Gandhinagar માં ઠાકોર સમાજનો શંખનાદ: 'અભ્યુદય' સંમેલનથી શક્તિ પ્રદર્શન!
- Gandhinagar: ગાંધીનગરના રામકથા મેદાનમાં ઠાકોર સમાજનું સંમેલન
- ઠાકોર સમાજના સંમેલન ને અભ્યુદય નામ આપવામાં આવ્યું
- ગાંધીનગરના રામકથા મેદાનમાં સંમેલનને લઈ તૈયારીઓ શરૂ
Gandhinagar:ગુજરાતના રાજકારણ અને સામાજિક આંદોલનોનું કેન્દ્ર ગણાતા ગાંધીનગરના રામકથા મેદાન (Ramkatha Maidan) માં ફરી એકવાર ઠાકોર સમાજનો ગુંજારવ સાંભળવા મળશે. આજે મોડી રાત્રે 3 કલાકે ક્ષત્રિય ઠાકોર સમાજ (Kshatriya Thakor Samaj) દ્વારા એક ભવ્ય શક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનને 'અભ્યુદય' (Abhyuday) નામ આપવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ સમાજમાં શૈક્ષણિક અને સામાજિક જાગૃતિ લાવવાનો છે. આ 'અભ્યુદય' રાત્રે 3 કલાકે આ સંમેલનને માત્ર Gujarat First માં લાઈવ નિહાળી શકશો.
Gandhinagar: રાત્રે 3 વાગ્યાથી સંમેલનનો પ્રારંભ
આ સંમેલનની સૌથી ખાસ અને નોંધપાત્ર બાબત તેનો સમય છે. સામાન્ય રીતે રાજકીય કે સામાજિક સંમેલનો દિવસે યોજાતા હોય છે, પરંતુ ઠાકોર સમાજનું આ 'અભ્યુદય' સંમેલન મોડી રાત્રે 3:00 વાગ્યાથી શરૂ થશે. આ અનોખા સમયને કારણે સમગ્ર રાજ્યમાં ચર્ચા જાગી છે. આયોજકો દ્વારા રામકથા મેદાન (Ramkatha Maidan) ખાતે યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હજારોની સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાને જોતા વિશાળ ડોમ અને બેઠક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
Gandhinagar | આજે મોડી રાત્રે 3 વાગ્યે મળશે ક્ષત્રિય ઠાકોર સમાજનું સંમેલન | Gujarat First
ક્ષત્રિય ઠાકોર સમાજનું ગાંધીનગરમાં આજે શક્તિ પ્રદર્શન
અડધી રાત્રે ગાંધીનગરના રામકથા મેદાનમાં ઠાકોર સમાજનું સંમેલન
ઠાકોર સમાજના સંમેલનને અભ્યુદય નામ આપવામાં આવ્યું
આજે મોડી રાત્રે 3 વાગ્યે… pic.twitter.com/5mGBoqtgqY— Gujarat First (@GujaratFirst) January 26, 2026
Gandhinagar: સામાજિક અને શૈક્ષણિક સુધારણા પર ભાર
આ સંમેલન માત્ર શક્તિ પ્રદર્શન પૂરતું સીમિત નથી. MLA અલ્પેશભાઈ ઠાકોર (Alpeshbhai Thakor) અને અન્ય સામાજિક આગેવાનો (Social Leaders) ના જણાવ્યા અનુસાર, ઠાકોર સમાજમાં શૈક્ષણિક પછાતપણું દૂર કરવા અને કુરિવાજો સામે લડવા માટે આ મંચનો ઉપયોગ કરવામાં આવશે. સમાજના યુવાનોને નવી દિશા મળે અને શૈક્ષણિક રીતે સમાજ સદ્ધર બને તે 'અભ્યુદય' સંમેલનનો મુખ્ય એજન્ડા છે. આ પ્રસંગે વિવિધ રાજકીય આગેવાનો (Political Leaders) પણ હાજર રહીને સમાજના ઉત્થાન માટે માર્ગદર્શન આપશે.
રામકથા મેદાન સાથે અલ્પેશભાઈ ઠાકોરનો જૂનો સંબંધ
ગાંધીનગરનું રામકથા મેદાન MLA અલ્પેશભાઈ ઠાકોર (Alpesh Thakor) માટે ખૂબ જ ભાગ્યશાળી અને ઐતિહાસિક રહ્યું છે. વર્ષ 2017 માં જ્યારે ગુજરાતમાં આંદોલનનો જુવાળ હતો, ત્યારે અલ્પેશભાઈ ઠાકોરે આ જ મેદાન પરથી પોતાની રાજકીય સફરનો મોટો વળાંક લીધો હતો. તે સમયે કોંગ્રેસ (Congress) ના ટોચના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ની હાજરીમાં તેમણે વિશાળ સંમેલન કર્યું હતું અને વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા.
આ પણ વાંચોઃ Gandhinagar માં યોજાશે ઠાકોર સમાજનું મહાસંમેલન, અલ્પેશભાઈ ઠાકોરે શું કહયું ?
સમય જતાં Congress ને અલવિદા કહ્યું હતુ!
જો કે, સમય જતાં રાજકીય સમીકરણો બદલાયા અને અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને અલવિદા કહી ભારતીય જનતા પાર્ટી (BJP) નો કેસરિયો ધારણ કર્યો. 2022માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપ (BJP) ના ધારાસભ્ય તરીકે વિજેતા બન્યા બાદ પણ તેમણે આ મેદાન પર સંમેલન યોજી પોતાની તાકાત બતાવી હતી. હવે ફરી એકવાર, વર્ષ 2026C માં તેઓ આ જ ઐતિહાસિક મેદાન પરથી સમાજને એકજૂથ કરવા જઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ 1 ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં Koli Samaj ની મહાબેઠક, કયા મુદ્દાઓ પર ચર્ચા?


