Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Wanted PI : ભાજપના પૂર્વ મંત્રી સાથે કનેકશન ધરાવતા ભાગેડુ PI કચ્છમાંથી ઝડપાયા

BJP ના પૂર્વ મંત્રીના સંબંધી તેમજ મોરબી જિલ્લાના ટંકારા પોલીસ સ્ટેશનના (Tankara Police Station) તત્કાલિન પીઆઈ વાય. કે. ગોહિલની. તોડકાંડમાં પણ મોટી રકમનો તોડ થયો હોવાની ચર્ચા હાલ સૌરાષ્ટ્રમાં ફરી શરૂ થઈ છે.
wanted pi   ભાજપના પૂર્વ મંત્રી સાથે કનેકશન ધરાવતા ભાગેડુ pi કચ્છમાંથી ઝડપાયા
Advertisement

ગુજરાત પોલીસ દળમાં કૉન્સ્ટેબલથી લઈને IPS કક્ષાના અધિકારી સુધી ઢગલાબંધ પોલીસવાળા ભાગેડુ જાહેર થઈ ચૂક્યાં છે. તોડકાંડ, લાંચ કેસ, દુષ્પ્રેરણ, એન્કાઉન્ટર જેવા મામલાઓમાં મહિનાઓ સુધી ફરાર રહ્યાં હોય તેવા અનેક પોલીસવાળા છે. રૂપિયા 51 લાખના તોડ કેસમાં સાડા પાંચ મહિનાથી ધરપકડ ટાળવા માટે છુપાતા ફરતા Wanted PI ની કચ્છમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે (State Monitoring Cell) ધરપકડ કરી છે. વાત છે, BJP ના પૂર્વ મંત્રીના સંબંધી તેમજ મોરબી જિલ્લાના ટંકારા પોલીસ સ્ટેશનના (Tankara Police Station) તત્કાલિન પીઆઈ વાય. કે. ગોહિલની. તોડકાંડમાં પણ મોટી રકમનો તોડ થયો હોવાની ચર્ચા હાલ સૌરાષ્ટ્રમાં ફરી શરૂ થઈ છે. Wanted PI ના તોડકાંડનો આખો મામલો જાણવા વાંચો આ અહેવાલ...

શું છે તોડકાંડનો મામલો ?

ગત દિવાળીના તહેવારો પહેલાં 26 ઑક્ટોબર 2024ની મોડી રાતે રાજકોટ-મોરબી હાઇવે પર આવેલી કમ્ફર્ટ હૉટલમાંથી ટંકારા પોલીસ જુગાર પકડે છે. વાંકાનેર સબ ડિવિઝનલ પોલીસ ઑફિસર એસ. એચ. સારડા (S H Sarada DySP) પાસેથી ટંકારા પોલીસ નામ જોગ સ્પે. વૉરંટ 09/2024 મેળવી હૉટલમાં ટંકાર પોલીસ પંચો સાથે પહોંચે છે. ટંકારા પોલીસ સ્ટેશનના પીઆઈ વાય. કે. ગોહિલની રૂબરૂ 10 લોકો સામે જુગારનો કેસ નોંધવામાં આવે છે. 12 લાખ રૂપિયા રોકડા, 8 મોબાઈલ ફોન, બે ફોર્ચ્યુનર કાર અને પ્લાસ્ટીકના કોઈન મુદ્દામાલ સ્વરૂપે કબજે લેવાય છે. બેએક દિવસમાં જ ટંકારા પીઆઈ ગોહિલે જુગાર કેસમાં મોટો તોડ કર્યો હોવાની માહિતી ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચે છે. જેના પગલે રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવે (Ashok Kumar IPS) પીઆઈ વાય. કે. ગોહિલને લીવ રિઝર્વમાં અને હેડ કૉન્સ્ટેબલ મહિપતસિંહની બદલી કરવા હુકમ કરે છે. અત્રે નોંધનીય છે કે, વર્ષ 2013ની બેચના પીએસઆઈ Y K Gohil અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) અને કચ્છ જિલ્લા પોલીસ (Kutch Police) માં નોકરી કરી ચૂક્યાં છે અને ગાંધીધામ ખાતે રહે છે.

