'લફંગા-લવજેહાદીઓ' દ્વારા હિંદુ (Hindu) યુવતીઓ આટલી 'મૂર્ખ' શા માટે સાબિત થઈ રહી છે?
. મહારાષ્ટ્રમાં બનેલી ઘટનાઓમાં સેંકડો સગીરાઓ અને યુવતીઓ બ્લેકમેલિંગ અને યૌન ઉત્પીડનનો શિકાર બની છે
. સોશિયલ મીડિયા અને મોબાઈલના યુગમાં બાળકોને તર્કશીલતા અને સંસ્કારો દ્વારા સુરક્ષિત કરવા અનિવાર્ય છે
. પરિવારોએ સંતાનો સાથે સંવાદ વધારવો જોઈએ જેથી તેઓ આવા કોઈ પણ પ્રકારના 'ટ્રેપ' માં ફસાય નહીં
આનંદ શુક્લ (Anand Shukla) : કોઈપણ સમાજ-વર્ગની કરોડરજ્જૂ મહિલા હોય છે. પણ જ્યારે મહિલાઓને નિશાન બનાવનારી હરકતો થતી હોય, ત્યારે એવું માનવાને કારણ છે કે સંબંધિત સમાજની કરોડરજ્જૂ તોડીને તેને સમસ્યા ચક્રમાં ફસાવી દેવો. હિંદુ સમાજની મહિલા-યુવતીઓને ફસાવવાની ઘટનાઓને લવજેહાદ (Love Jihad) સાથે સાંકળવામાં આવે છે. હાલમાં સામે આવતા મીડિયા અહેવાલોથી આવા આરોપોમાં ઘણું મોટું તથ્ય હોવાનું પણ લફંગા-લવજેહાદી (Love Jihadist) ઓની હરકતો પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે.
નાસિક TCS કાંડ
મહારાષ્ટ્ર (Maharashtra) ના નાસિક (Nasik) ના ટીસીએસ (TCS) માં મુસ્લિમ (Muslim) સમુદાય સાથે સંબંધિત ટીમ લીડર્સ અને એચઆરનું કામ જોતી મુસ્લિમ યુવતીની મિલીભગતથી થયેલા હિંદુ (Hindu) મહિલાકર્મીઓનું શોષણચક્ર ખાસું ચર્ચામાં રહ્યું. જેમાં મહિલાકર્મીઓનું યૌન શોષણ, હેરાનગતિ જેવા આક્ષેપો સંબંધિત આઠ આરોપીઓ પર થયા છે. આરોપી મુસ્લિમ મહિલાકર્મી હજુપણ એરેસ્ટ થઈ નથી. અહીં મહિલાકર્મીઓની શું નોકરી બચાવવાની મજબૂરી હતી કે બીજું કોઈ કારણ હતું? આ મામલામાં હિંદુ કર્મચારી પણ ધાર્મિક અત્યાચારનો ભોગ બન્યો હતો. આ પણ એક આશ્ચર્યજનક પાસું પણ છે.
TCS Nashik
Amravati
Lenskart3 Cases - 1 pattern
Hindus under attack
Hindu women attacked
Hindu symbols attackedYet the Lutyen’s gang whitewashes this ! pic.twitter.com/eiFpvKAm1L
— Shehzad Jai Hind (Chowkidar as per INC ecosystem) (@Shehzad_Ind) April 17, 2026
આ પણ વાંચો: Corporate Jihad: નાસિકનો TATA ની TCS કંપનીનો કાંડ હિંદુ મહિલાઓ માટે વોર્નિંગ!
