Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Gandhinagar માં કોળી સમાજની મહાબેઠક, હીરાભાઈ સોલંકી કહ્યું સમાજ એક થાય તો..!

ગાંધીનગર ખાતે અખિલ ભારતીય કોળી સમાજની મહત્વની બેઠક હીરાભાઈ સોલંકી (Hirabhai Solanki) ના અધ્યક્ષસ્થાને યોજાઈ. જેમાં બગદાણા વિવાદ અને નવનીત બળધિયા કેસમાં મળેલી સફળતા અંગે ચર્ચા થઈ. રાષ્ટ્રીય અધ્યક્ષ વિરેન્દ્ર કશ્યપે સમાજની શક્તિને બિરદાવી અને કનુભાઈ પટેલને રાષ્ટ્રીય યુવા પ્રમુખ બનાવવાની દરખાસ્ત મુકાઈ, જે સમાજની એકતા દર્શાવે છે.
gandhinagar માં કોળી સમાજની મહાબેઠક  હીરાભાઈ સોલંકી કહ્યું સમાજ એક થાય તો
Advertisement
  • Gandhinagar માં અખિલ ભારતીય કોળી સમાજની કારોબારી બેઠક મળી
  • બગદાણા વિવાદ વચ્ચે અખિલ ભારતીય કોળી સમાજની મહત્વની બેઠક
  • કોળી સમાજના પ્રદેશ પ્રમુખ હીરાભાઈ સોલંકીની આગેવાનીમાં બેઠક

Gandhinagar Koli Samaj Meeting: ગુજરાતના પાટનગર ગાંધીનગર (Gandhinagar) ખાતે અખિલ ભારતીય કોળી સમાજ (Akhil Bharatiya Koli Samaj) ની એક અત્યંત મહત્વની પ્રદેશ કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠક એવા સમયે મળી છે જ્યારે બગદાણા (Bagdana) વિવાદ અને નવનીત બળધિયા (Navneet Baldhiya) કેસને લઈને સમાજમાં ભારે રોષ અને જાગૃતિ જોવા મળી રહી છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ હીરાભાઈ સોલંકી (Hirabhai Solanki) ની આગેવાનીમાં મળેલી આ બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ વિરેન્દ્ર કશ્યપ (Virendra Kashyap) ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Gandhinagar Koli Samaj Meeting: આગામી આંદોલનની રણનીતિ

બેઠકનો મુખ્ય એજન્ડા બગદાણા (Bagdana) ખાતે સર્જાયેલ વિવાદ અને સમાજના યુવાનો સાથે થયેલા અન્યાય સામે અવાજ ઉઠાવવાનો હતો. કારોબારીમાં ચર્ચા કરવામાં આવી હતી કે જો સમાજના હિતોનું રક્ષણ કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં રાજ્યવ્યાપી આંદોલન (Agitation) છેડવામાં આવશે. સંગઠનના હોદ્દેદારોએ સ્પષ્ટ કર્યું હતું કે આ લડાઈ માત્ર કોઈ વ્યક્તિગત લડાઈ નથી, પરંતુ સમગ્ર કોળી સમાજના સન્માનની લડાઈ છે.

Advertisement

Advertisement

Gandhinagar Koli Samaj Meeting: "એકતા જ અજેય શક્તિ"

ધારાસભ્ય અને કોળી સમાજના પ્રમુખ હીરાભાઈ સોલંકી (Hirabhai Solanki) એ સભાને સંબોધતા જણાવ્યું હતું કે, "આજે જિલ્લા-જિલ્લામાંથી કાર્યકર્તાઓ ઉમટી પડ્યા છે તે સાબિત કરે છે કે કોળી સમાજ હવે જાગૃત થયો છે. નવનીત બાલધિયા (Navneet Baldhia) નો કેસ તો માત્ર એક નિમિત્ત હતો, અસલી વાત ન્યાય અને અન્યાય વચ્ચેની લડાઈની છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જ્યારે સમાજ એક થઈને મેદાનમાં ઉતરે છે, ત્યારે દુનિયાની કોઈ પણ તાકાત તેને રોકી શકતી નથી. હીરાભાઈએ સાણંદ (Sanand) ના ધારાસભ્ય કનુભાઈ પટેલ (Kanubhai Patel) ને રાષ્ટ્રીય યુવા પ્રમુખ બનાવવાની પણ જોરદાર અપીલ કરી હતી.

કનુભાઈ પટેલનું નિવેદન: SIT પણ હલી ગઈ

સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ (Kanubhai Patel) એ પોતાના આક્રમક અંદાજમાં જણાવ્યું હતું કે, "કોળી સમાજની એકતા જોઈને આપણી તાકાત આખા ગુજરાતને ખબર પડી ગઈ છે. નવનીત બાધિયા કેસમાં જે રીતે સમાજ એકત્રિત થયો, તેનાથી તપાસ કરી રહેલી એસ.આઈ.ટી (SIT) એ પણ સ્વીકારવું પડ્યું કે આ સમાજની તાકાત અપાર છે." તેમણે યુવાનોને સંગઠિત રહેવા આહવાન કર્યું હતું.

આ પણ વાંચોઃ Junagadh: 6 મહિને પાપ પોકાર્યું! વૃદ્ધાના મળેલા અવશેષો અંગે હચમચાવી નાખતાં ખુલાસા, શું ટુકડા કર્યા હતા?

સંઘર્ષથી સફળતા સુધીની સફર: પૂર્વ પ્રમુખ અજીત પટેલ

પૂર્વ પ્રમુખ અજીત પટેલ (Ajit Patel) એ ભૂતકાળના સંસ્મરણો તાજા કરતા જણાવ્યું હતું કે તેઓ 1980થી સમાજ માટે કાર્યરત છે. તેમણે રાજકારણ બાજુ પર મૂકીને સંગઠનને પ્રાધાન્ય આપ્યું હતું. તેમણે ગર્વ સાથે જણાવ્યું કે, "એક સમય હતો જ્યારે ભાવનગર (Bhavnagar) માં માત્ર 2 ટિકિટ મળતી હતી, પરંતુ સંગઠનની શક્તિને કારણે અમે 11 ટિકિટો મેળવી અને અંતે 19 બેઠકો જીતીને બતાવી."

રાષ્ટ્રીય અધ્યક્ષ વિરેન્દ્ર કશ્યપનું માર્ગદર્શન

બેઠકમાં વિશેષ ઉપસ્થિત રહેલા રાષ્ટ્રીય અધ્યક્ષ વિરેન્દ્ર કશ્યપ (Virendra Kashyap) એ ગુજરાતના યુવાનોના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, "કોળી સમાજનો ઇતિહાસ ભવ્ય છે, આપણે ભૂતકાળમાં રાજવંશો (Royal Dynasties) જેટલી તાકાત ધરાવતા હતા. આજે ફરી તે જ ગૌરવ પ્રાપ્ત કરવાનો સમય પાકી ગયો છે."

આ પણ વાંચોઃ Navneet Baldhia Case: Jayraj Ahir ની ફરી પૂછપરછ થશે, ધરપકડની ચર્ચા!

Tags :
Advertisement

.

×