Advertisement

Advertisement

મીડિયાના નામે PI એ કર્યો હતો તોડ

DGP Vikas Sahay પાસે તોડકાંડની વાત પહોંચતા તેઓ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય (Nirlipt Rai) ને તપાસનો આદેશ આપે છે. ટંકારા પોલીસના ચોપડે નોંધાયેલા કથિત જુગાર કેસના આરોપીઓના નિવેદન નોંધવાની શરૂઆત થતાંની સાથે જ Team SMC ને કેટલીક ચોંકાવનારી વિગતો જાણવા મળે છે. હૉટલ કમ્ફર્ટના સીસીટીવી ફૂટેજ તેમજ રાજકોટ ખાતેના કેટલાંક સ્થળોના CCTV પુરાવા તરીકે લેવાય છે. જુગાર કેસમાં મીડિયાને નામ નહીં આપવાની શરતે તેમજ આરોપી/મોબાઈલ ફોનની ફેરબદલ કરવા માટે PI ગોહિલ જુદાજુદા તબક્કામાં 63 લાખ રૂપિયા મગાવે છે. 63 લાખ પૈકીની રોકડમાંથી 12 લાખ જુગારના હોવાનું દર્શાવી તત્કાલિન Tankara PI Y K Gohil અને હેડ કૉન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી બાકીના 51 લાખ રૂપિયા ઓળવી ગયા હોવાની વિગતો સામે આવતા SMCના પીઆઈ આર. જી. ખાંટ (PI R G Khant) સરકાર તરફે ફરિયાદ કરે છે.

સસ્પેન્ડેડ PI અને હે.કૉ. ભાગેડુ જાહેર થયા

PI Y K Gohil અને હેડ કૉન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી સામે ડિસેમ્બર-2024ના બીજા સપ્તાહમાં ગુનો નોંધાય છે. પોલીસ ધરપકડથી બચવા માટે સસ્પેન્ડેડ પીઆઈ અને હેડ કૉન્સ્ટેબલ તુરંત લાપતા બની જાય છે. તોડ પ્રકરણમાં નોંધાયેલા કેસની તપાસ કરી રહેલા લીંબડી એસડીપીઓ વિશાલ રબારી (Vishal Rabari DySP) મહિનાઓ સુધી આરોપીઓ નહીં મળતા CrPC Section 70 અનુસાર અદાલતમાંથી આરોપીઓની ધરપકડ માટે વૉરંટ (Warrant of Arrest) મેળવે છે. આમ છતાં વાય. કે. ગોહિલ અને હે.કૉ. મહિપતસિંહનો પતો નહીં મળતા અદાલત CrPC Section 82 નું વૉરંટ જારી કરતા બંને આરોપીઓને ભાગેડુ જાહેર કરાય છે.

હે.કૉ.ની શરણાગતિ, પીઆઈ કચ્છમાંથી ઝડપાયા

બારેક દિવસ અગાઉ હે.કૉ. મહિપતસિંહ સોલંકી અચાનક તપાસ અધિકારી વિશાલ રબારી સમક્ષ શરણાગતિ સ્વીકારે છે. મહિપતસિંહની પૂછપરછમાં Wanted PI વાય. કે. ગોહિલે સેટિંગ થઈ જશે તેમ કહેતા હોવાથી મહિનાઓ સુધી જુદાજુદા સ્થળે છુપાતા ફરતા હોવાની કબૂલાત કરી હતી. Wanted PI કચ્છમાં હાજર છે તેવી માહિતી SMC ના અધિકારીને મળતા તુરંત એક ટીમ દોડે છે અને PI Y K Gohil ને કચ્છમાંથી ઉપાડી ગાંધીનગર SMC Police Station ખાતે લઈ આવે છે.

આ પણ વાંચો :   Ahmedabad CP મલિકે શહેરના બદમાશ પોલીસવાળાઓને સુધારવાનો રસ્તો શોધી કાઢ્યો

Tags :
Advertisement

.

×