અમરાવતી યૌન શોષણ કાંડ (Amravati Scandal)
તેના પછી અમરાવતીમાં મોહમ્મદ અયાઝ (Mohammad Ayaz) ઉર્ફે તનવીર (Tanveer) પર 180 સગીરાઓના યૌન શોષણ કરવાનો અને 350થી વધારે અશ્લિલ વીડિયો રેકોર્ડ કરવાનો આરોપ છે. આ મોહમ્મદ અયાઝ ઉર્ફે તનવીરની વય 19 વર્ષ કે 20 વર્ષની આસપાસ છે. ઘણાંના જીવનમાં એકાદ મહિલાના આવવાને વર્ષો વીતી જતા હોય છે. પણ અમરાવતી કાંડમાં તનવીરને 19 વર્ષની વયે 180 સગીરાઓનું યૌન શોષણ કેવી રીતે કર્યું હશે, તેની કલ્પના જ ખરેખર એવું લાગે કે આમા આ મુસ્લિમ યુવકની જાળમાં ફસાનારી સગીરાઓ કેટલી મૂર્ખ હશે? આ સગીરાઓમાં મોટાભાગની હિંદુ છે. આરોપી તનવીર કથિતપણે એઆઈએમઆઈએમ સાથે સંબંધિત હોવાની પણ ઘણાં મીડિયા અહેવાલોમાં ચર્ચા હતી.
In the Maharashtra #Amravati sex scandal, the prime accused,
Ayan Ahmed Tanveer, was publicly marched through the city by police today... https://t.co/OqjWDMrBAm pic.twitter.com/YvFoSDrB9d
— Rupsy Saini (@ZiviiBloom) April 22, 2026
આ પણ વાંચો: રાહુલ ગાંધીનું LS નું ભાષણ Caste Census બાદ હિંદુઓની રાજકીય એકતા તોડવાનો રોડમેપ!
કોલ્હાપુર (Kolhapur) માં હિંદુ યુવતીઓના બ્લેકમેલિંગનો કાંડ
હવે કોલ્હાપુરમાં 22 વર્ષના શાહિદ સમીર સનાદી (Shahid Sameer Sanadi) પર 10 હિંદુ યુવતીઓના યૌન શોષણ કરવાનો આરોપ છે. કોલ્હાપુરના હાતકણંગલે તાલુકાના વતની અને ફાર્મસીના વિદ્યારથી શાહિદે ઘણી યુવતીઓનું યૌન શોષણ કરીને તેમના અશ્લીલ વીડિયો બનાવીને તેમને બ્લેકમેલ કરી છે. શાહિદે જ્યારે પોતાના એક નજીકના મિત્રને આના સંદર્ભે વાત કરી, તો તેણે આનો ખુલાસો કર્યો. 27 એપ્રિલે એક 20 વર્ષીય યુવતીએ પોલીસ ફરિયાદ કરીને શાહિદ પર યૌન શોષણ અને બ્લેકમેલિંગના આરોપ લગાવ્યા હતા. આરોપી 4 દિવસની પોલીસ કસ્ટડીમાં છે. સોશયલ મીડ઼િયાથી શાહિદનો યુવતીઓને ફસાવવાનો ખેલ શરૂ થતો હતો.
હિંદુ યુવતીઓને ફસાવનારા શાહિદે પોતે કબૂલ્યું છે કે મારું નામ શાહિદ સમીર સનદી છે. હું શિરોલી ગ્રામ પંચાયતની પાસે, કગલે ગલીમાં રહું છું. મારા ઘણી હિંદુ યુવતીઓ સાથે શારીરિક સંબંધ હતા. મેં તેમના અશ્લીલ ફોટો અને વીડિયો મારા ફોનમાં રાખ્યા હતા.
આ કબૂલનામા બાદ શાહિદે માફી માંગતા કહ્યુ છે કે હું હવે આ તમામ (ફોટોગ્રાફ અને વીડિયો) ડિલીટ કરી રહ્યો છું. આખા હિંદુ સમાજે મને સારી રીતે સમજાવ્યો છે. હવેથી હું કોઈપણ હિંદુ મહિલા અથવા યુવતીની સાથે આવું કોઈ ખોટું કામ કરીશ નહીં. કોઈ હિંદુ છોકરીને હાથ નહીં લગાઉ.
