Virpur: જ્ઞાન પ્રકાશ સ્વામીને 24 કલાકમાં દંડવત રૂબરૂ માફી માંગવા અલ્ટીમેટમ, જો માફી નહીં માંગે તો...
- સંત ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદ હતાંઃ જ્ઞાન પ્રકાશ સ્વામી
- નિવેદનને લઈને જલારામ બાબાના ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો
- આવા સાધુને માફી ના નહીં પરંતુ સજા હોવી જોઈએઃ જલારામ ભક્ત
Virpur: સ્વામીનારાયણના એક સ્વામી દ્વારા જલારામ બાબા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જ્ઞાન પ્રકાશ સ્વામીએ કહ્યું હતું કે, જલારામ બાબા પર સ્વામિનારાયણના સંત ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદ હતાં. આવા નિવેદનને લઈને અત્યાપે જલારામ બાબાના ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વીરપુરમાં આજે આ મામલે મહત્વની બેઠક થવાની છે. એટલું જ નહીં પરંતુ વીરપુર બંધનું પણ એલાન આપવામાં આવ્યું છે.
સ્વામીની વિવાદાસ્પદ ટિપપ્ણી મુદ્દે ભક્તોમાં ભારે રોષ
આજે વીરપુર ગ્રામપંચાયતમાં મહત્વની બેઠક થવાની છે. સ્વામીની વિવાદાસ્પદ ટિપપ્ણી મુદ્દે જલારામબાપાના ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહત્વની વાત એ છે કે, કાયદાકીય લડત માટે પણ જલારામ બાબાના ભક્તોમાં વિચારણા ચાલી રહીં છે. અત્યારે જલારામબાપાના ભક્તોએ રામધૂન બોલાવી છે. અત્યારે ગ્રામપંચાયતમાં ધારણા કરી આગેવાનોએ રામધૂન બોલાવી છે. ભક્તોએ કહ્યું કે, આ સ્વામીને માફી આપવી જ ના જોઈએ. તે માફીને લાયક છે જ નહીં’
Swaminarayan Sadhu on Jalaram Bapa । જલારામ બાપાના ભક્તો લાલઘુમ! । Gujarat First#gyanprakashswami #virpur #jalarambapa #swaminirayansadhu #jalarambapa #Swaminarayan #gujaratfirst pic.twitter.com/qndjIUl3tB
— Gujarat First (@GujaratFirst) March 4, 2025
24 કલાકમાં દંડવત રૂબરૂ માફી માગવા અલ્ટીમેટમ
ભક્તોએ જલારામ બાપા વિશે થયેલી ટિપ્પણીઓ પર ભારે રોષ વ્યકત કરાયો છે. આ મુદ્દે લોકોએ જ્ઞાન પ્રકાશ સ્વામીનો વિરોધ શરૂ થયો છે. તેમણે જાહેર રીતે બાપા પર અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. સ્થાનિક નાગરિકો અને સત્કાર્યકર્તાઓએ તેને તાત્કાલિક માફી માંગવા માટે કહ્યું છે. યાત્રાધામના સમિતિએ 24 કલાકની અંદર જ્ઞાન પ્રકાશ સ્વામીને દંડવત રૂબરૂ માફી માગવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. જો તે આ માફી નહીં માંગે, તો યાત્રાધામમાં ઉગ્ર વિરોધ શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. 6 માર્ચે આ મુદ્દે આગામી રણનીતિ જાહેર કરવામાં આવશે, જેમાં વધુ પગલાં લેવામાં આવશે.
સ્વામીજીએ જલારામ બાબા વિશે બઉ ખરાબ બોલ્યાં છેઃ ભક્ત
જલારામ બાબાના એક ભક્તે કહ્યું કે, ‘સ્વામીજીએ જલારામ બાબા વિશે બઉ ખરાબ બોલ્યાં છે. ઇતિહાસની એ સ્વામીને શું ખબર છે? અમારી આ પેઢીઓ આ વીરપુરમાં રહીં છે. અમારા જલારામ બાબા સાથે રમેલા છે, તો એ બધી ચર્ચાઓ કરતા હોય તે અમને ખ્યાલ ના હોય! આજે સ્વામી જલારામ બાબાનો ઇતિહાસ કહે છે. આવા સાધુને માફી ના હોવી જોઈએ, એને તો સજા હોવી જોઈએ’.
આ પણ વાંચો: જ્ઞાન પ્રકાશ સ્વામીની વિવાદાસ્પદ ટિપ્પણી, જલારામ બાપા પરના નિવેદનથી ફેલાયો આક્રોશ
આ સ્વામીને દીક્ષા કોણે આપી દીધી તે ખબર નથીઃ ભક્ત
બીજા એક ભક્તે કહ્યું કે, ‘સ્વામિનારાયણના સંતો છે, તેને દીક્ષા કોણે આપી દીધી તે ખબર નથી! આવા સંતો જલારામ બાબા વિશે બોલે એ બઉ જ દુઃખ ઘટના છે. એ એમ કહે છે કે, જલારામ બાબાને ગુણાતીતાનંદ સ્વામી મળ્યાં અને આ અન્નક્ષેત્રનું વરદાન આપ્યુ! તો આ શાસ્ત્ર અમને બતાવે નહીં તો અમે બતાવીએ કે તેમના ગુરૂ ભોજલરામ બાબા છે, જેના વચને આ અન્નક્ષેત્ર ચાલુ કર્યું. તો તેના શાસ્ત્ર અમે બતાવીએ. આવા સાધુને માફી ના જ હોય!એને સજા જ હોવી જોઈએ’.
આ પણ વાંચો: હરણીમાં ધોરણ 12માં ભણતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત, રાત્રે 2 વાગ્યા સુધી અભ્યાસ કર્યો અને...
આજે આખુ ગામ એટલે કે આખુ વીરપુર બેઠક કરશે
ભક્તો કહી રહ્યાં છે કે, ‘આજે આખુ ગામ એટલે કે આખુ વીરપુર ભેગુ થવાનું છે. કારણે કે, સ્વામીના નિવેદનને લઈને અત્યારે ભક્તોમાં ખુબ જ રોષ છે. આવા સાધુ આવી રીતે બોલે જ કેરી રીતે? કેવી રીતે આવું વ્યાસપીઠ પરથી બોલી શકાય? એત્યારે વીરપુર ગામ લોકોમાં અને વેપારીઓમાં ભારે રોષ જવા મળી રહ્યો છે, અને સ્વામીને ભારે વિરોધ પણ જોવા મળી રહ્યો છે’.