Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Ambalal Patel prediction: ગુજરાતમાં ફરી ત્રાટકશે માવઠું! અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Ambalal Patel prediction: રાજ્યમાં ફરી એકવાર વાતાવરણમાં મોટો પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલની નવી આગાહી મુજબ, આગામી દિવસોમાં ગુજરાતમાં વધુ એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) સક્રિય થવા જઈ રહ્યો છે, જેની સીધી અસર રાજ્યના વિવિધ ભાગોમાં જોવા મળશે.
ambalal patel prediction  ગુજરાતમાં ફરી ત્રાટકશે માવઠું  અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Advertisement
  • હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ (Ambalal Patel) ની નવી આગાહી
  • ગુજરાતમાં વધુ એક મજબૂત પશ્ચિમી વિક્ષેપની અસર થશે
  • પશ્ચિમી વિક્ષેપથી ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થશે
  • ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે
  • 2 ફેબ્રુઆરી સુધી હવામાનમાં પલટો આવશે

Ambalal Patel prediction: રાજ્યમાં  (Gujarat) ફરી એકવાર વાતાવરણમાં મોટો પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલ (Ambalal Patel) ની નવી આગાહી મુજબ, આગામી દિવસોમાં ગુજરાત (Gujarat) માં વધુ એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) સક્રિય થવા જઈ રહ્યો છે, જેની સીધી અસર રાજ્યના વિવિધ ભાગોમાં જોવા મળશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ (Ambalal Patel) ની નવી આગાહી

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આ પશ્ચિમી વિક્ષેપને કારણે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થશે અને મેદાની વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. તેની અસરમાં ગુજરાતમાં પણ 2 ફેબ્રુઆરી સુધી હવામાનમાં મોટો પલટો જોવા મળશે. રાજ્યના આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને સાથે સામાન્ય પવન પણ ફૂંકાઈ શકે છે.

Advertisement

Ambalal Patel-Gujarat first

Advertisement

રાજ્યના આ વિસ્તારમાં માવઠાની શક્યતા

આગાહી મુજબ, ખાસ કરીને ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં હળવો કમોસમી વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ છૂટાછવાયા છાંટા અથવા હળવો વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરૂચ અને સુરત જેવા શહેરોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે કમોસમી વરસાદની સંભાવના નકારી શકાય તેમ નથી.

ફેબ્રુઆરીમાં એક પછી એક વિક્ષેપ આવશે

રાહતની વાત એ નથી કે આ પલટો તરત શમી જશે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 2 ફેબ્રુઆરી બાદ પણ વધુ હળવા પશ્ચિમી વિક્ષેપ આવશે. ખાસ કરીને 4 થી 8 ફેબ્રુઆરી અને ફરી પાછો 12 ફેબ્રુઆરીદરમિયાન વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. આનો અર્થ એ છે કે ફેબ્રુઆરીનો પૂર્વાર્ધ મિશ્ર વાતાવરણ અને કમોસમી વરસાદી માહોલ વચ્ચે પસાર થશે.

banaskantha weather-Gujarat first

ખેડૂતો માટે ચેતવણી

કમોસમી વરસાદની આ આગાહીને પગલે જગતના તાતની ચિંતામાં વધારો થયો છે. ખેતીના પાકો જેવા કે જીરું, વરિયાળી, રાયડો અને ઘઉંના પાક પર આ વાતાવરણની માઠી અસર પડી શકે છે. અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપી છે કે:

ખેતરમાં કાપણી કરેલો તૈયાર પાક સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવો.
ખુલ્લા માર્કેટિંગ યાર્ડમાં માલ લાવતા પહેલા સાવચેતી રાખવી.
ઉભા પાકમાં જીવાત કે રોગચાળો ન ફેલાય તે માટે કૃષિ નિષ્ણાંતોની સલાહ મુજબ પાક સંરક્ષણના પગલાં લેવા.

આમ, ફેબ્રુઆરીની શરૂઆતમાં જ ગુજરાતમાં કુદરતનો મિજાજ બદલાયેલો જોવા મળશે, જેની અસર જનજીવન અને ખેતી બંને પર જોવા મળી શકે છે.

આ પણ વાંચો:  Ahmedabad: MK શાહ મેડિકલ કોલેજમાં 'શ્વાસ લેવા' પર પ્રતિબંધ? પ્રોફેસરના ત્રાસથી 10 વિદ્યાર્થીઓ ગાયબ!

Tags :
Advertisement

.

×