Ambalal Patel: એપ્રિલ મહિનામાં કરા સાથે માવઠું થશે, 15 તારીખથી ગરમી રેકોર્ડ તોડશેઃ અંબાલાલ પટેલ
- Ambalal Patel: અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી
- રાજ્યમાં કમોસમી વરસાદ અને કરા પડવાની શક્યતા
- એપ્રિલ મહિનામાં વાતાવરણમાં ઉથલપાથલ
- ગાજવીજ અને તેજ પવનો સાથે કમોસમી વરસાદની ચેતવણી
- અમદાવાદ-ગાંધીનગરમાં પલટાશે હવામાન!
- 15 તારીખથી વરસશે આકરી આગ, ગરમી તોડશે રેકોર્ડ!
Ambalal Patel: હાલ ઉનાળાની સીઝન ચાલી રહી છે. લોકો આકરી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. પરંતુ કુદરતે કઈક અલગ જ વિચાર્યું હોય તેવુ લાગી રહ્યું છે. ઉનાળાની સીઝનમાં પણ ચોમાસા જેવો ઘાટ સર્જાયો છે. ત્યારે લોકો અને ખાસ કરીને ખેડૂતો માટે ફરી ચિંતાના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણ (Weather) અંગે એક અત્યંત મહત્વની ચેતવણી જાહેર કરી છે. આજે પણ રાજ્યના હવામાનમાં મોટો પલટો આવવાની પૂરેપૂરી સંભાવના છે. સમગ્ર રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ (Rainy Atmosphere) સર્જાઈ શકે છે. આ આગાહી મુજબ, ગાજવીજ અને તેજ પવનો (Strong Winds) સાથે કમોસમી વરસાદ ખાબકવાની આશંકા વર્તાઈ રહી છે. ખાસ કરીને ગાંધીનગર અને અમદાવાદ જેવા શહેરોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવે તેવી પૂરેપૂરી સંભાવના છે.
સ્ટ્રોંગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Strong Western Disturbance) અને એપ્રિલમાં માવઠું
અંબાલાલ મુજબ, આગામી 7 એપ્રિલના રોજ એક શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાનું અનુમાન છે. આ સિસ્ટમની અસરને લીધે 7 થી 10 એપ્રિલ દરમિયાન રાજ્યના હવામાનમાં ફરીથી મોટો ફેરફાર (Change) જોવા મળશે. ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આ કુદરતી આફતની અસર વર્તાઈ શકે છે. આ સમયગાળા દરમિયાન અમુક ચોક્કસ વિસ્તારોમાં બરફના કરા (Hailstones) પડવાની પણ શક્યતા રહેલી છે, જે ખેતીના પાક માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો---- Weather forecast: ચૈત્રમાં ચોમાસા જેવો માહોલ બગાડશે ખેતીનો ખેલ, 7 એપ્રિલે ફરી શરૂ થશે માવઠાનો રાઉન્ડ!
કમોસમી માવઠા બાદ આકરી ગરમી (Heatwave) નો પ્રકોપ
એપ્રિલ મહિનાની શરૂઆતમાં વરસાદી માહોલ રહ્યા બાદ હવામાનમાં વધુ એક મોટો ઉલટફેર જોવા મળશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 15 એપ્રિલ બાદ રાજ્યમાં આકરી અને આગ ઝરતી ગરમી પડવાની શરૂઆત થશે. તાપમાન (Temperature) માં અચાનક વધારો થવાથી લોકોને અસહ્ય ઉકળાટ અને હીટવેવનો સામનો કરવો પડી શકે છે. આમ, ચાલુ વર્ષે એપ્રિલ મહિનો ડબલ ઋતુ (Double Season) નો અહેસાસ કરાવશે, જેમાં શરૂઆતમાં વરસાદ અને બાદમાં કાળઝાળ ગરમી લોકોની મુશ્કેલી વધારશે.
આ પણ વાંચો---- Unseasonal rain: માવઠાની આફત, 24 કલાકમાં 28 તાલુકાને ધમરોળ્યા, દ્વારકામાં ખાબક્યો 1 ઈંચ!