Big Breaking 😱
After Amravati, now its Kolhapur Love G had ScandalIn Shiroli Pulachi (Kolhapur), radical Isla#mist G hadists Shahid Sande and Shahrukh Desai allegedly deceived 10 to 15 Hindu girls, established phy#sical relations with them, made obscene videos, and made them… pic.twitter.com/qujue4yG52
— Harsha Patel 🇮🇳 (@harshagujaratan) April 27, 2026
હિંદુ યુવતીઓ સાથે અત્યાચાર કરીને તેમના વીડિયો શાહિદે પોતાના મિત્રો સાથે શેયર કર્યા હોવાનો આરોપ છે. હિંદુત્વવાદી સંગઠનોએ દાવો કર્યો છે કે આરોપીએ આ પ્રકારે લગભગ 10 યુવતીઓને પોતાનો શિકાર બનાવી છે.
આ યૌન ઉત્પીડન અને અશ્લીલ વીડિયો કાંડના વિરોધમાં કોલ્હાપુરનું શિરોલી (Shiroli) ગામ બંધ છે.
શાહિદનો ખેલ સોશયલ મીડિયાથી યુવતીઓને ફસાવવાથી શરૂ થતો હતો. તે 18થી 22 વર્ષની યુવતીઓને દોસ્ત બનાવતો અને પ્રેમ જાળમાં ફસાવતો હતો. પ્રેમજાળમાં ફસાયેલી યુવતીઓને તે કોલ્હાપુર અને શિરોલીની લૉજમાં બોલાવતો હતો. શાહિદ આવી યુવતીઓ સાથે શારીરિક સંબંધ બનાવતો. જ્યાં તે આ કામ કરતો તે લૉજના રૂમમાં કેમેરા પણ લગાવતો. તેમાં શૂટ થયેલા અશ્લીલ વીડિયો પોતાની પાસે રાખીને બ્લેકમેલિંગનો ખેલ પણ ખેલતો હતો. તેના પછી યુવતીઓનું વારંવાર શારીરિક શોષણ કરતો હતો.
આ પણ વાંચો: 2200 Hindus VS 700 Muslims : પાણીપતના ચોથા યુદ્ધનો મૌલાનાનો પડકાર Dr. Ambedkar ના શબ્દોમાં
જવાબ Hindu સમાજે જ શોધવાના છે...
અહીં સવાલ એ છે કે આ ગુનેગારો-આરોપીઓના ખેલમાં ફસાતી હિંદુ યુવતીઓ આટલી મૂર્ખ કેવી રીતે હોઈ શકે કે તે આવા લફંગાઓ અને લવજેહાદીઓના કારસામાં ફસાય જાય?
આના માટે હિંદુ સમાજના અગ્રણીઓ-નેતાઓ-સામાજિક સંગઠનોએ સામુહિક ચિંતન કરવાની જરૂર છે. મહારાષ્ટ્રમાં પ્રકાશમાં આવેલા કાંડ ગુજરાતમાં કે અન્ય કોઈ ઠેકાણે નહીં બને તેની કોઈ ખાતરી નથી.
સૌથી પહેલું કામ સમાજે પોતે આંતરીકપણે સુરક્ષિત થવા માટેના પગલા ભરવા પડશે.
બાળકોને નાનપણથી જ એ રીતે વાળવા પડશે કે જેથી મોટા થઈને જીવનનો કોઈપણ નિર્ણય પરિપકવ, તર્કશીલતા અને તથ્યોના આધારે લે.
મોબાઈલ, ઈન્ટરનેટ, સોશયલ મીડિયાનો ઉપયોગ કરવો જોઈએ. આજના યુગમાં તેના ઉપયોગ વગર ચાલવાનું નથી. પણ પોતાને નુકશાન થાય નહીં તેવી રીતે પોતાના જીવનમાં પ્રગતિ થાય તેવી રીતે તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ તેના માટે નિશ્ચિતપણે બાળકોને શીખવાડવું જોઈએ. મુખ્યત્વે કમ્યુનિકેશન સ્કીલ્સને એવી રીતે વિકસિત કરવાની જરૂર છે કે જેનાથી આવા લફંગા-લવજેહાદીઓ પોતાના કારસામાં સફળ થાય નહીં.
