Visavadar by Elections : વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીનો ત્રિપાંખીયા જંગ ખેલાશે!
- AAPએ ગોપાલ ઇટાલિયાને ઉતાર્યા છે મેદાને
- હવે ભાજપ અને કોંગ્રેસ કોની પસંદગી કરશે? તેના પર નજર
- હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણી રેસમાં છે આગળ
Visavadar by Elections : ગુજરાતમાં વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીનો જંગ જામ્યો છે. જેમાં આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતાર્યા છે. જેમાં હવે ભાજપ અને કોંગ્રેસ કોની પસંદગી કરશે? તેના પર નજર રહેલી છે. કોંગ્રેસ AAP સાથે ગઠબંધન કરશે કે ઉમેદવાર ઉતારશે? તેની પર રાજનિતીનો જંગ થશે. તેમજ ભાજપમાં પણ બે દાવેદારો રેસમાં છે.
- વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીનો જંગ
- AAPએ ગોપાલ ઇટાલિયાને ઉતાર્યા છે મેદાને
- હવે ભાજપ અને કોંગ્રેસ કોની પસંદગી કરશે? તેના પર નજર
- કોંગ્રેસ AAP સાથે ગઠબંધન કરશે કે ઉમેદવાર ઉતારશે? તેની પર
નજર
- ભાજપમાં પણ બે દાવેદારો છે રેસમાં
- હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણી રેસમાં… pic.twitter.com/E8URTBcXUZ— Gujarat First (@GujaratFirst) March 24, 2025
ભાજપ અન્ય કોઇ ઉમેદવારને ટિકિટ આપે તેવી પણ આશંકા
હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણી રેસમાં આગળ છે. ભાજપ અન્ય કોઇ ઉમેદવારને ટિકિટ આપે તેવી પણ આશંકા સેવાઇ રહી છે. સવા વર્ષ બાદ વિસાવદર બેઠક પર ચૂંટણી યોજાઇ રહી છે. વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાનાર છે. ચૂંટણીની તારીખની જાહેરાત પહેલા આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. દિલ્હીથી આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં વિસાવદર બેઠક પર ચૂંટણી જાહેર થઈ શકે છે.
ટૂંક સમયમાં આ બેઠક પર પેટા ચૂંટણી જાહેર થઈ શકે છે
વર્ષ 2022 માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે હર્ષ રિબડિયા અને આમ આદમી પાર્ટી દ્વારા ભૂપત ભાયાણીને ટીકીટ આપતા બંને વચ્ચે જંગ જામ્યો હતો. જેમાં ભૂપત ભાયાણીએ જીત હાંસલ કરી ધારાસભ્ય બન્યા હતા. પરંતું એક જ વર્ષમાં તેમણે રાજીનામું આપી દેતા બેઠક ફરી ખાલી થઈ હતી. જેથી હવે આગામી ટૂંક સમયમાં આ બેઠક પર પેટા ચૂંટણી જાહેર થઈ શકે છે. ચૂંટણી જાહેર થાય એ પહેલા જ આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે ગોપાલ ઈટાલિયાનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે.
ફરી એક વખત ત્રિપાંખીયા જંગ ખેલાશે!
વિસાવદર વિધાનસભા બેઠક પર ફરી એક વખત ત્રિપાંખીયો જંગ ખેલાય તેવી શક્યતા પણ ઊભી થઈ શકે છે, વિસાવદર વિધાનસભા બેઠક જીતેલી આમ આદમી પાર્ટી આ સીટ પર પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો છે તો બીજી તરફ કોંગ્રેસ પણ પોતાની પરંપરાગત બેઠકને ફરી એક વખત જીતવા માટે ચૂંટણી મેદાનમાં ચોક્કસ જોવા મળશે, તેની વચ્ચે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્યો અને હાલ ભાજપના સક્રિય કાર્યકર તરીકે કામ કરતા હર્ષદ રીબડીયા અને આમ આદમી પાર્ટીમાંથી આવેલા ભુપત ભાયાણી સિવાય અન્ય કોઈને પણ ટિકિટ આપીને ઉમેદવાર બનાવી શકે છે.