Ambalal Patel ની અત્યાર સુધીની સૌથી ભયાનક આગાહી ! માર્ચ મહિનામાં દુનિયા પર તોળાતું સંકટ!
- અમેરિકા ઇઝરાયલ ઈરાન (USA-Israel-Iran) વચ્ચે યુદ્ધને લઈ અંબાલાલ પટેલ (Ambalal Patel) ની મોટી આગાહી
- થોડા દિવસમાં અમેરિકા ઇઝરાયેલ ઈરાન (USA-Israel-Iran) માં સુલેહ શાંતિ થશે
- સુલેહ શાંતિ છતાં ગર્ભિત યુદ્ધની સ્થિતિ યથાવત રહેશે
- રાહુની અસરથી યુદ્ધની સ્થિતિ ઉદભવી હોવાની આગાહી
- માર્ચ મહિનામાં ગ્રહો વિપરીત સ્થિતિથી વિશ્વમાં યુદ્ધ થશે
ગુજરાતના પ્રખ્યાત આગાહીકાર અંબાલાલ પટેલે (Ambalal Patel) હવામાનની સાથે હવે વૈશ્વિક રાજકારણ અને યુદ્ધની સ્થિતિ પર ચોંકાવનારી આગાહી કરી છે. તેમના મતે, આગામી દિવસોમાં અમેરિકા (USA), ઇઝરાયેલ (Israel) અને ઈરાન (Iran) વચ્ચેના સંબંધોમાં ઉતાર-ચઢાવ જોવા મળશે.
અંબાલાલ પટેલ (Ambalal Patel) ની અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન પર મોટી આગાહી
અંબાલાલ પટેલ (Ambalal Patel) ના જણાવ્યા અનુસાર, આગામી થોડા દિવસોમાં આ દેશો વચ્ચે સુલેહ-શાંતિના પ્રયાસો સફળ થતા જણાશે અને ઉપરછલ્લી રીતે શાંતિ સ્થપાશે. જોકે, તેમણે સાવધ કરતા જણાવ્યું છે કે આ શાંતિ લાંબી નહીં ટકે. પડદા પાછળ 'ગર્ભિત યુદ્ધ' (Hidden War) જેવી સ્થિતિ યથાવત રહેશે, જે ગમે ત્યારે જ્વાળામુખીની જેમ ફાટી શકે છે.
Iran Israel War: ઇરાન-ઇઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ યથાવત
વડાપ્રધાન મોદીએ ઇઝરાયલના PM સાથે કરી વાત
ઇરાન-ઇઝરાયલ યુદ્ધ મામલે PM મોદીની બેઠક
મોડી રાત્રે 3 કલાક સુધી ચાલી CCSની બેઠક
પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ અને વેપાર મુદ્દે ચર્ચા
બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ રહ્યા… pic.twitter.com/0NqohW1RbN— Gujarat First (@GujaratFirst) March 2, 2026
ગ્રહોની ચાલ અને યુદ્ધનું કારણ
જ્યોતિષીય દ્રષ્ટિકોણથી વિશ્લેષણ કરતા તેમણે જણાવ્યું કે:
રાહુની અસર:વર્તમાન યુદ્ધ જેવી સ્થિતિ પાછળ રાહુ (Rahu) જવાબદાર છે. રાહુના પ્રભાવને કારણે દેશો વચ્ચે અવિશ્વાસ અને સંઘર્ષ વધી રહ્યો છે.
અમેરિકાની રાશિ: અમેરિકાની રાશિ મિથુન (Gemini) હોવાથી તે યુદ્ધના ઉન્માદમાં ફસાયેલું જોવા મળે છે.
માર્ચ મહિનામાં ખતરો: માર્ચ (March) મહિનામાં ગ્રહોની સ્થિતિ અત્યંત વિપરીત બની રહી છે, જેના કારણે વિશ્વમાં મોટા પાયે યુદ્ધની સ્થિતિ ઉદભવી શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પ માટે કપરો સમય
અંબાલાલ પટેલે માત્ર યુદ્ધ જ નહીં પણ અમેરિકાના આંતરિક રાજકારણ પર પણ ટિપ્પણી કરી છે. ગ્રહોની સ્થિતિ મુજબ, અમેરિકામાં ખુદ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) સામે વિરોધના સૂર ઉઠી શકે છે. આગામી સમયમાં તેમની મુશ્કેલીઓમાં વધારો થવાની શક્યતા છે. આમ ભલે અત્યારે શાંતિના સંકેતો દેખાય, પરંતુ જ્યોતિષીય દ્રષ્ટિએ માર્ચ મહિનો સમગ્ર વિશ્વ માટે અને ખાસ કરીને પશ્ચિમ એશિયાના દેશો માટે સંકટમય સાબિત થઈ શકે તેમ છે.
US-Israel-Iran War ને લઈ Ambalal Patel ની મોટી આગાહી | Gujarat First
મિડલ ઈસ્ટમાં ટૂંક સમયમાં સુલેહ શાંતિની શક્યતા
અમેરિકા ઇઝરાયલ ઈરાન વચ્ચે યુદ્ધને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
થોડા દિવસમાં અમેરિકા ઇઝરાયેલ ઈરાનમાં સુલેહ શાંતિ થશે
સુલેહ શાંતિ છતાં ગર્ભિત યુદ્ધની સ્થિતિ… pic.twitter.com/Cafvy5lRMN— Gujarat First (@GujaratFirst) March 2, 2026
આ પણ વાંચો : શું Jamnagar ના બ્રાસ ઉદ્યોગમાં આવશે મંદી? જાણો ઈરાન-સાઉદી સંઘર્ષની ગંભીર અસરો વિશે