આ પણ વાંચો: "વ્યભિચારી મુસ્લિમને પણ ગાંધીથી શ્રેષ્ઠ માનું છું!": મુહમ્મદ અલીનો વિવાદ Dr. Ambedkar ના શબ્દોમાં
પરિવારોએ પણ સગીરાવસ્થા પહેલા અને તેના પછી પોતાના બાળકોના સોશયલ મીડિયા-મોબાઈલ અને ઈન્ટરનેટ દ્વારા થતી ગતિવિધિઓને ધ્યાને લેવી જરૂરી બને છે. શાળા-કોલેજ કે કોઈપણ ઠેકાણે જતી વખતે તેમને પડતી મુશ્કેલીઓ અને તેઓ કોઈ જગ્યાએ ફસામણીમાં આવતા નથી ને , તેની પણ જાણકારી માતાપિતા તરીકે રાખવી પડશે.
દેશ-રાષ્ટ્ર, ધર્મ-પંથ, સાંસ્કૃતિક ઓળખને લઈને બાળકોને સજાગ પણ બનાવવા પડશે. સેક્યુલર લોકાચાર હોઈ શકે, પણ પોતાની અંગત માન્યતાઓના ભોગે કંઈ જ નહીં અથવા તેને કેવી રીતે સાચવવી તેનું પ્રશિક્ષણ આપવું પણ જરૂરી થઈ જાય છે.
જે લફંગા-લવજેહાદીઓ હિંદુ યુવતીઓને આવા કારસામાં ફસાવે છે, તેઓ પોતાની ધાર્મિક ઓળખ, માન્યતાઓને લઈને એકદમ સ્પષ્ટ હોય છે. હિંદુ યુવતીઓને ફસાવવી, તેમના ધર્માંતરણ કરવા, નિકાહ કરવા અને જો કોઈ ન માને તો તેમના જીવન બરબાદ કરવા. આવા કિસ્સાઓની ભરમાર છે. 90ના દાયકામાં થયેલા અજમેર કાંડ અને છાંગુર બાબાની હરકતો અને આવા ઘણાં કિસ્સાઓ અવાર-નવાર સામે આવે છે. પણ હજી એક જ સવાલ છે કે આવા મામલામાં હિંદુ યુવતીઓ અને મહિલાઓ મૂર્ખ સાબિત નથી થતી? જો આવું થાય છે તો તેમાંથી પીડિતાનો પરિવાર, સમાજિક-સાંસ્કૃતિક સંગઠનો, સમાજના અગ્રણીઓ પોતાની જવાબદારીમાંથી કેવી રીતે બચી શકે? હિંદુ યુવતીઓ અને મહિલાઓ મૂર્ખ સાબિત ન થાય તેવી કોઈ વ્યવસ્થા માટે નક્કર સામુહિક ચિંતન શા માટે થતું નથી?
