ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Colonel Sofiya Qureshi : મહિલા સૈન્ય અધિકારીઓને કાયમી કમિશન આપવાના ચુકાદામાં કર્નલ સોફિયાની સુપ્રીમ કોર્ટે પ્રસંશા કરી હતી

Colonel Sofiya Qureshi : વર્ષ 1981માં જન્મેલા સોફિયા કુરેશીનું નામ આજે દેશ-વિદેશમાં જાણીતું થઈ ગયું છે. ઑપરેશન સિંદૂર (Operation Sindoor) બાદ કરવામાં આવેલી પ્રેસ કૉન્ફરન્સમાં કેમેરાની સામે આવેલા બે મહિલા અધિકારીઓ Colonel Sofiya Qureshi અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંગે વિશ્વને...
04:54 PM May 08, 2025 IST | Bankim Patel
Colonel Sofiya Qureshi : વર્ષ 1981માં જન્મેલા સોફિયા કુરેશીનું નામ આજે દેશ-વિદેશમાં જાણીતું થઈ ગયું છે. ઑપરેશન સિંદૂર (Operation Sindoor) બાદ કરવામાં આવેલી પ્રેસ કૉન્ફરન્સમાં કેમેરાની સામે આવેલા બે મહિલા અધિકારીઓ Colonel Sofiya Qureshi અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંગે વિશ્વને...

Colonel Sofiya Qureshi : વર્ષ 1981માં જન્મેલા સોફિયા કુરેશીનું નામ આજે દેશ-વિદેશમાં જાણીતું થઈ ગયું છે. ઑપરેશન સિંદૂર (Operation Sindoor) બાદ કરવામાં આવેલી પ્રેસ કૉન્ફરન્સમાં કેમેરાની સામે આવેલા બે મહિલા અધિકારીઓ Colonel Sofiya Qureshi અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંગે વિશ્વને ભારતીય સેનાની બહાદુરીની માહિતી આપી હતી. સોફિયા કુરેશી ગુજરાતના વડોદરાના રહેવાસી છે અને તેમનો પરિવાર વડોદરામાં રહે છે. અગાઉ પણ સોફિયા કુરેશી Permanent Commission મામલે ચર્ચામાં રહી ચૂક્યાં છે. વર્ષ 2020માં મહિલા સૈન્ય અધિકારીઓને કાયમી કમિશન આપવાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટ (Supreme Court) પણ  Colonel Sofiya Qureshi ની પ્રસંશા કરી ચૂકી છે.

મહિલા સૈન્ય અધિકારીઓને કાયમી કમિશન મામલે SC એ શું કહ્યું હતું ?

17 ફેબ્રુઆરી, 2020 ના રોજ, સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, સેનામાં સ્ટાફ સોંપણીઓ સિવાય, તમામ હોદ્દા પરથી મહિલાઓને સંપૂર્ણ રીતે બાકાત રાખવી અયોગ્ય છે, અને કોઈપણ વાજબી કારણ વિના કમાન્ડ નિમણૂકો માટે તેમની સંપૂર્ણ બિન-વિચારણા કાયદામાં ટકી શકે નહીં. સેનામાં મહિલા અધિકારીઓને કાયમી કમિશનની સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી હતી. મહિલા શોર્ટ સર્વિસ કમિશન (SSC) અધિકારીઓને સ્ટાફ નિમણૂકો સિવાય કંઈ પણ મેળવવા પર સંપૂર્ણ પ્રતિબંધ સ્પષ્ટપણે સેનામાં કારકિર્દીની પ્રગતિના સાધન તરીકે Permanent Commission આપવાના હેતુને પૂર્ણ કરતો નથી.

 

કર્નલ કુરેશીની સિદ્ધિઓનું સુપ્રીમ કોર્ટે ઉદાહરણ આપ્યું હતું

કેન્દ્રના સોગંદનામાની નોંધ લેતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પ્રતિ સોગંદનામામાં મહિલા SSC અધિકારીઓ દ્વારા રાષ્ટ્રના હિત માટે કરવામાં આવતી સેવાનું વિગતવાર વર્ણન છે, જે તેમના પુરુષ સમકક્ષો સાથે ખભે ખભો મિલાવીને કામ કરે છે. મહિલા સૈન્ય અધિકારીઓને કાયમી કમિશન આપવાના ચુકાદામાં કર્નલ સોફિયાનો સુપ્રીમ કોર્ટે ઉલ્લેખ કર્યો હતો. લેફ્ટનન્ટ કર્નલ સોફિયા કુરેશી (Army Signal Corps) એક્સરસાઇઝ ફોર્સ 18 (Exercise Force 18) નામની બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયતમાં ભારતીય સૈન્ય ટુકડીનું નેતૃત્વ કરનારી પ્રથમ મહિલા છે, જે ભારત દ્વારા આયોજિત અત્યાર સુધીની સૌથી મોટી વિદેશી લશ્કરી કવાયત છે. તેમણે 2006 માં કોંગોમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા કામગીરીમાં સેવા આપી છે. જ્યાં તેઓ અન્ય લોકો સાથે, તે દેશોમાં યુદ્ધ વિરામનું નિરીક્ષણ કરવા અને માનવતાવાદી પ્રવૃત્તિઓમાં મદદ કરવા માટે જવાબદાર હતા હોવાનું સુપ્રીમ કોર્ટે કહ્યું હતું.

 

બંને વખતે PC ને લઈને સોફિયા કુરેશી ચર્ચામાં રહ્યાં

7 મે 2025ના રોજ 'ઓપરેશન સિંદૂર' વિશે મીડિયાને માહિતી આપનારા સભ્યોમાં Colonel Sofiya Qureshi સામેલ હતા. આ PC - Press Conference બાદ સોફિયા કુરેશી ભારે ચર્ચામાં આવ્યાં છે. અગાઉ પણ સોફિયા કુરેશીની મહિલા સૈન્ય અધિકારીઓને કાયમી કમિશન PC - Permanent Commission આપવાના મામલામાં Supreme Court વખાણ કરી ચૂક્યાં છે. સોફિયા કુરેશીના પરિવારની વાત કરીએ તો, તેમના દાદા આર્મીમાં સેવા આપી ચૂક્યાં છે. તેમના પતિ આર્મીના મિકેનાઈઝ્ડ ઈન્ફન્ટ્રીમાં અધિકારી છે. સોફિયાના માતા-પિતા, ભાઈ સહિતનો પરિવાર વડોદરા ખાતે રહે છે. તેઓ માત્ર 17 વર્ષની ઉંમરે શોર્ટ સર્વિસ કમિશન દ્વારા આર્મીમાં જોડાયા હતા. અત્રે નોંધનીય છે કે, તેમની જુડવા બહેન સાનિયા પણ આર્મીમાં જોડાવવાની તૈયારી કરતા હતા, પરંતુ શોર્ટ સર્વિસ કમિશનની ફિઝિકલ ટેસ્ટમાં વજન ઓછું પડતા તેઓ રહી ગયા હતા. સાનિયા કુરેશીએ ત્યારબાદ મોડેલિંગમાં ઝંપલાવ્યું હતું અને તેઓ વર્ષ 2017માં મિસ ઈન્ડિયા અર્થ બની ચૂક્યાં છે.

Tags :
Army Signal CorpsBankim PatelColonel Sofiya QureshiExercise Force 18Gujarat FirstOperation SindoorPermanent CommissionPress ConferenceSupreme Court
Next Article