11 Years of Modi Government : PM મોદીનો 11 વર્ષનો કાર્યકાળ વિકાસનો દશક બન્યો - CM Bhupendra Patel
- PMએ દિલ્હીમાં શાસન સંભાળતા ગુજરાતનો વિકાસ વધ્યો
- ઓપરેશન સિંદૂર સહિતના ઓપરેશનોથી દેશ સુરક્ષિત
- PM મોદીએ રાષ્ટ્રહિત પ્રથમ રાખી દેશની સેવા કરી છે
11 Years of Modi Government : PM મોદીની સરકારને 11 વર્ષ પૂર્ણ થવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે PM મોદીનો 11 વર્ષનો કાર્યકાળ વિકાસનો દશક બન્યો છે. PM મોદીએ રાષ્ટ્રહિત પ્રથમ રાખી દેશની સેવા કરી છે. વિકાસની રાજનીતિનો યુગ શરૂ થયો છે. ભારતની ઈકોનોમી 10મા સ્થાનેથી ચોથા સ્થાને આવી છે. ઓપરેશન સિંદૂર સહિતના ઓપરેશનોથી દેશ સુરક્ષિત છે.
11 Years of Modi Government : CM Bhupendra Patel અને C.R.Patilની પ્રેસ કોન્ફરન્સ | Gujarat First
-PM મોદીની સરકારને 11 વર્ષ પૂર્ણ થવા પર પ્રેસ કોન્ફરન્સ
-કમલમ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું સંબોધન
-મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સને સંબોધન… pic.twitter.com/IMoglBlc8f— Gujarat First (@GujaratFirst) June 10, 2025
PMએ દિલ્હીમાં શાસન સંભાળતા ગુજરાતનો વિકાસ વધ્યો
PMએ દિલ્હીમાં શાસન સંભાળતા ગુજરાતનો વિકાસ વધ્યો છે. PM મોદીના નેતૃત્વમાં ઝડપથી સડક નિર્માણ થયા છે. ભારતની પહેલી બુલેટ ટ્રેન ગુજરાતને મળવાની છે. રાજકોટ અને સુરતને ઈન્ટરનેશનલ એરપોર્ટ મળ્યા છે. વાઈબ્રન્ટ સમિટના કારણે ગુજરાતનો વિકાસ વધ્યો છે. ગુજરાત સૌથી વધુ રોજગારી આપતુ રાજ્ય બન્યુ છે. ખેડૂતોને અનેક યોજનાઓનો લાભ મળ્યો છે. PM મોદીના પ્રયાસોથી રાજ્યમાં પ્રવાસનને વેગ મળ્યો છે. કચ્છ, અંબાજી, નર્મદામાં પ્રવાસન માટે આકર્ષણ ઉભા કર્યા છે.
મોદી સરકારે 11 વર્ષમાં ગુજરાતને અનેક ભેટ આપી
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, મોદી સરકારના 11 વર્ષની ચારેકોર સરાહના થઈ રહી છે. સૌનો વિકાસ અને સૌનો સાથનો મંત્ર સાકાર થયો છે. 140 કરોડ દેશ વાસીઓ માટે વિકાસનો મંત્ર બન્યો છે. દેશનું અર્થ તંત્ર 11 વર્ષમાં મજબૂત બન્યું છે. આપણી સેનાએ ઓપરેશન સિંદૂરથી દુશ્મનોને જડબાતોડ જવાબ આપ્યો છે. ગુજરાતના વિકાસનો માર્ગ મોકળો બન્યો છે. મોદી સરકારે 11 વર્ષમાં ગુજરાતને અનેક ભેટ આપી છે. મોદી સરકારે એક બાદ એક જનહિતના નિર્ણય કર્યા છે.
ગુજરાતમાં હવે સૈન્ય વિમાનોનું નિર્માણ શરૂ થયું
દેશમાં વર્ષોથી અટકેલા કામો મોદી સરકારે શરૂ કરાવ્યા છે. દેશમાં 2014થી વિકાસનો યુગ શરૂ થયો છે. મોદી સરકારમાં ઐતિહાસિક ગતિએ રસ્તાઓ બન્યા છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ થકી ઉદ્યોગોને નવી ઉંચાઈ મળી છે. પહેલી બુલેટ ટ્રેન પણ દેશમાં ગુજરાતને મળવાની છે. ડબલ એન્જિનની સરકારથી ગુજરાતનો વિકાસ વેગવાન બન્યો છે. ગુજરાતમાં હવે સૈન્ય વિમાનોનું નિર્માણ શરૂ થયું છે. પહેલા દેશમાં વિકાસ માટે વિઝનનો અભાવ હતો. મોદી સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક યોજનાઓ બનાવાઈ છે. અર્થ વ્યવસ્થામાં દેશ ચોથા સ્થાને પહોંચ્યો છે. જનતામાં સરકાર પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે. સુરત અને અમદાવાદને મેટ્રો ટ્રેનની ભેટ મળી છે. કચ્છના નાવડામાં એનર્જી પાર્ક આકાર લઈ રહ્યો છે. ગુજરાત આજે સૌથી વધુ રોજગારી આપતુ રાજ્ય બન્યું છે. પીએમ મોદીએ મિશન લાઈફની પ્રેરણા આપી છે.
આ પણ વાંચો: 11 Years of Modi Government : આખું પુસ્તક લખી શકાય એટલી PM મોદીની સિદ્ધિઓ છે - C.R. Patil