આ પણ વાંચો: નેતાઓ સમજે શાંતિ-અહિંસાની ભાષણબાજીથી કંઈ વળવાનું નથી! Trump એ તો કર્યું છે સાબિત
દરેક સ્તરે સજાગતાની જરૂર
વર્ષો પહેલા એક ફિલ્મ આવી હતી પિંજર (Pinjar) . જેમાં ભારતના ભાગલા વખતની ઘટનાઓની પૃષ્ઠભૂમિમાં વાર્તા હતી. ત્યારે મેં એક લેખ લખ્યો હતો અને એક અખબારમાં તે પ્રકાશિત પણ થયો હતો. તેનું કથાબીજ હતું કે ભાગલા વખતે એક પરિવાર સ્થળાંતર કરીને ભારતમાં આવે છે. ત્યારે મુસ્લિમ વ્યક્તિ આ પરિવારની દિકરીને ઉઠાવીને તેની સાથે નિકાહ કરે છે. હિંદુ યુવતીને નાનપણથી શીખવાડવામાં આવે છે કે પતિ પરમેશ્વર છે. તે વખતે આ ભાવના હિંદુ યુવતીઓમાં વધુ દ્રઢીભૂત હતી. ભાગલા પછીની હિંસા શાંત થાય છે, ત્યારે તે હિંદુ યુવતીનો ભાઈ તેને લેવા માટે પાકિસ્તાન જાય છે અને આ યુવતી પોતાના ભાઈ સાથે આવવાનો ઈન્કાર કરે છે. ત્યારે લેખમાં કોમેન્ટ કરી હતી કે એક હિંદુ યુવતી પોતાના પતિને કેવી રીતે છોડી શકે? આ લેખ સુરતમાં એક હિંદુત્વવાદી સંગઠનના એક વરિષ્ઠ સામાજીક કાર્યકર્તાએ વાંચ્યો હતો. જ્યારે હું કોઈક કામ માટે સુરત ગયો હતો, ત્યારે તેમને મળવાનું થયું હતું. મારો પરિચય આપ્યો. તેમણે મને સંબંધિત લેખ સંદર્ભે સવાલ કર્યો. જે અખબારમાં આ આર્ટિકલ છપાયો હતો તે અખબાર લઈ તેઓ લઈને આવ્યા અને અંડરલાઈન કરેલી કોમેન્ટ વંચાવી. મને સવાલ કર્યો કે શું હિંદુ યુવતી પોતાના પતિને ન છોડી શકે? જ્યારે ધર્મ-દેશ-સમાજ માટે પતિ સંકટ બની ગયો હોય, કે તેને બળજબરીથી પોતાની સાથે લઈ ગયો હોય તો પણ નહીં? આ તર્કનો મારી પાસે જવાબ ન હતો.
આ પણ વાંચો: શીખો ન હોત તો ઉત્તર ભારત Pakistan હોત? Dr. Ambedkar એ ઉજાગર કર્યું હતું મોટું સત્ય!
જૌહરમાં જીવતે જીવત અગ્નિસ્નાન કરનારી વીરાંગનાઓને પણ યાદ કરો...
મને યાદ કરાવવામાં આવ્યું કે જ્યારે દેશ પર સંકટ આવ્યું ત્યારે કેવી રીતે વીરાંગનાઓએ જોહર કર્યા હતા અને તે કેવી સ્થિતિ હતી. કોઈપણ રીતે હુમલાખોરો, સંસ્કૃતિભંજકોના હાથમાં ન આવવા માટે પોતાના આખા શરીરને જીવતાજીવત અગ્નિના હવાલે કરવા માટે કેટલી શક્તિ જોતી હશે. ખરેખર આવી મહિલાઓ શક્તિપુંજ હતી. પણ હવે જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે, તે દર્શાવે છે કે શક્તિપુંજને ફરીથી પુનર્ગઠિત કરવાનો સમય આવી ચુક્યો છે. આમ થશે તો જ લફંગા-લવજેહાદી (Love Jihadist) ઓને હિંદુ યુવતીઓ-મહિલાઓને મૂર્ખ બનાવતા રોકી શકાશે. આ એવો મામલો છે કે જેમાં કોઈપણ પ્રકારની બાંધછોડને કોઈ અવકાશ નથી. આપણે સૌએ વિચારવાની જરૂર છે. એવી કોઈ મજબૂરી નથી કે આવા લફંગા-લવજેહાદીઓને હિંદુ મહિલાઓ અને યુવતીઓએ કોઈપણ રીતે સરન્ડર થવું પડે.
આ પણ વાંચો: હિંદુત્વના ગઢ ગુજરાતમાં BJP નો નવો પ્રયોગ: સફળતા મળશે તો દેશની રાજનીતિ બદલાઈ જશે!


