાનિસ્તાન કે ઈરાક કરતા પણ વધુ મોટા પડકારોનો સામનો કરવો પડે તેવી સ્થિતિ પેદા થવાની સંભાવનાઓના આકલનો પણ કરાય રહ્યા છે.
આ પણ વાંચો: US Israel Iran War: ગ્રાઉન્ડ ટ્રુપ્સ ઉતાર્યા વગર ટ્રમ્પ-નેતન્યાહૂને ઈરાનમાં સફળતા નહીં મળે!
સેના ઉતારવાનું નિવેદન એક ગતકડું!
આવા સંજોગોમાં માનવામાં આવે છે કે ઈરાનમાં ભૂમિસેના ઉતારવાની ટ્રમ્પની વાતો એક એવું જૂઠ્ઠાણું મનાય છે કે તે ઈરાનની સેનાઓને ડરાવવા અને ઈરાનના મજહબી શાસનથી નારાજ લોકોને બળવા માટે ઉશ્કેરવા માટે, વહેતું મૂકાયેલું છે.
ટ્રમ્પની રાજનીતિક અને રણનીતિક મજબૂરી પણ છે...
પણ એક વાત હકીકત છે કે અમેરિકાના નવેમ્બરના મિડ ટર્મ પૉલ પહેલા ઈરાન યુદ્ધનું કોઈક પરિણામ અમેરિકાની જનતા સામે મૂકવું ડોનાલ્ડ ટ્રમ્પ માટે તેમની ઘરઆંગણાની રાજકીય મજબૂરી છે. આવા સંજોગોમાં ઈરાનમાં અમેરિકાની ભૂમિસેનાને રણનીતિક લક્ષ્યો જલ્દી પ્રાપ્ત કરવા માટે જલ્દીથી ઉતારવી હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે રાજકીયની સાથે રણનીતિક મજબૂરી પણ બની ચુકી છે.
આ પણ વાંચો: US-israel V/S Iran War: ઈરાન યુદ્ધ નવા "રક્તબીજ" પેદા કરશે!


