Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહનો ગુજરાત પ્રવાસ, ગાંધીનગરમાં 1.25 કરોડ વૃક્ષારોપણના મહારિકોર્ડનો લક્ષ્ય
Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ 12 જુલાઈએ ગુજરાત પ્રવાસે આવશે અને ગાંધીનગરમાં સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપશે. પીએમ મોદીના 'એક પેડ માં કે નામ' અભિયાન હેઠળ ગાંધીનગર લોકસભામાં 1.25 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો લક્ષ્ય છે. આ માટે આવતીકાલથી 7 જુલાઈ સુધી રજિસ્ટ્રેશન શરૂ થશે અને જનભાગીદારી વધારવા સંગઠન જનસંપર્ક કરશે.
Advertisement
Amit Shah Gujarat Visit: ગુજરાતમાં આગામી 12 જુલાઈએ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ (Amit Shah) એક મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે. તેમના આ પ્રવાસ દરમિયાન તેઓ પોતાના સંસદીય મતવિસ્તાર ગાંધીનગરમાં (Gandhinagar) આયોજિત એક ભવ્ય સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમમાં (Tree Plantation Program) વિશેષ રૂપે હાજર રહેશે. દેશભરમાં પર્યાવરણની જાળવણી માટે ચાલી રહેલા અભિયાનને આ પ્રવાસથી મોટો વેગ મળશે.

