Ambalal Patel prediction : અંબાલાલ પટેલની ભયાનક આગાહી, ચંદ્ર ગ્રહણ પછી દુનિયામાં થશે મોટી ઉથલપાથલ!
- ચંદ્ર ગ્રહણને લઈને અંબાલાલ પટેલ (Ambalal Patel ) ની આગાહી
- 3 માર્ચના રોજ સિંહ રાશીમાં ચંદ્ર ગ્રહણ
- ભારત સહિત એશિયા, યુરોપમાં દેખાશે ગ્રહણની અસર
- ઓસ્ટ્રેલિયા, આફ્રિકામાં દેખાશે ચંદ્ર ગ્રહણની અસર
- ગ્રહણના કારણે કંઈક અવનવું થવાની શક્યતા: અંબાલાલ પટેલ
Ambalal Patel prediction : વર્ષ 2026નું પ્રથમ ચંદ્ર ગ્રહણ (Lunar eclipse) આગામી 3 માર્ચના રોજ થવા જઈ રહ્યું છે. જ્યોતિષીય દ્રષ્ટિએ અત્યંત મહત્વના ગણાતા આ ગ્રહણને લઈને ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અને આગાહીકાર અંબાલાલ પટેલે (Ambalal Patel) ગંભીર સંકેતો આપ્યા છે. અંબાલાલ પટેલ (Ambalal Patel) ના જણાવ્યા અનુસાર, આ ચંદ્ર ગ્રહણ સિંહ રાશિમાં થવા જઈ રહ્યું છે, જેના કારણે કુદરતી અને રાજકીય ક્ષેત્રે 'કંઈક અવનવું' થવાની પ્રબળ શક્યતાઓ છે.
ચંદ્ર ગ્રહણ (Lunar eclipse) ને લઈને અંબાલાલ પટેલ (Ambalal Patel) ની આગાહી
આ ખગોળીય ઘટના માત્ર ભારત પૂરતી સીમિત નથી. અંબાલાલ પટેલ (Ambalal Patel) ની આગાહી મુજબ, આ ગ્રહણની વ્યાપક અસર ભારત સહિત એશિયા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકામાં જોવા મળશે. ભારતમાં હોળીના તહેવારની આસપાસ આ ગ્રહણ આવતું હોવાથી તેનું ધાર્મિક મહત્વ પણ વધી જાય છે. વૈજ્ઞાનિક રીતે આ એક 'ટોટલ લ્યુનર ઇક્લિપ્સ' (ખગ્રાસ ચંદ્ર ગ્રહણ) હશે, જે દરમિયાન ચંદ્ર લાલ રંગનો એટલે કે 'બ્લડ મૂન' જેવો દેખાઈ શકે છે.
અંબાલાલ પટેલની ચેતવણી
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, સિંહ રાશિમાં ગ્રહણ થતું હોવાથી આ સમય ઉથલપાથલ ભરેલો રહી શકે છે. આ ગ્રહણના પ્રભાવ હેઠળ વિશ્વના અનેક દેશોમાં કંઈક અવનવું થવાની શક્યતા છે.જ્યોતિષીઓના મતે, સિંહ રાશિના જાતકોએ આ દરમિયાન ખાસ સાવધાની રાખવી પડશે. ભારત માટે પણ આ ગ્રહણ સૂતકકાળ અને અન્ય ધાર્મિક પાસાઓથી મહત્વનું સાબિત થશે.
આ પણ વાંચો : ગુજરાતમાં ફરી માવઠાની આફત! હવામાન નિષ્ણાંત Ambalal Patel ની મોટી આગાહી


